________________
તા. ૧૬-૫-૨૦૦૦
આ પાંચે દોષો જાય તો સમ્યકત્વ દઢ બને. શંકા તથા કાંક્ષા કરનાર પોતે મરે, વિચિકિત્સા કરનાર પોતે કરેલું હારે, મિથ્યામતિની પ્રશંસા કરનાર પોતે ડૂબે, બીજા અનેકને ડુબાડે.
સમ્યકત્વના ૬૭ બોલો આ પ્રમાણે છે : ચાર સદ્દહણા, ત્રણ લિંગ, દસ પ્રકારનો વિનય, ત્રણ શુદ્ધિ, પાંચ દૂષણો, આઠ પ્રભાવકો, પાંચ ભૂષણો, પાંચ લક્ષણો, છ યતનાઓ, છ આગારો, છ ભાવનાઓ, છ સ્થાનકો. સમ્યકત્વના સડસઠ પ્રકારો સમજી જે જીવનમાં ઉતારે છે, તેનાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા અને લોભ પાતળા પડે છે, તેનો ઘણો સંસાર કપાઈ જાય છે. તે આત્મા થોડા સમયમાં, થોડા ભવોમાં મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. સમ્યકત્વના ઉપર નિર્દેશેલા બાર વિભાગોમાં સડસઠ ભેદો બતાવ્યા છે. તેમાંથી કોઇપણ એક વિભાગમાં કહેલા પ્રકારો બરાબર સમજી જીવનમાં ઉતારનારને સમ્યકત્વ હોય છે, ન હોય તો તે પ્રાપ્ત થાય છે, અને હોય તો તે ટકી રહે છે. શાસ્ત્રમાં જે નવ તત્ત્વોને જાણે અથવા શ્રદ્ધાપૂર્વક માને તેને સમ્યકત્વ હોય છે એમ કહેલું છે.
શાસ્ત્રકાર ભગવંતોએ સમ્યકત્વને અતુલ ગુણોનું નિધાન, સર્વ કલ્યાણનું બીજ, જન્મમરણાદિમય સંસારસાગરને તરી જવા માટેનું વહાણ, પાપરૂપી વૃક્ષને માટેનો કુહાડો અને ભવ્ય જીવોનું લક્ષણ કહ્યું છે.
પ્રબુદ્ધ જીવન
સમ્યગ્દર્શનના આઠ અતિચારો આ પ્રમાણે છે :
નિઃશંકપણું, નિષ્કાંક્ષિતપણું, નિવિચિકિત્સા, અમૂઢદષ્ટિપણું, ઉપબૃહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના.
પ્રશંસા કોની થાય તે માટે મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા જણાવે છે કે:
‘મિથ્યામતિ ગુણવર્ણનો, ટાળો ચોથો દોષ; ઉન્માર્ગી ઘુણતાં હવે, ઉન્માર્ગનો પોષ.'
સ્થિરીકરણ--ધર્મ પામેલા આત્માને વધુ સ્થિર કરવો તે માટે શાસ્ત્રવિહિત ઉપાયો યોજવા. શ્રેણિક રાજા જ્યારે શાલિભદ્રની દીક્ષા
જાણે છે, આગળ પાછળનો ઉહાપોહ કર્યા પછી એને કહે છે ધન્યોઽસિ કૃતપુણ્યોઽસિ' તેવી રીતે ધન્ના કામંદી મા પાસે સંયમ લેવા ગયા, અનુમતિ યાચવા ગયા ત્યારે મા કહે છે ‘અનુમતિ વત્સ ! કો ન દેશે, પાડોશી સંયમ લેશે.' મા કહે છે તે માટે પાડોશી પણ અનુમતિ ન આપે કારણ અમે મોહમાં પડેલાં છીએ. શ્રેણિક રાજાને વિરતિના પરિણામ સ્પર્શી શકતા ન હતા પરંતુ જ્યાં જ્યાં વિરતિ જોતાં તે વખતના ઉદ્ગાર આવાં હતા કે તે વસ્તુ માટે મારું પુણ્ય નથી. પુણ્યશાલીઓ આ માટે ડગ ભરી શકે !
વાત્સલ્ય : શક્તિ મુજબ સાધર્મિકનું વાત્સલ્ય કરવું. આ વાત્સલ્યમાં કરુણા નથી પણ ભક્તિ છે. તેઓ પ્રત્યે ભક્તિભર્યો ભાવ હોય.
પ્રભાવના-શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રભાવના થાય તેવી ક્રિયા, પ્રવૃત્તિઓ કરવી. શાસનમાં આઠ પ્રભાકરના પ્રભાવકો કહ્યા છે જેમકે પ્રાવચનિક, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાન, સિદ્ધ અને કવિ.
