________________
૨
પ્રબુદ્ધ જીવન
બાપુજી બધાંની સાથે ફોનમાં નિરાંતે વાત કરે, પણ તે વખતે એમણે શૈલજાને કહ્યું કે પોતાને બોલવામાં થાક લાગે છે. બાપુજી થાકની વાત કરે એ જ નવાઈ. એ સાંભળીને શૈલજાને આશ્ચર્ય થયું. એઙ) બીજાઓને એ વિશે વાત કરી.
તે પછી રોજના ક્રમ અનુસાર બાપુજી રાતના સાડા નવ વાગે બાથરૂમ જઈ આવીને સૂઈ ગયા. દસ વાગે પોત્રવધૂ શીતલ એમના રૂમમાં ગઈ ત્યારે એણે જોયું કે બાપુજી ઊંઘતા હતા, પણ એમનો શ્વાસ અસાધારણ જોરથી ચાલતો હતો. એણે તરત જયંતીભાઈને, પ્રમોદભાઈને, ડૉક્ટ૨ પનાલાલ પતરાવાળાને ફોન કરીને બોલાવી લીધા. દસ મિનિટમાં તેઓ બધા આવી પહોંચ્યા. પરંતુ ત્યારે ડૉક્ટરે તપાસીને કહ્યું કે ‘બાપુજીએ દેહ છોડી દીધો છે !'
અમે ત્યારે આફ્રિકામાં ઝિમ્બાબ્વેમાં હતાં. ભરતભાઈ બદ્રિનાથ હતા. અગ્નિ સંસ્કાર વખતે અમે પહોંચી શકીએ એમ નહોતાં. સૌથી નજીક રહેનારાં અંત સમયે જ પાસે નહોતાં. એમાં વિધિનો કોઈ સંકેત હશે !
બાપુજીને ૧૦૩ વર્ષ પૂરા થવામાં હતાં ત્યારે ગયા મહા મહિનામાં એક દિવસ અચાનક તેમને નબળાઈ લાગવા માંડેલી. દિવસે કદી ન સૂનાર દિવસે પણ સૂઈ જતા. સૂતાં પછી બેઠા થવામાં તકલીફ પડવા લાગી. સ્તવનો મોટેથી બોલી શકાતાં નહોતાં, મનમાં બોલવા લાગ્યા હતા અને તેમાં પણ ભૂલ પડવા લાગી. અમને આખું માંગલિક સંભળાવતા તેને બદલે ફક્ત ત્રણ નવકાર બોલી શકતા. મારા મિત્ર શ્રી વસંતભાઈ ભેદાની ઇચ્છા એમનાં દર્શન કરવાની હતી. હું એમને લઈને બાપુજી પાસે ગયેલો. પરંતુ ત્યારે બાપુજી માંડ થોડી વાતચીત કરી શકેલા. ત્યારે એમ લાગ્યું કે બાપુજી હવે એક બે મહિના માંડ કાઢી શકશે. પરંતુ પાંચ સાત દિવસમાં જ ફરી એમનું શરીર સશક્ત બનવા લાગ્યું. દિવસે આડા પડવાનું બંધ થયું. સ્મૃતિ પહેલાંના જેવી જ તાજી થઈ ગઈ. મોટી ઉંમરે ગયેલી સ્મૃતિ પાછી નથી આવતી. પણ બાપુજીના જીવનમાં એ અદ્ભૂત ચમત્કાર હતો કે સ્મૃતિ બરાબર પહેલાંના જેવી જ થઈ ગઈ. દસ કડીનું સ્તવન કે મોટું સ્તોત્ર બરાબર પાછું તેઓ બોલવા લાગ્યા હતા. એમનું જીવન રાબેતા મુજબનું થઈ ગયું હતું. આટલી મોટી ઉંમરે આમ થવું એ પણ એક આશ્ચર્યકારક ઘટના લાગતી હતી.
