________________
૭ વર્ષ : (૫૦) + ૧૧ ૦ અંક : ૧૦
૭ તા. ૧૫-૧૦-૨૦૦૦ -
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ≠..
પ્રભુટ્ટુ જીવન
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૦ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂા.૧૦૦/- ♦ તંત્રી : ૨મણલાલ ચી. શાહ
Licence to post without prepayment No. 271 → Regd. No. TECH / 47- 890 / MB / 2000
પિતાશ્રીની ચિરવિદાય
મારા પૂજ્ય પિતાશ્રી શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહે લગભગ ૧૦૪ વર્ષની વયે મુંબઈમાં તા. ૨૧મી સપ્ટેમ્બર, ૨૦૦૦ (ભાદરવા વદ ૮ ને ગુરુવાર, સં. ૨૦૫૬)ના રોજ રાત્રે દસ વાગે ઊંઘમાં જ દેહ છોડ્યો. એમના સ્વર્ગવાસથી અમે એક પવિત્ર શિરછત્ર ગુમાવ્યું. સંપૂર્ણ નિરામય શરીરનો ક્રમિક અંત કેવી રીતે આવે તે એમના જીવનમાંથી પ્રત્યક્ષ જોવા મળે. એમનું નિરંતર પ્રભુભક્તિમય જીવન જોતાં એમ નિશ્ચય થાય કે અવશ્ય એમણે ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરી હશે !
એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. દાક્તરે ટાંકા લઈ આંગળી સાંધી આપી અને સાંજે તેઓ ઘરે પાછા આવ્યા હતા. થોડા દિવસમાં આંગળી પહેલાં જેવી જ સારી થઈ ગઈ હતી. ખબર ન પડે કે એ આંગળી કપાઈને જુદી પડી ગઈ હતી. આવા બેત્રણ પ્રસંગે થોડા કલાક સિવાય તેઓ ક્યારેય હોસ્પિટલમાં ગયા નહોતા. યુવાનીમાં બંધિયાર ઓફિસમાં નોકરી કરવાને કારણે દમનો વ્યાધિ થયો હતો, પણ એમણે એવો મટાડચો કે જિંદગીમાં ફરી થયો નથી.
મહાત્મા ગાંધીજી જ્યારે કહેતા કે પોતે ૧૧૦ વર્ષ જીવવાના છે ત્યારે કેટલાકને એમાં અતિશયોક્તિ લાગતી. પરંતુ ૧૦૪મા વર્ષે પણ પિતાશ્રીની તન-મનની અદ્ભુત સ્વસ્થતા જોતાં એમ પ્રતીતિ થાય કે મહાત્મા ગાંધીજીનું આસસ્મિક અવસાન ન થયું હોત તો તેઓ જરૂર ૧૧૦ વર્ષ સારી રીતે જીવ્યા હોત. એક મત પ્રમાણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સો વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું અને છેવટ સુધી એમની લેખનપ્રવૃત્તિ ચાલુ રહી હતી. આ વાત અશક્ય નહિ હોય એમ જરૂર માની શકાય. પાર્શ્વનાથ ભગવાને પણ સો વર્ષનું સ્વસ્થ આયુષ્ય પૂર્ણ કર્યું હતું.
છેલ્લાં કેટલાંક વર્ષથી પિતાશ્રીનું શરીર એવું દીપ્તિમંત રહેતું કે કાળ જાણો એમના દેહમાં સ્થગિત થઈ ગયો હોય અથવા આયુષ્ય સ્થિર થઈ ગયું હોય એવું લાગતું હતું. સાધ્વીજી થયેલાં અમારા એક કાકાનાં દીકરી બહેન પૂજ્ય શ્રી નિપુણાશ્રીજી કહેતાં કે ‘બાપુજીના શરીરમાં કાયાકલ્પ થઈ ગયો છે.' ૧૦૩ વર્ષ પૂરાં કરી ઉપર લગભગ સાત મહિના બાપુજીએ પસાર કર્યા હતા. આટલી મોટી ઉંમરે તેઓ લાકડીના ટેકા વગર ઘરમાં ચાલતા. છાપાં, પુસ્તકો નિયમિત વાંચતા. જાતે ટેલિફોન નંબર જોડી રોજ સ્વજનો સાથે વાત કરતા. તદ્દન અલ્પ પ્રમાણમાં પણ નિયમિત આહાર