SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧-૨૦૦૦ પ્રબુદ્ધજીવન સ્વરૂપ-વિજ્ઞાન અથવા જૈન પદાર્થ-વિજ્ઞાન n સ્વ. પંડિત પનાલાલ જગજીવનદાસ ગાંધી (ગતાંકથી ચાલુ) દ્રવ્યની વિચારણા બાદ આપણે ગુણ વિષે વિચારીશું. ગુણ : ગુણ શું છે ? એ પ્રશ્નના ઉત્તરથી દ્રવ્ય વિષે પણ જાણકારી મળે છે. કેવું છે ? એ પ્રશ્નના ઉત્તરથી દ્રવ્યના ગુણ-પર્યાય વિષે જાણકારી મળે છે. ગુણ એ અગાઉ જણાવ્યા મુજબ દ્રવ્યમાં ભેદ પાડે છે. એટલે કે દ્રવ્યની ઓળખ આપે છે. આમ ગુણ એ દ્રવ્યનો ધર્મ છે. ગુણ દ્રવ્યનો સ્વભાવ છે. વસ્તુ સ્વભાવ એ ગુણ છે. પદાર્થ વિજ્ઞાનમાં પણ ગુણધર્મો ઉપરથી નિશ્ચિત કયો પદાર્થ છે તેનો નિર્ણય થતો હોય છે. જેમકે રંગ પીળો છે, અકાટ્ય છે અને ધનતા અમુક છે તો તે સોનું છે. ગુણના બે ભેદ પડે છે. સામાન્ય અને વિશેષ. જે ગુણ એક કરતાં અધિક દ્રવ્યમાં હોય તેને સામાન્ય ગુણ કહેવાય છે, જ્યારે જે ગુણ તે દ્રવ્યનો પોતાનો આગવો વિશિષ્ટ ગુણ હોય તેને વિશેષગુણ કહેવાય છે. એ વિશેષગુણને પરમગુણ, પરમભાવ કે સ્વભાવ પણ કહેવાય છે. સામાન્ય ગુણ દશ છે અને વિશેષ ગુણ સોળ છે. સામાન્ય ગુણ : (૧) અસ્તિત્વ : પ્રદેશત્વથી સર્વકાળ વિદ્યમાન હોવું એ દ્રવ્યનો અસ્તિત્વ ગુણ કહેવાય છે. તે T (૩) દ્રવ્યત્વ : ॥ મુળપર્યાયવત્ દ્રવ્યમ્ ॥ આ ચોક્કસ અમુક જ દ્રવ્ય છે, એવી દ્રવ્યની પ્રતીતિ કરાવનાર, દ્રવ્યની નિશ્ચિત ઓળખ આપનાર જે તત્ત્વ દ્રવ્યમાં રહેલ છે, તે તત્ત્વને તે દ્રવ્યત્વ કહેવાય છે. ટુંકમાં સ્વતત્ત્વ ને દ્રવ્યત્વ. (૪) પ્રદેશત્વ : જે કોઇપણ દ્રવ્ય હોય તે પ્રદેશના સમૂહરૂપ છે. અસ્તિકાય કે પ્રદેશપિંડરૂપ દ્રવ્ય હોય છે. પ્રદેશનું કદ અવિભાજ્ય હોય છે. એ અવિભાજ્ય પ્રદેશને કેવળજ્ઞાનીના જ્ઞાનમાં પણ વિભાજિત કરી શકાતું નથી તેવું સૂક્ષ્માતિસૂક્ષ્મ હોય છે. આવો નાનામાં નાનો-ઝીણામાં ઝીણો સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાગ કે જેનાં આગળ વધુ ભાગ પાડવાં શક્ય નથી તેને પ્રદેશત્વ કહે છે. (૫) મૂર્તત્વ ઃ परिणामि जीव मुत्तं, सपएसा एग खित्त किरिआय; णिच्चं कारण कत्ता, सव्वगय