________________
તા. ૧૬-૫-૨૦૦૦
પ્રબુદ્ધ જીવન
૩
પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. ૨હે તે દ્રવ્ય કાળ છે. રત્નોના ઢગલાની જેમ કાલાણુઓ અસંખ્યાત કાળ અસ્તિકાય કહેવાતો નથી, કારણ કે કાળને કંધદેશરૂપ, પ્રદેશ-દ્રવ્યરૂપ છે. ‘દ્રવ્યસંગ્રહ'માં કહ્યું છે યબાળ સીવ તે વાાબૂ સમુદાયરૂપ તિર્થંકપ્રચય નથી. સમય, આવલી, સ્તોક, લવ, મૂહૂર્ત, અસંહવ્વા । કાલાણુ માટે ડબ્બીના અંજનની સરખામણી પણ દિવસ, માસ ઇત્યાદિનો પ્રચય એટલેકે સમુદાય થતો નથી. માટે અપાય છે. કાળને જીવ, પુદ્ગલ વગેરેની જેમ અસ્તિકાય કહેવાતો નથી. કાળને સમયરૂપ પૂર્વાપર પર્યાય છે, પરંતુ એક સમય બીજા સમય સાથે જોડાઇને માટી, પત્થર વગેરેની જેમ સ્કંધ કે પ્રદેશરૂપ સમુદાય થતો નથી. કાળ દ્રવ્યમાં ભૂતકાળના અનંત સમય છે, વર્તમાનનો એક સમય છે અને ભવિષ્યના અનંત સમય છે, પણ તે ‘કાયમાન' ન હોવાથી કાળને અસ્તિકાય કહેવામાં આવતો નથી.
દરેક દ્રવ્યનો પોતાનો વ્યાવર્તક-આગવો ગુણ છે, જે અન્ય દ્રવ્યમાં નથી, જેમકે જ્ઞાન ગુણ ફક્ત જીવ દ્રવ્યમાં છે, અન્યમાં નથી; પૂરણ-ગલણ એટલે કે મિલન-વિખરણ ગુણ પુદ્ગલ દ્રવ્યમાં છે, અન્ય દ્રવ્યમાં નથી; ગતિ-સહાયનો ગુણ ધર્માસ્તિકાય દ્રવ્યમાં છે, અન્યમાં નથી; સ્થિતિ-સહાયક ગુણ અધર્માસ્તિકાય દ્રવ્યમાં છે, અન્ય દ્રવ્યમાં નથી; અવગાહના ગુણ આકાશાસ્તિકાય દ્રવ્યમાં છે, અન્ય દ્રવ્યમાં નથી. એ પ્રમાણે ઉત્પાદ-વ્યયરૂપ વર્તના ગુણ ફક્ત કાલ દ્રવ્યમાં છે, અન્ય દ્રવ્યમાં નથી.
‘સમય' એ કાળની પર્યાય છે. તે નાશવંત છે. પર્યાય દ્રવ્ય વિના હોઇ ન શકે. એટલે કાલ એક દ્રવ્ય છે. દ્રવ્ય વિનશ્વર અર્થાત્ અવિનાશી હોય છે. એ દૃષ્ટિએ કાળને દ્રવ્ય તરીકે ઓળખાવવામાં આવે છે.
કાળને સ્વતંત્ર દ્રવ્ય તરીકે સ્થાન આપવું કે નહિ એ વિશે ઠેઠ પ્રાચીન કાળથી આચાર્યોમાં મતમતાંતર છે. કાળ દ્રવ્ય છે એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે.
धम्मो अधम्मो आगासं दव्वमिक्किक्कमाहियं । अणतापि च दव्वाणि, कालो पुग्गलजंतवो ॥ (ધર્મ, અધર્મ અને આકાશ એ દ્રવ્યો એક એક કહ્યાં છે. કાળ, પુદ્ગલ અને જંતુ (જીવ) એ દ્રવ્યો અનંતા કહ્યા છે.)
તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ મુળપર્યાયવત્ દ્રવ્યમ્ એમ કહ્યા પછી કહ્યું છેઃ ાવેત્યે (૫.૩૮) એટલે કે કેટલાક કાલને પણ દ્રવ્ય તરીકે ગણે છે એમ કહ્યું છે. એનો અર્થ એ થયો કે ઉમાસ્વાતિ વાચકની પૂર્વે પણ ‘કાળ’ના સ્વરૂપ વિશે ભિન્નભિન્ન મત પ્રવર્તતા હશે અને કેટલાક એને સ્વતંત્ર દ્રવ્ય તરીકે માનતા હશે
અને કેટલાક નહિ માનતા હોય.
કાલ દ્રવ્યના ચાર મૂળ ગુણ છેઃ (૧) અરૂપી, (૨) અચેતન, (૩) અક્રિય અને (૪) નવાપુરાણ વર્તના લક્ષણ. વર્ણ, રસ, ગંધ અને સ્પર્શરહિત કાળ દ્રવ્યના ચાર પર્યાય છેઃ (૧) અતીત, (૨) અનાગત, (૩) વર્તમાન અને (૪) અગુરુલઘુ. કાળ દ્રવ્યમાં આ ચાર મૂળ ગુણ અનાદિ-અનંતના ભાંગે છે. કાળના ચાર પર્યાયમાં અતીત કાળ અનાદિ સાન્ત છે, અનાગત કાળ સાદિ અનન્ત છે, વર્તમાન કાળ સાદિ સાન્ત છે અને અગુરુલઘુ અનાદિ અનંત છે. જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય સ્વક્ષેત્રે અસંખ્યાત પ્રદેશરૂપ છે. પુદ્ગલાસ્તિકાય સ્વક્ષેત્રે એક પરમાણરૂપ છે અને કાળ દ્રવ્ય સ્વક્ષેત્રે એક સમયરૂપ છે.