ગયા પર્યુષણ પર્વ દરમિયાન ચિખોદરાની હોસ્પિટલના આંખના દાક્તર ડૉ. રમણીકલાલ દોશી-દોશીકાકા અમારે ઘરે આવ્યા હતા. તે વખતે બાપુજીની વાત નીકળી. દોશીકાકા કહે કે ‘હું આજે ચિખોદરા પાછો જાઉં છું. માટે અત્યારે જ મારે એમનાં દર્શન કરવાં છે.' તરત અમે ભાઈના ઘરે ગયા. દોશીકાકા બાપુજીને મળ્યા. દોશીકાકા પોતે ૮૪ વર્ષના, ૧૦૧ વર્ષ જીવેલા પૂ. રવિશંકર દાદાની વાત નીકળી. બાપુજીએ ૬૦-૭૦ વર્ષ પહેલાંના રવિશંકર દાદાનાં સ્મરણો કહ્યાં. બહારવટિયા બાબર દેવાની વાત નીકળી. પાદરા, ધર્મજ, વટાદરા, સોજિત્રા, બોરસદ, ભાદરણ, ખંભાત વગેરે ગામોના એ જમાનાના આગેવાનોને મળેલા એ બધી વાતો સાંભળીને દોશી કાકાનાં સંસ્મરણો પણ તાજાં થયેલાં.
તા. ૧૫-૧૦-૨૦૦૦
પચીસી (સંસ્કૃતમાં), જિનપંજર સ્તોત્ર તથા ત્રણ સ્તવનો-ૠષભ જિનરાજ (યશોવિજયજી કૃત), પાસ શંખેશ્વરા (ઉદયરત્ન કૃત) અને તાર હો તાર પ્રભુ (દેવચંદ્રજી કૃત)-આટલું બોલ્યા પછી રોજ અનુક્રમે એક તીર્થંકરનાં પાંચ સ્તવન બોલતા. એમને દોઢસો જેટલાં સ્તવન કંઠસ્થ હતાં. છતાં સ્તવનની ચોપડીઓ પાસે રાખતા. રોજેરોજ આટલી સ્તુતિ કર્યા પછી જ તેઓ પથારીમાંથી બહાર નીકળતા.
સવારે ચાપાણી વગેરે કરી, સ્નાન કરીને દસ વાગે નવસ્મરણ બેલતા. અગાઉ એમને બધું કંઠસ્થ હતું, પણ હવે ચોપડીમાં જોવું પડતું. બપોરે ભોજન પછી છાપું વાંચતા અને ફોન કરતા. ત્રણેક વાગ્યાથી લોગરસનું રટણ કરતા. રોજ બસો લોગરસ બોલતા. સાંજે શંખાર પાર્શ્વનાથનો મંત્ર બોલતા. રાત્રે સૂઈ જાય ત્યારે સ્તુતિ કરી, નવકાર બોલી સૂઈ જાય. તેઓ માળા રાખતા નહોતા, પણ આંગળીના વેઢે ગાતા. જ્યારે જુઓ ત્યારે એમનો અંગૂઠો વેઢા પર ફરતો હોય. જે દિવસે ઊંઘમાં એમણે દેહ છોડચો તે વખતે એમનો અંગૂઠો વેઢા પર જ હતો. પ્રભુસ્મરણ કરતાં કરતાં એમણે સમાધિમરણ પ્રાપ્ત કર્યું હતું. મૃત્યુ એમને માટે મહોત્સવ બની ગયું હતું. એમનો મૃતદેહ ઝગમગતો રહ્યો હતો.
