________________
૨
પ્રબુદ્ધજીવન
લાચારીથી, દુ:ખથી મુક્ત થવા, તેવો માર્ગ સ્વીકાર્યો હોય છે. કેટલાકને ભોળવીને લઇ જવામાં આવ્યા હોય છે. કેટલાકે પોતે આજીવિકા મેળવવાને અસમર્થ હોવાથી કે મંદબુદ્ધિવાળા હોવાથી, કે કોઈ શારીરિક ખોડ હોવાથી કે પોતે તરંગી વિચિત્ર સ્વભાવના હોવાથી આવો માર્ગ ગ્રહણ કરેલો હોય છે. વેશથી તેઓ સાધુ હોય છે, પણ તેમના હૃદયને વૈરાગ્યનો અને સંયમનો પાકો રંગ લાગ્યો નથી હોતો. તેઓ માત્ર દ્રવ્યલિંગી જ હોય છે.
કેટલાક સાધુઓમાં તત્કાલ પૂરતો દુઃખગર્ભિત વૈરાગ્યનો ઉદ્રેક હોય છે, પરંતુ તે શમી જતાં અને ભોગોપભોગની સામગ્રી સુલભ બનતાં ફરી તેમનામાં સાંસારિક ભાવો જાગ્રત થાય છે. યૌવનાવસ્થામાં એ વિશેષ પ્રબળ બને છે. વિવિધ ઇન્દ્રિયોની અતૃપ્તિ એમને સતાવે છે અને માનસિક પરિતાપ કરાવે છે.
બધા સાધુ એક જ સરખી કોટિના ન હોઇ શકે. કોઇકની એક પ્રકારની શક્તિ હોય તો કોઇકની અન્ય પ્રકારની. તેવી રીતે કેટલાક સાધુઓમાં જોવા મળતી શિથિલતાઓ પણ એક સરખી ન હોતાં જુદા જુદા પ્રકારની હોય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ તથા અશુભ યોગ મોટા સાધુઓને પણ પતનના માર્ગે લઇ જાય છે. વિષય અને કષાય એ સાધુજીવનના મોટા શત્રુઓ છે. શિથિલતાની દૃષ્ટિએ એવા પાંચ પ્રકારના સાધુ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે કે જે અવંદનીય ગણાય છે : (૧) પાર્શ્વસ્થ (પાસસ્થા), (૨) અવસન્ન (ઓસત્રો), (૩) કુશીલ, (૪) સંસક્ત અને (૫) યથાછંદ (જહાછંદો). આ પાંચ પ્રકારના દરેકના પેટા પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે. ‘ગુરુવંદન ભાષ્ય'માં કહ્યું છે :
पासत्थो ओसन्नो कुसील संसत्तओ जहाछंदो । યુ-યુગ-તિ-ટુ-ઓન-વિહા અવંખિજ્ઞા નિખવમિ ॥ (પાર્શ્વસ્થ, અવસત્ર, કુશીલ, સંસક્ત અને યથાછંદ-આ પાંચેના
અનુક્રમે બે, બે, ત્રણ, બે અને અનેક-એવા પેટા પ્રકાર છે. આ પાંચેયને જૈન દર્શનમાં અવંદનીય કહ્યા છે.)
પાસસ્થા (પાર્શ્વસ્થ) એટલે બાજુમાં રહેલા. જેઓ આત્મામાં નહિ પણ બહાર કે બાજુમાં રહે છે, જેઓ ધર્મમાં નહિ પણ ધર્મની બહાર રહે છે, જેઓ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી રત્નત્રયીમાં નહિ, પણ એની બહાર રહે છે તે પાર્શ્વસ્થ. પાર્શ્વસ્થના બે પ્રકાર છે-સર્વ પાર્શ્વસ્થ અને દેશ પાર્શ્વસ્થ,
અવસન્ન એટલે જે સાધુઓ પોતાના આચારના પાલનમાં શિથિલ, પ્રમાદી કે અનુત્સાહી હોય છે. એમના બે પ્રકાર છે-સર્વ અવસન્ન અને દેશ અવસન્ન. કુશીલ એટલે ખરાબ આચરણવાળા. જેઓ જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચારના પાલનમાં ઘણા દોષવાળા હોય તે. કેટલાક સાધુઓમાં કેટલાક સારા ગુણ હોય અને કેટલાક દોષો હોય તો તેને ‘સંસક્ત' કહેવામાં આવે છે. યથાછંદ એટલે પોતાની મરજી મુજબ વર્તનારા, ગુરુની આજ્ઞામાં ન રહેનારા, ઉત્સૂત્ર પરૂપણા કરનારા, એશઆરામનું જીવન જીવવાવાળા શિથિલાચારી
સાધુઓ. તેઓ અનેક પ્રકારના હોય છે.