इयर अपावेसे.' ૩ ઉપરની ગાથા નવતત્ત્વની ગાથા છે. મૂળ ગાથા ઉત્તરાધ્યયન સૂત્રની છે. મૂર્ત એટલે આકૃતિ. આકૃતિ એટલે સંસ્થાન. આકૃતિ એટલે દ્રવ્યે પોતાના કદ પ્રમાણે આકાશ ક્ષેત્રે રોકેલ હદ-જગા. આકાશપ્રદેશે દ્રવ્યે રોકેલ કદ એ દ્રવ્યનું મૂર્તત્વ. પાંચેય અસ્તિકાયના પ્રદેશપિંડને આકૃતિ-સંસ્થાન લાગુ પડે છે. દ્રવ્યે પોતાના પ્રદેશપિંડથી આકાશમાં બાંધેલી હદ તે એ દ્રવ્યની મૂર્તિ. ઉપરોક્ત વ્યાખ્યાનુસાર પાંચેય દ્રવ્યો મૂર્ત છે કેમકે પ્રત્યેક દ્રવ્યનું પોતાનું સંસ્થાન છે, આકૃતિ છે, મૂર્તિ છે. છતાં અગાઉ જણાવી ગયા તે મુજબ જેની મૂરત બદલાયા કરે છે અર્થાત્ મૂર્તમૂર્તીતરતા થયા કરે છે તે દ્રવ્ય જ વાસ્તવિક મૂર્ત છે. વિચાર કરતાં આમ કહેવું અમને ઉચિત લાગે છે. જ્યારે જે દ્રવ્યની પિંડાકૃતિ સ્થિર છે, જ્યાં મૂર્તમૂર્તીતરતા નથી તે દ્રવ્ય અમૂર્ત છે. મૂર્તમૂર્તીતરતા નથી, તેને નિષેધ રૂપે વ્યક્ત કરવા માટે અમૂર્ત જણાવેલ છે. બાકી મૂળભૂત રીતે પણ અમૂર્ત પણ મૂર્ત જ છે. પરંતુ ત્રિકાળ તેની મૂરત એક છે. વળી જે મૂર્ત છે તે રૂપી છે અને અમૂર્ત છે તે અરૂપી છે. દ્રવ્યનું ગુણકાર્ય છે તે એ દ્રવ્યનું રૂપ છે. દ્રવ્યનું આ રૂપ નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારે છે. નિત્ય એક જ ગુણકાર્ય છે, નિત્ય એક જ રૂપ છે તે અરૂપી છે. એક સરખું ગુણકાર્ય નથી તે અનિત્ય અને અનિત્ય છે તેનું ગુણકાર્ય એકસરખું હોતું નથી. એજ પ્રમાણે જે અનિત્ય હોય છે તેનું રૂપ એકસરખું હોતું નથી પરંતુ તે બહુરૂપી હોય છે. રૂપ કાળવાચક શબ્દ છે જ્યાં ઉત્પાદ વ્યય હોય છે. અમૂર્ત એક છે ક્ષેત્રવાચક શબ્દ છે. અમૂર્ત છે તે સ્થિર છે અને એકક્ષેત્રી છે. ક્ષેત્રાંતરતા છે. જે દ્રવ્યના ગુણપર્યાયમાં અનિત્યતા છે તેના આધારરૂપ જે અસ્થિર છે તે મૂર્ત છે અને એમાં સંકોચ વિસ્તાર છે તથા પ્રદેશ અસ્થિર છે. જે દ્રવ્યના ગુણપર્યાયમાં નિત્યતા છે તેના આધારરૂપ પ્રદેશ સ્થિર છે. (૨) વસ્તુત્વ : ગુણક્રિયાના સાતત્ય (નિરંતરતા)ને વસ્તુત્વ કહે છે. ઉદાહરણ તરીકે જીવનો ગુણ જ્ઞાન છે. કોઇપણ જીવાસ્તિકાય દ્રવ્ય જ્ઞાયકતા અને વેદકતા વિહોણું નહિ હોય. જીવનો આ જ્ઞાનગુણ એટલે કે જોવા, જાણવા, વેદવાની ક્રિયાનું સાતત્ય જે ચાલુ છે તે જીવનો વસ્તુત્વ ગુણ છે. જીવ અમુક સમય જ જુએ, જાણે, વેદે અને અમુક સમય જુએ, જાણે, વેદે નહિ અર્થાત્ તેટલો સમય જીવ, જીવ મટી અજીવ (જડ) થઈ જાય એવું ક્યારેય બનતું નથી, વધુ સ્પષ્ટતા એક ઉદાહરણ લઇને કરીએ. સાકરમાં સાકરની મીઠાશ (૬) ચેતનત્વ : ચેતનત્વ એટલે ચેતના, શાન-દર્શન ઉપયોગ. ચિતિ ધાતુ ઉપરથી ચેતના શબ્દ ઉદ્ભવ્યો છે. જે સુખ દુઃખના કાયમ સાકરની સાથે હોય છે. સાકર એવી નથી હોતી કે તેનીવેદનમાં ચેતે, લાગણીશીલ બને તે ચેતન. ચેતવાના અર્થમાં વેદન મીઠાશ સવારે ૮ થી ૧૨ હોય ને બપોરે ૧૨ થી ૪ નહિ હોય. એમ જો સાકર મીઠાશ વિનાની થઇ જતી હોય તો તે સાકર કહેવાય નહિ. ટુંકમાં ગુણની દ્રવ્ય સાથેની અભેદતા એ દ્રવ્યનું વસ્તુત્વ. અને જાણવાના અર્થમાં જ્ઞાનપ્રકાશ. .. (૭) અચેતનત્વ : ચેતનત્વનો અભાવ તે અચેતનત્વ. જીવત્વનો અભાવ તે અચેતનત્વ અર્થાત્ જડત્વ. (૮) અમૂર્તત્વ : મૂર્તત્વનો અભાવ અર્થાત્ જ્યાં મૂર્તમૂર્તીતરતા નથી તે અમૂર્તત્વ. (૯) પ્રમેયત્વ : જ્ઞેયત્વ, પ્રમેયત્વ એ પદાર્થમાં જણાવાનો ગુણ છે. જ્યારે પ્રમાતા- જ્ઞાતામાં અર્થાત્ જીવમાં જાણવાનો ગુણ છે. ખેંચાવાનો ગુણ છે અને લોહચુંબકમાં ખેંચવાનો ગુણ છે. લોહચુંબક ઉભયનો પરસ્પર અન્યોન્ય નિમિત્ત-નૈમિત્તિક ગુણ છે. જેમકે લોઢામાં લોઢાને જ ખેંચી શકશે પણ લાકડાને નહિ. આ નિમિત્ત-નૈમિત્તિક ગુણ-ભાવ છે. સ્વરૂપમાં સ્થિર રાખવાનું છે. આ ગુણ સૂક્ષ્મ છે અને તે મતિજ્ઞાનનો (૧૦) અગુરુલઘુત્વ : આ ગુણનું કાર્ય દ્રવ્યને પોતાના મૂળભૂત વિષય નથી. એ શ્રદ્ધાનો વિષય છે કેમકે આગમગમ્ય અને કેવળીગમ્ય વિષય છે. · અગુરુ લઘુ જે સામાન્ય ગુણ છે અને પાંચેય અસ્તિકાયમાં ઘટે છે એ અર્થમાં હાનિવૃદ્ધિ રહિત સમ છે તે અગુરુલઘુ છે. પાંચેય અસ્તિકાયના પ્રત્યેક પ્રદેશમાં ઉત્પાદ-વ્યયરૂપ ષડગુણ હાનિવૃદ્ધિ બાર
SR No.525985
Book TitlePrabuddha Jivan 2000 Year 11 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy