SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૯-૨૦૦૦ પ્રબુદ્ધ જીવન ધોળા વાળ: માર્ગ-દર્શક દીવડાં — આચાર્ય વિજયપૂર્ણચંદ્રસૂરિજી મહારાજ શેરાવ અને યોવનનો મહિમા તો ઘણા ઘણાએ ગાયો હશે ! પરંતુ વૃદ્ધાવસ્થા પણ મહિમા ગાવા જેવી એક વય છે, આનો કેટલાયને ખ્યાલ પણ નહીં હોય. શૈશવને શણગારવા જતાં અને યોવનને યુગસર્જક તરીકે ગાવા જતાં જેઓ વૃદ્ધત્વને વરેલા વૈભવને વીસરી બેઠા હોય, તેઓને આ વૈભવની યાદ અપાવતા એક સુભાષિતે એક ખૂબ ખૂબ માર્મિક વાત પર પ્રકાશ ફેંક્યો છે. જે ધોળા વાળને સૌ શરમની બાબત ગણે છે, અને એની પર કાળો કૂચડો (હેડાઈ) ફેરવવામાં ગૌરવ અનુભવે છે, એ ધોળાં વાળને તો માર્ગદર્શક દીવડાં તરીકે આવકારતાં આ સુભાષિત કહે છે કે, માથા પરના ધોળા વાળ તો માર્ગદર્શક દીવડાં જેવાં છે. જેની પાસે આ દીવડાં પ્રકાશિત હોય, એ સ્વયં તો ભૂલો પડે જ નહીં પણ બીજાનેય એ ભૂલો પડવા દે નહિં. સુભાષિતની આ નવી અને નવાઈ ઉપજાવે એવી વાતને જરા વિગતવાર વિચારીએ ! ધોળા વાળ જેવો બીજો અસરકારક એકે ઉપદેશ નથી. આની સચ્ચાઈ સાબિત કરતા કેટલાય પ્રસંગો આગમો, ચરિત્રો અને ઈતિહાસનાં પાને અંકિત છે. એક યુગમાં ધોળો વાળ ધર્મદૂત ગણાતો. એના આગમનથી તો ભલભલા ભોગીઓ પણ ચેતી જતા અને ત્યાગના માર્ગે ચાલી નીકળતા. એ યુગમાં વારસદાર તૈયાર થાય, પછી તો માનવીથી લગભગ ઘરમાં રહેવાય જ નહિં, આવી માન્યતા સર્વસામાન્ય હતી. અને ધોળા વાળના આગમન પછી સંસારનો ત્યાગ કરનારો એમ માનતો કે, હું તો ત્યાગમાર્ગ સ્વીકારવામાં ખૂબ જ મોડો પડી ગયો ! આજ રીતે એક અપેક્ષાએ ધોળા વાળ સારા કાર્યનું પ્રતીક ગણાય. ધોળા વાળ એટલે પ્રૌઢ અને વૃદ્ધ વય ! આ વય મોટે ભાગે સારા કાર્યમાં પ્રેરનારી હોય છે. ધોળા વાળ અજવાળાનું પ્રતીક છે. માથે અજવાળું પ્રકાશતું હોય ત્યારે અથડાવા-કુટાવાનું ભાગ્યે જે બનતું હોય છે. કેમકે ધોળા વાળને તો પથદર્શક દીવડાં તરીકે આવકાર જ આપવો જોઈએ. માથે અંધકાર જામેલો હોય, ત્યારે જે સન્માર્ગમાં સ્થિર રહે, તે તો ધન્યાતિધન્ય છે, પણ માથે પ્રકાશ પથરાયેલો હોય, ત્યારેય જે પ્રકાશના એ પંથે પંથે આગળ વધવામાં સફળ રહે, એય ઓછો ધન્યવાદને પાત્ર નથી ! કેમકે દીપક પ્રાપ્ત થવો, આસાન નથી. મળેલા દીપકને વાવાઝોડા વચ્ચે પ્રજ્વલિત રાખવો એય, આસાન નથી અને એ દીપકે દર્શાવેલા માર્ગને પકડી રાખવામાંય ઓછું પરાક્રમ અપેક્ષિત હોતું નથી ! માથે કાળા કેશ હોવા છતાં જે યુવાન એ કાળાશને કેશ પૂરતી જ જે સીમિત રાખવા સતત સજાગ રહ્યો હોય, એના માથે શ્વેત કેશનું પ્રગટીકરણ ખરેખર દીપક જ બની રહે. જે યુવાન વયે આટલો બધો સજાગ હોય, એ પ્રોઢવયે અને વૃદ્ધવયે તો ભૂલો પડે જ નહીં, કેમકે એના માથે ધોળા વાળ દીવો બનીને પ્રકાશ વેરવાનું કાર્ય રાતદિવસ અદા કરતા જ હોય. આ દીવાનો પ્રકાશ એ દીવાના ધારકને તો માર્ગભ્રષ્ટ ન જ થવા દે, પણ જે એનો સહારો અને સંગ સ્વીકારે, એનાય પથને એ પ્રકાશિત