આ પાંચે પ્રકારના સાધુઓને જૈન ધર્મમાં અવંદનીય કહ્યા છે. સાધુઓમાં શિથિલતા આવવાનાં અઢાર સ્થાન દસવૈકાલિક સૂત્રમાં બતાવ્યાં છે. એમાં પાંચ મહાવ્રતનું પાલન મુખ્ય છે અને એમાં પણ કઠિન વ્રત બ્રહ્મચર્યનું છે. સાધુ-સાધ્વીઓ બ્રહ્મચર્ય વ્રતનું
પાલન કરવાને અસમર્થ બને છે ત્યારે તેમનામાં આચારની શિથિલતા અને વિવિધ પ્રકારના દોષો ઉદ્ભવવા લાગે છે. બ્રહ્મચર્ય વ્રત એટલું દુષ્કર છે કે તેના યોગ્ય અને યથાર્થ પાલન માટે શીલની નવ વાડ બતાવવામાં આવે છે. એ વાડ સાચવવાથી વિકાર કે પતનનાં દ્વા૨ બધ રહે છે. જેઓ આ વાડની બાબતમાં પ્રમાદ સેવે છે તેઓનું
તા. ૧૬-૭-૯૮
ક્યારે પતન થઇ જાય છે તે કહેવાતું નથી. હિંદુ, બૌદ્ધ, ઇસ્લામ કે યહૂદી વગેરે ધર્મોમાં પણ વિજાતીય સાથે દેહસંબંધ ન થયો હોય તો પણ સજાતીય સંબંધો કે સ્વયંસ્લખનાના પ્રસંગો પ્રાચીન કાળથી બનતા આવ્યા છે. અલબત્ત, આવો વર્ગ બહુ નાનો હોય છે, પણ નથી હોતો એમ નથી. વર્તમાનકાળમાં દરેક ધર્મના સાધુ-સાધ્વીઓને જ્યાં એકાન્તમાં રહેવાની અને વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરવાની સગવડ વધતી જાય છે ત્યાં શિથિલાચારનો અવકાશ વધવા લાગ્યો છે. જે ધર્મમાં સાધુ-સાધ્વીઓને ફોટા, ટી.વી. કે વિડિયો ફિલ્મ જોવાનો પ્રતિબંધ હોતો નથી તેવાં સાધુ-સાધ્વીઓ એકાંતમાં અશ્લીલ દશ્યો પણ નિહાળી શકે છે. અન્ય ધર્મના સાધુ-સાધ્વીઓમાં પણ આ દુરાચાર વધવા લાગ્યો છે. દુનિયામાં અશ્લીલ ફોટાઓ, ચલચિત્રો વગેરે પ્રકારની સામગ્રી પ્રતિદિન વધતી ચાલી છે અને ટી.વી. કે કોમ્પ્યુટર ઉપર પોતાના ઘરમાં સુલભ થવા લાગી છે. વિદેશોમાં કોમ્પ્યુટર ચલાવતાં કુમળી વયનાં બાળકો અજાણતાં આવાં દશ્યો ન નિહાળી લે એ માટે માબાપ બહુ સર્ચિંત રહે છે.
સાધુપણામાં યૌવન વયનું એક મોટામાં મોટું જોખમ તે કામવાસનાનું છે. દરેક મનુષ્યમાં (અને પશુઓમાં પણ) કાળક્રમે કામવાસનાનો ઉદય થાય છે. કિશોરાવસ્થા વટાવતાં શરીરમાં જે પ્રકારના ફેરફારો થવા લાગે છે તેથી માણસ કૌતુકવશ બને છે અને કુદરતી આવેગો આવતાં તે સંતોષવાના ઉપાયો શોધે છે.
છેલ્લા થોડા વખતથી અમેરિકામાં ખ્રિસ્તી પાદરીઓ સામેના તહોમતનામાના દાખલાઓ વધતા જાય છે. અમેરિકા જેવા વિશાળ દેશમાં પાંચ હજારથી વધુ દેવળો છે અને તેમાં એથી પણ વધુ સંખ્યામાં પાદરીઓ ફરજ બજાવે છે. ખ્રિસ્તી ધર્મમાં પણ સામાન્ય રીતે રોમન કેથોલિક સંપ્રદાયમાં ‘ફાધર’ની દીક્ષા બાળ બ્રહ્મચારીને જ અપાય છે. ક્યારેય પરિણીત ન હોય એવી વ્યક્તિઓ પાદરી
બની હોય તો તેમાંથી કોઇકની અતૃપ્ત સુષુપ્ત કામવાસના જાગ્રત ન થાય એવું નથી, એવી વાસના જાગ્રત થાય અને તે અદમ્ય બની જાય ત્યારે તેવી વ્યક્તિ પોતાની વાસના સંતોષવા વિવિધ ઉપાયો અજમાવે છે. દેવળમાં શીખવા આવતા કે ધર્મક્રિયા કરવા આવતા કુમળી વયના દસબાર કે વધારે ઓછા વર્ષના છોકરાઓ સાથે સજાતીય વ્યવહાર આવા પાદરીઓથી થઇ જાય છે. પછી ટેવ પડે છે અને પકડાય છે ત્યારે તેમની સામે ખટલો ચાલે છે અને તેમને સજા થાય છે. છેલ્લા દાયકામાં એવા કેટલાક પાદરીઓ જેલજીવન ભોગવે છે. આપણે ત્યાં જૈન અને અન્ય ધર્મમાં તથા દુનિયાના બીજા દેશોમાં અને બીજા ધર્મોમાં પણ ઘણા આવા દાખલા બને છે. પણ ત્યાં કાયદો અને લોકમત એટલા પ્રબળ નથી. પરિણામે ગુપ્ત રીતે કામભોગ ભોગવતા સાધુસંન્યાસીઓ પકડાવા છતાં છટકી જઇ શકે છે, કારણ કે સાધુઓ ઉપર કોર્ટમાં કેસ ચલાવવા અને સાક્ષી થવા બહુ ઓછા તૈયાર હોય છે.
યૌવનાવસ્થા એ સાધુતાની કસોટી કરનારો કપરામાં કપરો કાળ ગણાય છે. ગૃહસ્થોનાં વૈભવી જીવન જોઇને તેવું જીવન જીવવાની ઇચ્છા થવી, કામવાસના જાગૃત થવી અને તેના આવેગોને શાંત કરવા અસમર્થ થવું, પ્રસિદ્ધ પુરુષ થવાના કોડ જાગવા અને લોકેષણાથી પરાજિત થવું એ યૌવનવયમાં સાધુઓ સામે મોઢું ફાડીને બેઠેલા મોટા દુષ્ટ અસુરો છે. એમના ઉપર વિજય મેળવવા માટે અપૂર્વ પરાક્રમની અપેક્ષા રહે છે.
યુવાન વયે મહાન તેજસ્વી સાધુઓએ સંયમની અને અધ્યાત્મની ઉત્તમ આરાધના કરી હોય એવા અનેક દષ્ટાન્તો જૈન શ્રમણ પરંપરામાં જોવા મળશે. જંબૂસ્વામી, સ્થૂલિભદ્ર, વજ્રસ્વામી, હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી વગેરે બેચાર નહિ, પણ અનેક નામો ગણાવી શકાય. અન્ય ધર્મોમાં પણ એવાં અનેક ઉદાહરણ વિશે જાણવા મળે છે.