________________
૨
પ્રબુદ્ધ જીવન
દસ કોડાકોડી સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ બરાબર એક સૂક્ષ્મ અહ્વા સાગરોપમ. (કોડાકોડી એટલે કરોડ ગુણ્યા કરોડ).
મનુષ્ય જીવનમાં કાલની ગણના અત્યંત પ્રાચીન કાળથી થતી આવી છે. સૂર્ય-ચંદ્રના ઉદયાસ્ત અનુસાર, ગ્રહોનક્ષત્રોની સ્થિતિ -ગતિ અનુસાર, મનુષ્યના પડછાયા અનુસાર, સમુદ્રનાં ભરતીઓટ અનુસાર માણસે કાલની ગણતરી કેવી રીતે કરવી એની વિવિધ પદ્ધતિઓ શોધીને વિકસાવી છે. પાશ્ચાત્ય જગતમાં ઘડિયાળની શોધ થયા પછી મિનિટ અને સેકન્ડના માપની ચોક્કસાઇ આવી અને વર્તમાન સમયમાં ઇલેકટ્રોનિક્સની શોધ પછી અને સમયમાપક યંત્રોના વિકાસ પછી સેકંડના પણ વિભાજનો કેવી રીતે થાય તેનાં સાધનો પ્રાપ્ત થવા લાગ્યાં છે.
પ્રાચીન કાળમાં પાશ્ચાત્ય જગતમાં મુખ્યત્વે સૂર્યની ગતિના આધારે કાળગણના થવા લાગી હતી. ભારતમાં કાળની ગણના સૂર્ય ઉપરાંત ચંદ્ર અને નક્ષત્રોની ગતિને આધારે થઇ છે. પાશ્ચાત્ય જગતમાં વર્ષમાં ઘણાં દિવસ-રાત્રિ આકાશ વાદળાંઓથી ઘેરાયેલું રહેતું હોવાથી ચંદ્ર-નક્ષત્રો-ગ્રહોના દર્શન-અવલોકનમાં એટલી સરળતા રહેતી નહિ. એટલે ચંદ્રને બદલે સૂર્યની ગતિનો આધાર લેવાનું આ પણ એક કારણ હોય. બીજી બાજુ ઋતુચક્રો જે રીતે ચાલે છે તેની સાથે સૂર્યચંદ્રની ગતિનો મેળ બેસાડવો હોય તો નજીવી વધઘટ કરવી અનિવાર્ય બની ગઇ, એથી જ પાશ્ચાત્ય કેલેન્ડરમાં વર્ષના ૩૬૫ દિવસ ઉપરાંત ચાર વર્ષે ફેબ્રુઆરીના ૨૯ દિવસ કરવા પડે છે. ગ્રીનીચની ઘડિયાળમાં અમુક વર્ષે બે સેકન્ડનો ફરક કરવો પડે છે. તેવી જ રીતે ભારતીય પંચાગોમાં તિથિનાં વૃદ્ઘિક્ષય અને અધિક માસની વ્યવસ્થા કરવી પડી છે.
.
જૈન દર્શન પ્રમાણે કાળનું કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું છે. એ પ્રમાણે નવ ‘સમય’ બરાબર એક જધન્ય (નાનામાં નાનું) અંતર્મુહૂર્ત. અસંખ્યાતા (જધન્ય અસંખ્યાતા) સમય બરાબર એક આવલિકા. ૨૨૨૩ પૂર્ણાંક ૧૨૨૯/૩૭૭૯ આલિકા બરાબર એક ઉચ્છ્વાસ ૪૪૪૬ પૂર્ણાંક ૨૪૫૮/૩૭૭૩ આલિકા બરાબર એક શ્વાસ અને ઉચ્છ્વાસ, એટલે કે એક પ્રાણ. ૭ પ્રાણ બરાબર એક સ્તોક. સાત સ્તોક બરાબર એક લવ. ૩૮ા લવ બરાબર એક ઘડી (એ બરાબર આજની ૨૪ મિનિટ). બે ઘડી બરાબર એક મુહૂર્ત, એટલે કે ૪૮ મિનિટ, (એક સામાયિકનો કાળ. મુહૂર્તમાં એક ‘સમય’ ઓછો હોય તો એ ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત ગણાય.
