________________
૧૨
પ્રબુદ્ધ જીવન
ચોથે પાંચમે ગુણઠાણે સમ્યગ્દષ્ટિ હોય ને ? તે ઉપર વર્ણવેલાં વિષયાદિનું સેવન કરતો હોય ને ? સંસારમાં રહેલો છે માટે આ પ્રવૃત્તિઓ કરે છે, કરવી પડે છે. તેની માન્યતા એવી છે કે આ બધું કરવું એકાંતે નિતાંત ખરાબ જ છે અને આવો જીવ નરક કે તિર્યંચ ગતિનું આયુષ્ય ન બાંધે, દેવલોકનું અને વૈમાનિકનું જ બાંધે 1 ઉપર જણાવેલાં પાપો ભરપૂર કરતો હોવા છતાં પણ ચોથે, પાંચમે ગુણઠાણે અને સમકિત હોવાને લીધે આ ઇનામ મળે છે. મહાપાપોદય હોવાથી આ પાપો દુભાતા હ્રદયે, દુઃખી દિલે કર્યે જાય છે. પાપોના અણગમાથી પેદા થતું ઉત્પન્ન (મંદમિથ્યાત્વને) કર્યા વિના સમ્યકત્વ આવતું જ
નથી.
દર્શનમોહનીયનો ક્ષયોપશમ તાત્ત્વિક રીતે આત્માને દેખતો કરી દે છે. હેય હેય જ લાગે, ઉપાદેય ઉપાદેય જ લાગે, જે કાર્ય દર્શનમોહનીયના ક્ષયોપશમથી નિષ્પન્ન થાય. તેના પ્રતાપે શુદ્ધ મોક્ષમાર્ગની રુચિ પ્રગટે, માર્ગને આચરવા રૂપ જે સમ્યકચારિત્ર છે
તેના ક્ષયોપશમ વિના પમાય નહીં. ચારિત્ર પામવાની ભાવના
દર્શનમોહનીયના યોગે આવે જેનો અમલ ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી થઇ શકે. વિરતિની ભાવના નથી તો મોક્ષમાર્ગની રુચિ નથી, અને સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દષ્ટિ દેવતાઓ કેવા અવિરતિના ઉદયવાળા હોય છે ?
કાદવમાં રહેલું કમળ પાણીમાં રહે, પાણીમાં વધે; કાદવ અને પાણીના સંગમાં છતાં નિર્લેપ તેમ સમ્યગ્દષ્ટિ આત્મા ભોગ ભોગવતાં
છતાં ભોગમાં નિર્લેપ રહે માત્ર મોક્ષની આકાંક્ષા સેવ્યા કરે.
સમ્યગ્દષ્ટિને સંસારમાં રહી સંસાર સેવવો પડતો હોય છતાં ક્યારે તેમાંથી છૂટાય અને મોક્ષની તલપ રહેતી હોય. આવાં ઉત્તમ જીવોને કુશલાનુબંધી કહ્યા છે. તેઓ જે કર્મબાંધે તે પુણ્યાનુબંધી પુણ્ય બાંધે.
મિથ્યાત્વમોહનીય અને દર્શનમોહનીયનો ક્ષયોપશમ વિરતિ માટે આવશ્યક હોવા છતાં પણ તેઓને મોક્ષ સાધ્ય સિદ્ધ કરવા માટે સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર અને સમ્યગ્દર્શનની અપેક્ષા રહે જ છે. તેઓની માન્યતા જિનેશ્વરદેવોએ કહેલો સંસાર દુ:ખમય, દુઃખફલક
અને દુઃખ૫૨૫૨ક છે તે અત્યંત દઢીભૂત થયેલી હોય છે. સાચું સુખ મોક્ષ સિવાય ક્યાંય નથી. સંસાર કાપવા ધર્મક્રિયા કરું છું એવું લાગ્યું નથી તેથી સંસારની વાસના ઘટી નથી. જિનેશ્વરોએ ઉપદેશી ક્રિયા પુદ્ગલાનુનંદી કે ભવાભિનંદી થયા વગર ઉપયોગપૂર્વક યથાવિધિ બહુમાનપૂર્વક કરાતી હોત તો સુંદર પરિણામ જેવું કે સમ્યકત્વ દૂર . રહ્યું ન હોત. કેમકે સંબોધિ આવતાંની સાથે વિષય ને કષાયની
તાકાત નબળી પડી જાય છે. સમ્યગ્દષ્ટિ તે છે કે જે ધર્મ, અર્થ,
કામમાં અર્થ-કામને હેય માને અને એક ધર્મને જ ઉપાદેય માને. અર્થ અને કામમાં ઉપાદેય બુદ્ધિ આવી ને સમ્યકત્વ ઊડ્યું જ જાણવું. છોડાવા જેવું લાગ્યું ? ધર્મ ઉપાદેય લાગ્યો ? હૃદય કઇ તરફ ઢળે છે ? ધસે છે ?
તુલ્યે ચતુર્થાં પૌમર્થ્ય પાપયોરર્થકામયોઃ । આત્મા પ્રવર્તતે હન્ત ન પુનર્ધર્મમોક્ષયોઃ ॥ ૧ ॥'
તા. ૧૬-૪-૨૦૦૦
પણ ખેદની વાત છે કે જીવ પાપરૂપ અર્થકામમાં પ્રવર્તે છે, ધર્મ અને મોક્ષમાં પ્રવર્તતો નથી. અર્થ અને કામ હેય લાગે અને ધર્મ અને મોક્ષ ઉપાદેય લાગે ત્યારે સાચી ભાવના આવે.
આ વિષયમાં આપણે જેમ જેમ વિચારીએ તેમ તેમ આપણને
દર્શનમોહનીયના ક્ષયોપશમની, ઉપશમની કે ક્ષયની મહત્તા સમજાય. એ
ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષાયિક ભાવ સમ્યગ્દષ્ટિ જીવ દ્વારા થતી પાપકરણીઓમાંથી પાપના રસને, ઝેરને નીચોવી નાંખે છે. એ ક્ષયોપશમાદિ ભાવ સમ્યગ્દષ્ટિ જીવને પુણ્યબંધમાં સહાયક બને છે અને તે ભાવ દ્વારા જ સમ્યગ્દષ્ટિ જીવ નિર્જરા સાધનારો બને છે; ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ સાધનારો બને કે નહિ ? સમ્યગ્દર્શન તે પાપ કરે તે ન છૂટકે, નહીં કે કરવા માટે. આવો મનોભાવ ગુણ પ્રાપ્ત થતાં જ નરક અને તિર્યંચના દ્વારો આપોઆપ બંધ થઇ જાય ! ધર્મ, અર્થ અને કામમાં ધર્મ પુરુષાર્થપ્રધાન લાગે તો ધર્મ પામવાની લાયકાત છે. ધર્મ માટે શક્તિ તેટલી ભાવના નહિ,
ભાવના તેટલો પ્રયત્ન નહિ અને પ્રયત્ન તેટલો રસ નહિ, ધર્મ નથી
થતો તે શક્તિ નથી માટે કે રુચિ નથી માટે. સંસાર કહેવામાં બૂરો, માનવામાં સારો એ દશા ન હોવી જોઇએ. આ સમ્યગ્દર્શન માટેના ઉપાયો છે.
સમ્યગ્દર્શન ગુણ એ આત્માનો મોક્ષ સાધવા માટે મૂળભૂત ગુણ
છે. મુક્તિના માર્ગને દર્શાવતાં પૂજ્યપાદ પૂર્વધર આચાર્ય ભગવાન શ્રીમદ્ ઉમાસ્વાતિ મહારાજાએ તત્ત્વાર્થસૂત્રની રચનામાં પ્રથમ સૂત્ર
છે. તેમાં સમ્યગ્દર્શન પ્રથમ મૂકવાનું પ્રયોજન એ છે કે તેના અભાવમાં મૂક્યું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ: આ ત્રણે મોક્ષમાર્ગ
જો હોય
જ્ઞાન હોય તે સમ્યક્ હોતું નથી, તેના અભાવમાં જો ચારિત્ર તો તે સમ્યક્ હોતું નથી, વળી તેના અભાવમાં તપ પણ સમ્યક્
કોટિનું હોતું નથી. તેના અભાવમાં જ્ઞાન એ અજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન છે, જે ચારિત્ર છે તે કાયકષ્ટ અથવા સંસારમાં રઝળાવનારું છે. બીજી રીતે પણ આ ચીજ કહેવાઇ છે જેમકે જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ
સમ્યગ્દષ્ટિ જીવમાં રહેલા બે ભાવોના કારણે તેને પાપબંધ
અલ્પ થાય છે. મેરૂ જેવડા સુકૃતને રસના અભાવથી અને તેની નિંદાદિથી જેમ અણું જેટલું બનાવી શકાય છે; તેમ મેરૂં જેટલા દુષ્કૃત્યને તેના રસના અભાવથી કે તેનાથી વિપરીત કોટિના સદ્ભાવથી, તેના પ્રત્યેના સ્પષ્ટ કે અસ્પષ્ટ અણગમાથી અને નિંદાદિથી અણુ જેવડું બનાવી શકાય છે. આગળ ઉપર વંદિત્તા સૂત્રની આ વાત તેની ૩૬મી ગાથા દ્વારા કહેવાઇ છે તે આપણા
ધ્યાન બહાર નહીં જ હોય ને!
ટૂંકમાં સમ્યગ્દર્શન મહત્ત્વનું તેમજ દુર્લભ છે. રત્નો કે કલ્પવૃક્ષ કરતાં અધિક કિંમતી છે. તે પ્રાપ્ત કરવા શુભ અધ્યવસાયો, અનુષ્ઠાનોમાં ઉલ્લાસ, ઉપયોગ તલ્લીનતા હોવી જોઇએ. સંસારના રાગ-દ્વેષ કે ભવાભિનંદિતા કે પુદગલાનંદિતા દૂર કરેલી હોવી જોઇએ,
કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી બીજી તરફ મોક્ષાભિલાષ તથા તે માટે રુચિ તથા સુયોગ્ય પુરુષાર્થ જણાવે છે કે :
કરી સમ્યકત્વ પામવાના ધ્યેયથી તે જ્યારે પણ મળે ત્યારે નષ્ટ ન થાય, ચાલી ન જાય, વધુ વે વધુ નિર્મળ તથા દઢીભૂત થતું રહે તો સંસાર સાગરને ખાબોચિયા જેટલો નાનો કરી મોક્ષગામી શું ન થઈ શકાય ? જરૂર થવા ય જ એવી શુભેચ્છાથી તે જલ્દી મળે તથા દોડતું આવે એવી મનોકામના,
તારા
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. મુલ્ક, પ્રકાશક : નિરુબહેન સુબોધભાઈ શાહ, પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૦૪, ફોન ૩૮૨૦૨૯૬, મુદ્રણસ્થાન · ફખરી પ્રિન્ટિંગ વર્કસ, ૩૧૨/A, ભાયખલા સર્વિસ ઈન્ડિસ્ટ્રીયલ એસ્ટેટ, દાદા કોંડદેવ ક્રોસ રોડ, ભાયખલા, મુંબઈ-૪૦૦ ૦૨૭,