કાળ વિશે બીજો મત એવો છે કે કાળનાં અસંખ્યાત અણુઓ છે. સંપૂર્ણ કાળ લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. એક એક આકાશપ્રદેશ પર એક એક કાલાણુ છે. પરમાણુ શીઘ્રગતિ અને મંદગતિવાળા હોય છે. શીઘ્રગતિવાળા પરમાણુ એક સમયમાં ચૌદ રાજલોક સુધી પહોંચી શકે છે. કાળના પરમાણુ મંદગતિવાળા છે. મંદગતિ પરમાણુ એક આકાશ-પ્રદેશમાંથી બીજા આકાશ પ્રદેશમાં જાય એમાં જેટલો કાળ લાગે તે સમયપર્યાય કહેવાય છે. એ સમય પર્યાય જે દ્રવ્યમાં
જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચે દ્રવ્યના પરિવર્તનમાં કાલ નિમિત્ત કારણ છે અથવા સહકારી કારણ છે. એ દષ્ટિએ કાલ દ્રવ્ય ઉપકારક ગણાય છે. વર્તના લક્ષણવાળો કાળ તે નિશ્ચય કાળ દ્રવ્ય છે. કાલાણુ ‘સમય' પર્યાયને ઉત્પન્ન કરે છે અને ‘સમય' પર્યાય અનંત હોવાથી કાળને ઉપચારથી અનંત પણ કહેવામાં આવે છે.
એક મત પ્રમાણે કાળ જેવી કોઇ વસ્તુ નથી, પણ જીવ અને અજીવ (પુદ્ગલ)માં જે ફેરફારો થાય છે, જૂના-નવાપણું દેખાય છે એને લીધે આપણને કાળનો આભાસ થાય છે. જ્યાં ફેરફારો ઝડપથી થતા દેખાય ત્યાં કાળ ત્વરિત ગતિએ પસાર થતો હોય એમ લાગે અને જ્યાં ફેરફારો અત્યંત મંદ હોય ત્યાં કાળ ધીમી ગતિએ ચાલતો હોય એમ જણાય. એકનો એક કલાક કોઇકની રાહ જોવામાં બેસી રહેવામાં પસાર થતો હોય તો આપણને લાંબો લાગે છે અને કોઇક મનગમતી પ્રવૃત્તિમાં જોડાયા હોઇએ તો ઘડીકમાં પસાર થઇ જતો અનુભવાય છે. યુવાન પતિ-પત્નીને વિરહમાં કાળ લાંબો લાગે છે અને મિલનમાં તે ટૂંકો જણાય છે.
આમ, કાળ સાપેક્ષ છે. ઘડિયાળ પ્રમાણે સમય નિશ્ચિત જણાય પણ ઘડિયાળ વગર તે લાંબો કે ટૂંકો અનુભવાય છે. ઉત્તર ધ્રુવમાં ઉનાળામાં ૮૨ દિવસ સતત સૂર્ય આકાશમાં હોય છે અને શિયાળામાં ત્રણ મહિનાથી વધુ સમય અંધારી રાત્રિ હોય છે. ત્યાં દિવસ અને રાત ઘડિયાળના આધારે ગણીને તારીખ બદલાય છે. બહારનું વાતાવરણ તો એક સરખું જ હોય છે. કાળ જાણે ત્યાં સ્થગિત થઇ ગયો હોય એવું લાગે છે.
કાળને જીવ-અજીવરૂપ કહ્યો છે. જીવાભિગમસૂત્રમાં કહ્યું છે ઃ किमय भंते । कालो ति पवुच्चा ? गोयमा, जीवा चेव अजीवा चेव त्ति ।
(ભગવન્ત ! ‘કાલ' કહેવાય છે તે શું ? કે ગૌતમ ! જીવ અને અજીવ એ કાળ છે.)
આમ અહીં કાળનો જીવ અને અજીવ દ્રવ્ય સામે અભેદ બતાવવામાં આવ્યો છે. જીવ અને અજીવ અનંત છે એટલે કાળને અનંતરૂપ કહ્યો છે. કાળની વર્તના અનંત છે.
કાળ સર્વ દ્રવ્યનો વર્તના લક્ષણ પર્યાય છે. સર્વ પદાર્થોમાં પર્યાયો પરાવર્તનને કાળરૂપે ઓળખવામાં આવે છે. પ્રત્યેક પદાર્થમાં એના (changes)નું પરાવર્તન સતત થયા કરે છે. પર્યાયોનાં આ પર્યાયોની વર્તના એ કાળ છે. એટલે કાળ એ બીજું કશું નહિ પણ વર્તના સ્વરૂપ પર્યાય છે.
એક અપેક્ષાએ કાળ દ્રવ્ય છે તો પર્યાય છે અને બીજી અપેક્ષાએ
પર્યાય છે તો કાળ છે.
કેવળજ્ઞાનીને ત્રણે કાળના સર્વ પદાર્થના સર્વ પર્યાયો એક જ સમયે-યુગપદ્ કેવલજ્ઞાનમાં જણાય છે. પરંતુ છદ્મસ્થ જીવને માટે ભૂત, વર્તમાન અને ભવિષ્ય એવા કાળના ત્રણ ભેદ પડી જાય છે. સિદ્ધ પરમાત્મા કાલાતીત કહેવાય છે, કારણ કે ત્યાં કાળ જેવું કશું હોતું નથી.
આમ, કાળ વિશે જૈન દર્શનમાં ઘણી સૂક્ષ્મ મીમાંસા કરવામાં
આવી છે.
Dરમણલાલ ચી. શાહ
1