________________
પ્રબુદ્ધ જીવન
કરવાનું હોય છે કે જેથી પોતાને તત્સંબંધી ઓછામાં ઓછો દોષ લાગે. એર્યાપથિકી વિરાધના શરીરની જવાઆવવાની-ગમનાગમની ક્રિયાથી થાય છે. તેમાં જીવોની હિંસા થતી હોવાથી કર્મ બંધાય છે. આ વિરાધના પહેલા ગુણાસ્થાનકથી છઠ્ઠા ગુણસ્થાન સુધી રહેલા જીવોથી થાય છે. એટલે આ વિરાધના શ્રમણ ભગવંતોને પણ લાગે છે. એટલે ગમનાગમનથી લાગેલાં કર્મ માટે તેઓને પણ ઈરિયાવહીં પ્રતિક્રમણ કરવાનું હોય છે. એ તેમની સતત જાગૃત દશા સૂચવે છે.
ઈરિયાવહી પ્રતિક્રમણ કાઉસ્સગ્ગ સાથે કરવાનું હોય છે. કાઉસ્સગ્ગ કરતાં પહેલાં વિશુદ્ધિકરણ માટે તથા માયા, નિદાન અને મિથ્યાત્વરૂપી શલ્યથી રહિત દ્રવ્ય માટે ‘તરસ ઉત્તરી' સૂત્ર અને કાઉસ્સગ્ગ માટે ‘અન્નત્થ’ સૂત્ર બોલવાનું હોય છે. કાઉસ્સગ્ગ લોગસ્સ સૂત્રનો કરવાનો હોય છે. ત્યાર પછી પ્રગટ લોગસ્સ બોલવાનો હોય છે. આમ, ઈચ્છામિ ખમાસમણ, ઈરિયાવહિયા, તસ્સ ઉત્તરી, અન્નત્ય અને લોગસ્સ (કાઉસગ્ગ અને પ્રગટ) મળીને આ વિધિ પૂર્ણ થાય છે.
ઈરિયાવહી સૂત્રમાં જીવોની વિરાધના માટે ક્ષમા માંગવામાં આવે છે. આમ તો સમસ્ત ચૌદ રાજલોકમાં (સમગ્ર વિશ્વમાં) ચોર્યાસી લાખ પ્રકારની જીવાયોનિના અનંતાઅનંત જીવો છે. એ સર્વ જીવ રાશિની ક્ષમાપના કરવાની છે. પરંતુ આ જીવોનું મુખ્ય વર્ગીકરણ લઈએ તો કુલ ૫૬૩ પ્રકારના જીવો ગણાવવામાં આવે છે.
*
શ્રી શાન્તિસૂરિષ્કૃત ‘જીવ વિચાર પ્રકરણ'માં અને જીવવિચાર વિશેના અન્ય ગ્રંથોમાં સંસારના સમસ્ત જીવોના ૫૬૩ પ્રકાર જણાવ્યા છે. તેમાં મનુષ્યના ૩૦૩ ભેદ છે. તે આ પ્રમાણે છે : ૧૫ કર્મભૂમિના, ૩૦ અકર્મભૂમિના અને ૫૬ અંતરદ્વીપના એમ મળીને ૧૦૧ ભેદ થાય. તેમાં અપર્યાપ્ત મનુષ્યો અને પર્યાપ્ત મનુષ્યો એવા બે ભેદ થતાં ૨૦૨ ભેદ થાય. તેમાં સંમૂર્છિમ મનુષ્યના ૧૦૧ ભેદ ઉમેરતાં કુલ ૩૦૩ થાય. (સંમૂર્છિમ જીવ અપાર્યપ્ત જ હોય.)
તિર્યંચ ગતિના જીવોના કુલ ૪૮ ભેદ બતાવવામાં આવે છે. એમાં સ્થાવરના રર ભેદ વિકલેન્દ્રિયના ૬ ભેદ અને તિર્યંચ પંચેન્દ્રિયમાં જલચરના ૪, સ્થળચરના ૧૨ તથા ખેચરના ૪ મળીને ૨૦ ભેદ એમ કુલ ૪૮ ભેદ તિર્યંચના બતાવવામાં આવે છે.
દેવગતિના કુલ ૧૯૮ ભેદ છે. તે આ પ્રમાણે છે : ભુવનપતિના ૨૫, વ્યંતરના ૨૬, જ્યોતિના ૧૦ અને વૈમાનિક દેવના ૩૮ એમ બધા મળીને ૯૯ ભેદ થાય. તે દરેકના અપર્યાપ્ત અને પર્યાપ્ત એવા બે ભેદ કરતાં કુલ ૧૯૮ ભેદ થાય.
નાકીના જીવોના ૧૪ ભેદ છે. એમાં સાત નાકીના સાત ભેદ અને તે પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ ગણીએ તો કુલ ૧૪ ભેદ થાય.
આમ મનુષ્યના ૩૦૩, તિર્યંચના ૪૮, દેવોના ૧૯૮ અને નારકીના ૧૪ એમ બધા મળીને કુલ ૫૬૩ પ્રકારના જીવો છે.
આ જીવોની ઈરિયાવહી સૂત્રમાં બતાવ્યા પ્રમાણે દસ પ્રકારે વિરાધના થાય: અભિહયા, વત્તિયા, લેસિયા, સંધાઈયા, સંઘટ્ટિઆ, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, જીવિયાઓ વવરોવિયા આમ ૫૬૩ પ્રકારના જીવોની પ્રત્યેકની દસ પ્રકારે વિરાધના ગણતાં ૫૬૩૦ ભેદ થાય. આ વિરાધના રાગથી પણ થાય અને દ્વેષથી પણ થાય. એટલે કે ૫૬૩૦૪૨=૧૧૨૬૦ ભેદ થાય. વળી તે મનથી અથવા વચનથી અથવા કાયાથી એમ ત્રણ યોગે થાય એટલે કે ૧૧૨૬૦૪૩=૩૩૭૮૦ ભેદે થાય.
તા. ૧૬-૧૧-૨૦૦૦
વળી આ વિરાધના ત્રણ કરણાથી થાય−કરવું, કરાવવું અને અનુમોદવું. એટલે ૩૩૭૮૦૪૩=૧૦૧૩૪૦ ભેદે થાય. વળી તે ત્રણ કાળની અપેક્ષાએ-ભૂત, વર્તમાન અને ભવિષ્યની અપેક્ષાએ થાય. એટલે ૧૦૧૩૪૦x૩-૩૦૪૦૨૦ ભેદે થાય. આટલી બધી વિરાધના માટે મિચ્છા મિ દુક્કડં કરવાનું છે તે છની સાક્ષીએ કરવાનું છે, એટલે કે અરિહંત ભગવંતની સાક્ષીએ, સિદ્ધ ભગવંત, સાધુ ભગવંત, દેવ, ગુરુ અને પોતાના આત્માની સાક્ષીએ ક્ષમા માગવાની છે. આમ ૩૦૪૦૨૦x૬-૧૮,૨૪૧૨૦ ભેદે ક્ષમા માગવાની છે. આમ, ઈરિયાવહી સૂત્ર બોલવા દ્વારા સંસારના સર્વ જીવોની ૧૮૨૪૧૨૦ ભેદે ક્ષમા માગવાની છે.
કોઈકને પ્રશ્ન થાય કે આટલું બધું ઝીણું કરવાની જરૂર શી ? જરૂર એટલા માટે કે કોઈપણ અપેક્ષાએ કોઈપણ જીવની ક્ષમા માગવાની રહી ન જાય. કોઈપણ અપેક્ષાએ રહી જાય તો એટલી અપૂર્ણતા રહે. ત્રુટિ ગણાય. કાર્ય સંપૂર્ણપણે સફળ ન ગણાય.
કોઈકને પ્રશ્ન થાય કે ઈરિયાવહી સૂત્ર બોલતાં અડધી મિનિટ પણ થતી નથી. ધીમે ધીમે બોલીએ તો બે-ચાર મિનિટ થાય. એટલા અલ્પકાળમાં ૧૮૨૪૧૨૦ ભેદ પૂરા કેવી રીતે થાય ? એકએક ભેદ જુદો ગાતા જઈએ તો દિવસો નીકળી જાય. એનું સમાધાન એ છે કે અહીં સ્થૂળ છૂટક ગણના કરતાં એની સમજ અને એ માટેનો નિર્મળ ભાવ મહત્ત્વનાં છે. અંતર જાગૃત હોય તો આ બધા ભેદો ઉપરનો ઉપયોગ ક્ષણાવારમાં ફરી વળે છે. ભેદોનું વિભાજન તો સાચી ઊંડી સમજણ માટે, દૃષ્ટિની વિશાળતા માટે, અને ક્રિયાની પરિપૂર્ણતા માટે છે.
‘ઈરિયાવહી ’ની વિધિનું મહત્ત્વ જૈન ધર્મમાં એટલું બધું બતાવવામાં આવ્યું છે કે કોઈપણ ધાર્મિક ક્રિયા કરતાં પહેલાં ઈરિયાવહી કરી લેવી જોઈએ. જગતના તમામે તમામ જીવો સાથે કરુણાસભર હૃદયથી ક્ષમાપના અને મૈત્રી કર્યા વિના ધર્મક્રિયા સારી રીતે થઈ ન શકે. એટલા માટે સામાયિક, પ્રતિક્રમણ, ચૈત્યવંદન ઈત્યાદિ કરતાં પહેલાં ઈરિયાવહી કરી લેવાનું ફરમાન છે. દુઃખ કે કષ્ટના નિવારણ માટે ૧૦૮ વાર ઈરિયાવહી કરવાની ભલામણ છે.
મહાનિશીથસૂત્રમાં કહ્યું છે :
अपडिक्कंताए ईरियावहिआए न कप्पइ चेव काउं किंचि वि चिड़वंदण સાવાળા ૨ ।
[ઈરિયાવહી (ઈર્યાપથિક પ્રતિક્રમણ) કર્યા વિના ચૈત્યવંદન, સ્વાધ્યાય સજ્ઝાય આદિ કંઈ પણ કરવું કલ્પતું નથી.]
દશવૈકાલિકસૂત્રની વૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે : ईर्यापथ-प्रतिक्रमणमकृत्वा नान्यत् किमपि कुर्यात् तदशुद्धतापत्तेः । (ઈર્યાપથ પ્રતિક્રમણ કર્યાં વિના અન્ય કાંઈ પણ કરવું નહિ, કારણ કે તે અશુદ્ધ થવાનો સંભવ છે.)
આમ, ઈરિયાવહીનો મહિમા જૈન ધર્મમાં ઘણો મોટો છે. વિશ્વમાં પર્યાવરણની સમતુલા જાળવવા માટે પણ ઈરિયાવહીની આવશ્યક્તા છે. ઈરિયાવહી જો પૂરા ભાવપૂર્વક કરવામાં આવે તો તે કેવળજ્ઞાન અને મોક્ષગતિ અપાવી શકે છે. ભગવાન મહાવીર સ્વામીના કાળમાં અઈમુત્તા, ઢઢર, વસ્ખલિ વગેરે મુનિઓએ ઈરિયાવહીની ઉત્તમ આરાધના કર્યાના ઉલ્લેખો સાંપડે છે. વર્તમાનકાળ દુઃખમ છે અને એવું સંઘયા બળ રહ્યું નથી, તો પણ જયણાપૂર્વકની જાગૃતિ સાથે આ આરાધનાથી આત્મવિશુદ્ધિના પંથે વધુ આગળ પ્રયાણ તો અવશ્ય થઈ શકે છે. રમણલાલ ચી. શાહ