________________
તા. ૧૬-૪-૨૦૦૦
પ્રબુદ્ધ જીવન
૫
હોય તો તેની કશી કિંમત નથી. માત્ર એક જ એકડાથી તે ૧૦,૧૦૦,૧૦૦૦, દશ હજાર, કરોડ, પરાદિ બને છે. આપણે વેલો ધર્મ ગતાનુગતિક, અનનુષ્ઠાન કોટિનો હતો. તો હવે જાગ્યા ત્યારથી સવાર સમજી શું કરવું જોઈએ તે જરા વિચારીએ.
સમયગ્દષ્ટિને જે કંઈ સારું મળે તેનાથી મોક્ષને સાધે તથા બીજાને પણ સાથે લઈ જાય. બોધિ પામેલો દુ:ખમાં પણ સુખથી અધિક રહી શકે છે. બોધિ પામેલો જીવ ધર્મથી રહિત એવું ચક્રવર્તીપણું યાચતો નથી; પણ ધર્મથી સહિત દાસ કે દરિદ્ર બનવું મંજૂર કરે છે. જિનધર્મવિનિમુકતો માડભૂર્વ ચક્રવર્ત્યપિ, સ્યાં ચેટોડપિ દરિદ્રોઽપિ જિનધર્માધિવાસિત: તેથી બોધિ મેળવવા શ્રી જયવીયરાય સૂત્રમાં ભવેભવે તુમ્હેં ચલણામાં હુજ્જુ મે સેવાની માંગણી કરીએ છીએ. દરેક કાળમાં બોધિ પામનારા જીવ અલ્પ જ રહેવાના. તે માટે ભવ્યને ભવ્યત્વનો પરિપાક, કાળની અનુકૂળતા, પુણ્યનો યોગ તથા સુપુરુષાર્થના બળે કેટલીક સામગ્રીનો યોગ થાય. તે માટે સંસાર અસાર લાગવો જોઈએ, તેના પરથી આંખ ઊઠવી જોઈએ, જે ચારમાવર્તકાળમાં જ શક્ય છે, કેમ કે અચરમાવર્તકાળમાં આવું બનતું જ નથી. સંસારસાગરમાં રખડતાં, ઝળતાં અનંતપુદ્ગલપરાવર્તકાળ વ્યતીત થઈ ગયો. તે દરમ્યાન અનેકાનેક વાર નદીધોળપાષાણ ન્યાયે જીવો યથાપ્રવૃત્તિકરણથી આગળ વધી ન શક્યા. આ સંસાર ઉપરથી આંખ ઊઠે, વિષય-કષાય મોહનીય કર્મનું જોર નરમ પડે, સંસાર દુ:ખમય, દુ:ખપરક અને દુઃખપરંપરક છે એવું જ્યારે સમજાય, મોક્ષાભિાલાષા તીવ્ર બને, સંસારનો દ્વેષ અને મોક્ષરાગ તીવ્ર બને ત્યારે શુદ્ધ યથાપ્રવૃત્તકરણ થાય, ત્યાર પછી જ રાગ-દ્વેષની તીવ્ર ગ્રંથિ ભેદાય, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ જેવાં આત્માના અપૂર્વ એવાં પરિણામો પ્રગટે જે માટે અર્ધપુદ્ગલપરાવર્તકાળ સુધી રાહ જોવી પડે ત્યારે સમ્યગ્દર્શન કહો કે બોધિ કહો કે સમકિત કહો તે પ્રગટે અને તે બાદ સુંદર સુપુરુષાર્થ કરી શુદ્ધ ધર્મરાગ અને અભિલાષા શક્ય બનતાં અસંખ્ય ગુણ અસંખ્ય ગુણ નિર્જરા થવા જેવી સ્થિતિ પેદા થાય અને તેમાં વધતાં વધતાં જીવ સમ્યગ્દર્શન ગુણ પામી સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર અને સમ્યગ્દર્શન થકી જ મોક્ષગામી બની છેવટે પંચમગતિ પ્રાપ્ત કરે છે.
