SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ‘કલાપી'ની ‘ટ્રેજેડી' સર્જાઇ ગઇ ! ‘નારીજને ધૂર્તતા' આચરવાની એની પ્રકૃતિ જ નહોતી. ‘અમરશતક'માં ઘીટ-ધૃષ્ટ નાયક-જે ‘ધૂર્તતા' પણ આચરે છે એ મતલબનો એક શ્લોક છે. બંને રાણીઓની સાથે રાજા વચ્ચે બેઠો છે. બંને પ્રત્યે એકીસાથે સરખો સ્નેહ દર્શાવવા તે રમત રમતમાં એકની આંખો દાબી દે છે ને એ દરમિયાન બીજીને ચુંબન કરી લે છે ! બંનેય ખુશ થાય છે પણ નાયકની ‘ધૂર્તતા' સમજી શકતી નથી. આમ તો રાજા ભર્તૃહિર એનાં ‘શતકો'માં સ્ત્રીની ભર્મ્સના કરતા અનેક શ્લોકો લખ્યા છે પણ યાં ચિન્તયામિ સતતં યિ સા વિરક્તા વાળા શ્લોકમાં એણે નિજની, પ્રિયતમાની, અન્ય પ્રેમીની અને ખૂદ કામદેવની જે ભર્ત્યના કરી છે એમાં એની પરાકાંષ્ટા વરતાય છે. એવો જ એક ‘શૃંગારશતક'નો ૮૨મો શ્લોક છે, જેમાં એ કહે છે : मधु तिष्ठति वाचि योषितां हृदि हालाहलिमेव केवलम् । अत एव निपियतेऽधरो हृदयं मुष्टिभिरेव ताडयते ॥ વાણીમાં મધ ને હૃદયે હાલાહલ વિષ ધારણ કરતી સ્ત્રીઓના અધરનું પાન થાય છે ને હ્રદયે મુષ્ટિ પ્રહાર...માં પણ નારીનને ઘૂર્તતાનો ભાવ ઘૂંટાઈને વ્યક્ત થાય છે. ભર્તૃહરિ તો મોળા લાગે-‘પંચતંત્ર’ના ‘મિત્રભેદ' નામે પ્રથમ તંત્રના ૧૯૪માં શ્લોક આગળ જેમાં કવિએ સ્ત્રીઓના સ્વાભાવિક દોષો ગણાવતાં કહ્યું છે: ‘અદ્ભુત, સાહસ, કપટ, મૂર્ખતા, અતિ લોભીપણું, અપવિત્રતા અને નિર્દયતા'–સ્ત્રીઓના સ્વાભાવિક દોષો છે.’ એ જ તંત્રમાં, સ્ત્રીને યંત્રની ઉપમા આપી કવિ કહે છે : ‘સંશયોનું ચક્ર, અવિનયોનું ભવન, સાહસોનું નગર, દોષોનું નિવાસસ્થાન, સેંકડો કપટોથી ભરેલું અવિશ્વાસોનું ક્ષેત્ર, મોટા નવપુંગવો વડે પણ મુશ્કેલીથી ગ્રહણ કરી શકાય એવું તથા સર્વ માયાઓના કરંડિયા રૂપ અમૃતથી મિશ્રિત થયેલું જાણે વિષ હોય એવું સ્ત્રીરૂપી યંત્ર, ધર્મનો નાશ કરવા માટે આ લોકમાં કોણે સર્જ્યું હશે ?' મારીખને પૂર્તતા કહેવા પાછળ પરંપરાની આવી પાર્શ્વ-ભૂમિકા પણ હશે જ. આંગ્લ સાહિત્યમાં એને ‘દયાની દેવી’ અને ‘ચંચળતાની મૂર્તિ’ પણ કહી છે તો આપણે ત્યાં પણ ‘નારી તું નારાયણી' અને ‘નારી નરકની ખાણ' ક્યાં નથી કહી ? મહાભારતે સ્ત્રીને ધર્મ, અર્થ અને કામનું મૂળ ગણી છે તો સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ અને સ્વામી રામતીર્થ જેવા સ્વામીઓએ એના અનેક ગુણોની પ્રશંસા કરી છે. ‘તારું સ્વર્ગ તારી માતાના ચરણો નીચે છે' એમ કહેનાર હજરત મહંમદ પયગંબર સાહેબ અને ફ્રાન્સનો વૈભવ તેની માતાઓ પર રહેલો છે' એમ કહેનાર સમ્રાટ નેપોલિયન-આ બંનેના અભિપ્રાયમાં ઘણું બધું તથ્ય રહેલું છે. પણ મને શેક્સપિયરની આ ઉક્તિમાં વિશે, તથ્ય લાગે છે : ‘સૌંદર્યથી સ્ત્રી અભિમાની બને છે, ઉત્તમ ગુથોથી તેની પ્રશંસા થાય છે અને લજ્જાવતી થઇ દેવી બને છે.' તો સત્ય, અતિનિંદા અને અતિપ્રશસ્તિની મધ્યમાં રહેલું છે. કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે એમના ‘નારી’ નામના લેખમાં કહ્યું છે : ‘માણસોની સૃષ્ટિમાં નારી પુરાતન છે. નરસમાજમાં નારીને આદ્યશક્તિ કહી શકાય. એ તે શક્તિ જે જીવલોકમાં પ્રાણને વહન કરે છે, પ્રાણનું પોષણ કરે છે...પ્રાણ સાધનાની આદિમ વેદના પ્રકૃતિએ નારીના લોહીમાં, તા. ૧૬-૩-૨૦૦૦ નારીના હૃદયમાં મૂકેલી છે. નારીની અંદર પોતાને અને બીજાને પ્રેમથી, સ્નેહથી અને સકરુણ ધૈર્યથી પકડી રાખવા માટે બંધનની જાળ ગૂંથ્યા કરે છે તે જ આ વૃત્તિ છે...સંસારનું આ મૂળ બંધન ન હોત તો માણસ આકાર પ્રકાર વગરની વરાળની પેઠે વિખરાઇ જાત; સંહત થઇને ક્યાંય મિલનકેન્દ્ર સ્થાપી શકત નહિ. સમાજ બાંધવાનું આ પહેલું કામ સ્ત્રીઓનું છે...ઘણીવાર અચાનક નારીના જીવનમાં આવેગનો જે ઊભરો જોવામાં આવે છે તે તર્કથી પર છે-તે પ્રયોજન પ્રમાણે વિધિપૂર્વક ખોદેલા જળાશય જેવો નથી, તે ઝરણા જેવો છે જેનું કારણ તેના અદ્વૈતુક રહસ્યમાં રહેલું છે...પ્રબળ આવેગનો સંઘર્ષ ઊભો થતાં પોતાના સંસાર ક્ષેત્રમાં કોઇ કોઇવાર તે ઉલ્કાપાત પણ મચાવતી રહી છે. એ પ્રલયનો આવેગ વિશ્વ પ્રકૃતિની પ્રણયલીલા જેવો, વાવાઝોડા જેવો, દાવાનળ જેવો આકસ્મિક અને આત્મઘાતી હોય છે.’...માધુર્યનું ઐશ્વર્ય તેમને સહજ રીતે પ્રાપ્ત થયું હોય છે...સ્ત્રીઓના હૃદયમાધુર્યને અને સેવા નૈપુણ્યને પુરુષોએ લાંબા સમયથી પોતાના વ્યક્તિગત અધિકારમાં સખત પહેરાની વાડ ઊભી કરીને રાખેલાં છે. સ્ત્રીઓના પોતાના સ્વભાવમાં જ બંધન સ્વીકારી લેવાનું વલમ રહેલું છે, એટલે આ વસ્તુ સર્વત્ર આટલી સહેલી થઇ પડી છે. તેની બુદ્ધિ, તેના સંસ્કાર, તેનું આચરણ બહુ યુગોથી ચોક્કસ સીમામાં બંધાયેલાં રહેલાં છે.' ‘નારીજને ધૂર્તતા’ની શરૂઆત આપણે ક્યાંથી કરીશું ? માતાથી? પત્નીથી ? પુત્રીથી ? ભગનીથી કે કુટુંબ, સમાજ ને વિશ્વ-નારી સમાજથી ? પરીધનો વિચાર કરતાં પહેલાં કેન્દ્રનો વિચાર કરવો વિશેષ જરૂરી છે. કુટુંબ અને સમાજના કેન્દ્રસ્થાને નારી છે એટલું સત્ય સમજીએ તો ધર્મ, સાહિત્ય, જનસ્વભાવ અને લોકપરંપરાએ આપેલાં કેટલાંક અર્ધસત્યો આપોઆપ વિલીન થઇ જાય. પ્રભુ જીવન (રજિસ્ટ્રેશન ઓફ ન્યુઝ પેપર્સ રુલ્સ ૧૯૫૬ અન્વયે) (ફોર્મ નં. ૪) ‘પ્રબુદ્ધ જીવન' સંબંથમાં નીચેની વિગતો પ્રગટ કરવામાં આવે છે. ૧. પ્રસિદ્ધિનું સ્થળ : રસધારા કો. ઓ. હા. સોસાયટી, ૩૫૮, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪, દર મહિનાની ૧૬મી તારીખે ૨. પ્રસિદ્ધિનો ક્રમ : ૩. મુદ્રકનું નામ : કયા દેશના : સરનામુ : ૪. પ્રકાશકનું નામ : કયા દેશના : સરનામુ : ૪. તંત્રીનું નામ : કયા દેશના ઃ સરનામુ : શ્રીમતી નિરુબહેન સુબોધભાઈ શાહ ભારતીય ૫. માલિકનું નામ અને સરનામુ : રસધારા કો. ઓ. હા. સોસાયટી, ૩૫૮, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. શ્રીમતી નિરુબહેન સુબોધભાઈ શાહ ભારતીય રસધારા કો. ઓ. હા. સોસાયટી, ૩૫૮, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. ડૉ. રમણલાલ ચી. શાહ ભારતીય રસધારા કો. ઓ. હા. સોસાયટી, ૩૫૮, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. રસધારા કો. ઓ. હા. સોસાયટી, ૩૫૮, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. હું રમણલાલ ચી. શાહ આથી જાહેર કરું છું કે ઉપર આપેલી વિગતો મારી જાણ અને માન્યતા મુજબ બરાબર છે. તા. ૧-૩-૨૦oo રમણલાલ ચી. શાહ
SR No.525985
Book TitlePrabuddha Jivan 2000 Year 11 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy