________________
તા. ૧૬-૪-૨૦૦૦
પ્રબુદ્ધ જીવન
રત્નના લઘુભાવનું જનક જે પૂર્વે કદાપિ જીવ પામ્યો નથી. ઉવસગ્ગહર સ્તોત્રમાં પણ કહ્યું છે કે ‘તુહ સમ્મત્તે લદ્વે ચિંતામણિ કપ્પપાયવબ્બહિયે પાર્વતિ અવિશ્વેશં જીવા અચરામર ઠાણું, સમ્યકત્વ જે ચિંતામણિ રત્ન તથા કલ્પવૃક્ષથી અધિકતર છે તે પ્રાપ્ત થતાં જીવો વિના વિટંબણાએ અજરામર એવું મોક્ષસુખ પામી જાય છે.
કર્મસંતાનસંવિષ્ટિત આત્માને કર્મના યોગથી રહિત બનાવવા માટે સૌ પ્રથમ આવશ્યકતા ભવ્યત્વ સ્વભાવની, પછી ભવિતવ્યતાની, પછી કાળની, તે પછી કર્મ તથા પુરુષાર્થની છે. ભવ્યત્વ સ્વભાવ વગર જીવ વ્યવહારરાશિમાં આવે છતાં પણ તે ક્યારે પણ કાળની અનુકૂળતા પામી શકે નહીં. જીવનો ભવ્યત્વ સ્વભાવ હોવા છતાં પણ જો ભવિતવ્યતાની અનુકૂળતા ન મળે તો તે વ્યવહારરાશિમાં આવી ન શકે. ત્યાં કાળની અનુકૂળતા કયાંથી મળે ? ભવ્યત્વ સ્વભાવ અને ભવિતવ્યતા સાનૂકૂળ રહે તો જીવ વ્યવહારાશિમાં મૂકાઇ જાય તો ગમે ત્યારે તેને કાળની અનુકૂળતા મળી જ રહેવાની. પરંતુ જ્યાં સુધી કાળની અનુકૂળતા ન મળે ત્યાં સુધી કર્મોની અનુકૂળતા મળે તો પણ તે નકામી નીવડવાની. કર્મોની અનુકૂળતા અનાદિકાલીન જીવને જે જડ કર્મોનો યોગ છે તેને સર્વથા દૂર કરવાની ઈચ્છા સરખી કરાવવા માટે સમર્થ નીવડવાની નહીં,
૧૩
અનુકૂળતા ભવિતવ્યતાદિ અનુકૂળ હોય તો કાર્યસાધક નીવડે. શાસ્ત્રકારોએ તેથી જ ચ૨માવર્તકાળની વાત કરી છે. અહીં પણ
કર્મોની ચરમોત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થાય ત્યારપછી જ શુદ્ધ ધર્મરૂપ
સમ્યકત્વ જે સર્વ ઇષ્ટને પૂર્ણ કરવા કલ્પવૃક્ષ જેવું છે તેના બીજની જ પ્રાપ્તિ થાય. ચ૨માવર્તકાળ માત્ર ભવ્ય જીવોને જ પ્રાપ્ત થઇ શકે. છે, કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય અભવ્યો તેમજ દુર્ભવ્યોને પણ પ્રાપ્ત થઇ શકે છે. ચ૨માવર્તકાળમાં આવ્યા પછી જીવ ક્યારે પણ અચરમાવર્તકાળમાં સરી પડતો નથી; જ્યારે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયા પછી પણ જીવને કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ વારંવાર, અનંતીવાર થઇ શકે છે. જીવ જ્યારે આઠેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તતો હોય ત્યારે ક્લિષ્ટ આશયવાળો હોઇ તે ધર્મ પામી શકતો નથી. જ્યારે આયુષ્ય કર્મ સિવાય સાતેય કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમની થાય ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ છે એમ કહેવાય. સાતેય પ્રકારનાં કર્મોની સ્થિતિ એટલે સુધી ઘટી જાય કે કોઇપણ કર્મ એક કોટાકોટિ સાગરોપમ જેટલી સ્થિતિથી અધિક રહેવા ન પામ્યું હોય તેમાંથી પણ એક પલ્યોપમના અસંખ્યાત ભાગ જેટલી સ્થિતિ ખપી જવા પામતાં કર્મલતાને પામેલા જીવને ગ્રંથિદેશે આવેલો કહી શકાય. આટલી કર્મલઘુતા ભવ્યો, અભવ્યો, દુર્ભવ્યો પણ પામી શકે છે. ત્યારપછી ભવ્યો જ ગ્રંથિદેશે પહોંચી ગ્રંથિ ભેદવાનો પુરુષાર્થ કરી શકે છે, અન્યો નહીં. ત્યારબાદ તેઓ દ્રવ્યશ્રુત અને ચારિત્રશ્ચંત પામી શકે છે. ભવ્ય સિવાયના બે જીવો અભવ્યો અને દુર્ભવ્યો ઉપર જણાવેલી કક્ષાએ પહોંચી ઉત્કૃષ્ટ સાધુપણું પાળી નવત્રૈવેયક સુધી કે નવપૂર્વના જ્ઞાનને પામી શકે છે. પરંતુ શુદ્ધ ભાવની ખામીના લીધે મિથ્યાત્વમોહનીયનો હ્રાસ ન થવાથી વાસ્તવિક ફળ મળતું નથી. દેવલોકમાં જઇ એવાં અશુભ કર્મો તેઓ ઉપાર્જે છે કે સંસાર પરિભ્રમણનો નાશ કરી શકતા નથી.
