________________
૬
આપનાં આંસુથી મારા ગાલ ભીંજવી દો અને કહો, મારા પુત્ર', ત્વરા કરો, ત્વરા કરો, મારા જીવનની રેતીના કણ પૂરા થવા આવ્યા છે. વીજળીના વેગે હું આ મેદાનમાં આવ્યો, અને વાયુના વેગે જાઉં છું, એકાએક અને ઝટપટ, પસાર થઈ જતા પવનની જેમ, પણ દેવલોકમાં લખી રાખવામાં આવ્યું હતું કે
આમ જ થશે.’
પ્રબુદ્ધ જીવન
આ સાંભળીને રુસ્તમનાં હૃદયનાં બંધનો તૂટી જાય છે. તેની આંખોમાંથી બોર બોર જેવા આંસુ સરે છે અને તાર સ્વરે વિલાપ કરતો તે કહે છે: “આ નદીના તરંગો ભલે મારી ઉપર ફરી વળે..
સોરાબ ધી.રગંભી.ર વિનમ્ર સ્વરે ઉત્તર આપે છેઃ મારા પિતા! એવી ઇચ્છા ન કરો. આપે જીવતા રહેવું જ જોઈએ. કેટલાક મહાપરાક્રમો કરવા અને જીવતા રહેવા જન્મ્યા હોય છે તો કેટલાક ભુલાઈ જવા અને મૃત્યુ પામવા જન્મ્યા હોય છે. જે પરાક્રમો કરી શકવા જેટલી મારી વય થાય તે પહેલાં હું મૃત્યુ પામીશ. એ પરાક્રમો આપ કરો અને આપની વૃદ્ધાવસ્થામાં ફરી એક વાર ઝળહળતી કીર્તિ મેળવો. આપ મારા પિતા છો. અને આપનો લાભ તે મારોય લાભ છે. આપ આ મોટી સેના જુઓ છો, હું આપને વીનવું છું, એ સેનાને શાન્તિથી નદી ઓળંગી જવા દેજો, પણ મને આપની સાથે આપના નગરમાં લઈ જજો, પથારીમાં સુવાડજો અને આપ, આપના શ્વેતકેશી પિતા અને આપના સર્વ મિત્રો મારા મૃત્યુ માટે શોક કરજો. હું આપને આગ્રહ કરું છું-મને આપના નગરની મનોહર જમીનમાં દફનાવજો. મારાં અસ્થિ ઉપર રાજવી શોભાથી દીપતો. માટીનો ઢગલો કરાવજો અને એ ઢગલા ઉપર દૂર દૂરથી દેખાય એવો
સ્તંભ ચણાવજો જેથી વગડામાંથી પસાર થતો કોઈ ઘોડેસવાર
દૂરથી મારી કબર જોઈને બોલી ઊઠેઃ જેનો તેના મહાન પિતાએ અજાણતાં વધ કર્યો હતો તે, પરાક્રમી રુસ્તમનો પુત્ર, સોરાબ અહીં પોઢે છે- અને મારી કબરમાં.પોઢેલો હું ભુલાઈ ન જાઉં.
સ્વ. ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા સાથે મારો સંબંધ સાડા છ દાયકાથી વધુ સમયનો હતો. ‘ગુજરાત સમાચારમાં અમોએ સાથે નોકરી કરી, અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રીયિસથી એમ. એ. સુધી સાથે ભણ્યા, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં લગભગ બે દાયકા સુધી એક જ વિભાગમાં શૈક્ષણિક કાર્ય કર્યું, સાથે હર્યા ફર્યા, જ્ઞાનગોષ્ઠી કરી, એકબીજાના સુખદુ:ખમાં સહભાગી બન્યા અને આખરે અમારી નોકરીનો ‘આમ વિયોગ થયો' !
ડૉ. સાંડેસરાનો જન્મ ઈ. સ. ૫-૪-૧૯૧૫ના રોજ અને એમનો પ્રથમ લેખ, જૂન-૧૯૩૨માં ‘બુદ્ધિપ્રકાશ'માં પ્રગટ થયો-એટલે કે માંડ સોળ વર્ષની વયે. છેલ્લે એમનું મરણોત્તર પ્રકાશન ઈ. સ. ૧૯૯૯માં થયું, એટલે કે લગભગ સાડા છ દાયકા સુધી એમની અવિરત સાહિત્યસેવા ચાલુ રહી.
જૈન સાહિત્યના પ્રકાંડ સંશોધક સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈની સલાહ પ્રમાણે, ડૉ. સાંડેસરાએ સને ૧૯૩૧થી માંડી એમના બધા જ લેખો-ગુજરાતી, અંગ્રેજી, હિંદી કે અન્ય ભાષામાં પ્રગટ થયેલા– તેમના અનુવાદોની વિગતવાર યાદી તેમ જ તેમનાં પુસ્તકોનાં નામ અને પ્રકાશનવર્ષની યાદી -- જીવ્યા ત્યાં સુધી રાખી છે જેની અત્યાર સુધીમાં ત્રણ નોટો ભરાઈ છે. લગભગ સાડા પાંચથીય વધુ દાયકાઓમાં પ્રગટ થયેલ કોઈપણ સમયગાળામાં પ્રકાશિત થયેલા એમના કોઈ પણ લેખની નકલ અડધી 'મિનિટમાં મળી રહે છે.
-ક..
.... ---
}
...
