________________
૧૦
પ્રબુદ્ધ જીવન
કર્કશ કષાયોનો કંકાશ
- ડૉ. બિપિનચંદ્ર હિરાલાલ કાપડિયા
કષાયો અત્યંત ભયંકર બીના છે. તેનાથી જીવની ભયંકર બરબાદી થાય છે. જીવનાં જે શુદ્ધ સ્વરૂપને કલુષિત કરે, હાનિ કરે તેને કષાય કહેવાય. કષ એટલે સંસાર, અને આય એટલે લાભ કે પ્રાપ્તિ. જેનાથી સંસારમાં ખેંચાવાનું થાય, પડવાનું થાય; મૂળ સ્વભાવ કે ગુણોનો ક્ષય થાય. હ્રાસ થાય તેને કષાય કહેવાય. કષાયના લીધે સંસારની વૃદ્ધિ થાય. આ કષાયના ચાર પ્રકારો છે : ક્રોધ, માન, માયા અને લોભ. શાસ્ત્રકારોએ તેને ભયંકર અધ્યાત્મદોષો કહ્યા છે. ‘કોહં ચ માણં ચ તહેવ માર્ચ, લોભં ચઉત્ય અજઝત્યદોસા ।’
આ દરેક ચાર કષાયના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખાનીય અને સંજ્વલન એવા ચાર ચાર પ્રકારો પડે છે. આ સોળ પ્રકારના કષાયોને જન્મ આપનાર નવ નોકષાયો છે, જેવાં કે હાસ્ય, રતિ, અરિત, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક વેદ, અત્ર વેદ શબ્દનો અર્થ કામ સંજ્ઞા Sexual instict સમજવી.
કષાયો કર્મબંધનું પ્રબળ કારણ હોઈ શાસ્ત્રકારોએ તેનાથી દૂર રહેવાનો વારંવાર ઉપદેશ આપ્યો છે. ચાર કષાયોથી ભવભ્રમણ વધી જાય છે કારણ કે તેનાથી જીવ કલુષિત થાય છે. તેથી તેનો બીજો અર્થ જીવને કલુષિત કરે તે કષાય. શ્રી પ્રજ્ઞાપના સૂત્રનાં તેરમા પદે કહ્યું છે કે ઃ
સુહદુહબહુસહિયં કમ્મખેત્તું કસંતિ જં સ જન્હા | કલુસંતિ જં ચ જીવં, તેણ કસાઈત્તિ વસ્યંતિ ।।
જે ઘણાં સુખદુ : ખથી સહિત એવાં કર્મરૂપી ખેતરને ખેડે છે અને જે જીવને કલુષિત કરે છે, તેથી તેને કષાય કહેવાય છે. કષાયોને દૂર કરવાનું કામ કઠણ છે પણ અસંભવિત નથી. તે સુપ્રયત્નાધીન છે. જેવી રીતે ત્રિદોષનું જોર વધે તો વ્યક્તિને સંનેપાત થાય ત્યારે તેની દવા કરાય છે. ક્રોધની સામે ક્રોધ કરે તો કષાયકર્મનો સંનિપાત થયો ગણાય. શાંતિ જાળવવાથી ક્રોધને જવું જ પડે. કષાયોને દૂર રાખવા. તેને દુશ્મન ન ગણી વિશ્વબંધુત્વની ભાવના રાખી નિભાવી લેવાથી તે નષ્ટ થઈ શકે છે. કોઈ કોઈનું બગાડતું નથી. બગડવાનું કારણ આપણે પોતે જ છીએ. બીજા જેમ નિમિત્ત માત્ર છે તેમ કષાયોના ઉદ્દીપન માટે કર્મો નિમિત્તમાત્ર છે. આવાં પ્રકારના વિચારોથી આત્માને કેળવતા રહેવાથી શુદ્ધ વિચારો વડે ભયંકર અને જોરદાર કષાયો સહેલાઈથી જીતી શકાશે. કષાયોની ભયંકરતા અણુબોંબ કે અણુશસ્ત્રો કરતાં પણ વધારે નુકશાન કરે છે.
ર્જ અજ્જિઍ ચરિત્તે દેસૂણાએ પુવકોડીઅં । તેં પિ કસાઈયચિત્તો હારેઈ નરો મુહુત્તે ં ।।
ન્યૂન એવા ક્રોડપૂર્વ સુધી ચારિત્રનું પાલન કરી જે કમાણી કરી હોય તે કષાયિત ચિત્તવાળો મનુષ્ય બે ઘડીમાં જ હારી જાય છે. કષાયોવાળા અધ્યવસાયોથી સ્થિતિ અને રસનો બંધ પડે છે. કષાયોની અસર વિચારો પર પડે છે, તેથી આત્મા ધમાધમ કરે છે. કષાયોની અસર જેટલી ઓછી તેટલી આત્માની મલિનતા ઓછી.
જેવી રીતે તાવ માપવા માટે થર્મોમિટ૨ હોય છે તેવી રીતે જૈનદર્શનમાં આત્મિક ગુણો જેવાં કે જ્ઞાન, દર્શન, ચારિત્રના વિકાસના ક્રમિક
તા. ૧૬-૬-૨૦૦૦
વિકાસ દર્શાવવા માટે ચૌદ પગથિયાની સીડીની કલ્પના કરવામાં આવી છે. આ સીડીને ગુણસ્થાનક કે ગુણસ્થાન કે ગુણાઠાણ કે ગુણાઠામાં દર્શાવનારી સીડી તરીકે ઓળખાય છે. આ સીડીનું પહેલું પગથિયું મિથ્યાત્વ ગુણસ્થાન ગણાય છે. અહીં આત્માને રાગદ્વેષનાં ગાઢ પરિણામ હોય છે. તો પછી તેને ગુણસ્થાન કેમ કહેવાય ? અહીં આત્માના જ્ઞાનાદિ ગુણોનો આંશિક જ વિકાસ થયો હોય છે; નહીંતર જડ ચેતન તેનો ભેદ કેવી રીતે શક્ય બને ? આત્મવિકાસની ખરી શરૂઆત ચોથા ગુણસ્થાનકથી થાય છે. અહીં મિથ્યાત્વ જાયં એટલે સમ્યક્ત્વ આવે. પાંચમે ગુણસ્થાનકે અવિરતિનો અમુક અંશ ઓછો થાય એટલે દેશિવરિત આવે. છઠ્ઠ ગુણસ્થાનકે અવિરતિ પૂરેપૂરી જાય એટલે સર્વ વિરતિ આવે. સાતમે ગુણસ્થાને પ્રમાદનો પરિહાર થાય ત્યારે આત્મામાં જાગૃતિ આવે. આઠમો ગુણાસ્થાન પામેલો જીવ સંયતાત્મા હોઈ આગળ વધતાં નવમા ગુણસ્થાનકે આવે. અહીં બધાં આવેલાં જીવોના અધ્યવસાયો સરખા હોય છે. દરેક સમયમાં અનુક્રમે અનંતગુણ વિશુદ્ધ અધ્યવસાયો સરખા હોય છે, કષાયો અહીં દશમા ગુણસ્થાનકની અપેક્ષાએ બાદર હોય છે. આત્મા સ્થૂળ કષાયોથી સર્વથા નિવૃત્તિ પામ્યો હોય. પણ સૂક્ષ્મસંપરાય એટલે સૂક્ષ્મ કષાયોથી મુક્ત હોય તે આત્માની અવસ્થા એટલે સૂક્ષ્મ સંપરાયગુણસ્થાન છે.
કષાયો દશમા ગુડ્ડાસ્થાન સુધી આત્માને છોડતા નથી, અહીં લોભ કષાયનું જોર વધારે હોય છે. તેને દૂર કરવા ભારે પુરુષાર્થ કરવો પડે છે. મહર્ષિ કપિલની કથા આનું ઉદાહરણ છે. લોભ ક્રમિક વધતો જ ગયો, આખું રાજ્ય માગી લીધું અને છેવટે સાચું ભાન થતાં બધું જ છોડી દીધું ને ?
બારમા ગુણસ્થાનકે મોહનીય કર્મ સર્વથા ક્ષીણ થયું હોય. અનંતાનંત વર્ષોથી જેનું વર્ચસ્વ હતું તે દૂર થતાં કેવો આનંદ થાય ? આ કક્ષાના આત્માને વીતરાગી કહેવાય.
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયોનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થતાં જીવ ચોથા ગુણાસ્થાનકે પહોંચે છે. અપ્રત્યાખ્યાતીય ચાર કષાયોને ક્ષયોપશમ પાંચમા ગુણસ્થાનકે થાય છે. પ્રત્યાખ્યાનીય ચાર કષાયોને ઉપશમ કે ક્ષયોપશમ કે ક્ષય માટે જીવ છઠ્ઠા, સાતમા ગુણસ્થાને શુદ્ધિ વધારે છે. આઠમા ગુણસ્થાન કે સંજ્વલન લોભ સિવાયની બાકીની સર્વ કષાય-નોકષાય મોહનીય કર્મની પ્રકૃતિઓનો ઉપશમ કે ક્ષય કરે છે. દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને જીવ શ્રેણિામાં આગળ વધી છેલ્લાં સમયે સંજ્વલન લોભના ઉદયને અટકાવે છે. આ શ્રેણિમાં ઉપશમક જીવ અગિયારમા ઉપાંત મોહગુણસ્થાનકથી પાછો પડે છે ; જ્યારે ક્ષપક જીવ ૧૧મું ગુણસ્થાનક ઓળંગી ૧૦માથી સીધો ૧૨મા ગુણસ્થાને આવે છે.
ગુણસ્થાનકની સમકક્ષ આત્માના વિકાસની પદ્ધતિને આઠદૃષ્ટિમાં વિભક્ત કરાઈ છે. પ્રથમ અને દ્વિતીય દૃષ્ટિમાં જે યમનિયમાદિ થાય છે તે ઓઘ સમજવા. પંચમ દૃષ્ટિમાં યમનિયમ સમ્યગ્ જ્ઞાનપૂર્વક અતિવિશુદ્ધ હોય છે. તેનાથી દેશવિરતિ-સર્વવિરતિ ગુણ પ્રાપ્ત થાય છે. જે અનુક્રમે પંચમ અને છઠ્ઠું ગુણસ્થાનક હોય છે. સર્વવિરતિમાં