________________
તા. ૧૬-૮-૨૦૦૦
પ્રબુદ્ધ જીવન
જીવ હોય, ભવિતવ્યતા સાનુકૂળ હોય, ચરમાવર્તકાળમાં આવેલ હોય, સુયોગ્ય સામગ્રી મેળવેલી હોય અને ત્યાં પણ જેનો સંસારકાળ માત્ર અર્ધપુદ્ગલપરાવર્તથી ન્યૂન અવશિષ્ટ રહ્યો હોય તે જીવ જ શુદ્ધ ધર્મની આરાધનાદિ કરવાને સુપાત્ર છે. સંસારમાં ખૂબ ધર્મ કરી નાંખ્યો એવો શેખચલ્લીનો વિચાર સેવ્યો પણ પરિણામ અનંતાનંત ભવો રખડ્યા જ કર્યું કેમકે સમ્યક્ત્વ પામ્યા વગર કરેલો ધર્મ એક એકડા વગરના અસંખ્ય મીંડા જેવો હતો. કેવી લાચારી ! આત્મા અર્થકામ તરફ ઢળે છે કે ધસે છે ? ધર્મ કહેવડાવવું સહેલું છે પા ધર્મી બનવું એ ઘણું મુશ્કેલ છે. ધર્મી બનવા માટે કાળજી જોઈએ. અવસરે ધર્મ માટે અર્થકામ મૂકવાની વૃત્તિ છે કે અર્થકામ માટે ધર્મ મૂકવાની વૃત્તિ છે ? કોઈ વાર અર્થકામ માટે ધર્મનો ભોગ દેવાઈ ગયો તો આત્મા કેટલો કકળે છે ? બળતરા કેવી કારમી ને ? બળતરાને બદલે વ્યવહારકુશળતા મનાય તો ? સંસારમાં રહીને થોડા પણ ધર્મની આરાધના ન થાય એમ નહીં પણ ધ્યેય તે છોડવાનું હોવું જોઈએ. ધર્મ, અર્થ અને કામમાં ધર્મપુરુષાર્થ પ્રધાન લાગે તો ધર્મ પામવાની લાયકાત છે. ન હોય તો મુંઝાયા વગર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો શક્તિ તેટલી ભાવના નહીં, ભાવના તેટલો પ્રયત્ન નહીં અને પ્રયત્ન તેટલો રસ નહીં. ધર્મ થતો નથી તે શક્તિ નથી માટે કે જોઈતી રુચિ નથી માટે ? સંસાર કહેવામાં બૂરો અને માનવામાં સારો; એ દશા ન હોવી જોઈએ. જૈન તો સંસારને તરવાની ભાવનાવાળો હોય !
અનંત ઉપકારી મહાપુરુષો જણાવે છે કે સમ્યગ્દર્શન ગુણ વિના શ્રીઅરિહંતદેવનાં વચનો ઉપર અવિહડ પ્રેમ જાગતો નથી અને તે વિના જિનવચનનું શ્રવણ જોઇએ તેવા સ્વરૂપે થતું નથી. સમ્યગ્દર્શનથી શ્રવણમાં જે આનંદ થાય તે અજોડ હોય છે. જિનવાણીના શ્રવણમાં એકતાન બને છે અને એકતાનતાના પ્રતાપે પ્રતિદિન ધર્મની આરાધનામાં આગળ ને આગળ કુચ કરે જાય છે. સમ્યગ્દર્શન પામેલો આત્મા સદ્ગુરુમુખે શ્રીજિનવચનનું શ્રવણ કરવું, ધર્મનો અવિહડ રાગ અને દેવગુરુની વૈયાવચ્ચાદિ દ્વારા ચારિત્રમોહનીય સાથે સંગ્રામ ખેલે છે. આપણે જોઈ ગયા છીએ કે સંસારને સમ્યગ્દર્શન મર્યાદિત બનાવે છે. અર્ધપુદ્ગલપરાવર્તથી વધારે સંસારવાળા સમ્યગ્દર્શન પામતા જ નથી.