૩૦ મુહૂર્ત બરાબર એક અહોરાત્ર (૨૪ કલાક), ૧૫ અહોરાત્ર બરાબર એક પક્ષ, બે પક્ષ બરાબર એક માસ. બે માસ બરાબર એક ઋતુ, ત્રણ ઋતુ બરાબર એક અયન (છ મહિના) અને બે
અયન બરાબર એક વરસ.
તા. ૧૬-૫-૨૦૦૦
શીર્ષપ્રહેલિકા સુધી પહોંચી શકાય છે. ત્યાં સુધીનાં સંખ્યાતા વર્ષ ગણાય છે. ત્રુટિલાંગની સંખ્યાને ૮૪ લાખ વડે ઉત્તરોત્ત૨ ૨૫ વાર ગુણીએ તો શીર્ષપ્રહેલિકાની સંખ્યા આવે. એ આંકડો કેટલો આવે તે ચોક્કસાઇપૂર્વક જૈન શાસ્ત્રગ્રંથોમાં (ક્ષેત્રસમાસ, પ્રવચન સારોદ્વાર, બૃહત્સંગ્રહણી, લોકપ્રકાશ ઇત્યાદિમાં આપવામાં આવ્યો છે.
૮૪ લાખ વર્ષ બરાબર એક પૂર્વાંગ અને ૮૪ લાખ પૂર્વાંગ બરાબર એક પૂર્વ. ૮૪ લાખ પૂર્વ બરાબર એક ત્રુટિતાંગ, ૮૪ લાખ ત્રુટિતાંગ બરાબર એક ત્રુટિત, આમ અનુક્રમે પ્રત્યેકને ૮૪ લાખથી ગુણતાં જવાથી ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ, અવવ, હુહુકાંગ, હુહુક, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપૂરાંગ, અર્થનિપૂર, અયુતાંગ, અયુત, પ્રયુતાંગ, પ્રદ્યુત, નયુતાંગ, નયુત, ચૂલિકાંગ, ચૂલિકા અને શીર્ષપ્રહેલિકાંગ તથા
શીર્ષપ્રહેલિકા સુધીનો કાળ તે સંખ્યાતા વર્ષનો છે. એ પછી એથી વધુ કાળના અસંખ્યાતા વર્ષ ગણાય છે. આવાં અસંખ્યાતા વર્ષનો એક પલ્યોપમ કાળ ગણાય છે. દસ કોડાકોડી પલ્યોપમ બરાબર એક સાગરોપમ કાળ ગણાય છે. દસ કોડાકોડી સાગરોપમ બરાબર એક ઉત્સર્પિણી અથવા એક અવસર્પિણી. વીસ સાગરોપમ બરાબર એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણીનું એક કાલચક્ર. (સવાર્થસિદ્ધ વિમાનના દેવનું અથવા સાતમી નરકના જીવનું આયુષ્ય તેત્રીસ સાગરોપમનું હોય છે.)
અનંત કાળચક્ર બરાબર એક પુદ્ગલપરાવર્તન થાય છે. અવસર્પિણી અને ઉત્સર્પિણીના પ્રત્યેકના છ આરા છે. અવસર્પિણીના સુષમાસુષમા નામનો પહેલો આરો ચાર કોડાકોડી સાગરોપમનો હોય છે. બીજો સુષમા નામનો આરો ત્રણ કોડાકોડી સાગરોપમનો, ત્રીજો સુષમાદુષમા નામનો આરો બે કોડાકોડી સાગરોપમનો, ચોથો દુષમાસુષમા નામનો આરો એક કોડાકોડી સાગરોપમમાં બેતાલીસ હજાર વર્ષ ઓછાં-એટલા કાળનો હોય છે. પાંચમો દુષમા નામનો આરો જે હાલ ચાલી રહ્યો છે તે એકવીસ હજાર વર્ષનો છે અને છઠ્ઠો દુષમાદુષમા નામનો આરો પણ એકવીસ હજાર વર્ષનો છે.
ઉત્સર્પિણીમાં આનાથી ઊલટો ક્રમ હોય છે. એમાં પહેલો આરો
દુષમાદુષમા, બીજો આરો દુષમા, ત્રીજો આરો દુષમાસુષમા, ચોથો આરો સુષમાદુષમા, પાંચમો આરો સુષમા અને છઠ્ઠો આરો સુષમાસુષમા છે. દરેક આરાનો કાળ તેના નામ પ્રમાણે હોય છે. આમ દસ કોડાકોડી સાગરોપમની અવસર્પિણી અને દસ કોડાકોડા સાગરોપમની ઉત્સર્પિમી એમ મળીને વીસ કોડાકોડી સાગરોપમનું એક કાલચક્ર થાય છે.
આલિકાની બીજી રીતે ગણતરી ગણતાં ૨૫૬ આવલિકા
છે.
જૈન દર્શનમાં આવી રીતે ગણતરી કરવામાં આવેલા કાળને બરાબર એક ક્ષુલ્લક ભવ. (અર્થાત્ નાનામાં નાનું આયુષ્ય-વ્યવહારકાળ તરીકે ઓળખવામાં આવે છે. એ મનુષ્યલોકમાં હોય smanllest life existence). આ આયુષ્ય નિગોદના જીવોનું હોય છે. એક શ્વાસોચ્છ્વાસ એટલે કે પ્રાણ જેટલા કાળમાં નિગોદના જીવોના ૧૭ પૂર્ણાંક ૧૩૯૫/૩૭૭૩ એટલે લગભગ સાડા સત્તર ક્ષુલ્લક ભવ થાય).
એ ચાર ભેદ અને તે દરેકના સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદ. એમ પુદ્ગલપરાવર્તનના આઠ ભેદ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ બધાં મળી આઠ ભેદે પુદ્ગલ-પરાવર્તન થાય છે. એનો આખો જુદો
વિષય છે.
વાસ્તવિક જીવનમાં મિનિટ-કલાક, દિવસ-રાત ઇત્યાદિ કાળની ગણના છે તે વ્યાવહારિક કાળના સ્વરૂપની દૃષ્ટિએ છે. આ કાળને આધારે જ્યોતિષ વિજ્ઞાનની રચના થયેલી છે. આ કાળના આધારે આયુષ્યની ગણતરી થાય છે. આ કાળના આધારે આપણે જીવનક્રમ ગોઠવીએ છીએ, નિશ્ચિત સમયે સ્થળાંતર કરીએ છીએ, બીજાઓને ટાઇમ આપી શકીએ છીએ. એને આધારે બસ, રેલવે, વિમાન, જહાજ વગેરે ચાલે છે. એના આધારે નોકરી, વેપારીધંધા, ઉદ્યોગો, સરકારો વગેરે ચાલે છે. એને આધારે વચન અપાય છે અને પળાય છે. પરંતુ આ કાળને વ્યવહારકાળ તરીકે જૈન દર્શનમાં ઓળખવામાં આવે છે.
જૈન દર્શનમાં કાળના વ્યવહારકાળ અને નિશ્ચયકાળ એવા બે
મુખ્ય ભેદ છે. જૈન દર્શન પ્રમાણે આ સમગ્ર વિશ્વ છ દ્રવ્યોનું બનેલું છે. ૧. જીવ, ૨. પુદ્ગલ, ૩. ધર્મ, ૪. અધર્મ, ૫. આકાશ અને ૬. કાળ. આમાં પહેલાં પાંચ તે અસ્તિકાય છે; જીવાસ્તિકાય,