________________
તા. ૧૬-૪-૨૦૦૦
પ્રબુદ્ધ જીવન
મધ્યકાલીન ગુજરાતી જૈન રાસાસાહિત્ય
- ડૉ. કાન્તિભાઈ બી. શાહ
૧૫
મૂળમાં તો ‘રાસ’ એક નૃત્યપ્રકાર છે. ‘રેવંતગિરિ રાસુ' (સં. ૧૨૮૭)માં ‘રંગિહિં એ રમઈ જો રાસ' જેવી પંક્તિ દર્શાવે છે કે રાસ રમાતા-ખેલાતા હતા. બીજા એક ‘સપ્તક્ષેત્રિ રાસ' (સં. ૧૩૨૭)માં તાલરાસ અને લકુટરાસ એમ બે પ્રકારના ઉલ્લેખો આવે છે. એ દર્શાવે છે કે મંદિરમાં સ્ત્રીઓ-પુરુષો તાળી કે દાંડિયાના તાલ સાથે વર્તુળાકારે ગાનવાદન સહિત આવો રાસ રમતાં. આ રાસ રમતાં જેનું ગાન થાય એવી રચના પણ પછી ‘રાસ’ કહેવાવા લાગી હોય એવું અનુમાન છે.
અપભ્રંશકાળમાં કેટલાક ગેય છંદો ‘રાસક’ નામે ઓળખાતા હતા. આવા છંદોથી રચાયેલી કૃતિને પણ ‘રાસ’ કહેવાની પરંપરા અપભ્રંશમાં ઊભી થઈ અને તે ગુજરાતીમાં પણ ઊતરી આવી.
આરંભની આ સુગેય રાસરચનાઓ પ્રમાણમાં ટૂંકી અને ઊર્મિતત્ત્વના પ્રાધાન્યવાળી હતી, પણ પછી અપભ્રંશ મહાકાવ્યના અને અન્ય લાંબા ગેય દીર્ઘકાવ્યોના અનુસરણમાં એમાં કંથનતત્ત્વ ઉમેરાતાં એ કથનાત્મક પદ્યરચનાનો પ્રકાર બની ગયો. ક્રમશઃ આ રાસાઓ વધુ ને વધુ દીર્ઘરચનાઓ થતી ગઈ અને તેમ તેમ ઊર્મિતત્ત્વની સઘનતા એમાંથી ઓછી થતી ચાલી.
૧રમા શતકથી માંડીને ૧૯મા શતકના પૂર્વાધ સુધીના લાંબા સમયપટ ઉપર આપણું પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ફેલાયેલું છે. એમાં રાસા, આખ્યાન, તથા-પદ્યવાર્તા, પ્રબંધ જેવા દીર્ઘ કથનાત્મક પદ્યસ્વરૂપો, પદ, ફાગુ, ગરબી, ગરબો, બારમાસા, પૂજા, સ્તવન, સજ્ઝાય, ચૈત્યવંદન, સ્તુતિ, છપ્પો, વિવાહલો, કક્કા, માતૃકા, હરિયાળી, ગહૂંલી, ચર્ચરી જેવાં લઘુ પદ્યસ્વરૂપો અને બાલાવબોધ, સ્તબક–ટબો, ઓક્સિક, વર્ણક, બોલી જેવાં જૈન-જૈનેતર ગદ્ય સ્વરૂપોનો સમાવેશ થાય છે. આ સમગ્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્જકોમાં લગભગ ૭૫ ટકા તો જૈન કવિઓ છે. એમાંયે ઋષભદાસ શ્રાવક જેવા ગણ્યાગાંઠ્યા શ્રાવક કવિઓને બાદ કરતાં બાકીનું જૈન સાહિત્ય જૈન સાધુકવિઓને હાથે સર્જાયું છે.
આ સાધુકવિઓને હાથે જે વિપુલ સાહિત્ય સર્જાયું એમાં મોટા ભાગની જગા તો રાસાસાહિત્ય-દીર્ઘ કથનાત્મક પદ્યસાહિત્ય રોકીને બેઠું છે.