લેતા. સવારે છ વાગે ઊઠે ત્યારથી રાત્રે સાડા નવ-દસ વાગે સૂઈ જાય ત્યાં સુધી સતત બેઠેલા જ હોય. જરા પણ આડા પડચા ન હોય. રસ્મૃતિ એટલી સતેજ કે અનેક નામો, વાતો, ઘટનાઓ બધું બરાબર યાદ હોય. વર્ષો પહેલાં પરિચયમાં આવેલી વ્યક્તિને જોતાંની સાથે જ ઓળખી શકતા અને એની સાથેની આગળ પાછળની બધી વાતો તાજી કરતા. એમની સ્મરણશક્તિ આર્યકારક હતી. બાપુજીનું સ્વાસ્થ્ય જીવનની અંતિમ ઘડી સુધી એટલું સરસ રહ્યું હતું... કે એની જોડ જવલ્લે જ જડે. ૧૦૪ વર્ષની જિંદગીમાં તેઓ ક્યારેય હોસ્પિટલમાં રાત રોકાયા નથી. નેવું વર્ષની ઉંમર પછી બંને આંખે વારાફરતી મોતિયાનું ઓપરેશન કરાવવા હોસ્પિટલમાં ગયેલા અને બપોરે ઘરે પાછા આવી ગયેલા. ૯૮ વર્ષની વયે એક વખત તેઓ એક રૂમમાંથી બીજી રૂમમાં જતા હતા ત્યારે અચાનક બારણું જોરથી ભટકાતાં એમની એક આંગળી કપાઈ ગઈ હતી. તરત કપાયેલી આંગળી સાથે
બાપુજીએ જિંદગીમાં ક્યારેય માથું દુખ્યાની ફરિયાદ કરી નથી. આખી જિંદગીમાં કદાચ પાંચસાત વખત તાવ આવ્યો હશે, પણ ક્યારેય તે એક દિવસથી વધારે ચાલ્યો નથી. તાવ જેવું લાગે ત્યારે એમનો સાદો ઉપાય એ હતો કે ખાવાપીવાનું તરત સંપૂર્ણ બંધ કરી દેવું. એથી તરત એમનો તાવ ઊતરી જતો.
૧૦૪ વર્ષની ઉંમરે પણ એમને મધુપ્રમેહ, રક્તચાપ, દમ, ક્ષય, સંધિવા, હ૨સ, પ્રોસ્ટેટ વગેરે કોઈપણ રોગની ફરિયાદ નહોતી. એમની પાચનશક્તિ વ્યવસ્થિત હતી. શૌચાદિમાં તેઓ જીવનના અંત સુધી બિલકુલ નિયમિત હતા, એટલું જ નહિ, જરૂર પડે તો તેઓ રાહ પણ જોઈ શકતા. એમનાં સો વર્ષની ઊજવણીનો આખા દિવસનો કાર્યક્રમ અમે એક હોલમાં કર્યો હતો ત્યારે સવારે ૯ વાગે ઘરેથી ગયા અને સાંજે આઠ વાગે પાછા આવ્યા ત્યાં સુધી તેઓ એક ખુરશીમાં સતત બેસી રહ્યા હતા. એમને બાથરૂમ પણ જવું પડ્યું નહોતું.
બાપુજીની તબિયત સારી રહેતી હતી. એકાદ વર્ષથી શરીર થોડુંક ક્ષીણ થયું હતું, પરંતુ હરવાફરવામાં, બોલવામાં, વાંચવા-સાંભળવામાં એમની શારીરિક શક્તિ હજુ એવી જ હતી. એમના શરીરને હજુ એકાદ વર્ષ વાંધો નહિ આવે, કદાચ ૧૦૫ વર્ષ પૂરાં કરશે જ એવી અમને બધાંને પાકી આશા હતી. એટલે જ અમે આફ્રિકાના પ્રવાસે જવાની વાત કરી તો એમણે સહર્ષ સંમતિ આપી. એમણે કહ્યું, ‘તમે જઈ આવો. મારું શરીર સારું છે.' અમારા સૌથી નાના ભાઈ ભરતભાઈ કે જેમની સાથે બાપુજી રહેતા હતા તેમનો બદ્રીનાથ જવાનો કાર્યક્રમ હતો. એમને પણ બાપુજીએ સંમતિ આપી હતી અને તેઓ બદ્રીનાથ ગયા હતા.
બાપુજીએ ઊંઘમાં દેહ છોડ્યો તે દિવસે સાંજ સુધી તો એમની તબિયત રોજની જેમ જ સારી હતી. સવારે રોજની જેમ સ્તુતિ કરીને ચાનાસ્તો લીધાં. બપોરે ભોજન લીધું. રોજની જેમ બપોરે બધાંને ફોન કર્યા હતા. તે દિવસે રાત્રે નવ વાગે મારી દીકરી શૈલજાએ મુલુંડથી બાપુજીને ફોન કર્યો હતો. બાપુજીએ એની સાથે સારી રીતે વાત કરી, પરંતુ બાપુજીના અવાજમાં સહેજ નબળાઈ એને જણાઈ. સામાન્ય રીતે