________________
તા. ૧૬-૧૧-૨૦૦૦
પ્રબુદ્ધ જીવન
સાહિત્ય : શિષ્ટ, પ્રશિષ્ટ, અ-શિષ્ટ પ્રો. જશવંત શેખડીવાળા
* ‘સાહિત્ય' એટલે ‘સર્જનાત્મક સાહિત્ય' એવું ગણી, અહીં તેને વિશે થોડી ચર્ચા-વિચારણા કરવાનો ઉપક્રમ છે.
કલા અને સાહિત્ય પ્રતિ શિક્ષિત અને સંસ્કારી મનુષ્યને ઓછુંવત્તું આકર્ષણ અવશ્ય હોય છે. સાહિત્ય તેને આનંદ અને અવબોધ આપે છે; માનવમન અને સંસાર-વ્યવહારનું સમ્યક્ જ્ઞાન આપે છે; જીવન અને જગતનાં વિવિધ રૂપોનું હૃઘ દર્શન કરાવે છે. મનુષ્યની એકલવાયી, અશાંત, ઉદ્વેગપૂર્ણ, આપદગ્રસ્ત અવસ્થામાં સાહિત્ય તેનો સાથી, વિચારક અને માર્ગદર્શક બની રહે છે.
સાહિત્ય મનુષ્ય, સમાજ અને રાષ્ટ્રના જીવન સાથે અવિચ્છિન્ન સંબંધે જોડાયેલું હોય છે. તે મનુષ્ય, સમાજ, રાષ્ટ્રનું પ્રતિબિંબ ઝીલે છે; તેમનાં આશા-આકાંક્ષા-આદર્શોનો પડઘો પાડે છે; અને તેમને આનંદ, પ્રેરણા, માર્ગદર્શન આપે છે. સાહિત્યનું તેથી ઘણું મહત્ત્વ છે. સાહિત્ય સમગ્ર પ્રજાનું દર્પણ છે. સાહિત્યની સમૃદ્ધિ કે દરિદ્રતા પરથી તેની સર્જક પ્રજાની સભ્યતા-સંસ્કૃતિની સમૃદ્ધિ કે દરિદ્રતાનો ખ્યાલ આવે છે. પરંતુ સર્જાયેલું કે સર્જાતું બધું સાહિત્ય કંઈ એકસમાન સ્તરનું કલાત્મક, ઉત્તમ યા વાચનીય હોતું નથી. કેટલુંક સાહિત્ય શિષ્ટ હોય છે, કેટલુંક પ્રશિષ્ટ હોય છે; તો કેટલુંક અ-શિષ્ટ પણ હોય છે. શિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યનું વાચન આનંદ-અવબોધપ્રદ હોય છે. અશિષ્ટ સાહિત્યનું સેવન નશીલી દવાઓની જેમ, તત્કાળ સ્થૂલ આહ્લાદ-ઉલ્લાસ પૂરો પાડે છે; પરંતુ લાંબે ગાળે તન-મનને દૂષિત અને દુર્બળ કરનારું નીવડે છે.
‘શિષ્ટ' શબ્દનો અર્થ છે : ઉમદા, સભ્ય, સંભાવિત, ભદ્ર, શરીફ, લાયક. શિષ્ટ વસ્તુ યા વ્યક્તિ બાહ્ય-ભીતર રૂપે-ગુણે કરી, ઉમદા યાવાચકો દ્વારા રસપૂર્વક વંચાતાં રહ્યાં છે. ભદ્ર હોય છે. તેની સાથેના સંબંધ અને સાંનિધ્ય આનંદપ્રદ અને ઉપકારક હોય છે. શિષ્ટ સાહિત્ય માટે પણ એવું જ કહી શકાય. તેનું વાચન ભાવકને પ્રત્યક્ષ આનંદ અને પરોક્ષ રૂપમાં વ્યક્તિ-જીવન-જગત વિશે જ્ઞાન-સમજ-માર્ગદર્શન આપે છે.
