________________
*
તા. ૧૬-૪-૨૦૦૦
પ્રબુદ્ધ જીવન
‘વીરપ્રભુનાં વચનો'
(૧)
D ડૉ. રણજિત પટેલ (અનામી)
જેમ બીજ વૃક્ષનું કારણ છે તેમ કર્મ સંસારનું કારણ છે. અજ્ઞાન જીવ પોતાના જ કર્મે કરી નીચે ને નીચે જાય છે-જેમ કૂવો ખોદના નીચે ઊતરતો જાય છે તેમ. અને જે જીવ શુદ્ધ અંતઃકરણવાળો છે તે પોતાના કર્મે કરી ઊંચે ને ઊંચે જાય છે-જેમ મહેલ બાંધનાર ઊંચે ચઢતો જાય છે તેમ. ભગવાન મહાવીરના આ મૌલિક ઉપદેશની પાછળ દર્શન, જ્ઞાન, ચારિત્ર્યનો મહિમા તો છે જ, ઉપરાંત અહિંસા, તપ ને વૈરાગ્યનું પણ ચરમ-પરમ ગૌરવ છે. વીરપ્રભુનાં સેંકડો નહીં પણ હજારો વચનોમાંથી પંદરેક વચનોનું ડૉ. રમણલાલ શાહે એમની પ્રાસાદિક લોકભોગ્ય શૈલીમાં ‘વીરપ્રભુનાં વચનો' નામના પુસ્તકમાં વિવરણ કર્યું છે.
જેવું ને ભુજાઓથી સાગર તરવા જેવું દુષ્કર છે પણ ભુજંગની જેમ એકાન્તદષ્ટિથી -એકાગ્રતાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી રત્નત્રયીમાં રમમાણ રહે, શીલની નવ વાડથી સુરક્ષિત રહે તો વિષય અને કષાયને અતિક્રમી સ્પર્શેન્દ્રિયના અનાદિ સંસ્કારમાંથી મુક્તિ મેળવી સાધુપણાને શોભાવે. (૫) ‘જે ગુપ્ત રાખવા જેવું હોય તે કહી ન દેવું' એ સંસારીઓ માટે કઠોર સાધના છે, તો સાચા સાધુઓ માટે સ્વભાવ-સહજ છે. ‘નરો વા કુંજરો વા’-વૃત્તિ અનેકમાં હોય છે પણ સાધુ માટે વચનગુપ્તિ સંયમની પારાશીશીરૂપ છે, હિંદુ ધર્મમાં પાપોનું પ્રાયશ્ચિત્ત, જૈન ધર્મમાં ‘આલોયણા’-આલોચના ને ખ્રિસ્તી ધર્મમાં ‘Confessions'-એકરારની વ્યવસ્થા છે, પણ ખુલ્લી કિતાબ જેવા સાધુસંતોના જીવનને કશાનો જ ભય હોતો નથી. (૬) તો‘અર્થયુક્ત વાતો શીખવી, નિરર્થકને ત્યજી દેવી' આ સૂત્રને જીવનમાં ચરિતાર્થ કરવા માટે વિમલ, વિવેક ને અતંદ્ર જાગ્રુતિની આવશ્યકતા છે. ભૌતિક કે આધ્યાત્મિક સિદ્ધિ મેળવવા કાજે પણ આ સૂત્ર ધ્રુવતારક સમાન છે. પ્રમાદી બની, પરિસ્થિતિના પ્રવાહમાં તૃણવત તણાવાને બદલે આત્મભાવમાં સ્થિર રહેવાનું અહીં ઉદ્બોધન છે.
વીરપ્રભુનાં એ પંદર વચનોમાં એકદમ સાદી લાગતી આ સૂત્રાત્મક વાણીમાં, લૌકિક તેમજ અલૌકિક દૃષ્ટિએ કેવી આર્ષવાણીનું સર્વકાલીન ને સર્વજનીન દર્શન છૂપાયું છે તે અતિસંક્ષેપમાં જોઇએ. (૧) કાળ લોકક્ષયકારી છે તેમજ લોકકલ્યાણકારી પણ છે-જો એના મર્મને સવેળા પામી શકાય તો. કાળરૂપી આખલાને શિંગડેથી પકડીને વશ રાખવો જોઇએ એમ જ્ઞાની પુરુષો કહે છે; પણ પ્રમાદી પ્રકૃતિને કારણે સંસારીઓનો કાળ પ્રભુ ક્ષય કરે છે, જ્યારે અતંદ્ર જાગ્રતિ સેવનાર અધ્યાત્મ-પ્રેમીઓનો ઉદ્ધાર કરે છે. ‘કાલે કાલ સમાયરે...’ યોગ્ય સમયે યોગ્ય કરી લેવું એ
મહાવીર પ્રભુની વાણી સર્વકાલીન ને સર્વજનીન છે. લેખને અંતે ડૉ. શાહ લખે છે તેમાં એમની ચિંતનપ્રધાન પ્રકૃતિનો પરિચય થાય છે. દા. ત. 