તા. ૧૬-૫-૨૦૦૦
રુસ્તમ વ્યથિત સ્વરે ઉત્તર આપે છે: “એવો ભય ન રાખ, મારા પુત્ર સોરાબ ! તેં કહ્યું છે એમ જ થશે, હું મારા તંબૂઓ બાળી નાખીશ અને તે સાથે આ સેનાને શાન્તિથી નદી ઓળંગી જવા દઈશ. આજ સુધી મેં કરી છે તેથી વધારે હત્યા હું કેમ જ કરું? હું તો ઇચ્છું છું કે જેમનો મેં વધ કર્યો છે એ સર્વ, મારા ચુસ્તમાં ચુસ્ત શત્રુઓ સહિત, જીવતા થાય. હું એક સામાન્ય માણસ, નિર્માલ્ય સૈનિક હોઉં અને, મારા પુત્ર, તું જીવતો રહે. જેમ મારી યુવાનીમાં તેમ મારી વૃદ્ધાવસ્થામાં પણ મેં લડાઈઓ જ જોઈ છે અને લોહી રેડ્યું છે અને મારા મૃત્યુપર્યંત મારું જીવન લોહીથી ખરડાયેલું જ રહેશે.'
રામ
મરતાં મરતાં સોરાબ ઉત્તર આપે છે: વિકરાળ માણસ, ખરેખર લોહીથી ખરડાયેલું જ જીવન, પણ આપને શાન્તિ મળશે જ, જોકે આજે નહીં, ભવિષ્યમાં કોઈક દિવસ.'
આજીવન સારસ્વતનો મરણોત્તર લેખ-સંગ્રહ : 'યજ્ઞ-શેષ' – ડૉ. રણજીત એમ. પટેલ
સોરાબની સામે રુસ્તમ તાકી તાકીને જુએ છે અને કહે છે: વહેલો આવે એ દિવસ, મારા પુત્ર ! પણ ત્યાં સુધી, જ ભાગ્યદેવીની એવી જ ઇચ્છા હોય તો, ભલે હું સહન કરીશ.'
આમ બોલતા રુસ્તમની સામે જોઈને સોરાબ હસ્યો અને તે પછી તેણે પોતાની પાંસળીઓમાં ખૂંપી ગયેલા રુસ્તમનો ભાલો ખેંચી કાઢ્યો, તે સાથે, ઉઘાડા થયેલા ઘામાંથી લોહીના ફુવારો છૂટ્યો, તેનું માથું જમીન ઉપર ઝૂકી ગયું, તેના અંગો શિથિલ થઈ ગયાં, તેની આંખો મિચાઈ ગઈ, તેનું શરીર ધો પૂણી જેવું થઈ ગયું અને જે છોડીને તે જતું હતું એ, દેહરૂપી મહેલ, યૌવન, યૌવનની સુરખી અને આ મોહક જગત, એ સર્વ માટે ખેદ કરતું સોરાબનું પ્રાણપંખી અનિચ્છાએ ઊડી ગયું.
અને રુસ્તમ ઘોડેસવારીના પોતાના ડગલાથી પોતાનું મોં ઢાંકીને આમ મૃત્યુ પામીને સોરાબ રક્તભીની રેતીમાં ઢળી પડ્યો
પોતાના મૃત પુત્રની પાસે જઈને બેઠો.
܀܀܀
ચજ્ઞશેષ'ના ૮૦ લેખોની ચોક્સાઈપૂર્વકની વિગો એના પ્રમાણરૂપ છે. તેમના આ મરણોત્તર પ્રકાશનના લેખો કેટલાં બધાં સામયિકોમાં પ્રગટ થયા છે ! કેવળ જિજ્ઞાસા ખાતર જોઈએ તો ‘બુદ્ધિ પ્રકાશ', 'ગુજરાત દીપોત્સવી અંક', ‘સ્વાધ્યાય', ‘પુસ્તકાલય’, ‘ગ્રંથાગાર’, ‘ફાર્બસ ગુજરાતી સભા-ત્રૈમાસિક', ‘પ્રજાબંધુ સાપ્તાહિક', 'વિશ્વમાનવ’, ‘ઊર્મિ નવરચના’, ‘પરબ’, ‘પ્રવાસી’, ‘અખંડ આનંદ', 'રાજભાષાત્રૈમાસિક’, ‘નવનીત-સમર્પણ', 'કુમાર', 'પ્રબુદ્ધજીવન', ‘પ્રત્યાયન', ‘નવચેતન', 'અભિનવભારતી’ વગેરે વગેરે. કયા વર્ષમાં કયા અંકમાં એ પ્રગટ થયા એ બધી જ માહિતી એમાંથી મળી રહે છે. કોઈકના ‘અમૃતમહોત્સવ' કે શતાબ્દી ગ્રંથોમાં પ્રગટ થયેલા કે આકાશવાણી પરથી આપેલા વાર્તાલાપની પણ વિગતો પ્રાપ્ત થાય છે. એક પ્રખર સંશોધકની ગુણસંપદાનો પરિચય આવી સાધારણ બાબતમાંથી પણ થાય છે. વળી, આ બધાં સામયિકોમાંનું એમનું પ્રદાન કેટલા બધા. વિવિધ વિષયોમાં એમને રસ છે એની પણ પ્રતીતિ કરાવે છે.
‘યજ્ઞશેષ’ના નામકરણમાં મારોય હિસ્સો હતો. આમાંના, સંશોધનના ક્ષેત્રમાં સમાસ ન પામતા લેખોને પડતા મૂકવામાં આવે અને લગભગ ૩૦૦ કે ૩૫૦ પૃષ્ઠનું ચયન કરી આપે તો મ. સ. યુનિવર્સિટી પ્રગટ કરવા તૈયાર હતી પણ ડૉ. સાંડેસરાનો આગ્રહ એમના આજીવન સારસ્વત-યજ્ઞમાં જે કાંઈ શેષ હોય. તે બધુ જ હોમવાનો હતો, એટલે એમનાં સંતાનોએ, ગુજરાત સાહિત્ય સભાને રૂપિયા ત્રીસ..હજારનું પ્રકાશન કાજે..નાન