SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૨૦૦૦ શકે છે. જીવાદિ પદાર્થો જેવાં સ્વરૂપના છે તેવાં સ્વરૂપે જાણવા અને માનવા એ સમ્યકત્વ છે. ચરમાવર્તકાળમાં આવેલાં જીવો કે જેનાં કર્મો એક કોટાકોટિ સાગરોપમથી વધુ નથી તેવાં જીવો અચ૨માવર્તકાળમાં જાય જ નહીં અને તે કર્મો અર્ધપુદ્ગલ પરાવર્તકાળથી ન્યૂન થાય ત્યારે સમ્યકત્વની હાજરી છે જ અને તેઓ તે સમયમાં મોક્ષ પામે છે. પ્રબુદ્ધ જીવન તેમાં સંતોષ એ વિચારસરણી ભૂલ ભરેલી છે. ધર્મ તો જેટલો કર્યો તેમાં અસંતોષ રહેવો જોઇએ અને પરિગ્રહાદિમાં સંતોષ હોવો જોઇએ. આ બે વિચારો જેના જીવનમાં વણાઇ ગયાં છે તેમનામાં સમ્યકત્વ છે અથવા તો તે દૂર નથી એમ માનવામાં હરકત નથી. તે આવ્યાથી શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ ઉપાસ્ય લાગે તેથી વિપરીત ત્યાજ્ય લાગે. સંસારની બાબતમાં અસંતોષ એ પાપ છે અને ધર્મની બાબતમાં સંતોષ પાપ છે. આ માન્યતા સમ્યકત્વ છે તેની નિશાની છે. થોડો ધર્મ કરીને સંતોષ પામવો એ પાપ છે, કેમકે ઘણું કરી લીધું એમ મનાય છે; જ્યારે સંસારમાં સારું આરોગ્ય, સ્વસ્થ શરીર, સુંદર, સુશીલ સ્ત્રી, ધનધાન્યાદિની છોળ, પુત્ર-પુત્રાદિ પરિવાર, વાડી, વજીફો તથા અન્ય સાંસારિક સામગ્રી હોવા ચતાં પણ વધુ માટે તલસાટ એ પાપ છે એવું સામાન્ય જનની માન્યતા ત્યારે થાય છે, જ્યારે મિથ્યાત્વ હોય. જીવાદિ તત્ત્વોના સ્વરૂપનું જ્ઞાન સમ્યકત્વ પામવાનું સાધન છે. જીવાદિ તત્ત્વોના સ્વરૂપનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન એ સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવવાનું સાધન છે. કોઇ પણ ધાર્મિક પ્રવૃત્તિ, સામાયિક, ચૈત્યવંદન, પ્રતિક્રમણાદિ અનુષ્કાનો સમર્પિત ભાવોથી, તન્મય, તદાકાર, તદ્રુપ, તક્ષેશ્યા સહિત સુયોગ્ય પુરુષાર્થ કરી વદ્વમાણીએ સદ્ધાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ અને અણુપ્પકાએ કરાય તેમાં અનુપ્રેક્ષા અત્યંત જરૂરી જેનાથી સમકિત પામવાનું અચલ, સુદઢ સાધન મળી રહે છે. મોક્ષ એ સાધ્ય છે અને સમ્યકત્વ તે માટેનું સાધન છે. સમ્યકત્વ ત્યારે પમાય કે જ્યારે જિનેશ્વરના વચનમાં અનુરક્તતા, તે પ્રમાણે ભાવપૂર્વકનું આચરણ, મલનું ઓછાપણું ત્યારબાદ પસ્તિ સંસારી થનારે