________________
તા. ૧૬-૬-૨૦૦૦
પ્રબુદ્ધ જીવન
વેદકાલીન વિજ્ઞાન
* પ્રો. અરુણ જોષી
ઋગવેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ ભારતીય સંસ્કૃતિના આધારગ્રંથ તરીકે માન્ય થયેલા છે. વિશ્વ સાહિત્યમાં પણ આ સાહિત્ય પ્રાચીનતમ ગણાય છે. આ સાહિત્ય સંકીર્ણતા, હીનતા અને અનુદાત્તતાનું વિરોધી રહ્યું છે. વૈદિક ઋષિઓનું ચિંતન વ્યાપક, ગંભીર અને ઉદાત્ત ભાવોથી ભર્યું ભર્યું રહેલ છે. તેમાં માનવમાત્રના કલ્યાણાની ભાવના ઠે૨ ઠે૨ જોવા મળે છે, તેમાં આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક ઉન્નતિ અંગે વિચારવામાં આવ્યું છે. માનવજીવન સંબંધી કોઈ પણ પાસું એવું નહીં હોય જેના વિશે વૈદિક ઋષિઓએ ચિંતન ન કર્યું હોય. તે સમયમાં પ્રાચીન પ્રજાનાં ધર્મ, નિવાસ, વાહનો, વૃષ્ટિ, ગણિત, તંદુરસ્તી અને ઓષધિઓ વગેરે વિષયક વિજ્ઞાન અંગે વિચારવાનો અત્રે ઉપક્રમ છે.
વૈદિક સાહિત્યમાં વિજ્ઞાન શબ્દનો પ્રયોગ આરણ્યકયુગમાં થયેલો જોવા મળે છે. તેત્તિરીય આરણ્યકમાં કહેવામાં આવ્યું છે કે વિશુદ્ધ જ્ઞાનમ, વિવિયં જ્ઞાનમ, વિશિછું જ્ઞાનમ, રૂતિ વિજ્ઞાનમ્ । આ સંદર્ભમાં આપણે પ્રાચીન પ્રજાના ધર્મ વગેરેને અનુલક્ષીને તેમાં વિજ્ઞાન ક્યાં ક્યાં દૃષ્ટિગોચર થાય છે તે વિચારીશું. આ સંદર્ભમાં સર્વ પ્રથમ એટલી સ્પષ્ટતા જરૂરી છે કે જેમ કાવ્યનો વાચ્યાર્થ દબાઇ જાય અને કાવ્યનો ધ્વનિ સહ્રદયને આનંદ આપે તેમ વેદના મંત્રોમાં પણ વિજ્ઞાનની
વાતોનું દર્શન સર્વ કોઇને ન થાય. કોઈ પ્રતિભાવંતને જ આ મંત્રો
પાછળ રહેલું વિશિષ્ટ જ્ઞાન દેખાય અને સમજાય. ઉદાહરણ તરીકે · જોઈએ તો સૂર્યના સાત અશ્વો અંગે વાંચીને કોઈને ચાર પગવાળા સાત અશ્વોનું જ જ્ઞાન થાય. પરંતુ પ્રતિભાવંતને એમ સમજાય કે ઋષિઓને `એ જ્ઞાન હતું કે સૂર્યનો પ્રકાશ સાત ભિન્ન ભિન્ન રંગોનો બનેલો છે. અથવા અહીં ઈલેક્ટ્રોનનો નિર્દેશ છે. પરમાણુમાં ઈલેક્ટ્રોનની સાત કક્ષાને ૨૦ મી સદીના નોર્વેના નીલ અને એના ગુરુ રૂથર ફોર્ડે પ્રમાણી છે. વેદના અંગોના અર્થ નિત્ય નવીનતા ધારણ કરે એવા છે તેથી જ ઈસવીસન પૂર્વે આઠમી સદીમાં યાને જે અર્થ સમજાયા તેના કરતાં ચૌદમી સદીના સાયણ અને માધવને ભિન્ન અર્થ સમજાયા અને શ્રી દયાનંદ સરસ્વતી તથા શ્રી અરવિન્દને આ જ મંત્રોમાંથી સર્વથા નવીન અર્થો દેખાયા.
વેદગ્રંથોમાં યજ્ઞ વિશેની વિભાવના આપણું ધ્યાન સર્વ પ્રથમ આકર્ષે છે. વૃષ્ટિ ગમો યનેત્ । અર્થાત્ કૃષિને મહત્ત્વ આપનારા આર્યોને વરસાદની પરમ આવશ્યકતા સમજાયેલી હતી અને વરસાદ લાવવામાં યજ્ઞ ખૂબ જ ઉપયોગી થાય છે એમ તેઓ માનતા, વૃષ્ટિ નામો યનેત એ વાક્ય સ્વાભાવિક રૂપે થનાર વર્ષા કરતાં કૃત્રિમ વરસાદ અંગે સંકેત આપે છે. યજુર્વેદના અધ્યાય બાવીશના બાવીશમા મંત્રમાં નિામે નિઝામે ન: પર્ણન્ય: વતુ નો આશય એ જ છે કે જ્યારે અમે કામના કરીએ ત્યારે વરસાદ થાય. વેદમાં વર્ષા ઉપર માનવના યથેચ્છ નિયંત્રણનો અત્રે ખ્યાલ આવે છે. અથર્વવેદમાં તત્વાં યજ્ઞ વદુઃ વિસૃષ્ટા: દ્વારા અનેક પ્રકારના યજ્ઞોનો ખ્યાલ મળે છે. વળી ગન : ગાર્પઃ શબ્દો અગ્નિથી જળની ઉત્પત્તિ થાય છે એમ કહી બાષ્પીભવનના સિદ્ધાંતનો ખ્યાલ આપે છે. વૈદિક ઋષિના વૈજ્ઞાનિક ખ્યાલને સમજવા આ મંત્ર ચાવીરૂપ છે. दिवा यान्ति मसतो मुम्याग्निरथं वातो अन्तरिक्षेण याति । अ : यामि वरुणः समुद्रैर्युष्मां इच्छतः शयसो नपातः ॥
૫
ઋગ્વેદના (૧-૧૬૧-૧૪) આ મંત્રમાં કહેવામાં આવ્યું છે કે પૃથ્વી ઉપર જ્યારે યજ્ઞ કરવામાં આવે છે ત્યારે ભૂમંડળ ઉપર અગ્નિ ક્રિયાશીલ થઈ જાય છે. તેથી અંતરીક્ષમાં વાયુ ગતિશીલ બને છે જેથી વરુણ તત્ત્વ ક્રિયાશીલ થઈ સમુદ્રમાં જળ સાથે ગતિ કરે છે અને ઘુલોકમાં પરુદ્ગણ ગતિ કરે છે. આવા અનેક પ્રકારના યજ્ઞો વિશેનું ૠષિઓનું જ્ઞાન તેમની વેજ્ઞાનિક પરિચાયકતાનો ખ્યાલ આપે છે.
વૈદિક ઋષિઓના નિવાસ અંગેના જ્ઞાનનો ખ્યાલ મેળવીએ તો તેઓનાં મકાન અનેક કમરાઓવાળાં હતાં અને તેને સુરક્ષિત રીતે બંધ પા કરી શકાતાં હતાં. પ્રત્યેક ઘરમાં દરેક સમયે અગ્નિ પ્રજ્વલિત રહેતો. સંભવત: ઘરની બનાવટમાં પથ્થરનો ઉપયોગ થતો ન હતો. લાકડાના ઉપયોગ થી બનતા ઘર માટેના ચાર શબ્દો વિનિ:, અગ્નિશાત્ક પત્નીનાં સન અને સમ્ (બેઠક ખંડ) તેમના મકાન વિશેનો સુંદ૨ ખ્યાલ આપે છે. અથર્વવેદમાં આવતો નટ શબ્દ ઈંટનો ખ્યાલ આપે છે. કિલ્લાની બનાવટમાં તેઓ પથ્થરનો ઉપયોગ કરતા. ક્યારેક ગયસી અથવા લોખંડના કિલ્લાનો પણ ઉલ્લેખ છે. ગાયોને સુરક્ષિત રાખવા માટે ગોમતી અથવા ગાયોથી ભરેલા કિલ્લાનો પણ ઉલ્લેખ દર્શાવે છે કે ભવનનિર્માણક્ષેત્રે તે સમયે ખૂબ જ વિચારણા થઈ હતી.
