SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭-૯૮ કેટલાયે એવા મહાત્માઓ થઇ ગયા છે કે જેમનાં નામની આપણને જાણ નથી. કેટલાયે મહાત્માઓ પોતાની આરાધનાની અને આધ્યાત્મિક ઉચ્ચતાની વાત કોઇને જણાવા દેતા નથી કે જાતે પ્રસિદ્ધિમાં આવવા ઇચ્છતા નથી. એટલે સંયમની આરાધનાનો માર્ગ દુષ્કર છે, પણ અશક્ય નથી. પ્રબુધ્ધજીવન મનુષ્યના ભોગોપભોગની અન્ય ઘણીખરી પ્રવૃત્તિઓ પ્રગટ હોય છે, પરંતુ કામભોગની પ્રવૃત્તિ ગુપ્ત હોય છે એટલે તે જલદી નજરમાં આવતી નથી, પણ એની વ્યાપકતા સમગ્ર સૃષ્ટિમાં પ્રસરેલી રહે છે. બ્રહ્મચર્ય વ્રતને અસિધા૨ા વ્રત તરીકે ઓળખાવવામાં આવે છે. ખાંડાની ધાર પર ચાલવાનું કદાચ એટલું કઠિન નથી જેટલું કઠિન બ્રહ્મચર્યવ્રતનું પાલન છે. ઇન્દ્રિયોનાં બીજાં ક્ષેત્રો કરતાં કામવાસનાનું ક્ષેત્ર અત્યંત બળવાન છે. એના ઉપર વિજય મેળવવાનું ઘણું જ અઘરું છે, કારણ કે કામવાસનાને સ્પર્શેન્દ્રિય સાથે સંબંધ છે અને સ્પર્શેન્દ્રિયના સંસ્કાર જીવમાં અનાદિકાળથી છે. એકેન્દ્રિય જીવોમાં અન્ય કોઇ ઇન્દ્રિયો નથી હોતી, પણ સ્પર્શેન્દ્રિય તો હોય જ છે. આ અનાદિના સંસ્કારમાંથી નિવૃત્ત થવા માટે ઘણા મોટા પુરુષાર્થની અપેક્ષા રહે છે. આહારને કામવાસના સાથે અવશ્ય સંબંધ છે. બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા સાધુ કે ગૃહસ્થો જો સ્નિગ્ધ, પૌષ્ટિક આહાર પૂરતા પ્રમાણમાં લેવા લાગે તો એમનામાં વાસનાઓ જાગ્યા વગર રહે નહિ. વચનથી કે કાયાથી કદાચ તે ચલિત ન થાય તો પણ પોતાને ખબર પણ ન પડે એ રીતે વિકારો એમના ચિત્તમાં દાખલ થઇ જાય છે. એવા વિકારી વિચારો હજા૨ો પ્રકારના હોય છે. ‘વિગઈ' તરીકે ઓળખાવવામાં આવે છે. ‘વિગઇ’ શબ્દ વિકૃતિ જૈન ધર્મમાં દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને સાકર એ દ્રવ્યોને ૫૨થી આવેલો છે. આ પદાર્થોમાં શરીરમાં વિકૃતિ જન્માવવાની શક્તિ રહેલી છે. એટલે એનો ઉપયોગ અત્યંત મર્યાદિત પ્રમાણમાં જ કરવાનો હોય છે. એની અતિમાત્રા વિકાર જન્માવ્યા વગર રહેતી નથી, કારણ કે એથી સપ્ત ધાતુના રૂપાંતરમાં ફરક પડે છે. અને એવો ફરક શરીર ઉપર અથવા છેવટે ચિત્તની વિચારધારા ઉપર પ્રબળ અવળી અસર કરી જાય છે. જેઓ પોતાની વિચારધારાનું દિનરાત સતત અવલોકન કરતા રહે છે તેઓને આ વાત તરત સમજાય એવી છે. આથી જ કેટલાયે જૈન સાધુઓ વિગઇનો ઉપયોગ કરતા નથી અને કેટલાક તો જીવન પર્યંતનાં પચ્ચખાણ લે છે. વિગઇનો ઓછો ઉપયોગ થાય તો શરીર કુદરતી રીતે જ કૃશ રહે. સાધુ કૃશકાય હોય તો જ શોભે. સાધુ હોવું અને અલમસ્ત તગડા રહેવું એ બંને સાથે હોઇ ન શકે. (સિવાય કે જન્મજાત કોઈ ખોડા હોય). ‘તમારી તબિયત બહુ ફ્રાંકડી થતી જાય છે' એવું વચન સાધુ માટે શોભે નહિ. 3 દરેક ધર્મમાં તેજસ્વી સાધુઓ પ્રત્યે મહિલા વર્ગનું આકર્ષણ પરાપૂર્વથી ચાલતું આવ્યું છે. પરંતુ જેઓ પોતાની સાધનામાં સ્થિર છે તેઓ એ વિશે ઉદાસીન રહે છે. કેટલાક મહાત્માઓ યુવતીજનવલ્લભ બને છે. રૂપાળી લલનાઓથી તેઓ વીંટળાયેલા ૨હે છે. ભક્ત મહિલાઓ તેમનો ચરણસ્પર્શ કરવા ઝંખે છે. ભોળી અને વેવલી ભક્તાણીઓ ગુરુમુખે પોતાનાં જરાક વખાણ થતાં રાજી રાજી થઇ જાય છે અને તેમને રાજી કરવા ગમે તે હદ સુધી જવા તૈયાર થઇ જાય છે. એમાં તેઓ પોતાને ૫૨મ ભાગ્યશાળી, પરમ ધન્ય માનવા લાગે છે. તેઓ એમના નામની માળા ફેરવવા લાગે છે. કંઇક કાકતાલીય ન્યાયથી બનતી કે ઉપજાવી કાઢેલી ચમત્કારિક ઘટનાઓને તેઓ ગુરુએ કરેલા ચમત્કાર રૂપે માનવા લાગે છે. પરંતુ આવી આવી ઘટનાઓ ગુરુ માટે લપસણી ભૂમિકા તૈયાર કરે છે અને પોતાને અત્યંત સાવધ માનવા છતાં એવા ગુરુઓ ક્યારે લપસી પડે છે તે અગાઉથી પોતે કળી શકતા નથી. પતન પણ જ્યાં સુધી ગુપ્ત હોય ત્યાં સુધી રોચક બને છે. સારી વક્તૃત્વશક્તિ એ સાધુના જેમ ગુણપક્ષે છે તેમ એમને માટે ભયસ્થાનરૂપ પણ છે. એથી સાવધ રહેવાનું છે. સારી વક્તૃત્વ શક્તિથી ઘણો પ્રભાવ પડે છે. અનેકના જીવનને માટે તે પ્રેરણારૂપ બને છે. પરંતુ સારી વક્તૃત્વશક્તિ મોટા ટોળાને ખેંચી લાવે છે. જ એમાં દુષ્ટ માણસો પણ ખેંચાઇને આવે છે. સારી વાક્છટા ક્યારેક સાધુવક્તાના મનમાં સૂક્ષ્મ માન કષાય જન્માવે છે. એ વખત જતાં મદિરાનું કામ કરે છે. તે વખતે કોઇનાં, પોતાના ગુરુનાં સુદ્ધાં, હિતવચન ગમતાં નથી. શ્રોતાભક્તો પાસે ધાર્યું કરાવવાની શક્તિ ખીલતાં આત્મવિશ્વાસ વધે છે, સ્વતંત્ર થવાના વિચારો ચાલે છે, એમ થાય તો નિર્વાહની જવાબદારી ઉઠાવી લેનારા ભક્તો મળી જ આવે છે અને એમ થતાં એક દિવસ સંયમત્યાગનો નિર્ણય લેવાય છે. સાધુ તરીકે પોતે જે જે લોકહિતનું કાર્ય કરે છે તે ગૃહસ્થ તરીકે વધારે સારી રીતે કરી શકશે એવો ભ્રમ પછી સેવાય છે. સૂક્ષ્મ આધ્યાત્મિક સ્વહિતના ભોગે લોકહિતની ભ્રામક પ્રવૃત્તિ થઇ રહી છે એવું ભાન મોહનીય કર્મ પોતાને થવા દેતું નથી અને એક ઉત્તમ પેટ ભરીને કરે છે તેઓને નિદ્રાવસ્થામાં વિકાર અને સ્ખલનાના જે સંન્યાસીઓ રાત પડ્યા પછી મિષ્ટાન્ન સહિત ભારે ભોજન કે જીવ પોતાનું સંસારમરિભ્રમણ વધારી દે છે. એમ થવાનું હતું માટે થયું એવી માન્યતાનું પછી સમર્થન કર્યા વગર છૂટકો નથી રહેતો. 5. પ્રસંગો પ્રાપ્ત થાય છે. વારંવાર બનતા એવા આકસ્મિક પ્રસંગો ચિત્તને અવળી દિશામાં ધકેલે છે અને પછી પોતે પણ એમાં રાચવા લાગે છે. સંયમના પાલનને માટે સૂર્યાસ્ત પહેલાં અસ્નિગ્ધ, અમિષ્ટ આહાર અને તે પણ મિત પ્રમાણમાં હિતાવહ મનાયો છે. સારી વક્તૃત્વ શક્તિને લીધે મળતી મોટાઈ ક્યારેક યુવાન મુનિને આત્મવંચના તરફ ધકેલે છે. બહારથી ધર્મની વાત ચાલે, પણ અંતરમાં માયાચાર વધવા લાગે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ લખ્યું છે : જૈન ધર્મમાં ઊઠવા બેસવાની કે સૂવાની ક્રિયાઓ વિશે પણ બહુ સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવ્યો છે. સાધુઓની બેસવાની મુદ્રા પણ સંયમિત હોવી જોઇએ. જૈન ધર્મમાં સાધુઓ અને ગૃહસ્થો માટે પંચાંગ પ્રણિપાત સ્વીકારાયો છે. દંડવત્ પ્રણામનો નિષેધ છે, કારણ કે પોતે કરેલાં દંડવત્ પ્રણામ કે અન્ય સ્ત્રી કે પુરુષે કરેલા દંડવત્ પ્રણામનું અભદ્ર દર્શન ઉત્તેજનાનું નિમિત્ત બની શકે છે. જેઓ વિજાતીય વ્યક્તિનું મુખદર્શન પણ કરવા ઇચ્છતા નથી તેઓ દંડવત્ પ્રણામ ન કરે એ જ ઉચિત છે, કારણ કે એમાં પતનનાં સૂક્ષ્મ ભયસ્થાનો છે. સાધુઓએ પગ સંકોડીને પડખે જ સૂઇ જવું જોઇએ જેથી કુદરતી રીતે શારીરિક સંયમ જળવાય અને એથી મન પણ નિર્મળ રહે. દિગંબર મુનિઓ તો એક જ પડખે નિદ્રા કરી લેતા હોય છે. પડખું બદલવાનું થયું કે તરત બેઠા થઇ ધ્યાનમાં બેસી જવાનું હોય છે. વ્રતપાલનમાં શરીરની ક્રિયાઓ અને અવસ્થાઓનો પૂર્વાચાર્યોએ અભ્યાસ કરીને સંયમની દષ્ટિએ યોગ્ય નિયમો બતાવ્યા છે. માર્ચ મોટાઇમાં જે મુનિ, ચલવે ડાકડમાલા; શુદ્ધ પરૂપક ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહટમાલા. નિજ ગણ સંચે, મન નવિ ખેંચે, ગ્રંથ ભણી જન પંચે; હુંચે કેશ, ન મુંચે માયા, તો વ્રત ન રહે પંચે. ગુરુભગવંતોની ઘણી મોટી રહે છે. ગુરુ-પારતંત્ર્ય ઉ૫૨ જૈન ધર્મમાં યુવાન શિષ્યોને સંયમના માર્ગે કેળવવાની જવાબદારી
SR No.525983
Book TitlePrabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy