________________
८
પ્રબુદ્ધ જીવન
તમેવ. ભાઈની, પિતાની, માતાની ગરજ સારનાર ધર્મ છે. સંસારના માતા, પિતા, ભાઈ વગેરે આપણી જે સંભાળ લે છે તે ધર્મનો પ્રતાપ છે. ધર્મ ન હોય તો પિતા, માતા, બેન, ભાઈ, પતિ, પત્ની, પુત્રો કોઈ દરકાર નહીં કરે. ધર્મ પુણ્યરૂપે ઉદયમાં હશે તો સગા સગા થશે, મિત્ર મિત્ર રહેશે. પુત્ર મરતાં બાપા કહે, ખબર અંતર પૂછે, સેવા કરે એ ધર્મના પ્રતાપથી. સંસારની કોઈ સામગ્રી કે સંબંધી જે કામ ન લાગે ત્યારે ધર્મ કામ લાગે, શાતા ઉપજાવી શકે. અશાતાના ઉદયમાં સમાધિમાં રાખી શકે તેથી હૂંફ ધર્મની હોવી જોઇએ ને ? તો પછી ધર્મ માટે ક્યાં જવું ? સોના માટે ઝવેરી, કાપડ માટે કાપડિયો, શાક માટે કાછિયો, પૈસા માટે શાહુકાર, રોગ માટે ડૉક્ટરની પાસે જવું પડે તેમ ધર્મ પામવા સાધુ પાસે જવું પડે ને ? સાધુ સૌ પ્રથમ શું બતાવે. તેના પદ પ્રમાણે સર્વવિરતિ ધર્મ જ બતાવે ને ? તે માટે સર્વવિરતિ જોઇએ ને ? પરંતુ બધાં કંઈ સર્વવિરતિ સ્વીકારી શકે તેવાં ન હોય ને ? તેવું સામર્થ્યના અભાવે તે ધર્મ ગમી જાય તો પણ સામર્થ્યના અભાવે સંસાર તરવા માટે આ જ સાચું પગલું છે પણ તે અશક્ય હોવાથી, આચરી શકાય તેમ ન હોવાથી, તેવો ધર્મ બતાવો કે જેના દ્વારા સર્વવિરતિ ધર્મ પછી પામી શકું. ત્યારે ગુરુ ભગવન દેશિવરતિ ધર્મ બતાવે, પણ તે જીવ દેશવિરતિ ધર્મ સ્વીકારવાના સામર્થ્યવાળો ન હોય તો તેને સમ્યક્ત્વના આચારાદિ બતાવે. એવા જીવો પણ હોય કે જેમની પાસે એટલી પણ યોગ્યતા વિકસી ન હોય. તેવાં જીવોને માર્ગાનુસારિતાના આચર બતાવે; કારણ કે માર્ગાનુસારિતાના આચારો એવાં છે કે જે આચારોને પાળતાં પાળતાં ક્રમે ક્રમે જીવ ઉપરના પગથિયે ડગ માંડી ધર્મની પ્રાપ્તિ માટે તૈયાર થઈ યોગ્ય બને. જીવ ધર્મની પ્રાપ્તિ માટે યોગ્ય બને ત્યાંસુધી શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ ગણાય. ધર્મ પામવાની ઈચ્છા થઈ ત્યાં સુધીમાં ઘણી નિર્જરા સાધી હોય, પણ ધર્મ પામવા માટે સૌ પ્રથમ ગ્રંથિભેદ કરવો પડે, ગાઢ રાગદ્વેષની ગાંઠ ભેદવી પડે. અપૂર્વક૨ણ વગર તે ભેદાય નહીં. તે પેદા કરવા માટે, · જીવે સંસારના સુખના રાગ ઉપર અને એ રાગે જન્માવેલા દ્વેષ ઉપર ખૂબ ખૂબ દ્વેષ કેળવવો પડે. સંસારના સુખના રાગ ઉપર અને એ રાગે જન્માવેલ દ્વેષ ઉપર કેવો દ્વેષ કેળવવો પડે ? આ બન્ને અસામાન્ય કોટિના હોય તો જ કાર્યસિદ્ધ થાય ને ? આ સંદર્ભમાં આપણો કરાતો
જીવ, શિવ અને જગત આ ત્રણ શબ્દો ગહન, ગંભીર અને અનેકવિધ રહસ્યોથી ભરપૂર છે. તેનો પાર પામવા માટે વિવિધ ધર્મો અને મતોમાં કોઈ ને કોઈ માર્ગ દર્શાવવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિના પાયામાં ધર્મ કેન્દ્ર સ્થાને છે. સમાજજીવન ધર્મના રંગે રંગાયેલું હતું અને લોકો શ્રદ્ધાના બળથી દુ:ખમાં પણ સંતોષ માનીને જીવન જીવતા હતા. જીવનમાં શું બનવાનું છે તેની આગાહી કરવા માટેનું કાર્ય જ્યોતિષ શાસ્ત્રને આધારે થાય છે. જ્યોતિષ એ ઈશ્વરના જ્ઞાનની એક ઝળહળતી જ્યોતિ છે જેના આધારે વ્યક્તિ અને વિશ્વ વિશેની ચોંકાવનારી આગાહી કરવામાં આવે છે. આ દિવ્યજ્ઞાન માત્ર પોથીમાંના રીંગણા જેવું નથી પણ તેના પ્રભાવથી અનુભવના દિવ્યજ્ઞાનની ઉપલબ્ધિ થાય છે. આ શાસ્ત્રને આધારે ભૂતકાળ-વર્તમાન અને ભવિષ્ય
ધર્મ કેટલો પાંગળો છે તે સમજાય છે ને ? સામાન્ય જન સાંસારિક પૌદ્ગલિક સુખ માટે કે સ્વર્ગીય સુખ માટે ધર્મ કરતો જોવા મળે છે. આ બન્ને પ્રકારનાં સુખ ઝાંઝવાના જળ સમાન, અનિત્ય, અશાશ્વત અને નાશવંત છે; કેમ કે મુક્તિ સિવાયનું કોઈ પણ સુખ કે દુઃખ તેનાં મિશ્રણ વગરનું હોતું જ નથી. આ સુખ દુ:ખમય, દુઃખ ફલક અને દુઃખ પરંપરક છે (પંચસૂત્ર).