`
ચાર જ્ઞાનના ધારક ગણધર શ્રી ગૌતમ સ્વામીને ભગવાન શ્રી મહાવીર સ્વામીએ શો ઉપદેશ આપ્યો હતો ? ગોયમ સમયે મા પમાયએ. હે ગૌતમ ! તું ક્ષણવાર માટે પણ પ્રમાદ કરીશ નહીં. તેમની સરખામણીમાં આપણે ઘણા ટૂંક અને પામર ગાઈએ. સંસાર પ્રત્યે આંખ ઊઠ્યા પછી આપણું પ્રથમ કર્તવ્ય મોક્ષરાગ અને મોક્ષરુચિને પ્રથમ સ્થાન આપવું જોઈએ. સંસાર પ્રત્યે અરુચિનો ભાવ પેદા થવાથી અને મોક્ષ પ્રત્યે રુચિ પેદા થવાથી જીવને ધર્મ જાણવાની ઈચ્છા પ્રગટે, ગુરુ પાસે જઈ ધર્મશ્રવણ કરે; સાંભળેલા ધર્મ પર ચિંતન મનનાદિ કરે. તેની પાસે પુરુષાર્થ હોવાથી પરિણામ શુદ્ધિ થતાં કર્તવ્યનું સચોટ ભાન થાય. ધર્મક્રિયાઓનું બહુમાનપૂર્વક યથાશક્ય સેવન કરે. ટૂંકમાં સમ્યક્ત્વ સહિત જે ગૃહસ્થધર્મ કે સાધુધર્મનું આરાધન કરાય તેને જ સાચા સ્વરૂપમાં ધર્મારાધન કહી શકાય. આરાધનાનું ફળ મોક્ષપ્રાપ્તિ છે, જેમાં એવું સુખ રહેલું છે કે તેમાં દુઃખનો અંશ માત્ર હોતો નથી. વિષય-કષાયજનિત સુખો ક્યારે પણ દુ:ખથી રહિત હોતાં નથી. આનું કારણ બહુ સ્પષ્ટ છે કે ચાર ગતિઓમાં એક પણ ગતિ એવી નથી કે જેમાં દુ:ખનો સર્વથા અભાવ હોય. ચિત્ત જો મોક્ષસુખમાં ચોંટે તો સંસારસુખને ભોગવવા છતાં પણ એમાં પૂરું ચેન ન અનુભવે. સમ્યક્ત્વ ઘણું મહત્ત્વનું તેમજ દુર્લભ છે. તેના વડે એકડા વગરની ક્રિયાઓ શૂન્ય બની રહે છે; તેના સદ્ભાવથી તેની નિકાચિત અવિરતિના ઉદયે વિષય-કષાયજનતિ સુખને ઈચ્છે, મેળવવા પ્રયત્નશીલ રહે, સાચવવાનો પ્રયત્ન પણ કરે છતાં પણ તેને સાચું સુખ માને નહીં. મોક્ષસુખને જ સાચું માની તે મેળવવા પ્રયત્નશીલ બને. પૌદ્ગલિક સુખના ભોગવટામાં આનંદ ઊપજે તો પણ એ જીવને એમ જ થયા કરે કે મારો આ આનંદ એ મારા પાપોદયના પ્રતીકરૂપ છે, દુ:ખના કારણરૂપ છે. અહીં આપણે આ વાત સમજવી જોઈએ કે સમ્યક્ત્વની હાજરીમાં પણ મિથ્યાત્વનો વિપાકોદય સંભવિત છે ત્યારે મિથ્યાત્વની હાજરીમાં પાપ સાથે રમવું તે ઝેરવાળા સાપ સાથે રમવા જેવું છે અને તેની ગેરહાજરીમાં પાપ સાથે રમવું તે ઝેર નિચોવાઈ ગયેલા સાપ સાથે રમવા જેવું છે. અઢાર પાપસ્થાનકોમાં ૧૮મું મિથ્યાત્વશલ્ય પાપ તે બધાં પાપોના બાપ જેવું છે.
