________________
પ્રબુદ્ધજીવન
G
સ્થિતિમાંથી કેવળ આત્મા બની રહી દેહથી છૂટી જવું, અનેકની વચ્ચે એક, અનોખા, નિરાલા, અદ્વિતીય બની રહેવું તે અદ્વૈત થવું છે. જીવ કેવળજ્ઞાનથી અદ્વૈત છે. આત્મપ્રદેશો અને તેમાં રહેલ ચૈતન્ય અર્થાત્ જ્ઞાનગુણનું જે અસ્તિત્વ છે તેનું એકેએક આત્મપ્રદેશોએ પૂર્ણ પ્રાકટ્ય તે કેવળજ્ઞાન છે જે અદ્વૈત છે. જે ત્રણે કાળ છે, છે અને છે એ અદ્વૈત છે. જે એક ક્ષણે છે અને બીજી ક્ષણે નથી અથવા તો આ ક્ષણે એક દેખાય છે અને બીજી ક્ષણે બીજું દેખાય તે અદ્વૈત નથી પણ દ્વૈત છે. એકરૂપી નથી પણ બહુરૂપી છે અને જે બહુરૂપી છે તે બહુ બહુ મૂંઝવણમાં મૂકનાર ભયંકર છે. એ જ સંસાર છે. પળે પળે પલટાય એજ માયા છે. એજ ભ્રમ છે જે ભ્રમિત કરે છે. કેમકે જેવું દેખાય છે તેવું સદા રહેતું નથી અને જેવું દેખાય છે તેવું વાસ્તવિક હોતું નથી. એક સ્વતંત્ર પુદ્ગલ પરમાણુના અસ્તિત્વની અપેક્ષાએ પુદ્ગલદ્રવ્ય તેના પરમાણુપણાએ અદ્વૈત છે. જ્યારે એ પુદ્ગલપરમાણુના પર્યાયના અસ્તિત્વરૂપે દ્વૈત છે.
સંસારીજીવ એટલે પુદ્ગલયુક્ત જીવ ! જેમ પુદ્ગલના બે ભેદ પડે છે કે સચિત (ચેતને-જીવ સહિત) પુદ્ગલ અને અચિત (ચેતન-જીવ-રહિત) પુદ્ગલ એમ જીવના પણ બે ભેદ પુદ્ગલયુક્ત જીવ એટલે કે સંસારીજીવ અને પુદ્ગલમુક્ત એટલે કે સિદ્ધપ૨માત્માના જીવ ! સંસારીજીવ જ્યાં સુધી સંસારી છે ત્યાં સુધી પુદ્ગલદ્રવ્યના પર્યાયના સંબંધથી સંબંધિત છે. માટે જ સંસારીજીવ દ્વૈત ભાવમાં હોય છે. અને સંસારી હોય ત્યાં સુધી દ્વૈતભાવમાં રહે છે. જે પદાર્થ પોતે દ્વૈત હોય અને વળી તે પદાર્થમાં રહેલા ભાવ પણ દ્વૈત હોય, એવો એ પદાર્થ જ્યારે અન્ય બીજા પદાર્થોના સંબંધમાં આવે ત્યારે તેના સંબંધમાં આવનાર પદાર્થ પણ દ્વૈત બને. જે કોલસો છે-કાળો તેના સંબંધમાં આવનાર કાળો થયા વિના રહે ? સંસારીજીવ પોતે જ. પોતાના રાગ દ્વેષાદિ ભાવે અર્થાત્ પર એવા પુદ્ગલમાં સુખબુદ્ધિ કરી બંધાય છે જેના પરિણામે પુદ્ગલનો દ્વૈત ભાવ એને (સંસારીજીવને) મળે છે. અર્થાત્ પુદ્ગલના દ્વૈતભાવમાં ભળે છે. જ્યારે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને સિદ્ધ પરમાત્માના જીવો પુદ્ગલના દ્વૈતભાવમાં ભળતા નથી. તેમનો સંબંધ માત્ર સ્પર્શપરિણામી છે જે નિર્દોષ સંબંધ છે. જ્યારે સંસારીજીવનો પુદ્ગલ સાથેનો સંબંધ-સદોષ છે અને બદ્ઘપરિણામી છે.
સિદ્ધ પરમાત્માને ધર્મ, અધર્મ, આકાશાસ્તિકાય સાથે સંબંધ હોવા છતાં તેઓ અદ્વૈત છે. કારણ કે ધર્મ, અધર્મ અને આકાશાસ્તિકાય એ ત્રણે જડ હોવા છતાંય સ્વયં અરૂપી અદ્વૈત છે. જ્યારે પુદ્ગલાસ્તિકાય એ જડ અને દ્વૈત હોવા છતાંય એની સાથેનો સ્પર્શ સંબંઘ સિદ્ધ ભગવંતોને હોવા છતાંય તે સંબંધ નિર્દોષ છે. કારણ કે સિદ્ધ પરમાત્માઓ, કેવળજ્ઞાની ભગવંતો વીતરાગ છે. સિદ્ધપરમાત્માના જીવ સિદ્ધ પરમાત્મા થયા પૂર્વે સંસારીજીવ હતાં, સંસારીજીવ પણ દ્રવ્યથી અને ગુણથી મૂળભૂત સત્તાગત ગર્ભિત તો અદ્વૈત હતો જ પરંતુ અનાદિના પુદ્ગલના સંગે (સોબતથી) દ્વૈત થયો હતો તે પુદ્ગલનો સંગ વીતરાગ થયેથી છૂટી છતાં પર્યાયથી (હાલત-અવસ્થા-દશાથી) પણ અદ્વૈત થયો એટલે કે દ્રવ્યથી અદ્વૈત થયો, ગુણથી અદ્વૈત થયો અને પર્યાયથી પણ અદ્વૈત થયો અર્થાત્ પૂર્ણપણે અદ્વૈત થયો તેથી તે સંસારી મટીને કેવળી થયો-સિદ્ધ થયો. સ્થિરત્વ અને નિત્યત્વ એટલે અદ્વૈતભાવ ! આપણો આત્મા પ્રદેશથી નહિ પરંતુ જ્ઞાનગુણથી વ્યાપક છે. સર્વવ્યાપી omnipresent છે. સર્વદર્શી છે. તેમ અનંદસુખનો વેદક છે. આત્માને દેહ નથી અર્થાત્ અશરીરી છે, તેથી તે દ્રવ્યાતીત છે. આત્મા જ્ઞાનથી સ્વ પર પ્રકાશરૂપ લોકાલોક વ્યાપક છે તેથી ક્ષેત્રાતીત છે. આત્માનો જ્ઞાનગુણ પ્રકાશરૂપ છે, સર્વોચ્ચ પ્રકાશકરૂપ છે. સ્વ-પર પ્રકાશરૂપ છે અને
તા. ૧૬-૧-૨૦૦૦
સર્વપ્રકાશકરૂપ છે. આત્માના સ્વરૂપગુણો ક્રમિક નથી પણ અક્રમિક છે અને તેથી આત્મા કાળાતીત છે. અર્થાત્ આત્મા એના જ્ઞાનમાં વિશ્વ-બ્રહ્માંડ- સમસ્તના સર્વ દ્રવ્યોને તેના સર્વ ગુણ અને સર્વ પર્યાયોને એક સમય માત્રમાં જાણે છે તેથી કાળાતીત છે. વળી આત્માને એના જ્ઞાનમાં સર્વ શેય જણાવા છતાં તે સર્વ શેયની અસરથી સ્વયં મુક્ત-નિર્લેપ વીતરાગ દશામાં જ રહે છે તેથી આત્મા અકાલ છે. આત્મા સ્વ ભાવમાં (એટલે કે નિજ સ્વરૂપગુણમાં) સ્થિત છે અને પરભાવ (વિભાવ)ના બંધનથી મુક્ત છે તેથી આત્મા ભાવાતીત છે.
જ્ઞાન એ આત્માનો ગુણ છે તેમ આત્માનો પર્યાય પણ છે. આત્મા દ્વારા જાણવાની ક્રિયા ચાલુ છે તે ઓછીવત્તી થાય છે તે પર્યાયના ભેદના કારણે થાય છે. કેવળજ્ઞાન એ જ્ઞાનનો-આત્માનો નિત્ય પર્યાય છે. કારણ કે કેવળજ્ઞાનમાં સર્વ શેયો (સર્વ ક્ષેત્રના સર્વ દ્રવ્યો તેના સર્વ ગુણ ને સર્વ પર્યાય સહિત) એક સાથે એક સમયે પ્રતિબંધિત થાય છે અર્થાત્ જણાય છે. જાણવાની કે જાણવા જવાની ક્રિયા કરવી પડતી નથી. જ્યારે એથી વિપરીત કેવળજ્ઞાનની પૂર્વાવસ્થામાં જીવ પદાર્થોને (શેયને) જાણવા જાય છે અને તે જાણવા જવાની ક્રિયામાં ઓછાવત્તાપણું- તરતમતા રહે છે અને ક્રમિકતા રહે છે તેથી તે આત્માનો અનિત્ય પર્યાય છે.
છદ્મસ્થજ્ઞાનમાં સક્રિયતા અને સક્રમિકતા છે તેથી અનિત્યતા
છે. કેવળજ્ઞાનમાં અક્રિયતા અને અક્રમિકતા છે તેથી નિત્યતા છે.
દ્રવ્ય તો મૂળભૂત નિત્ય છે પણ સામે જે દશ્ય સ્વરૂપે, દષ્ટિ સન્મુખ ભોગ્ય પદાર્થો રહેલાં છે તે મૂળભૂત નિત્ય દ્રવ્યના અર્થાત્ પરમાણુરૂપ પુદ્ગલ દ્વવ્યના પર્યાયો છે અને એ અનિત્ય છે-વિનાશી છે. એવાં એ વિનાશી ભોગ્ય પદાર્થો પ્રતિની (તરફની) અજ્ઞાન દષ્ટિ, મોહ (લાલસા) દૃષ્ટિ, સુખબુદ્ધિ (પુદ્ગલમાંથી સુખ મળશે-એ ભોગ્ય પદાર્થના ભોગવટાથી મને સુખ ઊપજશે એવી બુદ્ધિ) યા દુઃખબુદ્ધિ, ઇત્યાદિ સંસારીજીવના સ્વયંના ભાવ છે–સ્વયંના પર્યાય છે. આ સઘળાં એ જીવના જીવભાવ છે પરંતુ તે લેય એવાં પુદ્ગલ પ્રતિ (ભોગ્ય પદાર્થ પ્રત્યે)ના ભાવ છે અને તે પરભાવ છે જે વિભાવ (સ્વ ભાવની વિરુદ્ધના ભાવ) કહેવાય છે. આવા આ જીવના વિભાવ પર્યાયથી પુદ્ગલદ્રવ્ય સાથે સદોષ સંબંધ સ્થાપાય છે અને બંધનમાં બંધાવાય છે. પુદ્ગલમાં રૂપરૂપાંતરતા અને ક્ષેત્રક્ષેત્રાંતરતા હોવાથી તે પરિવર્તનશીલ અને પરિભ્રમણશીલ છે. તેથી જ તો હાનિ-વૃદ્ધિ, ઉત્પાદ-વ્યય, સંયોગ-વિયોગ, સંકોચ-વિસ્તાર, સર્જન-વિસર્જન, ચયાપચયની પ્રક્રિયા સર્જાય છે. જ્યારે પરદ્રવ્ય (પુદ્ગલ) નૈમિત્તિક કે અન્ય જીવ નૈમિત્તિક અશુદ્ધ ભાવો અર્થાત્ પરભાવ, વિભાવદશા, રાગâષ મોહાદિ નીકળી જાય તો જીવ શુદ્ધ ભાવે માત્ર સજાતીય-વિજાતીય દ્રવ્યો અને તેના સર્વ ભાવોનો માત્ર કેવળ જ્ઞાતા-દષ્ટા બની રહે છે, પણ કર્તા-ભોક્તા થતો નથી, જ્ઞાન અને જ્ઞેયનો નિર્દોષ સંબંધ રહે છે. કેવળજ્ઞાનદશામાં જીવ શેયમાં તણાતો નથી પણ કેવળ જ્ઞાતા દષ્ટા બની રહે છે. એ દશામાં શેય જ્ઞાનમાં ડૂબે છે અને જ્ઞાન આનંદમાં ડૂબે છે.
અજ્ઞાન, ભ્રમ, મોહભાવ, રાગદ્વેષાદિ બાય ભાવો નીકળે છે તો મૂળ અનંત શક્તિ સ્વરૂપ અભેદ એવાં કેવળજ્ઞાનમાંથી જ. આ બધાં ભાવો જે કેવળજ્ઞાનમાંથી ઉત્પન્ન થયાં તે પાછા વ્યય પામીને તેનો લય પણ કેવળજ્ઞાનમાં જ થાય છે. એ વિનાશ નથી પામતા પણ એનો વિલય થાય છે. અર્થાત્ ઉદ્ગમસ્થાનમાં વિલીન થાય છે, જેમકે દરિયાના મોજા-તરંગો, દરિયામાંથી ઉત્પન્ન થઇ દરિયામાં લય પામે છે. જલતરંગ જલમાંથી ઊઠે છે અને પાછા જલમાં જ સમાવિષ્ટ પામે છે.
જ
(ક્રમશઃ) – સંકલન : સૂર્યવદન ઠા. ઝવેરી