दुक्खरुवे दुक्खकले दुक्खाणुबंधि (पञ्चसूत्र )
તા. ૧૬-૮-૨૦૦૦
અત્રે ઉલ્લેખ કરાયેલા ધર્મના સ્વરૂપને તેની આરાધનામાં નિરાશંસભાવે ઉપયોગ પ્રમુખતા આરાધકોમાં સમ્યગ્દર્શન કે સમકિત સામે ચાલીને આવશે; કેમ કે તે સઘળા ગુણોનું મૂળ છે. તેના વિના ગુણો સાચા સ્વરૂપમાં ગુણાની કક્ષામાં આવતા નથી. તેથી યમ અને પ્રશમને જીવાડનાર સમકિત છે. જ્ઞાન અને ચારિત્રનું બીજ સમ્યગ્દર્શન છે. તપ તથા શ્રુતાદિનો હેતુ સમકિત છે. અનંતજ્ઞાનીઓનું આ ફરમાન છે. ચારિત્ર અને જ્ઞાન વિનાનું દર્શન શ્લાઘનીય છે; પરંતુ મિથ્યાત્વથી દુષિત જ્ઞાન અને ચારિત્ર શ્વાથ્ય નથી. જ્ઞાન અને ચારિત્ર વિનાના શ્રેણિક મહારાજા સમ્યગ્દર્શનના માહાત્મ્યથી શ્રી તીર્થંક૨પદને પામશે. જ્ઞાન અને ચારિત્ર નહીં એવાં જીવો સમ્યગ્દર્શનના પ્રભાવથી અનુપમ સુખના નિદાનરૂપ મોક્ષ પામે છે; જે સંસારસાગરને પાર પામવા માટે વહાણ સમું છે. દુઃખરૂપી કાંતારને સળગાવી મૂકવા માટે દાવાનળ સમું છે તે એક સમ્યગુદર્શન નામના રત્નનો આશ્રય કરો. કારણકે જીવનમાં ધર્મારાધના દ્વારા પ્રાપ્ત થયેલ યમ અને પ્રશમને જીવંત રાખવા માટે સમ્યગ્રદર્શનની અનિવાર્ય આવશ્યકતા છે.
અષ્ટાંગ નિમિત્ત
- ડૉ. કવિન શાહ
ઉપરની ચર્ચાવિચારણાના વિહંગાવલોકનરૂપે કહી શકાય કે જીવ માર્ગાનુસારી બની છેલ્લા ચરમાવર્તકાળમાં પ્રવેશે ત્યારે તેને મોક્ષાભિલાષ, મોક્ષરુચિ, સંસાર પ્રત્યે વૈરાગ્ય તથા નિર્વેદ પામી તદ્ભુતુ અને અમૃતાનુષ્ઠાન એ બે અનુષ્ઠાનો કરવા તૈયાર થયો હોવાથી જે સમયને ધર્મયોવનકાળ કહી શકીએ એ પૂર્વ ધર્મબાળકાળ હતો; જ્યારે કાન્તાદષ્ટિ જેવી દૃષ્ટિ વિકસેલી ન હોવાથી ઓધદષ્ટિને હવે ત્યજી ખંતપૂર્વક, યોગ્ય સુપુરુષાર્થ કરી મોક્ષ તરફ હાફાળ ભરી શકાય તેવી ધર્મારાધના કરી મોક્ષપદ પામે છે.
܀܀܀
વિશેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે જેના આધારે વ્યક્તિના જીવનમાં આવતી આપત્તિઓથી રક્ષણ મેળવી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર ખૂબ જ પ્રચલિત છે. તેમાં શ્રદ્ધા ધરાવનારો વર્ગ પણ ઘણો મોટો છે. વિજ્ઞાન યુગના પ્રભાવથી ગમે તેટલો મતભેદ હોવા છતાં જ્યોતિષશાસ્ત્ર અખંડ રહેવાનું છે. વિશ્વમાં જ્યોતિષશાસ્ત્ર વેદનું અંગ છે. ચૌદ વિદ્યામાં તેનો સમાવેશ થાય છે. સિદ્ધાંત, સંહિતા અને હોરા એ ત્રણ શાખારૂપે વેદનું જો નિર્મળ નેત્ર હોય તો એ જ્યોતિષ છે અને તે સર્વોત્તમ ગણાય છે. સિદ્ધાંતમાં ગણિતની રીતે ગણતરી થાય છે. તેના ત્રણ વિભાગ સિદ્ધાંત, તંત્ર અને કરણ છે. સંહિતામાં ગ્રહ, નક્ષત્ર, દિનશુદ્ધિ, મુર્હુતનો સમાવેશ થાય છે. હોરા-નભ સમયના ગ્રહોને આધારે ભવિષ્યના સુખદુઃખની વિગતો ફળાદેશ થાય છે.