ગ્રંથિદેશે આવેલો જીવ વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધી રહી શકે. અહીંથી તે ક્યાં તો આગળ વધે, સમ્યગ્દર્શનાદિ ગુણો પામે અથવા પીછેહઠ પણ કરે. અહીં આવેલો જીવ પુરુષાર્થ કરવા તત્પર બને, તેને ફોરવે અને જો સમ્યગ્દર્શન ગુણને વમે નહીં, ટક્યો રહે તો પ્રગતિ સાધનારો બને, અસંખ્યાત કાળ સુધી ગ્રંથિદેશે ટકી રહે પરંતુ તે પ્રગતિ સાથે એવો નિયમ નથી.
ગ્રંથિભેદ થવામાં કાળની પરિપક્વતાની અપેક્ષા રહે છે. જે જીવની મુક્તિ એક પુદ્ગલપરાવર્ત કાળની અંદર થઇ જવાની છે તેઓમાં મોક્ષ પામવાની ઇચ્છા થઇ શકે છે. જેઓનો કાળ તેથી અધિક હોય છે તેઓમાં આવી ઇચ્છા થતી નથી. તે માત્ર ચરમાવર્તકાળને પામેલા જીવમાં પેદા થઇ શકે છે. આગળ જઇએ તે પહેલાં ગ્રંથિભેદ એટલે શું ? કર્મગ્રંથિ એ એક પ્રકારનો આત્માનો ગાઢ પરિણામ છે અને તેને અન્ય પરિણામથી ભેદવાનો છે. કર્મગ્રંથિ પરિણામ તે આત્માનો ગાઢ રાગ-દ્વેષમય પરિણામ છે. તેને ભેદવાનો છે. ગ્રંથિપરિણામ તે મોહનીય કર્મથી પેદા થયેલો છે. તેને એવા પરિણામથી ભેદવો જોઇએ કે જે સીધો મોહનીયકર્મ પર ઘા કરે. આ પરિણામે રાગ અને દ્વેષ બંનેને ભેદવા જોઇએ. ભેદવો એટલે રાગ અને દ્વેષની ગાઢ અસરને ટાળવાની છે, નાકામિયાબ બનાવવાની
જીવ જ્યારે ચરમાવર્તકાળમાં આવે તે પછી જ કર્મ સંબંધી છે. આ માટે રાગ અને દ્વેષ પાતળા પાડતા પાડતા તદ્દન શૂન્યવત્
બનાવવાથી આ પરિણામ નિષ્પન્ન થઇ શકે. જેવી રીતે ક્ષમાના પરિણામથી ક્રોધને, લક્ષ્મિના લોભને દાનવૃત્તિથી નાકામિયાબ
બનાવાય તેવી રીતે તેને નબળા, પાતળા, નહીંવત્ બનાવવા જોઇએ.
ભવ્યાત્માઓ જ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે આવ્યા પછી ભવિતવ્યતાદિના સુયોગે સુપુરુષાર્થ કરી અપૂર્વકરણને પામી, ભવિતવ્યતાદિની અનુકૂળતાનો સુયોગ થતાં પ્રગતિશીલ બની અપૂર્વકરણ દ્વારા રાગ દ્વેષના ગાઢ પરિણામને ભેદી તે પછી ભવ્યાત્માઓ અનિવૃત્તિકરણ દ્વારા સમ્યક્ત્વને પામે છે. યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિદેશે આવ્યા પછી અપૂર્વકરણ પામે તેવો નિયમ નથી. અનંતિવાર અહીં આવે પણ અપૂર્વકરણ ન પામે. ગ્રંથિદેશે આવ્યા વગર કોઇપણ જીવ અપૂર્વકરણ પામે નહીં પરંતુ જે જીવ અપૂર્વકરણ પામે તે જીવ નિશ્ચિતપણે ગ્રંથિ ભેદે અને અનિવૃત્તિકરણ પામે છે. ત્યારપછી સમ્યકત્વ પામે.
આ બંને વગર કોઇપણ જીવ શુદ્ધ ધર્મરૂપ સમ્યકત્વ પામે નહીં. તેથી શુદ્ધ ધર્મરૂપ સમ્યકત્વ મેળવવા માટે અપૂર્વકરણ માટે જ મહેનત થવી જોઇએ. જેની પ્રાપ્તિ આત્માના શુભ પરિણામોથી થાય છે. શ્રી સીમંધરસ્વામી ચૈત્ય વંદનની છેલ્લી લીટી કહે છે કે ‘ભાવ જિનેશ્વર ભાણને દેજો સમકિત દાન (૫)'.
ધર્મના રાગ અને પાપના દ્વેષ થકી જ પાપથી મુક્ત અને ધર્મમય બની જીવ રાગદ્વેષથી મુક્ત થાય છે. અપૂર્વકરણ પામેલો જીવ તરત જ અનિવૃત્તિકરણ પામે છે. અને તે થકી આત્માનો સમ્યગ્દર્શન ગુણ પ્રગટે છે. કર્મગ્રંથિ ભેદાયા પછી જીવમાં જે પરિણામ પેદા થાય તેને અનિવૃત્તિકરણ કહેવાય છે, કારણ કે એ પરિણામ પામેલો જીવ સમ્યકત્વના પરિણામને પામ્યા વિના પીછેહઠ કરતો નથી.
સમ્યકત્વને પામેલા પુણ્યાત્માઓએ સમ્યકત્વના સંરક્ષણની કાળજી રાખવાની સાથોસાથ, દિન પ્રતિદિન તે વધુ વે વધુ' શુદ્ધ