સૌ પ્રથમ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્ર (જન્મ સં. ૧૧૪૫)ના ‘સિદ્ધહેમ'ના અપભ્રંશ-દૂહામાં અપભ્રંશ ભાષામાંથી છૂટી પડવા કરતી ગુજરાતી ભાષાનો અણસાર મળે છે. તે પછી ગુજરાતી ભાષાની નિશ્ચિત રચ્યાવર્ષ ધરાવતી સૌથી જૂનામાં જૂની ઉપલબ્ધ કૃતિ ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’‘કુમારપાળ રાસ’, ‘વિમલ રાસ’, ‘વસ્તુપાળ-તેજપાળ રાસ’ વગેરે.
છે. એની રચના જૈન આચાર્ય સાલિભદ્રસૂરિએ સં. ૧૨૪૧માં કરી. આમ ફાગુ આદિ અનેક પદ્યપ્રકારોની જેમ રાસા`સ્વરૂપ પણ જૈન સાધુકવિઓને હાથે ખેડાયું અને વિકસ્યું છે. ભક્ત કવિ નરસિંહ સુધીમાં એટલે કે પ્રાગ્-નરસિંહના તબક્કામાં આ સ્વરૂપ એવું ખીલ્યું કે એ ગાળાને શ્રી કે. કા. શાસ્ત્રી ‘રાસયુગ’ને નામે ઓળખાવે છે. રાસાનું કાવ્યસ્વરૂપ
(૨) ધાર્મિક પરંપરાના રાજપુરુષોનાં ચરિત્રો આલેખતા ‘શ્રેણિક રાજાનો રાસ', ‘અભયકુમાર રાસ’, ‘પ્રદેશી રાજાનો રાસ’, ‘પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાસ' વગેરે, (૩) ઈતિહાસપ્રસિદ્ધ સાધુભગવંતોનાં ચરિત્ર આલેખતા ‘હીરવિજયસૂરિ રાસ’, ‘વિજયસિંહસૂરિ રાસ', ‘સોમવિમલસૂરિ રાસ', ‘વીરવિજયનિર્વાણ રાસ' વગેરે, (૪) ધાર્મિક પરંપરાના સાધુભગવંતોનાં ચરિત્રો આલેખતા ‘જંબુસ્વામી રાસ', ‘સ્થૂલિભદ્ર રાસ', ‘નંદિષેશ રાસ', ‘ચંદ્રકેલિ રાસ’, ‘ઈલાચીકુમાર રાસ’, ‘મેતાર્યમુનિ રાસ', ‘વયરસ્વામીનો રાસ’ વગેરે, (પ) શ્રેષ્ઠીઓનાં ચરિત્રો આલેખતા ‘સુદર્શન શ્રેષ્ઠીનો રાસ', ‘ધન્ના-શાલિભદ્ર રાસ’, ‘સગાળશા રાસ’, ‘શાંતિદાસ શેઠ અને વખતચંદ શેઠનો રાસ' વગેરે, (૬) તીર્થંકરો-ગણધરોનાં કથાનકોવાળા ‘આદિનાથ રાસ’, ‘નેમિનાથ રાસ’, ‘શાંતિનાથ રાસ', ‘મલ્લિનાથ રાસ’, ‘ગૌતમસ્વામીનો રાસ’, ‘સુધર્માવામી રાસ' વગેરે, (૭) જૈન પરંપરાની સતી નારીઓનાં કથાનકોવાળા ‘ચંદનબાળાનો રાસ’, ‘અંજનાસતી રાસ’, ‘કલાવતી રાસ’, ‘મૃગાવતી રાસ’, ‘ૠષિ દત્તાસતી રાસ' વગેરે. (૮) ચૈત્યપરિપાટી, સંઘયાત્રા, જિનાલઓની