મુનિસુંદરસૂરીશ્વરજીએ જયાનંદ કેવળી ચરિત્રમાં જણાવ્યા પ્રમાણે સિદ્ધિપદને પમાડનારી સામગ્રી જેવી કે મનુષ્યપણું, આર્યદેશ, શ્રુતિ, શ્રવણાભિલાષ, શ્રદ્ધા એટલે કે પાકી ધર્મશ્રદ્ધા જે વિશેષ કરીને દુષ્પ્રાપ્યા છે તે જ્યારે ભવ્ય જીવો આત્મસાત્ કરે ત્યારે જ સિદ્ધિપદ પ્રાપ્ત કરે છે. આ બધામાં વિશેષ કરીને સુદઢ ધર્મશ્રદ્ધા અત્યંત મહત્ત્વની અને આવશ્યક છે. ધર્મ માત્ર તીર્થાદિ-દેરાસરોમાં જ થઇ શકે છે તેમ ન સ્વીકારતાં ધર્મ દરેક ઠેકાણે થઇ શકે છે તેમ માનવું જોઇએ. અધર્મ કરતાં કરતાં પણ જો હૈયે ગ્લાનિ હોય, દુઃખ હોય, પશ્ચાત્તાપ હોય તો ધર્માભિમુખ થવાની શક્યતા છે. પરિગ્રહાદિમાં અસંતોષ અને થોડો ધર્મ કર્યોવરણીયના ક્ષયોપશમ વિના શક્ય નથી. સમ્યગદર્શન કહો, યથાર્થદર્શન કહો, આત્મદર્શન કહો, મોક્ષમાર્ગનું દર્શન, તત્ત્વપ્રતીતિ કો બધાં એકાર્થી શબ્દો છે. આ સમ્યકત્વને સ્થિર કરવું, નિર્મળ કરવું, મલિન કરનારા દોષોનું જ્ઞાન હોવું, ક્યારે, કોણ, કેવી રીતે તે પામે તથા તેને વમી નાંખવું ન જોઇએ તેનું પણ જ્ઞાન જોઇએ. ૧૧ રખડતા, રઝળતા મહાપુણ્યના યોગથી સારી સામગ્રી સાથે મનુષ્ય ભવ પામી તેને સફળ કરવા સુપુરુષાર્થ કરી સમ્યકત્વ મેળવી, પ્રગટાવી મોક્ષપુરીએ પહોંચવું રહ્યું. તત્ત્વજ્ઞાનને પામેલો આત્મા સંસારમાં રહે, તેવા પ્રકારના કર્મોના ઉદયથી વિરતિ ન પામે, વિરાગ જરૂર હોય, ભોગ ભોગવે પણ વિરાગ જીવતો હોય. ભવિતવ્યતાના પરિપાક રૂપે નિગોદમાંથી નીકળેલો જીવ વ્યવહારરાશિમાં આવ્યા પછી સંસારની ચાર ગતિઓમાં ભટકતા, મનુષ્યપણું, આર્યક્ષેત્રાદિ પામ્યાથી કે માત્ર ઉત્તમ કુળ, જાતિ, બળ, રૂપ, દીર્ઘ આયુષ્ય, નિરોગી શરીરથી જિનેશ્વરના ધર્મની પ્રાપ્તિ થતી નથી. આ ઉપરાંત સાચા ખોટાનો સુ-કુનો વિવેક થવો જોઇએ; જે દર્શનમોહનીયના ક્ષયોપશમપૂર્વકના જ્ઞાનાવરણીય અને દર્શના સંસારની સ૨નામણી સમુદ્ર સાથે કરાઇ છે. જેવી રીતે સમુદ્રમાં મોટા મોજાં, મગરમચ્છો, આવર્તે, વડવાનલાદિ હોય છે તેવી રીતે સંસારમાં સુખદુઃખાદિ મુશ્કેલીઓ, રોગ-શોકાદિ ઝંઝાવાતો, કલાહાદિ અંતરાયો હોય છે. તેવી રીતે સમુદ્રના તળિયે રત્નસમુદાય રહ્યો હોય છે જેને પ્રાપ્ત કરવા ઉંડાણે પહોંચવું પડે છે, મહા મુશ્કેલીએ રત્નો હાથવગાં થાય છે તેવી રીતે સંસાર સાગરમાં