-
૧૯૭૫માં મારી માતા રેવાબાનું અવસાન થયું તે પછી બાપુજી મુંબઈ છોડીને ખાસ ક્યાંય ગયા નહોતા. ચોવીસ કલાક ઘરમાં જ હોય. દિવસ કેમ પસાર કરવો એની એમને ચિંતા નહોતી. ટી.વી. જોતા નહોતા. પ્રભુભક્તિમાં રોજનો ક્રમ પૂરો કરવામાં ક્યારેક સમય ઓછો પડતો. રોજ સવારના સાડા પાંચ-છ વાગે તેઓ ઊઠી જાય. ઊઠતાંની સાથે પથારીમાં જ પલાંઠી વાળીને બેસીને તેઓ બરાબર એક કલાક સુધી બુલંદ સ્વરે સ્તુતિ કરે. રોજ આત્મરક્ષા મંત્ર, ગૌતમસ્વામીનો છંદ, સોળ સતીનો છંદ, નવકારમંત્રનો છંદ, પુણ્યપ્રકાશનું સ્તવન, રત્નાકર
આર્થિક દૃષ્ટિએ જોઈએ તો બાપુજીનું જીવન એટલે ચડતી, પડતી અને પાછી ચડતી. બાપુજીએ યુવાનીમાં સારી શ્રીમંતાઈ જોયેલી, એમના પિતાશ્રીનો રૂ અને અનાજનો ધમધોકાર વેપાર ચાલતો. વેપારાર્થે બાપુજીને ઉત્તર ભારત અને પંજાબ સુધી કેટલીયે વાર મુસાફરી કરવાની થતી. કોઈ મોટું ગામ એવું નહિ હોય કે જે એમણે જોયું ન હોય અને ત્યાંના આડતિયાઓ અને વેપારીઓની મહેમાનગીરી માણી ન ગોય. એમના કકા ડાહ્યાભાઈ અને મોટાભાઈ સોમચંદભાઈ પ્રવાસમાં સાથે હોય. ત્રીસ બત્રીસની ઉંમર સુધી એમણે આ જાહોજલાલી જોયેલી. પાદરા, માસર રોડ, ભાયલી, ઇંટોલા, મિયાંગામ, જંબુસર, ભરૂચ અને અંકલેશ્વરમાં એમની પેઢી હતી. પારસી વખારીઆ કુટુંબનો સારો સાથ મળેલો. હાથ નીચે કેટલાયે ગુમાસ્તા કામ કરે. પરંતુ વેપારમાં અચાનક મોટી ખોટ આવતાં બધું ગયું. ઘરબાર, જમીન, ઘરેણાં બધું વેચાઈ ગયું. હાથેપગે થઈ ગયા. એમના પિતાશ્રી અમૃતલાલે પોતાના ચારે દીકરાને સલાહ આપેલી કે ‘ગામ છોડીને ચાલ્યા જજો. ગામમાં તમે સ્વમાનપૂર્વક રહી નહિ શકો. તમે શ્રીમંતાઈ અને શેઠાઈ ભોગવી છે. હવે નોકરી કવરાનો વખત આવ્યો છે. માટે ગામ છોડી જજો.' બાપુજીએ મુંબઈમાં આવી નોકરી સ્વીકારી અને અમારું કુટુંબ મુંબઈમાં આવીને વસ્યું.
પાંત્રીસથી પચાસની ઉંમર સુધી બાપુજીએ બહુ કપરા દિવસો જોયા હતા. મુંબઈની એક ચાલીની નાની ઓરડીમાં અમે છ ભાઈ, બે બહેન અને બા-બાપુજી એમ દસ જણ રહેતાં. ગુજરાન ચલાવવામાં, છોકરાંઓને ભણાવવામાં એમાં ઘણી તકલીફ પડી હતી. પરંતુ પછી વળતા દિવસો આવ્યા. દીકરાઓ ભણીને નોકરીધંધે લાગ્યા અને સારું કમાતા ગયા. નાની ઓરડીમાંથી ક્રમે ક્રમે છ મોટાં મોટાં થર થયાં. છેલ્લા પાંચ દાયકા એમણે પાછા ચડતીના જોયા.
આસરે પચાસની ઉંમર પછી, પોતાના દીકરાઓ નોકરીધંધે લાગી ગયા હતા અને ઘરનો કારભાર બરાબર ચાલવા લાગ્યો હતો ત્યારે બાપુજીએ સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વીકારી લીધી હતી. આમ પણ કમાવામાં એમને બહુ રસ હતો નહિ. જેમ જેમ દીકરાઓ મોટા થતા ગયા તેમ તેમ એમને માથેથી આર્થિક જવાબદારી ઓછી થતી ગઈ હતી. પાસે પૈસા રાખવામાં એમને રસ નહોતો એટલે કોઈ દીકરા પાસે પૈસા માગવાનો પ્રશ્ન નહોતો. કદાચ કોઈક વાપરવા આપી જાય તો તેઓ