પ્રતિષ્ઠા, તીર્થોદ્ધારોને વર્ણવતા ‘સમરા રાસ', ‘સમેતશિખર રાસ', ‘રેવંતગિરિ રાસ', ‘શત્રુંજય માહાત્મ્ય રાસ’, ‘ગિરનાર તીર્થોદ્વાર રાસ', ‘આબુ રાસ', ' ‘પ્રેમચંદ સંઘવર્ણન રાસ' વગેરે, (૯) જૈન ધાર્મિક પરંપરાની કથાઓ આલેખતા ‘સુરસુંદરી રાસ’, ‘શ્રીપાળ રાજાનો રાસ’, ‘રૂપચંદકુંવર રાસ’, ‘અશોકચંદ્ર રોહિણી રાસ’ વગેરે, (૧૦) બૃહત્કથાની પરંપરાવાળી લૌકિક કથાઓ આલેખતા ‘વિક્રમચરિત્ર રાસ’, ‘વિદ્યાવિલાસ રાસ’, ‘આરામશોભા રાસ', ‘માધવાનલ-કામકંદલા રાસ' વગેરે, (૧૧) જૈનેતર કથાનકો આલેખતા ‘પંચપાંડવચરિત્ર રાસ', એ‘નલદમયંતી રાસ’, ‘સીતારામ ચોપાઈ રાસ’, ‘વિરાટ પર્વ’, ‘દ્રૌપદી
૧૨મીથી ૧૫મી સદીના રાસાઓ દુહા, ચોપાઈ, સોરઠા, રોળા જેવા માત્રામેળ છંદોમાં રચાતા હતા. આ છંદો ગેય પણ હતા. રાસાઓ ઠવિા, કડવા, ઢાલ જેવા વિભાગોમાં વિભક્ત થતા. પછીના રાસ’, ‘શકુંતલા રાસ’ વગેરે. (જોકે આ પ્રકારમાં રામાયણ-મહાભારતનાં
રાસાઓ ખંડ, અધિકાર, ઉલ્લાસ જેવા વિભાગોમા વિભક્ત થતા. ખંડ પણ વિવિધ ઢાળોમાં વહેંચાતો. આ ઢાળ પોતે જ રાગસૂચક હતી. ધીમેધીમે એ વિષય કે પ્રસંગ નિર્દેશક બની ગઈ. આ ઢાળ વિવિધ ગેય દેશીઓમાં ગવાતી અને એ દેશીઓનો-એના રાગોનો ઢાળને મથાળે નિર્દેશ કરવામાં આવતો.
આ ‘રાસા' હવે સામાન્ય રીતે દીર્ઘ કથનાત્મક પદ્યકૃતિ માટેની સંજ્ઞા રહી છે. પછી તેમાં ચરિત્રકથાઓ હોય, ઈતિહાસકથાઓ હોય, લૌકિકકથાઓ હોય કે રૂપકકથાઓ હોય. એટલે ‘રાસ’ સંજ્ઞા ચુસ્ત રહી શકી નથી. જેમકે ‘વિમલ પ્રબંધ’, ‘કુમારપાલ પ્રબંધ' અનુક્રમે ‘વિમલ મંત્રીનો રાસ’, ‘કુમારપાલ દાસ’ તરીકે; ‘જંબુસ્વામીચરિય' એ ‘જંબુસ્વામી રાસ' તરીકે; ‘માધવાનલ-કામકંદલા ચોપાઈ' એ માધવાનલ-કામકંદલા રાસ’ તરીકે પણ સંજ્ઞા પામેલી છે. વિષયવૈવિધ્ય
આમ આ ‘રાસા’ સંજ્ઞાવાળી રચનાઓમાં બધા જ પ્રકારનાં કથાનકોનો સમાવેશ થતો હોઈ મબલખ વિષયવૈવિધ્ય આ સ્વરૂપે પૂરું પાડ્યું છે. જેમકે :
(૧) ઈતિહાસપ્રસિદ્ધ રાજાઓ અને મંત્રીઓનાં ચરિત્રો આલેખતા