________________
પ્રબુદ્ધજીવન
૧૨
નેપથ્ય અવ્યવસ્થાનું રાજ ચાલે. અવ્યવસ્થા પણ એવી વ્યવસ્થિત કે મંચ માગે કે પલક માત્રમાં નેપથ્ય ધરી દે. બન્ને એકમેકના પૂરક, ખરેખર તો નેપથ્ય જ પૂ૨ક. મંચ તો માગે. આપે તો એ પ્રેક્ષકોને, બેંક સ્ટેજે કરોળિયો જાળું ધરાર બનાવી શકે, મંચ પંર નહીં. બેંક સ્ટેજ કોઈનું ઘર ન પાડે, માટે જાળું પણ ન પાડે.
અહીં વસ્તુઓ, પાત્રો, પ્રસંગો બધાં કહે છેઃ અમને જુઓ છો ને! હા, અમે જે છીએ તે નથી અને અમે નથી તે છીએ. જરાક વધારેપડતું ફિલસૂફીભર્યું લાગ્યું ને! જવા દો. તમારે તો નાટકની મોજ માણવી છે ને. પાછા કહેશો નેપથ્યમાં આ નાટક કેવું? ભ્રમ પણ સત્ય છે અને વાસ્તવિકતા પણ સત્ય છે. સત્ય સદાય સૂર્ય જેવું કેમ લાગે છે? નિબિડ અંધકાર એ શું સત્ય નથી? સત્ય કડવું જ હોય શું? સાકર એ પણ સત્ય છે. કંટક સત્ય છે તો પુષ્પ પણ સત્ય છે. મુખ અને મુખવટો અહીં સત્ય
છે.
પડદાની મખમલી, સુંદર, નેત્રદીપક, રંગીન, સુંવાળી બાજુ પ્રેક્ષકો તરફ હોય છે અને બેક સ્ટેજ તરફ હોય છે અસ્તર, ખરબચડી, કંઠણ સપાટી, રંગદેવતાનો એ બોધપાઠ છે.. એક પડદો જીવનપાઠ શીખવે એવો માતબર છે.
પડદો ઊપડે છે ત્યારે કલાકારનું દિલ ધડકે છે અને પડદો પડે છે ત્યારે પણ એનું દિલ ધડકે છે જુદી રીતે. પહેલી ધડકનમાં આતુરતા, અંદેશો, ભય, અસમંજસ, આહ્વાન વગેરે મિશ્ર લાગણીઓ હોય છે. બીજી ધડકનમાં તૃપ્તિ, આનંદ, હાશ વગેરે ઘણું સમરસ થયેલું હોય છે.
પડદો ચીરીને રંગમંચ પર ન જવાય. જે પ્રેક્ષકાગારમાંથી સીધા જ રંગમંચ પર ચડે છે. તે પડે છે. પડદાનો અનાદર કરી એને ચીરીને જનાર ચીરાઈ જાય છે. મંચ પર જવાનો ખરો માર્ગ બેંક સ્ટેજથી ફૂટે છે. બેંક સ્ટેજનો રસ્તો સાંકડો હોય છે અને દરવાજો નીચો હોય છે. જ્યાં નમીને પ્રવેશવાનું હોય છે. ઘરેથી એકટર બનીને નથી આવવાનું. ઘરેથી માણસ આવે છે. અભિનેતા અને અભિનય એની અંદર અભિપ્રેત હોય છે. એ દેખાડા માટે નથી. નાટકમાં દેખાવને સ્થાન પહેલું. દેખાડાને નહીં, બેંક સ્ટેજથી નમીને પાછો ફરે છે તે માણસ છે. રંગમંચે જેટલા. દેખાય તેનાથી વધુ જણ બેંક સ્ટેજે હોય. બધું વૃક્ષ અને મૂળ જેવું.
ઊંબરો જબરી ચીજ છે. નેપથ્ય અને રંગમંચ વચ્ચે ઊંબરો દેખાતો નથી તેથી તો વધુ સાવધાની વર્તવી પડે છે. ઊંબરો ઓળંગતાં પગનો જ નહીં, સમગ્રતાનો ખ્યાલ રાખવો પડે છે. ઊંબરાને અવગણે તેને કોણ ગણે ? ઊંબરે બેસી ન રહેવાય, ઊભા પણ ન રહેવાય. ઊંબરો ઓળંગવો જ પડે. વિવેકથી ઓળંગીએ તો સમજ વિકસે. સ્ટેજ ને બૅક સ્ટેજ વચ્ચે સીમોલ્લંધન હોય છે, દેશની સીમા, રાજ્યની સીમા, ગામની સીમ, તડકા અને છાંયડાની સીમા. રાતે ચાંદની વધુ ઘટ્ટ લાગે છે તડકા કરતાં કારણ કે અંધકાર રાતે વધુ ઘટ્ટ હોય છે. અંધાર સ્પર્શી શકાય તેવા.
તા. ૧૬-૩-૨૦૦
ઓઢી શકાય તેવો, ચોસલાં પાડી શકાય તેવો. ચાંદની તો પ્રવાહી હોય છે શેડકઢા દૂધ જેવી. પાત્રમાં ભરીને પી શકાય તેવી. શ૨૬ પૂર્ણિમાએ દૂધપૌંવા સાથે ખરેખર તો ચાંદની જ ગટગટાવવાની હોય છે. સ્ટેજ ૫૨ પ્રકાશ છે કારણ એને બેંક સ્ટેજના તિમિરનું પીઠબળ છે.
સંયુકત અંક
‘પ્રબુદ્ધ જીવન’નો ૧૬મી ફેબ્રુઆરી અને ૧૬મી માર્ચ ૨૦૦૦નો અંક આ સંયુક્ત અંક તરીકે પ્રકાશિત કરવામાં આવ્યો છે તેની નોંધ લેવા વાચકોને વિનંતી,
બેંક સ્ટેજ અતાગ-અતળ છે. ત્યાંથી ડૂબકી મારીને રંગકર્મી આવે છે. સ્ટેજ પર મુઠ્ઠી ખોલે છે. એમાંથી નાટક ઝળહળે છે. મંચ ને જીવન આમેય સરખાં છે. છૂટેલું તીર પાછું ન ખેંચી શકાય. થયું તે થયું. ન થયું તે ન થયું. નાટક એટલે પ્લે, એમાં રિપ્લે ન થઈ શકે.
બેંક સ્ટેજ બધા માટે નથી. દીવાનેઆમ નથી. દીવાને ખાસ છે. ખરેખર તો દીવાને ખાસ છે, એટલે ખાસ દીવાના હોય તેનું જ અહીં કામ. દીવાનનું કામ નહીં.
છવીસમી જાન્યુઆરીએ કન્યાશાળામાં રાતે નાટકની ભજવણી. શિયાળાની ઠંડી. સ્ટેજ એ રીતે બાંધેલું કે બેંક સ્ટેજ સીધું ઓતરાદી વંડીમાં. વંડી તો ખુલ્લી ભફામ, અમે બટુક બ્રાહ્મણ વિદ્યાર્થીના વેશમાં. શરીરે માત્ર ધોતિયું. કોઈકે બાંધી દીધેલું. છૂટી જવાના ભય સાથે. ઠંડી કહે મારું કામ. વાયરે ધ્રૂજીએ. અમારો વારો નાટકને અંતે હતો. ગુસ્સાવાળા ગુરુજી પાસે ઊભા રહેતાં ધ્રૂજીએ. સ્ટેજ ૫૨ એ અંભિનયથી પ્રેક્ષકો રાજી પણ અમે તો બેંક સ્ટેજની ટાઢથી થરથરતા હતા એ કોણ જાણે! તક મળે ત્યારે બેંક સ્ટેજે ડોકિયું કરી લઉં છું.
ભરેલું થિયેટર તો આગબોટ લાગે છે. જોવું ગમે. ખાલી થિયેટર જોયું છે મંચ પર ઊભા રહીને? ખરેખર તો થિયેટર ક્યાં ખાલી હોય છે, જ્યારે પ્રેક્ષકો નથી હોતા ત્યારે પણ! વાતાવરણ હોય છે. હવામાં સંવાદો હોય છે. અંધકારની પાંપણ પછવાડે પ્રકાશ હોય છે. ખુરશીઓની ચોપાસ તાળીઓના ધ્વનિ હોય છે. મંચ બોલે છે. નેપથ્ય સાંભળે છે. ભૂલ પડે ત્યાં પ્રોસ્પટિંગ કરે છે. ભૂલ સુધારવી એ બૅક સ્ટેજનો સ્વભાવ છે. J];
છે દિવાળીબહેન મો. મહેતા
ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભેટરકમ
સંઘના ઉપક્રમે આ વર્ષે જીથરી (અમરગઢ)ની ટી. બી. હૉસ્પિટલને આર્થિક સહાય કરવાનો કાર્યક્રમ પર્યુષણ પર્વ દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો. એ માટે રૂા. ૧૭,૫૭,૦૦૦ની ૨કમ એકત્ર થઈ હતી અને એ નિધિ અર્પણ ક૨વાનો કાર્યક્રમ જીથરી ખાતે ૨૦મી જાન્યુઆરી ૨૦૦૦ના રોજ યોજવામાં આવ્યો હતો. એ પ્રસંગે દિવાળીબહેન મોહનલાલ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના સૂત્રધાર મુ. શ્રી મફતકાકાએ પોતાના ટ્રસ્ટ તરફથી આ ૨કમમાં રૂા. ૩,૪૩,૦૦૦ ઉમેરી કુલ એકવીસ લાખ રૂપિયા હૉસ્પિટલને આપવામાં આવે એવી જાહેરાત કરી હતી. મુ. મફતકાકા દ્વારા આ રકમ સંઘને મળતાં હૉસ્પિટલને કુલ એકવીસ લાખ રૂપિયાની સહાય સંઘ દ્વારા કરવામાં આવી છે. આ ઉદાર સખાવત માટે મુ. શ્રી મફતકાકાને આભાર સહ હાર્દિક ધન્યવાદ!
નિરુબહેન શાહ ધનવંતરાય ટી. શાહ મંત્રીઓ
D તંત્રી
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ♦ મુદ્રક, પ્રકાશક : નિરુબહેન સુબોધભાઈ શાહ “ પ્રકાશન સ્થળ ઃ ૩૮૫, સ૨દાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. ફોનઃ ૩૮૨૦૨૯૬. મુદ્રણસ્થાન ઃ ફખરી પ્રિન્ટિંગ વર્કસ, ૩૧૨/A, ભાયખલા સર્વિસ ઈંન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, દાદાજી કોંડદેવ ક્રોસ રોડ, ભાયખલા, મુંબઈ-૪૦૦૦૨૭.