‘શિષ્ટ સાહિત્ય' સંજ્ઞા ક્ષોભ-લજ્જા-સૂગમુક્ત વાચન પૂરું પાડતા સાહિત્યની ઘોતક છે. સામાન્યતઃ તે અર્વાચીન સાહિત્યના સંદર્ભમાં યોજાય છે. આવું સાહિત્ય શિષ્ટ ભાષામાં રચાયું છે અને રચાય છે. આવશ્યકતા અનુસાર તેમાં તળપદી બોલીઓ પણ યોજાય છે. પરંતુ તેમાંય અમુક કલાકીય સ્તર જાળવવાનો પ્રયાસ થાય છે. કૃતિનું માધ્યમ બનતી ભાષા-બોલી ઈંદ્રિયસંવેદ્ય, ભાવાર્દ વ્યંજનાત્મક હોય છે ; અને તે માનવમન, માનવજીવન અને જગતની બાહ્ય-આંતર વિવિધ બાજુઓનું અને તેમની ગતિવિધિનું વાસ્તવિક, જીવંત, હૃદયંગમ દર્શન કરાવી શકે છે.
અપેક્ષાએ સવિશેષ વ્યક્તિ-મનુષ્યના સંદર્ભમાં સમાજ અને જગતનું નિરૂપણ થયું છે. વત્તાઓછા કલાત્મક નિરૂપણ અનુસાર શિષ્ય સાહિત્યમાં પણ ઉચ્ચાવચ કોટિની કૃતિઓ હોય છે. આ કૃતિઓ કેવળ મનોરંજન માટે નહિ પણ ઉત્કૃષ્ટ આનંદ અને અવબોધ અર્થે સર્જાઈ છે. તેનો આસ્વાદ માણાવા માટે વાચક ‘સહૃદય’-અર્થાત્ સંવેદનશીલ, કલ્પનાશીલ, વિચારશીલ ઉપરાંત કલા-સાહિત્યના સંસ્કારથી કંઈક રંગાયેલ હોવાની અપેક્ષા રહે છે. સહૃદય વાચક શિષ્ટ સાહિત્યની કલાત્મક કૃતિઓને પુરસ્કારે છે, અકલાત્મક કૃતિઓને તિરસ્કારે છે.
શિષ્ટ સાહિત્ય કરતાં અનેક ગણા વધુ ગુણો ધરાવતું સાહિત્ય ‘પ્રશિષ્ટ' લેખાય છે. પ્રશિષ્ટ સાહિત્ય શિષ્ટ સાહિત્ય કરતાં સવિશેષ વ્યાપક, પ્રભાવક, ચિરંજીવ હોય છે. તે સમગ્ર રાષ્ટ્ર યા પ્રજાની સભ્યતાસંસ્કૃતિનું સુરેખ પ્રતિબિંબ ઝીલનારું, તેનાં માનવી-સમાજ-જગતનું બહુઆયામી પૂર્ણ ચિત્ર આલેખનારું, તેમની વાસ્તવિક અને આદર્શમય ઉભય સ્થિતિઓનું દર્શન કરાવનારું, માનવમન અને સંસાર-વ્યવહારની સનાતન સમસ્યાઓનું નિત્યનવીન અને તાજું લાગે તેવું ચિત્રણ કરનારું, સૌષ્ઠવયુક્ત નિયમશીલ ગૌરવાન્વિત શિષ્ટ સંસ્કારી ભાષા-રીતિમાં નિરૂપાયેલું, હરહંમેશ આનંદ અને અવબોધ આપનારું હોય છે. લોકમનજીવનમાં તે ઓતપ્રોત થઈ ગયું છે. પ્રાચીન ભારતીય સંસ્કૃત સાહિત્યનાં રામાયણ અને મહાભારત, પ્રાચીન પાશ્ચાત્ય ગ્રીક સાહિત્યનાં મહાકાવ્ય ઈલિયડ અને ઑડિસી, મધ્યકાલીન ઈરાની ફારસીનું શાહનામા જગપ્રસિદ્ધ પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ છે. દેશ-કાળની સીમાઓ ઓળંગી, તે જગતભરમાં
શિષ્ટ સાહિત્ય વસ્તુ, શૈલી-નિરૂપણ, સ્વરૂપ પરત્વે (પ્રાચીનમધ્યકાલીન પ્રશિષ્ટ સાહિત્યનું અને તેનાં નિયમો-ધોરણોનું નહિ, પણ) અર્વાચીન પાશ્ચાત્ય સાહિત્યનાં સ્વરૂપો-નિયમો-ધોરણોનું અનુસરણ કરે છે. તેમાં ટૂંકી વાર્તા, નવલકથા, નાટક, ઊર્મિકાવ્ય જેવાં નવીન સાહિત્યસ્વરૂપો ઉદભવ્યાં અને વિકસ્યાં છે. તેમાં પ્રશિષ્ટ અને રંગદર્શી બેઉ પ્રકારના સાહિત્યનાં લક્ષણ્યો ધરાવતી કૃતિઓ હોય છે. તેમાં ઘણુંખરું મનુષ્ય, પરિવાર, સમાજ, જગતના વાસ્તવિક નિરૂપાનો આગ્રહ રખાયો છે; આદર્શ યા ભાવનામય જીવનના નિરૂપણામાં પણ સ્વાભાવિકતા અને પ્રતીતિકરતા પ્રતિ અભિમુખતા રહી છે. તેમાં તાર્કિક અને માનસશાસ્ત્રીય સત્યનું પાલન કરવા અંગે જાગરૂકતા દર્શાવાઈ છે.. ખાસ તો, તેમાં સમાજ અને જગતના સંદર્ભમાં નિરૂપાતા માનવજીવનની
આ મહાન પ્રશિષ્ટ કૃતિઓના જેવાં ઓછાંવત્તાં લક્ષણો ધરાવતી અન્ય સ્વરૂપની સાહિત્યકૃતિઓ પણ પ્રશિષ્ટ તરીકે ઓળખાય છે. આ રીતે, ભાસ, શૂદ્રક, કાલિદાસ આદિનાં પ્રાચીન સંસ્કૃત નાટકો; એસ્કિલસ, સોફોક્લિસ, યુરિપીડિયસનાં પ્રાચીન ગ્રીક નાટકો; પ્રેમાનંદ જેવા કવિનાં મધ્યકાલીન ગુજરાતી આખ્યાનો વગેરેનો પણ પ્રશિષ્ટ સાહિત્યના દાયરામાં સમાવેશ કરાય છે. (ગુજરાતની યુનિવર્સિટીઓમાં ગુજરાતીનાં પાઠ્યપુસ્તકો નિયુક્ત કરતી, ગુજરાતીના પ્રાધ્યાપકોની બનેલી, ‘અભ્યાસ-સમિતિઓ’ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની તમામ ધ્યાનપાત્ર કૃતિઓને ‘પ્રશિષ્ટ ’ લેખી, તે રૂપમાં તેમને અભ્યાસક્રમમાં નિયુક્ત કરે છે !) પ્રાચીન પ્રશિષ્ટ સંસ્કૃત મહાકાવ્યોનાં ઘણાં લક્ષણો ધરાવતી અર્વાચીન કૃતિઓને પણ ‘પ્રશિષ્ટ' તરીકે ઓળખાવવાનું કેટલાક વિવેચકોનું વલણ છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી કૃત ‘સરસ્વતીચંદ્ર' નવલકથાને વિશ્વનાથ મ. ભટ્ટ જેવા વિવેચકે પ્રાચીન મહાકાવ્યોની પરિપાટીની પ્રશિષ્ટ કૃતિ તરીકે ઓળખાવી છે.
આવી પ્રશિષ્ટ કૃતિઓ વાચકો દ્વારા હરહંમેશ વંચાતી રહે છે. તે નિત્યનવીન અને તાજી લાગે છે. તેમનું વાચન આનંદપ્રદ તેમ પ્રેરણાદાયક હોય છે. તે મનહ૨ ઉપરાંત મનભર હોય છે. તેમનું પ્રત્યેક પુનર્વાચન ભાવકને મનુષ્ય, જીવન અને જગતનું કંઈક ને કંઈક નવીન દર્શન કરાવતું રહે છે. તેથી, પ્રશિષ્ટ સાહિત્ય કૃતિઓનું વાચન-પરિશીલન દરેક શિક્ષિત અને સંસ્કારી વ્યક્તિ માટે ઈષ્ટ અને આવશ્યક લેખાય.
શિષ્ટ અને પ્રશિષ્ટ સાહિત્ય ઉપરાંત અ-શિષ્ટ સાહિત્ય પણ હોય છે. ઉદાર દૃષ્ટિએ જોઈએ તો જ તેને ‘સાહિત્ય’ કહી શકાય. આવું અશિષ્ટ સાહિત્ય, તેના ધંધાદારી લેખકો દ્વારા, એકમાત્ર ધનપ્રાપ્તિના