ધર્મ: રક્ષતિ રક્ષિતઃ એ સૂત્રને ભયંક૨ ઝંઝાવાત થયેલા ઓરિસામાં જ્યાં અકલ્પ વિનાશ ફરી વળ્યો ત્યાં સૈકા પૂર્વે બંધાવેલાં ૩૨૦ મંદિરો અડીખમ ઉભા રહ્યાં તેમાં પૂર્વજોના પુણ્ય પ્રતાપ સિવાય કર્યુ કારણ આપણા મનોપટ પર ઉત્પન્ન થઇ શકે ! એક પણ તેની કાંકરી ન ખરી તે ધર્મના પ્રતાપને લીધે ને ?
નવસ્મરાના ૮મા સ્મરણનો ૪૧મા શ્લોક દ્વારા શુભકામના વ્યક્ત કરું તો તે યથાર્થ ગણાશે.
દેવેન્દ્ર વન્ય ! વિદિતાખિલવસ્તુસાર ! સંસારતારક ! વિભો ! ભુવનાભિનાથ ! ત્રાયરૂ દેવ ! કરુણાહૃદ ! માં પુનીહિ, સીદન્તમઘ ભયદવ્યસનામ્બુ રાશે: ।। ૪૧ || શ્રી સીમંધરસ્વામીના ચૈત્યવંદનની છેલ્લી કડી આ પ્રમાણે છે: ‘કર જોડી ઊભો રહું, સામો રહી ઈશાન,
ભાવ જિનેશ્વર ભાણને, દેજો સમકિત દાન.’ (૫)
9
હોય. તે પ્રગટ થવાનો સમય ભવ્ય જીવોમાં જ અને તેવાં જ ભવ્યો કે જેઓ છેવટે એક પુદ્ગલપરાવર્ત કાળમાં અવશ્યમેવ મુક્તિ પામવાના હોય. મનુષ્યપણાથી ધર્મશ્રવણ સુધીની સામગ્રી તો અભવ્યો તેમજ દુર્ભવ્યો પણ પ્રાપ્ત કરી શકે છે; પરંતુ ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ તો તે ભવ્યાત્માઓ કે જેઓનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તથી અધિક ન જ હોય. સ્વભાવથી ભવ્ય જીવો કે જેઓનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તથી અધિક હોય; તેઓમાં એની વિચારશક્તિ ઉદ્ભવી શકતી જ નથી કે મોક્ષ એ ઉત્તમમાં ઉત્તમ કોટિનું સાધ્ય છે, ધર્મ એ એ માટેનું સાધન છે, અને ધર્મના સાધન દ્વારા મોક્ષરૂપ સાધ્યને સિદ્ધ કરવાનું છે. આ દશાને સમ્યગ્દર્શનના બીજ રૂપ ગણાવી શકાય, અને સમ્યગ્દર્શન ગુણાને પ્રગટવાની તૈયારી ચાલી રહી છે. આને સમ્યગ્દર્શન ગુણના પ્રગટીકરણથી ઉદ્ભવેલી મનોદશા તરીકે ઓળખી શકાય નહિ. મોક્ષ એ ઉત્તમ કોટિનું સાધ્ય છે, ધર્મ તેનું કારણ છે, ધર્મ સેવવા દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવો છે એવી મનોદશા પણ અભવ્યો તથા દુર્ભવ્યોમાં પ્રગટી શકતી જ નથી. તેથી ચરમાવર્તને પામેલા જે આત્માઓ મંદમિથ્યાત્વવાળા બને છે. તેવા આત્માઓ મિથ્યાદ્રષ્ટિ હોવા છતાં પણ મોક્ષ એ ઉત્તમમાં ઉત્તમ કોટિનું સાધ્ય છે, ધર્મ દ્વારા જ મોક્ષને પ્રાપ્ત કરી શકાય અને ધર્મ સેવવા દ્વારા જ મોક્ષ સાધવો છે એવી મનોદશાના સ્વામી અવશ્ય બની શકે છે. તેથી સહસ્રાવધાની આચાર્ય શ્રી મુનિસુંદરસૂરીશ્વરજીએ જયાનંદ કેવળી ચરિત્રમાં સ્પષ્ટ કર્યું છે કે શ્રી સિદ્ધપદને પમાડનારી જે સામગ્રી છે તે સામગ્રીને પામ્યા વિના ભવ્યો સિદ્ધિપદને પામી શકતા નથી. તે સઘળી સામગ્રી મનુષ્યપણું, ધર્મશ્રવણ અને તદુપરાંત સુદુષ્પ્રાપ્યા ધર્મશ્રદ્ધા સવિશેષ અત્યંત આવશ્યક કે જરૂરી છે.
આગળ ઉપર આપણે જોઈ ગયા છીએ કે આ અવસર્પિણીના છેલ્લા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ગણાધર શ્રી ગૌતમસ્વામીને ક્ષણ વાર માટે પણ પ્રમાદ ન કરવાનો સદુપદેશ આપ્યો છે. પ્રમાદ સેવનારા દેવની શી સ્થિતિ થાય તે સપ્તલવ તરીકે જાણીતા સર્વાર્થસિદ્ધ દેવની હાલતથી જાણી શકાય છે. આ દેવનું આયુષ્ય ૭મી નરકના નારકીની જેમ ૩૩ સાગરોપમનું હોય છે. સાત લવ જેટલો ક્ષુલ્લક પ્રમાદ સેવવાથી મોક્ષ તેમને માટે ૩૩ સાગરોપમ જેટલો દૂર હડસેલાઇ ગયો ! ‘ત્રૈવેયકેષ્ઠ અનન્તદા ઉપપાશ્રવણાતુ' કારણ ધર્મ સેવવામાં કરેલો પ્રમાદ ! ૧૪ પૂર્વેનું પરાવર્તન કે કંઇક તપ કરવામાં સરતચૂક થવાથી શિક્ષા કેટલી ? એક બે વર્ષ નહીં પરંતુ ૩૩ સાગરોપમ કાળ પસાર કર્યા પછી જ હાથવેંતમાં આવેલો મોક્ષ હસ્તગત કરી કૃતકૃત્ય થઈ શકાય ! ધર્મમાં પ્રમાદ ન જોઈએ તે માટે બીજું કોઈ ઉદાહરણ જરૂરી છે ? નહીં ને ! તો પછી આપણે પણ જાગરૂક થઈ ઉપયોગપૂર્વકની આરાધના ધર્મ માટે કરવી જોઈએ ને ? અણુ જેટલી ક્ષતિ માટે મેરૂ જેવડી શિક્ષા ! વિશાળ, સમૃદ્ધ પુણ્યનો પ્રાગ્માર હોવા છતાં પણ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવાયુ તરીકે જન્મી નગણ્ય એવી નાની ક્ષતિ કે તપશ્ચર્યાના અભાવમાં એકાવતારીને ૩૩ સાગરોપમની શિક્ષા ! તેથી પ્રાર્થના કરીએ કે જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા આરૂગ્ગબોહિલાભં સમાહિવરમુત્તમં કિંતુ (લોગસ્સ-૬). અહીં ભવ આરોગ્ય, સમ્યક્ત્વ તથા ઉત્તમ સમાધિ ઈચ્છવામાં આવી છે.
સુખમાં અને દુઃખમાં સારભૂત એક માત્ર ધર્મ છે. માટે ધર્મ સર્વસ્વ
મોક્ષનો અભિલાષ ત્યારે જ પ્રગટે કે જ્યારે જીવ ધર્માભિમુખ થયો છે, ધર્મ ભાઈ છે, ધર્મ પિતા છે, ધર્મ માતા છે, ત્વમેવ માતા ચ પિતા