________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૨૦૦૦
પાાક્કમણે, બીયક્કમો, હરિયક્કમો ઓસા-ઉનિંગ-પાગ-દગ-જ્યાં જીવ છે ત્યાં પ્રાણ છે. આવા દસ પ્રકારના પ્રાણ બતાવવામાં આવે મટ્ટી-મક્કડા-સંતાણા-સંક્રમણે । છે. એ દસ તે પાંચ ઈન્દ્રિય, ત્રણ બળ અથવા યોગ, શ્વાસોશ્વાસ અને જે મે જીવા વિરાહિયા 1 આયુષ્ય.
એગિદિયા, બેઈંદિયા, તેઈંદિયા, ચઉચિંદિયા, પંચિંદિયા । અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઇયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાં સંકામિયા, જીવિયાઓ વવરોવિયા તસ્સ મિચ્છામિ દુક્કડં !
પાંચ ઈન્દ્રિય તે સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય. આ ઈન્દ્રિયોને રહેવાનાં સ્થળ અથવા ઠેકાણાં તે અનુક્રમે ચામડી, જીભ, નાક, આંખ અને કાન.
:
આ પ્રાકૃત સૂત્રનો ગુજરાતીમાં શબ્દાર્થ નીચે પ્રમાો છે ઈચ્છા પ્રમાણે ભગવન્ । આજ્ઞા આપો, હું એર્યાપથિકી પ્રતિક્રમણ કરું ?
ત્રણ બળ અથવા યોગ આ પ્રમાણે છે: જેના વડે આપણે વિચાર કરી શકીએ તે મનોબળ, જેના વડે બોલી શકીએ, અવાજ ઉચ્ચારી શકીએ તે વચનબળ અને જેના વડે ઊઠવું, બેસવું વગેરે કાર્ય કરી કીએ તે શરીરબળ..
ગમનાગમનમાં પ્રાણીને ચાંપતાં (દબાવતાં, કચડતાં), બીજને ચાંપતાં, લીલોતરીને ચાંપતાં, ઝાકળ, કીડીનાં દર, લીલફૂગ, પાણી, કાદવ, કરોળિયાનાં જાળાંને ચાંપતાં-મેં જે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવોને લાતે માર્યા હોય, ધૂળે ઢાંક્યા હોય, ભોંય સાથે ઘસ્યા હોય, અથડાવ્યા-કૂટાવ્યા હોય, પરિતાપ ઉપજાવ્યો હોય, ખેદ પમાડ્યો હોય, ઉદ્વેગ પમાડ્યો હોય, એક સ્થાનેથી બીજે સ્થાને મૂક્યા હોય, જીવિતથી છૂટા કર્યા હોય (મારી નાખ્યા હોય) તે મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. (તે માટે હું ક્ષમા માગું છું.)
આ સૂત્રમાં આવતા કેટલાક પારિભાષિક શબ્દોના અર્થ જોઈએ; ‘પાણક્કમો’ એટલે પ્રાણો (જીવો)ને ચાંપીને ઉપર ચાલતાં. ‘બીયક્કમણે' એટલે બીજ (બિયાં)ને ચાંપતાં.
‘હરિયક્કમણે’ એટલે હરિત અથવા લીલી વનસ્પતિને, લીલોતરીને પછી આંખો અને પછી કાટખૂણે કાન એમ અનુક્રમે ઉમેરતા જવાથી
એકેન્દ્રિયથી પંચેન્દ્રિયનો ખ્યાલ આવશે.)
ચાંપતાં.
‘ઓસા' એટલે ઓસ અથવા ઝાકળ.
‘ઉનિંગ' એટલે માટીમાં ગોળ છિદ્ર પાડનાર જીવો, જે ગધૈયા તરીકે ઓળખાય છે. ઉનિંગનો બીજો એક અર્થ થાય છે કીડીઓનાં દર.
‘પાગ’ એટલે લીલ, ફૂગ, પચરંગી સાધારણ વનસ્પતિ. ‘દગમટ્ટી’ એટલે ઢીલો કાદવ, કીચડ. દગ અને મટ્ટી એમ જુદા જુદા શબ્દ લઈએ તો દગ (દક) એટલે કાચું પાણી અને મટ્ટી એટલે માટી.
‘મક્કડા-સંતાણા’ એટલે કરોળિયાનાં જાળાં.
‘સંક્રમણો’ એટલે એના ઉપર સંક્રમણ કર્યું હોય, તે ચાંપીને ઉપર ચાલ્યા હોય અને એ રીતે તે જીવોની જે વિરાધના કરી હોય એટલે કે તેઓને કષ્ટ, દુ:ખ આપ્યું હોય. તે માટે આ પ્રમાણે ક્ષમા માગવામાં આવે છે.
જૈન ધર્મમાં જીવ દ્રવ્ય વિશે (તથા અન્ય દ્રવ્ય વિશે પણ) જેટલી ઊંડી વિચારણા થઈ છે તેટલી દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જોવા નહિ મળે. ‘જીવ વિચાર' નામના ધર્મગ્રંથમાં જીવોનું બહુ સૂક્ષ્મ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
જે શક્તિ વડે શરીરમાં વાયુ દાખલ કરી શકીએ, રાખી શકીએ અને બહાર કાઢી શકીએ તે શ્વાસોચ્છવાસ અને જે શક્તિ વડે શરીરમાં જીવત્વ અમુક કાળ સુધી ટકી શકે તે આયુષ્ય.
ઈન્દ્રિયની સંખ્યા પ્રમાણે જીવો પાંચ પ્રકારના છે, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિય. એકેન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, બેઈન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય, તેઈન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય, ચોરેન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રન્દ્રિય હોય છે. (કેટલી ઈન્દ્રિય અને કઈ કઈ છે એ યાદ રાખવા માટે સહેલો ઉપાય એ છે કે પોતાના ચહેરામાં સૌથી નીચે દાઢી-હડપચી (સ્પર્શ)થી શરૂ કરી ઉપર જતાં જીભ, પછી નાક,
જ્યાં ચેતનાશક્તિ છે ત્યાં જીવન છે. જે પોતાની મેળે હરીફરી શકે, હાલીચાલી શકે એવા ત્રસ જીવો અને પોતાની મેળે હરીફરી ન શકે તેવા સ્થાવર જીવોના પણ પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચે સ્થાવર જીવો છે અને માણસ, ગાય, ભેંસ, બળદ, પોપટ, ચકલી, ઉંદર, સાપ, વીંછી, ભમરો, કીડી, મંકોડો વગેરે ત્રસ જીવો છે. ત્રસ અને સ્થાવર જીવોમાં જે જીવત્વ છે તે પ્રાણને આધારે છે. જ્યાં પ્રાણ છે ત્યાં જીવ છે અને
‘ઈરિયાવહી' સૂત્રમાં જીવોને માટે આવતા શબ્દોની સમજ નીચે પ્રમાણે છે :
‘એગિદિયા' એટલે એકેન્દ્રિય જીવો. એકેન્દ્રિય જીવોને ફક્ત સ્પર્શેન્દ્રિય હોય છે. તેમની ગણના તિર્યંચ ગતિના જીવોમાં થાય છે.
એકેન્દ્રિય જીવો પાંચ પ્રકારના છે : પૃથ્વીકાય, અપકાય, તેઉકાય (તેજસકાય), વાયુકાય અને વનસ્પતિકાય.
એકેન્દ્રિય જીવોને ચાર પ્રાણ હોય છેઃ (૧) શરીર (સ્પર્શેન્દ્રિય), (૨) શરીરબળ (કાયયોગ), (૩) શ્વાસોચ્છવાસ અને (૪) આયુષ્ય.
કાચી માટી, પથ્થર, મીઠું વગેરે પૃથ્વીકાય જીવો છે. પાણી અપકાયના જીવો છે. અગ્નિ તેઉકાયના જીવો છે. હવા, પવન તે વાયુકાયના જીવો છે અને શેવાળ, ઝાડપાન વગેરે વનસ્પતિકાયના જીવો છે.
બિઈંદિયા'-એટલે બે ઈન્દ્રિયવાલા જીવો. તેઓને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય (જીભ) એ બે ઈન્દ્રિયો હોય છે. તે પણ તિર્યંચ કહેવાય છે.
બે ઈન્દ્રિયવાળા જીવોને છ પ્રાણ હોય છે : (૧) શરીર (સ્પર્શેન્દ્રિય) (૨) રસનેન્દ્રિય (જીભ), (૩) શરીરબળ (કાયયોગ), (૪) વચનબળ (વચનયોગ), (૫) શ્વાસોચ્છ્વાસ અને (૬) આયુષ્ય.
બેઈન્દ્રિય જીવોમાં લોહી ચુસનારા જળો વગેરે, વરસાદમાં ઉત્પન્ન થનારાં અળસિયાં વગેરે, વાસી અને એંઠા અન્નજળમાં ઉત્પન્ન થનારાં લાળિયાં, પેટમાં ઉત્પન્ન થનારાં નાના જીવો તે કરમિયાં અને મોટા તે ગંડોલા, પાણીમાં ઉત્પન્ન થનારા પોરા, સમુદ્રમાં ઉત્પન્ન થનારા શંખ, કોડા વગેરે, લાકડામાં ઉત્પન્ન થનારા કીડા તે મેહરિ વગેરે ગણાય છે.
‘તેઈંદિયા' એટલે ત્રણ ઈન્દ્રિયવાળા જીવો. તે પણ તિર્યંચ કહેવાય
છે.
ત્રણ ઈન્દ્રિયવાળા જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણીન્દ્રિય