રાખે, એથી એય માર્ગભ્રષ્ટ બનતા અટકી જાય. મોંઘો માનવભવ પામીનેય ઘણા જીવો જીવનને એળે ગુમાવતા હોય છે, કેમકે એમની બાલ્યાવસ્થા વિવેકથી રહિત વીતી હોય છે, એમનું કુમારજીવન ધાંધલધમાલ અને ખેલકૂદમાં જ વીત્યું હોય છે, ધર્મકળા વિનાની એમણે ગ્રહણ કરેલી અક્ષરકળાએ એમના અજ્ઞાનમાં જ વધારો કર્યો હોય છે. એમનું યોવન કામના ઉન્માદથી વિનાશક પૂર જેવું સાબિત થયું હોય છે અને વૃદ્ધાવસ્થા એમના માટે સાવ જ નિષ્ફળ નીવડી હોય છે, આમ એમનું સંપૂર્ણ જીવન એળે ગયું હોય છે. આપણે આપણા જીવનને સફળ અને સબળ બનાવવા માગતા હોઈએ તો બાલ્યાવસ્થાથી જ વિવેકનો એકડો ઘૂંટવા મંડી પડવું જોઈએ. આર્ય તરીકે ઓળખાતી આલમમાં આ માન્યતા જ્યાં સુધી સર્વવ્યાપક રહી, ત્યાં સુધીનો ઈતિહાસ પણ ખૂબ ખૂબ ગૌરવભર્યો રહ્યો ! પણ ધીમે ધીમે આ માન્યતામાં પોલાણ પડતું ગયું અને આજે તો એવો યુગકુમારજીવનમાં ધર્મકળાને અગ્રેસર બનવા દેવી જોઈએ. યુવા વયમાં આવી લાગ્યો કે, ધોળો વાળ શરમજનક ગણાવા લાગ્યો. જે ધોળો વાળ કામ ન કરવાની પ્રેરણા પૂરો પાડવાનું ધર્મદૂતત્વ અદા કરવા ઉપસ્થિત થયો હોય, એને આવકારવાની વાત તો દૂર રહી, પણ એ ‘દૂત’ પર કાળો કૂચડો ફેરવવાની સુધીની ધિઠ્ઠાઈ આજે જ્યારે હસતાં હસતાં આચરાઈ રહી છે, ત્યારે આ સુભાષિતનાં સંદેશનું શ્રવણ પણ કેટલાને રુચિકર બનશે, એ એક સવાલ છે. કામવાસનાના પૂરને બ્રહ્મચર્ય અને સદાચારના બે કિનારા વચ્ચે નિયંત્રિત રાખવું જોઈએ. જેથી વૃદ્ધત્વ અસફળ ન બને, વૃદ્ધત્વની સફળતા શ્વેતકેશના દીવડાં વડે જાતે માર્ગગામી રહેવા ઉપરાંત અને અન્યનેય માર્ગગામી રાખવામાં સમાયેલી છે. સુભાષિત આ દુનિયાને આટલો જ સંદેશ આપે છે. એક અપેક્ષાએ કાળા કેશ કાળા કામનું પ્રતીક ગણાય. કાળા કેશ એટલે યુવાનવય ! આ વય મોટે ભાગે પાપમાં જ પ્રેરનારી બનતી હોય છે. કાળા કેશ અંધકારનું પ્રતીક છે. માથે અંધકાર ઘેરાયો હોય ત્યારે માનવ લગભગ ભુલાવાનો ભોગ બનતો હોય છે. માટે જ યૌવનવયમાં જે બ્રહ્મવ્રતી અને સદાચારી રહી જાણે, એની તો ભારેમાં ભારે પ્રશંસા કરવામાં આવી છે. ૧૧ દુનિયામાં અબ્રહ્મ અને અસદાચારનો અંધકાર ઊભરાઈ રહ્યો છે. એમાં અથડાનારા-કુટાનારા માનવોમાં બાળકો, કુમારો, યુવાનો અને વૃદ્ધો પણ નજરે ચડે છે. એથી હવે આપણું સોનું મુખ્ય કર્તવ્ય ‘મશાલધારી’ બનવાનું જ છે. એથી પ્રોઢો અને વૃદ્ધોએ તો આ કર્તવ્ય અદા કરવા માટે પોતાના માથે શ્વેત કેશના રૂપમાં પ્રકાશતાં દીવડાંઓના પ્રકાશની ઠે૨ ઠે૨ પ્રભાવના કરવામાં જરાય કૃપાતા ન જ દાખવવી જોઈએ ! ܀܀܀ નેત્રયજ્ઞ સંઘના ઉપક્રમે ચિખોદરાની રવિશંકર મહારાજ આંખની હોસ્પિટલ દ્વારા સ્વ. તારાબહેન ચંદુલાલ ઝવેરીના સ્મરણાર્થે તા. ૧૯-૮-૨૦૦૦ના રોજ ઠાસરા (ડાકોર પાસે) મુકામે નેત્રયજ્ઞનું આયોજન ક૨વામાં આવ્યું હતું. D મંત્રીઓ
SR No.525985
Book TitlePrabuddha Jivan 2000 Year 11 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy