________________
તા. ૧૬-૧-૨૦૦૦
પ્રબુદ્ધજીવન
ચૂંટણી E પ્રો. જશવંત શેખડીવાળા
'ચૂંટણી' એટલે વરણી, પસંદગી; હિન્દીમાં ચુનાવ; અંગ્રેજીમાં ઇલેક્શન (Election). જ્યાં અનેક વિચારપ્રવાહો, પંથો, પક્ષો, વ્યવસાયો, સંસ્થાઓ, વ્યક્તિઓ, વસ્તુઓના વિકલ્પો સામે હોય અને જ્યાં તેમાંથી કોઇની પસંદગી કરવાની સ્વતંત્રતા યા સત્તા હોય, ત્યાં ચૂંટણીનું તત્ત્વ પ્રવેશે છે.
ચૂંટણી સર્વવ્યાપી અને સર્વકાલીન બાબત છે. મનુષ્યને બાલ્યાવસ્થાથી માંડી જીવનના અંત સુધી, પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપમાં, જાણ્યે અજાણ્યું, તેના સંબંધમાં આવવું પડે છે. અંગત જીવન અને જાહેરજીવન, શિક્ષણક્ષેત્ર અને સાહિત્યક્ષેત્ર, વ્યવસાય અને રાજકારણ, ધર્મ અને સંપ્રદાય-કોઇ ક્ષેત્ર ચૂંટણીની સમસ્યાથી મુક્ત નથી. સમુચિત વિચાર, કાર્ય, વ્યવસાય, વ્યક્તિ, સંસ્થા, પક્ષની પસંદગી અંગત જીવન ઉપરાંત સમાજ અને રાષ્ટ્રજીવનને પણ પ્રભાવિત કરે છે. તેથી ચૂંટણીનું ઘણું મહત્ત્વ છે.
નાના બાળકના જીવનમાં પણ ચૂંટણી યા વરણી માટેના પ્રસંગ આવતા હોય છે. તેની સમક્ષ રજૂ થતી ઘણી વસ્તુઓ અને વ્યક્તિઓમાંથી કેટલીકને જ તે પસંદ કરે છે. જે કોઇ તેની રુચિને અનુકૂળ હોય, જે તેની આવશ્યકતાઓને સૌથી વધુ સંતોષી શકે તેમ હોય, જે તેને કશી તકલીફ ન આપતી હોય, તે વસ્તુ અને વ્યક્તિ પર તેની પસંદગી ઊતરે છે. શાળા-મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પણ અનેક બાબતો પરત્વે ચૂંટણીનો સામનો કરવો પડે છેઃ વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન-કઇ વિદ્યાશાખામાં જવું ? વિજ્ઞાન-વિષયના વિદ્યાર્થી સામે પ્રશ્ન હોય છે ઃ ઇજનેરી લાઇનમાં જવું કે ડૉક્ટરી લાઇનમાં ? પદવીપ્રાપ્ત યુવાન સમક્ષ કારકિર્દીની પસંદગીની સમસ્યા ખડી હોય છે : નોકરી કરવી યા કોઇ સ્વતંત્ર વ્યવસાય કરવો સ્વતંત્ર વ્યવસાયી સામે પણ પ્રશ્ન હોય છે-નગરમાં વસવું કે ગામડામાં? વરણીનો પ્રશ્ન આમ વ્યક્તિને ડગલે ને પગલે મૂંઝવતો રહે છે.
?
જીવનસાથીની પસંદગીનો પ્રશ્ન વ્યક્તિને સૌથી વધુ મૂંઝવનારો હોય છે. પોતાનો જીવનસાથી રૂપ-ગુણ-દોલત-મોભાયુક્ત ખાનદાનથી સંપન્ન હોય, તેવી દરેક સ્ત્રી-પુરૂષની ઇચ્છા હોય છે. પરંતુ એવી સર્વગુણસંપન્નતા તો કોઇક જ વ્યક્તિમાં હોઇ શકે. તેનામાં એક ગુણ હોય અને બીજો ન હોય. રૂપ હોય ત્યાં ગુણ ન હોય, ગુણ ન હોય ત્યાં રૂપ ન હોય, રૂપ-ગુણ હોય ત્યાં દોલત-મોભો ન હોય, દોલત-મોભો હોય ત્યાં રૂપ-ગુણ ન હોય, આવી વિષમ સ્થિતિમાં કયા ગુણને અનુલક્ષી જીવનસાથીની પસંદગી કરવી ? પસંદગી, વરણી યા ચૂંટણીનો પ્રશ્ન અહીં ઘણો મહત્ત્વનો બની જાય છે, કેમકે ઉચિત પસંદગી વ્યક્તિના જીવનને સુખી-સંતુષ્ટ-સમૃદ્ધ બનાવી દે, તો અનુચિત પસંદગી વ્યક્તિના જીવનને દુઃખ-અસંતોષ-બરબાદીની ખાઇમાં ધકેલી
દે.
જીવનમાં પસંદગી યા ચૂંટણીના આવા પ્રસંગ વારંવાર આવતા હોય છે. સામાન્યતઃ, માનવી તેવા પ્રસંગે યા સંજોગોમાં, તેના ખ્યાલ મુજબ, જેનો સંબંધ સ્વ-સુખ, શાંતિ, સમૃદ્ધિ, પ્રગતિ સાધી શકવામાં ઉપકારક થઈ પડે તેવી વસ્તુ યા વ્યક્તિની પસંદગી કરે છે. જો આ પસંદગી સાચી, પૂરતી સૂઝ-સમજ-દૂરંદેશીપૂર્વક થઇ હોય, તો વ્યક્તિને જીવનમાં તેના ખ્યાલ મુજબનું સુખ મળે છે; પરંતુ જો તે પસંદગી અવિચારીપણે યા કેવળ આવેશ કે ભ્રામક તરંગમાં જ થઇ હોય, તો જીવન દુઃખમય બની રહે છે. વિદ્યાશાખા, કારકિર્દી, વ્યવસાય, જીવનસાથી-પ્રત્યેક બાબતમાં ઉચિત-અનુચિત પસંદગીનું આવું ઇષ્ટ કે અનિષ્ટ પરિણામ આવી શકે છે.
તે
વ્યક્તિગત જીવનની જેમ સમાજ અને રાષ્ટ્રજીવનમાં પણ પસંદગી યા ચૂંટણીના પ્રસંગ વારંવાર આવતા હોય છે. મનુષ્ય સ્વેચ્છાએ યા અનિચ્છાએ, પરોક્ષ યા પ્રત્યક્ષ રૂપમાં, કોઈ જ્ઞાતિ, સંપ્રદાય, ધર્મ, સહકારી મંડળી, વ્યવસાય મંડળ, શ્રમિક સંઘ, યુવા મંડળ, સાહિત્ય સંસ્થા, રાજકીય પક્ષ વગેરે સાથે સંકળાયેલ હોય છે. જે તે સંસ્થાના સંચાલકોની પસંદગી એક મતદાર તરીકે તેણે કરવાની હોય છે. ગ્રામપંચાયત, નગરપાલિકા, રાજ્યની વિધાનસભા, રાષ્ટ્રીય સંસદ આદિના સંચાલકો યા શાસકોની પસંદગી પણ તેણે કરવાની હોય છે. માટે સંસ્થા, પક્ષ યા સરકાર દ્વારા જાહેર ચૂંટણીઓ યોજાય છે. (આવી ચૂંટણીઓ એવી વ્યાપક, મહત્ત્વની અને પ્રસિદ્ધ બની છે કે ‘ચૂંટણી' એટલે ‘રાજકીય ચૂંટણી’ એવું સમીકરણ પ્રચલિત થયું છે.) લોકો જો ઉચિત વ્યક્તિને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટી મોકલે, તો તેના દ્વારા સંસ્થા, ગામ, નગર, રાજ્ય, દેશની પ્રગતિ અને આબાદી થાય; પરંતુ તેઓ જો અનુચિત વ્યક્તિને ચૂંટી મોકલે, તો તેના દ્વારા સંસ્થા, ગામ, નગર, રાજ્ય, દેશની દુર્ગતિ અને બરબાદી થાય. સંબંધકર્તા સંસ્થાઓના ચૂંટાયેલ શાસકો જો કર્તવ્યપરાયણ, કાર્યકુશળ, પરિશ્રમી ઉપરાંત નમ્ર, સન્નિષ્ઠ, સહિષ્ણુ, નિસ્વાર્થી, નિષ્પક્ષ, પરગજુ અને સ્વાર્પણશીલ હોય તેમજ ધનલોભ, સત્તાભૂખ, સસ્તી કીર્તિલોલુપતા, અંગત સ્વાર્થસિદ્ધિ જેવી બદીઓથી મુક્ત હોય, તો જ તેઓ સંબંધક સંસ્થાઓ અને તેની સાથે સંકળાયેલા લોકોનું ભલું કરી શકે, તેમને સમૃદ્ધ ને સુખી કરી શકે.
તેથી જ્ઞાતિપંચ, વ્યવસાયી સંઘ, સહકારી મંડળી, સાહિત્યસંસ્થા, રાજકીય પક્ષ, ગ્રામપંચાયત, નગરપાલિકા, વિધાનસભા, રાષ્ટ્રીય સંસદ-કોઇપણ સંસ્થાના સંચાલકો યા શાસકોની પસંદગી કે ચૂંટણી છે. આ બધી સંસ્થાઓમાં શાસકો તરીકે જવાની આકાંક્ષા ધરાવનાર લોકો ગંભીરતાપૂર્વક, પૂરી સૂઝ-સમજપૂર્વક કરે, તે અત્યંત જરૂરી જ થવી જોઇએ. (શાસકો થવાની આકાંક્ષા રાખતા બધા ઉમેદવારો વ્યક્તિઓની–ઉમેદવારોની ચૂંટણી કેવળ તેમની ગુણવત્તાને ધોરણે કંઇ લોકહિત ચાહતા સજ્જનો હોતા નથી. તેમાંના ઘણાં કેવળ સ્વહિતની સાધના માટે જ શાસક થવા ઇચ્છતા હોય છે.) તેમની ગુણવત્તાની ખાતરી તેમનાં કાર્યો–અને નહિ કે વચનો-ને અનુલક્ષી કરવી જોઇએ. તેમાં તત્કાળ સધાતા સંકુચિત સ્વાર્થની ગણતરીને યા સગપણ, જાતિ, જૂથ, વર્ગ, સંપ્રદાય, ધર્મ, પ્રદેશ, પક્ષ, ભાષાના અંધ યા વિવેકહીન સંમોહને સ્થાન કદી ન હોવું જોઇએ. મતદાર વ્યક્તિએ અંગત સ્વાર્થ તરફ નહિ પણ સમષ્ટિગત પરમાર્થ પ્રતિ દૃષ્ટિ રાખી, નિઃસ્વાર્થી, સ્વાર્પણશીલ, સશિષ્ઠ, પરગજુ, સેવાપરાયણ, નિષ્પક્ષપાતી, લોકહિતરત, રાષ્ટ્રભક્ત પ્રતિનિધિઉમેદવારોની જ પોતાની સંસ્થાઓ માટે વરણી કરવી જોઇએ.
વ્યક્તિ સમષ્ટિનો એક અંશ છે. સમષ્ટિનું કલ્યાણ થાય, તો ઉત્સાહપૂર્વક, નિષ્પક્ષભાવે, સમાન રૂપે, શક્ય તેટલી ત્વરાથી, વ્યક્તિનું કલ્યાણ આપોઆપ થાય જ. એટલે, જે પ્રતિનિધિ-ઉમેદવારો લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે રીતે, વ્યાપક લોકકલ્યાણની વૃત્તિ-પ્રવૃત્તિ ધારી શકે તેમની જ લોકોએ પોતાની વિવિધ સામાજિક, આર્થિક, સાહિત્યિક, ધાર્મિક, રાજકીય સંસ્થાઓ માટે પસંદગી યા ચૂંટણી કરવી જોઇએ. સમષ્ટિનું કલ્યાણ કરવાની સન્નિષ્ઠ ઇચ્છાશક્તિ અને કાર્યકુશળતા ધરાવતી વ્યક્તિઓની જ સંસ્થા-શાસક તરીકે ચૂંટણી થવી જોઇએ. તેમ થાય, તેમ થવું જ જોઇએ-અને તે શક્ય છે, તો જ ચૂંટણી ફલપ્રદ બની શકે; અને વ્યક્તિ-સમાજ-દેશનું કલ્યાણ થઈ શકે.