સમ્યકત્વરૂપી રત્ન શોધી પ્રાપ્ત કરવા માટે સુયોગ્ય, દીર્ઘ, સતત સુપુરુષાર્થ અપેક્ષિત છે. સહસ્રાવધાની આચાર્ય મુનિસુંદરસૂરિ મહારાજે કહ્યું છે કે જે જીવો સ્વભાવે ભવ્ય હોતા નથી તેઓ ધર્મોપદેશને યોગ્ય જ નથી; સ્વભાવે ભવ્ય જીવો જેઓનો સંસારકાળ એક પુદ્ગલ પરાવર્તકાળથી અધિક છે તેઓ પણ તેને યોગ્ય નથી. ભવ્યો કે જેમનો કાળ એક પુદ્ગલપરાવર્તથી અધિક નથી, જેઓ ચરમાવર્તકાળમાં આવ્યા છે, તેમાં પણ અપુનર્બંધક અવસ્થાવાળા છે તેઓ જ તેને યોગ્ય છે. આવા જીવો પણ બે પ્રકારના છે. એક સમ્યગ્દર્શન ગુણને નહીં પામેલા અને સમ્યગ્દર્શન ગુણને પામેલા ચરમાવર્તને પામેલા ભવ્ય જીવોનો સંસારકાળ જ્યાં સુધી અર્ધપુદ્ગલ-પરાવર્તથી અધિક બાકી હોય ત્યાં સુધી તેઓ પણ તે ગુણ પામી શકતા જ નથી. મનુષ્યપણાથી માંડી ધર્મશ્રવણ સુધીની સામગ્રી અભવ્યો અને દુર્ભવ્યો પણ પામી શકે છે; પરંતુ ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ તો માત્ર ભવ્યાત્માઓ જ કરી શકે છે. મોક્ષનો અભિલાષ માત્ર ભવ્યાત્માઓને જ થઇ શકે છે જેમનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તનો હોય. મંદ મિથ્યાત્વીને મોક્ષની રુચિ હોય પણ મોક્ષના સાચા માર્ગની રુચિ ન હોય ! સમ્યગ્દર્શી ભવ્યાત્માઓ સુદેવ, સુગુરુ અને સુધર્મની માન્યતાવાળા હોય; દેવ, કુગુરુ, કુધર્મને ત્યજનારા હોય, એવી ઉત્તમ મનોદશા મિથ્યાત્વનો એટલે દર્શનમોહનીયાદિનો ક્ષયોપશમ થયા વિના પ્રગટી શકતી નથી. જેમનો સંસારકાળ અર્ધપુદ્ગલપરાવર્તથી વધુ હોતો નથી તે દરમ્યાન દર્શનમોહનીયકર્મનો ઉપશમ અને ક્ષયોપશમ થઇ શકે છે જેનાથી જિનેશ્વર દેવોએ જણાવેલા મોત્રમાર્ગની રુચિ પ્રગટી શકે છે. ઉપર જણાવેલી સામગ્રી ઉપરાંત સમ્યગ્નાન, સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્ર રૂપ મોક્ષમાર્ગની આરાધના દ્વારા જ ભવ્યાત્માઓ સર્વવિરતિને, અપ્રમત્તભાવને, ક્ષપક શ્રેણિને અને તેમાં રાગદ્વેષનો સર્વથા ક્ષય કર્યા પછી જ કેવળજ્ઞાન પામે છે. તેથી સહસ્રાવધાની આયાર્ય શ્રી મુનિસુંદરસૂરીશ્વરે જયાનંદ કેવળી ચરિત્રમાં જણાવ્યું છે કે ધર્મશ્રદ્ધા સમ્યકત્વનું અમોલ બીજ છે.
SR No.525985
Book TitlePrabuddha Jivan 2000 Year 11 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy