________________
તા. ૧૬-૩-૨૦૦૦
ટળે છે અને ગુણો પ્રાપ્ત થાય છે. છતાં એ પુણ્યતત્ત્વ પણ પુદ્દગલ છે. કારણ કે, પુણ્ય એ પણ છે તો કર્મ જ. ગમે એવું શ્રેષ્ઠ પુણ્ય હોય પણ જાત કઈ? કર્મની જ. રૂપીની, વિનાશીની, અસત્ની, અનિત્યની! તેથી જ પુણ્યોદય વખતે દોષો ટાળવા જોઈએ અને ગુણો કેળવવા જોઈએ. આગળ ઉપર દયા, દાન, સેવાદિ ગુણો પણ ટાળીને સ્વરૂપગુણો પ્રગટ કરી સંસ્કારગુણો ટાળીને નિર્ગુણી, ગુણાતીત (સંસ્કારગુણ – સાત્ત્વિકગુણોની પેલે પાર સ્વરૂપગુણોના સ્વામી) થવાનું છે. સાત્ત્વિક ગુણો વડે તામસ અને રાજસ ગુણો હટાવી અંતે સાત્ત્વિકગુણોથી પણ પર થવાનું છે.
ગુણાતીત કે નિર્ગુણી થવું એટલે કે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું - કેવળજ્ઞાન પ્રગટ કરવું. કેવળજ્ઞાન પૂર્ણ હોવા છતાં સમગ્ર ચૈતન્યનો અંશ છે એટલે કે આત્માનો દ્રવ્યાંશ છે.
પ્રબુદ્ધજીવન
દ્રવ્યના મુખ્ય બે વિભાગો છે. (૧) પ્રદેશ વિભાગ અને (૨) ગુણ પર્યાય વિભાગ. આમાં જે દ્રવ્ય સ્કંધરૂપ છે તે સમગ્ર પ્રદેશના સમૂહરૂપ દ્રવ્યને સ્કંધાકારે પૂર્ણ અને અખંડ ગ્રહણ કરવું જોઈએ. વાસ્તવિક રીતે દ્રવ્ય એક એક પ્રદેશના સમૂહનું બનેલ હોય છે. માટે એક એક પ્રદેશને દ્રવ્ય કહેવાનો વ્યવહાર રાખીએ તો સર્વ પ્રદેશો દ્રવ્ય બને. જેથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય વિગેરે દ્રવ્યો જે કંધરૂપે એક દ્રવ્ય છે તે વ્યવસ્થા તૂટી જાય. સાગર જલબિંદુનો સમૂહ છે પરંતુ વ્યવહારમાં એકેક જલબિંદુને જલબિંદુ જ કહીએ છીએ પણ સાગર નથી કહેતા એવો વ્યવહાર કરવા જતાં અરૂપી દ્રવ્યમાં જેટલા પ્રદેશ એટલા દ્રવ્યો થઈ જાય. બીજી રીતે દ્રવ્યના સ્વગુણ પર્યાયનો સમૂહ તે એક દ્રવ્ય છે. એક એક ગુણને તથા એક એક પ્રદેશને તે અખંડ દ્રવ્યના અંશ અર્થાત્ દ્રવ્યાંશ કહેવાય છે.
પુદ્દગલદ્રવ્ય વિષે ચાર ભેદ છે. સ્કંધ, દેશ, પ્રદેશ અને ૫૨માણુ. એમાંય સ્કંધ, દેશ અને પ્રદેશ એ સાપેક્ષ દ્રવ્ય છે, જ્યારે પ્રદેશ તો વળી કલ્પિત સાપેક્ષ દ્રવ્ય છે. નિશ્ચયથી એક પુદ્દગલ ૫૨માણુ જ પુદ્દગલમાં મૂળ દ્રવ્યરૂપે છે. પુદ્દગલદ્રવ્યનો સ્કંધ એ પુદ્દગલદ્રવ્યનું પારમાર્થિક દ્રવ્યપણું નથી. પરંતુ વ્યાવહારિક સાપેક્ષપણું છે. સ્કંધની અનિત્યતા છે અને પુદ્દગલ૫૨માણુની નિત્યતા છે. માટે જ કહ્યું છે કે, જો મુમુક્ષુ સાધક ચાહે તો એક પુદ્દગલ ૫૨માણુનું ધ્યાન ધરીને કેવળજ્ઞાન પામી શકે છે.
આત્માના જ્ઞાનગુણાદિ પર્યાયો આત્મપ્રદેશે રહેલ છે અને નહીં કે આકાશાસ્તિકાયના આકાશપ્રદેશે કે જે આકાશપ્રદેશની અવગાહના લઈને આત્મપ્રદેશ રહેલ છે. એ તો એના જેવું છે કે બરણીમાં સાકર છે અને સાકરમાં મીઠાશ છે. સાકરની મીઠાશ સાકરમાં રહેલી છે પણ બરણીમાં નથી રહેલ. એમ જ્ઞાનગુણ આકાશાસ્તિકાયના અવગહિત આકાશપ્રદેશે નથી રહેલ પરંતુ આકાશપ્રદેશની અવગાહના લઈને રહેલ આત્માપ્રદેશમાં રહેલ છે.
“ પ્રદેશપિંડ – અસ્તિકાય (આત્માપ્રદેશ) જે અનાદિ - અનંત, અનુત્પન્ન, અવિનાશી સ્વંયભૂ છે તે જીવને દ્રવ્યથી નિત્ય પ્રાપ્ત છે પરંતુ એની જે અવસ્થા - હાલત - પર્યાય અનિત્ય છે તેને સાધકજીવે સાધના દ્વારા નિત્ય બનાવવાની છે.
જીવની અનિત્યતા વિષયક વિચારણા : કાર્મણ વર્ગણા (પુદ્દગલ) આત્મપ્રદેશે ચોંટે પછી તેને કર્મ કહેવાય. આમ કર્મ એટલે જીવ અને પુદ્દગલનું મિશ્રણ અથવા કર્મ એટલે જીવ ઉપરનું પુદ્દગલ નૈમિત્તિક આવરણ કે પછી જીવે કરેલ શુભાશુભ યા શુદ્ધાશુદ્ધ ભાવની પુદ્દગલ દ્વા૨ા જીવના આત્મપ્રદેશે મા૨વામાં આવેલી છાપ. પુદ્દગલ સંગે - કર્મસંયોગે જીવ આવ૨ાય છે ત્યારે જીવનો સ્વભાવ દબાય છે કે, છુપાય છે અને વિભાવ સ્વરૂપ પ્રગટ થાય છે. કર્મનાં સત્તા, બંધ, ઉદય ને ઉદીરણા આત્મા ઉપર આવરણરૂપ છે. આ ચારેય આવરણોથી આત્માના શુદ્ધ
૯
પર્યાય આવરાય છે. સત્તા વિના ઉદય નહીં હોય. જીવના મૂળ સત્તાગત, સ્વભાવગત ગુણોને પ્રગટ થવા નહીં દે તેનું નામ આવરણ, ઘાતિકર્મોના આવરણ સર્વથા હઠે તો કેવળજ્ઞાન પ્રગટ થાય અને જ્ઞાનાનંદ, બ્રહ્માનંદ, સ્વરૂપાનંદ અનુભવાય. અધાતિકર્મોના આવરણ સર્વથા હઠે તો જીવઆત્મપ્રદેશો અશરીરી, અદેહી, અમૂર્ત, અરૂપી સિદ્ધ થઈ શકે.
પ્રથમ વીતરાગ થઈ મોહનાશ - મોહક્ષય કરી મોહમુક્ત થવાનું છે જેના પાયામાં મૂળમાં સર્વપ્રથમ અસત્ વિપરીત દ્રષ્ટિ જેને મિથ્યાદ્રષ્ટિ કહે છે તેનાથી મુક્ત થઈ સમ્યગ્દષ્ટિ - સમકિતી બનવાનું છે. ત્યાર બાદ કેવળજ્ઞાન પ્રગટીકરણની સાથે સહજ જ ઉપયોગ (સંકલ્પ-વિકલ્પ)થી મુક્ત થવાય છે અને આયુષ્યના અંતે શૈલેશીકરણ કરી સિદ્ધસ્વરૂપી થયેલી પ્રદેશમુક્તિ મળે છે અર્થાત્ દેહમુક્ત એવી અશરીરી, અમૂર્ત, અરૂપી અવસ્થાની પ્રાપ્તિ થાય છે. આ આખી સાધનાપ્રક્રિયા ચૌદ ગુણ સ્થાનકમાં અનુક્રમે ચોથું ગુણસ્થાનક, બારમું ગુણસ્થાનક, તેરમું ગુણસ્થાનક, ચૌદમું ગુણસ્થાનક અને અંતે ગુણાતીત સિદ્ધાવસ્થા છે.