વેદમાં વાહનો અંગેના ઉલ્લેખ પ્રસંગે રથનો ઉલ્લેખ સર્વ પ્રથમ
આપણું ધ્યાન દોરે છે. રથોને નામ પણ આપવામાં આવતાં. જેમ કે युवा रुपी रथे हरितो देव रोहित: । तामि देवाँ इहा वह भां वामां આવ્યું છે કે હે અગ્નિદેવ આપ રોહિત નામના રથને લઈ જવામાં
સમર્થ છો. રથને અશ્વ ઉપરાંત ગર્દભને પણ જોડાવામાં આવતાં, તે સમયે વિમાન વિષયક ખ્યાલ પણ જોવા મળે છે. અશ્વિનીકુમારોના રહસ્યમય રથયાનનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે ખૂબ અવાજ કરનાર બળશાળી સંચાલક યંત્રને રથની સાથે ક્યારે જોડવામાં આવશે ? અહીં વિમાનનો સંકેત છે એમ વેદના જ્ઞાતાઓ જણાવે છે. વળી બીજા એક મંત્રમાં કહેવામાં આવ્યું છે કે ચેમિયત ૠષ્ટિમંદિર#પપૈં: અર્થાત હે અશ્વિનો આપ ઉડવાવાળા અશ્વોથી જોડેલા રથો દ્વારા અહીં આવો. અહીં વિમાનનો સ્પષ્ટ સંકેત જોવા મળે છે. આ મંત્ર જુઓ જેમાં વિમાન વિશેની લાક્ષણિકતા જોવા મળે છે:
आ वां रथो अश्विना श्येनपत्वा सुमृलीकः श्यवाँ यात्वर्वाङ् यो मर्त्यस्य मनसो जवीयान् त्रिबन्धुरो वृपणा वातरंहाः ॥
એટલે કે હે શક્તિશાળી અશ્વિનીકુમારો, આપ બંન્નેનો રથ બેસવા માટે સુખપ્રદ, મજબૂત, માનવ મનથી વધારે ગતિશીલ વાયુ સમાન વેગવાળો બાજપક્ષીની જેમ આકાશમાં ઊડે છે અને તે દરેક રીતે સદઢ બનેલો છે. ઋગ્વેદમાં આવતાં આવા ઉલ્લેખો ઉપરથી મહર્ષિ ભારદ્વાજે વૈજ્ઞાનિક શાસ્ત્રની રચના કરી હતી. આ શાસ્ત્રમાં વિમાનનાં પ્રકારો, તેની બનાવટમાં વપરાતી ધાતુઓ, વિમાન ચાલકની લાયકાત, કેળવણી, પહેરવેશ, ખોરાક, ઉડ્ડયન દરમ્યાન વિમાનને અદૃશ્ય બનાવવાની પ્રક્રિયા વગેરે વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત થાય છે.
આપણને સહુને એ બાબત વિદિત છે કે આવશ્યકતા આવિષ્કારની જનની છે. વૈદિક સમયમાં પણ આ જ કારણે માતરિસ્વાએ અગ્નિની શોધ કરી હશે. ગ્રીકમાં આવું જ પ્રદાન કરનાર પ્રોમિથીયસનું નામ