'કાળ સાપેક્ષ છે. સૂર્યચન્દ્ર ફરે છે તે માટે કાળ ફરતો દેખાય છે, પણ અંતરીક્ષમાં એવાં પણ સ્થળો છે કે જ્યાં કાળ થંભી ગયેલો લાગે. જેઓની આત્મ-સ્વભાવમાં રમણતા છે ત્યાં કાળ જાણે સ્થિર થઇ ગયો હોય એવી સૂક્ષ્માનુભૂતિ થાય છે. જ્યાં ત્રિકાળજ્ઞાન છે, કેવળજ્ઞાન છે ત્યાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળનું જ્ઞાન એકરૂપ હોય છે. યુગપદ્ હોય છે. (પૃ. ૬) (૨) અતિવેળા ન બોલવું' આ માર્મિક વચનના ત્રણ અર્થ થાય છે. વેળાનો એક અર્થ સમય, બીજો મર્યાદા અને લક્ષણાથી, ત્રીજો અર્થ કવેળા. વ્યાવહારિક તેમજ આધ્યાત્મિકથી, ત્રીજો અર્થ કવેળા. વ્યાવહારિક તેમજ આધ્યાત્મિક જીવનમાં લેખે લાગે તેવું પ્રત્યેક પરિસ્થિતિને આવરીને, સમાવી લેતું આ ત્રિકાલાબાધિત સત્ય-વચન છે. ભગવાન મહાવીરે આ બે શબ્દોમાં જ વાણીના સંયમનો અને વક્તવ્યના ઔચિત્યનો-મહિમા કેટલી સચોટ રીતે દર્શાવ્યો છે ! અનેક વક્તાઓએ અને સભા સંચાલકોએ એમાંથી બોધપાઠ લેવા જેવો છે.' અત્યારના સંદર્ભમાં લોકસભાના સાંસદોએ તો ખાસ ! (૩) ક્ષુધા, તૃષા, કામ, ધન, યશ, વિજય, પદ અને સત્તાની આંધળી ને અવિવેકી આતુરતા માણસજાતિમાં કેવી કેવી વિકૃતિ સર્જે છે તેનું દુઃખદ-કરુણ-સ્વરૂપભાન ભગવાન મહાવીરે અતિ લાધવથી કેવળ બે જ શબ્દમાં જ-આતરા પરિત્તાવેત્તિમાં કરાવ્યું છે, તો :
‘સાધુમારગ સાંકડા, જૈસા પેડ ખજૂર; ચડે તે ચાખે પ્રેમ રસ, પડે તો ચકનાચૂર.'
૧૫
(૪) એ ‘દુક્કરં કરેઉં...’ લેખનો સાર છે. યૌવનમાં સાધુપણાનું પાલન, લોઢાના ચણા ચાવવા જેવું, તલવારની ધાર પર ચાલવા
આતંકવાદીઓ ઝાઝા છે પણ આતંકદર્શી વિરલ છે. આતંકદર્શી (૭) ‘આતંકદર્શી પાપ કરતો નથી'...આજની દુનિયામાં એટલે દુઃખના સ્વરૂપને સમજનારો-જાણનારો. રાગ અને દ્વેષના
પ્રગાઢ અંધકારમાં લિપ્ત મિથ્યાવાદી જીવ પાપકર્મો આચરે છે ને
કર્મના સિદ્ધાંત અનુસાર તે નરકનાં દુ:ખ ભોગવે છે. સંસારના સ્વરૂપને શાતા-દષ્ટા-ભાવથી નિહાળી, રાગદ્વેષથી મુક્ત રહે છે ને મુક્તિ પામે છે. આવો આતંકદર્શી પાપ કરતો નથી.
(૮) ૨સાલંકારશાસ્ત્રમાં હાસ્યનું ગમે તે સ્થાન હોય ને સચરાચર સૃષ્ટિમાં માત્ર માનવી જ હસતું પ્રાણી હોય તો પણ ઔચિત્ય અને ગૌરવની દૃષ્ટિએ મુનિએ અમર્યાદ હસવું જોઇએ નહીં-એ વીર પ્રભુની વાણી સર્વથા ઉચિત છે. અહીં ‘અમર્યાદ' વિશેષણની સાર્થકતા લક્ષમાં લેવા જેવી છે. (૯) અન્ન બ્રહ્મ છે અને શરીર ધર્મસાધનાનું સાધન છે. અન્ન દ્વારા એ સાધનાને સદ્ધર તો રાખવું જોઇએ પણ ‘જીવવા માટે ખાવાથી માંડીને ખાવા માટે જીવવા' જેવી મનોદશા જ્યારે સમાજમાં વિકસતી જતી હોય ત્યારે વિશેષતઃ જૈન મુનિઓએ, ઇન્દ્રિય-સંયમ, જીવદયા, ભક્ષ્યાભક્ષ્ય, વિવેક અને કર્મના સિદ્ધાંતને સતત ખ્યાલમાં રાખી પથ્ય ને મિતાહાર કરવો જોઇએ એમ ભગવાનનું કહેવું છે. (૧૦) સૌ એષણાઓમાં વિત્તેષણા અતિ પ્રબળ છે...અને છે. એટલે કેટલાક તો અર્થના અનર્થને અવગણીને ચોરી, દાણચોરી, આપણાં સામાજિક મૂલ્યોમાં સુવર્ણમાં સર્વ મૂલ્યો સમાઈ જતાં માન્યાં કરચોરી, લૂંટ કે હત્યા દ્વારા પણ ધનનો સંચય કરે છે...ને જે દાન ઉપભોગ કરી શકતા નથી તે અંતે ઉભયનો-કંજુસનો ને ધનનો-નાશ થાય છે; એટલે જ આપણા સંતો અને શાસ્ત્રો સતત વિદ્યા-જ્ઞાન ને અધ્યાત્મરૂપી ધનનો મહિમા કરે છે. (૧૧) દુનિયામાં કામ, ક્રોધ, ને મોહ કરતાં પણ લોભનું પ્રાબલ્ય વિશેષ છે. એને પ્રતાપે યેનકેન પ્રકારેણ પરિગ્રહની માત્રા વધતી જાય છે. એક ઠેકાણે ટેકરો થતાં બીજે સ્થળે ખાડો પડે છે ને પછી તો આર્થિક અસમાનતા એવી કક્ષાએ પહોંચે છે કે તે વર્ગવિગ્રહમાં પણ પરિણમે છે.
કે