ઉપાદાન ને નિમિત્ત કારણ ઃ આત્મા - જીવ જેમાં સત્તાગત કેવળજ્ઞાન પરમાત્મ તત્ત્વ રહેલ છે તે જીવ સ્વયં ઉપાદાનકારણ છે. મોક્ષની, મુક્તિની પ્રાપ્તિની, સિદ્ધસ્વરૂપ બ્રહ્મસ્વરૂપની પ્રાપ્તિની, પરમપદ, પરમાત્મપદ, સિદ્ધપદ પ્રાપ્તિની ઈચ્છા એ મૂળકારણ છે. ચોથા ગુણસ્થાનકથી લઈને તે છેક દશમા ગુણસ્થાનક સુધીના સાધનાશ્રેણીનાં નક્કી - પગથિયાં તેને ગુણસ્થાનકેની મુમુક્ષુ સાધકની સાધકાવસ્થા - સાધકદશાના અસાધારણ પરંપર કા૨ણ છે. દશમા ગુણસ્થાનકથી લઈ બારમા ગુણસ્થાનકની ક્ષપકશ્રેણીની સાધના પ્રક્રિયા એ અનંતરકારણ છે કે જેના અંતે ઈચ્છિત એવું કેવળજ્ઞાન પ્રગટ થાય છે - અનુભૂત થાય છે. પરંપર કા૨ણ ચોથા ગુણસ્થાનકથી લઈ અગિયારમા ગુણસ્થાનક સુધીના અનેક હોય શકે છે. આ મુક્તિ પ્રાપ્તિને આવશ્યક એવાં જે અપેક્ષિત કારણો છે તે પંચેન્દ્રિયયુક્ત મનુષ્યપણું, કર્મભૂમિ, આર્યક્ષેત્ર, વજૠષભ નારાચ સંઘયણ, સુષમ દુઃષમ કે દુઃખમ સુષમ કાળ, આઠ વર્ષથી અધિક આયુ, બે હાથથી અધિક અને પાંચસો ધનુષ્ય સુધીનો દેહપ્રમાણ, ઈત્યાદિ અપેક્ષા કારણો કહેવાય છે. આ અપેક્ષા કારણો એક વાર મળ્યાં બાદ એ ભવ પૂરતાં ભવાંત સુધી જીવની સાથે જ રહે છે. જ્યારે દેવ, ગુરુ, તથા ધર્મનાં ઉપકરણો, ધર્મગ્રંથો, સાધર્મિક આદિ નિમિત્ત છે માટે તે નિમિત્ત કારણો છે. નિમિત્ત અને અપેક્ષા કારણ ભિન્ન દ્રવ્યથી હોય જ્યારે ઉપાદાન કારણ તો દ્રવ્ય સ્વંય જાતે પોતે હોય. તેથી ઉપાદાન કા૨ણને આધારરૂપ કહેવાય. જ્યારે અસાધારણ કારણમાં દ્રવ્યના ગુણ-પર્યાય હોય. સાધનાના ક્રમિક પર્યાયમાં જેની વિદ્યમાનતા હોય તે અસાધારણ કારણ છે. અસાધારણ કારણ પરંપર અને અનંતર હોઈ શકે છે પરંતુ અપેક્ષા અને નિમિત્ત કારણમાં અનંતર, કે ૫રં૫૨ના ભેદ હોતા નથી. ગુણી સ્વયં ઉપાદાન કારણ છે જ્યારે ગુણ એ અસાધારણ પરંપર કે અસાધારણ અનંતર કારણ છે.
આપણી દૃષ્ટિ જેટલી નિમિત્ત ઉપર છે એટલી ઉપાદાન (ગુણ સ્વયં - જીલદળ-જાત) ઉ૫૨ નથી. નિમિત્ત દ્રષ્ટિ નિમિત્ત મળે નહીં ત્યાં સુધીની મર્યાદિત છે. જ્યારે ઉપાદાન ઉપર (પંડ ઉપ૨ - જાત ઉપર - સ્વનિરીક્ષણ)ની દૃષ્ટિ તો કેવળજ્ઞાન થાય નહીં ત્યાં સુધી લક્ષવેધ સુધી રાખવાની છે. દ્રવ્યદૃષ્ટિ એ નિર્મોહદૃષ્ટિ છે - યોગદૃષ્ટિ છે. જ્યારે પર્યાયદૃષ્ટિ એ મોહદૃષ્ટિ છે - ભોગદૃષ્ટિ છે સિવાય કે કેવળજ્ઞાનાદિ નિત્ય પર્યાય પ્રતિ દૃષ્ટિ હોય.
આત્મા સ્વયં સર્વ શક્તિમાન છે અને સર્વશક્તિનો સમૂહ છે એ પૂર્ણ દૃષ્ટિ છે. વળી એ દ્રવ્યઢષ્ટિ છે. જ્યારે જ્ઞાન - દર્શન - ચારિત્ર્ય - આદિ પર્યાયદૃષ્ટિ છે, અંશ છે.