ધર્મકથી માટે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કેધર્મકથી તે બીજો જાણીએ, નંદીષેણ પરે જેહ,
નિજ ઉપદેશે રે રંજે લોકને, ભંજે હૃદય સંદેહ.’ વાદી માટે તેઓ જણાવે છે કે :
વાદી ત્રિજો રે તર્કનિપુણ ભણ્યો, મલ્લવાદી પરે જેહ, રાજદ્વારે 3 જયકુમલા વરે ગાજીંતો જિમ મેહ
ધન ધન શાસન મંડન મુનિવરા તપસ્વી માટે તેઓ જણાવે છે કે :
તપ ગુણ ઓપે રે રોપે ધર્મને, ગોપે નવિ જિન આણં; આશ્રવ લોપે રે નવિ કોપે કદા પંચમ તપસી તે જાણ. વિદ્યાવાન માટે લખે છે :
૧૧
છઠ્ઠો વિદ્યા રે, મંત્રતણો બલી જિમ શ્રી વય૨ મુણીંદ સિદ્ધ માટે લખ્યું છે :
‘સિદ્ધ સાતમો રે, અંજન યોગથી જિન કાલિક મુનિચંદ’ કવિ વિષે લખ્યું છેઃ
કાવ્ય સુધારસ મધુર અર્થભર્યા ધર્મકેતુ કરે જેહ, સિદ્ધસેન પરે રાજા રીઝવે અઠ્ઠમ વર કવિ તેહ.
કેટલાંક પ્રભાવકો માટે આ પ્રમાણે લખી પ્રભાવકો કોઇ ન હોય ત્યારે
જબ નવિ હોવે પ્રભાવક એહવા, તવ વિધિપૂર્વ અનેક યાત્રા પૂજાદિક કરણી કરે તેહ પ્રભાવક છેક. ધન ધન શાસન મંડન મુનિવરા.
એટલે કે યાત્રી, પૂજાદિ ધર્મકરણી વિધિપૂર્વક કરનારા શાસન પ્રભાવકો છે.
કેવી રીતે દેરાસરમાં દર્શન, વંદન, ચૈત્યવંદનાદિ કરવા જોઇએ? મોક્ષ માટેની માંગણી કેવી રીતે થાય છે ?
‘આપો આપોને મહારાજ ! અમને મોક્ષસુખ આપો' આ લીટી આરોહ-અવરોહ સાથે અનેકવાર બોલાય પણ તે ગતાનુગતિક રીતે, રાગડા તાણી, ગ્રામોફોનની રેકોર્ડની જેમ, પરંતુ તેમાં ગદ્ગદ્ભાવ, સમર્પણ, નિરાંશયવૃત્તિનો અભાવ હોય છે.
આ અંગે નવસ્મરણ તરફ જરા દૃષ્ટિ ફેરવીએ. તેના આઠમા કલ્યાણ મંદિર સ્મરણની ૩૪મી ગાથા આ પ્રમાણે છે :
ભક્ત્યોાસપુલકપક્ષ્મલદેહદેશાઃ પાદદ્રુયં તવ વિભો... ભક્ત્યો નતે મયિ (૩૯); સાન્નોલ્લસત્પુલકકંચુકિતાંગભાગાઃ ત્વદ્ધિમ્બનિર્મલમુખામ્બુજબદ્ધલક્ષા યે સંસ્તવં તવ વિભો ! રચયન્તિ ભવ્યાઃ (૪૩). ઘણું ઘણું અહીં સૂચવાયું છે.
જૈન શાસનમાં સમ્યકત્વની ઘણી મોટી કિંમત આંકવામાં આવી છે. તે મહત્ત્વનું તેમ જ દુર્લભ છે. દર્શન મોહનીયનો ક્ષયોપશમાદિ સમ્યગ્દર્શન ગુણ પ્રગટાવે અને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમાદિ વિરતિ પ્રગટાવે, દર્શનમોહનીયનો ક્ષયોપશમ થયો હોય અને ચારિત્રમોહનીયનો ભારે ઉદય હોય એવું બને. સમ્યગ્દષ્ટિઓમાં સર્વવિરતિધર હોય, દેશવિરતિધર અને અવિરતિધર પણ હોય. વિષયોનું સેવન, પરિગ્રહી, ષટકાયની હિંસા કરનારો, અસત્ય, અદત્તાદાન, મૈથુનાદિ દોષો સેવનાર માટે શાસ્ત્ર કહે છે કે તેઓ માટે નરક અને તિર્યંચ ગતિના દ્વાર બંધ છે એટલું જ નહીં પરંતુ દેવતાઇ સુખો, માનવીય સુખ, મુક્તિ સુખ સ્વાધીન છે ! એનો કેવી રીતે મેળ બેસે ? અહીં મનોભાવ કે ભાવનાનો વિચાર કરવો પડશે. દુઃખી હૃદયે, કચવાતા હૈયે, રડતી આંખે જો સમ્યકત્વ પામેલો પણ પાપોદયના ઉદયે લાચાર હોય તો પશ્ચાતાપના બળે સુગતિ તરફ ડગ માંડી શકે છે. રાવણ અને શ્રેણિક રાજા બંને નરકગામી હોઇ આયુષ્ય બંધ પૂરો થતાં છેક તીર્થંકર બનવા સુધીનો મોટો કૂદકો મારી શક્યા છે ને !