પુણ્યાનુયોગે એક વ્યક્તિને ઉત્તમ કુળ, જાતિ, બળ, રૂપ, દીર્ઘાયુષ, સુંદર, સુદઢ આરોગ્યવાળું શરીર મળ્યું છે, સુંદ૨, સુશીલ પત્ની મળી છે. પુત્ર-પૌત્રાદિ સરળ છે. આખું કુટુંબ ધનધાન્યાદિ સાંસારિક સુખસામગ્રીથી સરભર છે; છતાં પણ મિથ્યાત્વના ઉદયે પૌદ્ગલિક સુખસાહ્યબીમાંથી બહાર નીકળવાનું મન જ થતું ન હોય તો ધર્મારાધનામાં તેનું ચિત્ત કેવી રીતે ચોંટે ? પૌદ્ગલિક સુખમાં રંજિત આવી વ્યક્તિ ધર્મને અભરાઈએ ચઢાવી દે તેમાં નવાઈ હોઈ શકે ? સામાન્ય રીતે દુ:ખમાં જ ધર્મ સુઝે. બીજી સામાન્ય માન્યતા છે કે ધર્મીને ત્યાં ધાડ. આવી વ્યક્તિઓ તત્ત્વજ્ઞાનના અભાવે નિકાચિત તીવ્ર પાપોદયે ધર્મ કરવા છતાં પણ બધા જ પાસા ઊંધા પડે તે સમજી શકતા નથી. તેથી ધર્મ માત્ર દેરાસર, અપાસરામાં જ થાય અને તેની બહાર ન થાય તે માન્યતાને તિલાંજલિ આપવી જોઈએ. ધર્મ તો ચોવીસે કલાક થવો
ધર્મોપદેશને યોગ્ય કોણ ? ઉપકારી સહઆવધાની આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે બે પ્રકારના જીવોને ધર્મોપદેશ યોગ્ય ગણાવ્યા છે. જે સ્વભાવે ભવ્ય હોતા નથી તેઓ તેને યોગ્ય નથી. જેઓનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તકાળથી અધિક નથી એટલે કે ચરમાવર્તકાળને પામેલા છે, જેઓ સ્વભાવે ભવ્ય છે, અપુનર્બંધક અવસ્થા પામેલા છે તેઓ જ ધર્મોપદેશને લાયક છે. વળી, સહસાવધાની આચાર્ય શ્રી મુનિસુંદરસૂરીશ્વરજીએ જયાનંદ ચરિત્રમાં જણાવ્યું છે કે સિદ્ધિપદને પમાડનારી સઘળી સામગ્રી જેવી કે મનુષ્યપણું, આર્યદેશ, શ્રુતિ, શ્રવાભિલાષ અને સુદુપ્રાપ્યા ધર્મશ્રદ્ધા મેળવેલી હોવી જોઈએ. સુદેવ, સુગુરુ અને સુધર્મ સેવવા લાયક ઉપાદેય છે; કુદેવ, કુગુરુ અને કુધર્મ હેય છે તેવી માન્યતા મિથ્યાત્વનો એટલે કે દર્શન મોહનીયનો ક્ષયોપશમ વિના પ્રગટી શકતી નથી. મોક્ષરાગ અને મોક્ષરુચિ તે ભવ્ય જીવોમાં દગ્ગોચર થાય કે જેઓનો સંસારવાસ અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક નથી હોતો; તે સમય દરમ્યાન જ દર્શનમોહનીયનો ઉપશમ અને ક્ષયોપશમ થઈ શકે છે. તે થવાથી જ જિનેશ્વરદેવોએ પ્રતિપાદિત ધર્મરુચિ જન્મી શકે છે.
આ ચર્ચાથી મનમાં એક શંકા ઉત્પન્ન થાય છે કે શું અત્યાર સુધીના ભવ દરમ્યાન એવું સિધ્ધ કર્યું નથી ? કરેલો ધર્મ વ્યર્થ ગયો ? તેનું કંઈ ફળ જ નહીં ? હા. તેમજ છે કારણ કે અત્યાર સુધી સેવેલો ધર્મ એકડા વિનાના શૂન્યો જેવો છે. હજારો મીંડાની આગળ એકડો ન