SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ . ૭ વર્ષ : (૫૦) + ૯ ૦ અંકઃ ૬૭ ૭ તા. ૧૬-૬-૯૮ ૭ શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર પ્રબુદ્ધે જીવઠા ♦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ ૫૦ વર્ષ ૦ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂા. ૮૦ તંત્રી : રમણલાલ ચી. શાહ પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા ભારત સરકારે ડૉ. ઉષાબહેન મહેતાને પદ્મવિભૂષણનો ઇલકાબ સ્વતંત્રતાની સુવર્ણજયંતી પ્રસંગે આપીને એમનું યોગ્ય ગૌરવ તો કર્યું જ છે, પણ સાથે સાથે સરકારે પોતે પોતાને પણ ગૌરવ અપાવ્યું છે. ડૉ. ઉષાબહેન મહેતાને સ્વતંત્રતાની સુવર્ણ જયંતીના અવસરે આ ઇલકાબ મળ્યો છે તે સમયોચિત અને ગૌરવપૂર્ણ ગણાય. ઉષાબહેને આઝાદી પૂર્વે જેલજીવન ભોગવ્યું હતું અને પછીથી પણ રાષ્ટ્રભક્તિના કાર્યમાં સંનિષ્ઠાથી લાગેલાં રહ્યાં છે એ પણ એટલા જ આનંદ અને ગૌરવની વાત છે. સરકારે પચાસ વર્ષે પણ કદર કરી એ મોટા સંતોષની વાત છે. મારી જેમ કેટલાકને એમ અવશ્ય લાગ્યું હશે કે ઉષાબહેનને આ ઇલકાબ ઘણો વહેલો મળવો જોઇતો હતો. સરકાર સારા અવસ૨ની રાહ જોતી હતી એમ કહેવા કરતાં ઉષાબહેને એ માટે કંઇ પ્રયત્નો નથી કર્યા એમ કહેવું જ વધુ યોગ્ય છે. ઉષાબહેનનું એ સદ્ભાગ્ય છે કે સ્વતંત્રતાની સુવર્ણજયંતી જોવા તેઓ વિદ્યમાન રહ્યાં છે. ઉષાબહેનની સરળ, નિઃસ્વાર્થ, નિર્દભ, નિષ્ઠાવાન પ્રકૃતિનો પરિચય એમાંથી મળી રહે છે. આવું સન્માન મળે તો ય શું અને ન મળે તોય શું ?-એવો જ ઉદાર, સમત્વયુક્ત પ્રતિભાવ એમનો ૨હે છે. Licence to post without prepayment No. 37 @ Regd. No. MH / MBI-South / 54 / 98 હું એવા કેટલાક મિત્રોને ઓળખું છું કે જેઓએ પોતાના જીવનનો ઘણો મોટો ભોગ દેશની આઝાદી માટે આપ્યો હોવા છતાં સ્વાતંત્ર્ય સૈનિકનું પ્રમાણપત્ર મેળવવા માટે પણ તેઓએ અરજી કરી નથી, તો તે માટેના ભથ્થાની કે રેલવેમાં એરકંડિશન કલાસમાં મિત્રને સાથે લઇને મફત પ્રવાસ કરવાની (કે તેવા પ્રવાસ કરાવવા દ્વારા કમાણી કરવાની) તો વાત જ શી ? ‘કોઇપણ પ્રકારના બદલાની અપેક્ષા વિના અમે માતૃભૂમિ માટે બલિદાન આપ્યું હતું. એનો આનંદ એજ અમારે માટે ઇલકાબરૂપ છે.' આવું એવા સ્વાતંત્ર્ય સૈનિકો પાસેથી સાંભળીએ છીએ ત્યારે હર્ષ-રોમાંચ અનુભવીએ છીએ અને ત્યારે એમ લાગે કે ગાંધીજીનો આત્મા હજુ પણ કેટલાંકના હૈયામાં વસેલો છે. ડૉ. ઉષાબહેન મહેતાનું નામ તો મેં ૧૯૪૨ની લડત વખતે પહેલી વાર સાંભળ્યું હતું. કોંગ્રેસ રેડિયો પર એમનો અવાજ સાંભળ્યો. હતો. તેઓ પકડાયાં અને એમને સજા થઇ એ સમાચાર ત્યારે છાપામાં વાંચ્યા હતા. પરંતુ ઉષાબહેનને રૂબરૂ મળવાનું તો ૧૯૪૮માં એમના ઘરે થયેલું. એમના વડીલબંધુ ડૉ. ચન્દ્રકાન્ત મહેતા ગુજરાતી વિષયના અધ્યાપક. ૧૯૪૮માં બી.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ મેં ગુજરાતી વિષય સાથે એમ.એ.નો અભ્યાસ ચાલુ કર્યો ત્યારે ડૉ. ચન્દ્રકાન્ત મહેતા પણ, બીજા અધ્યાપકો સાથે, અમારા વર્ગ લેતા. તે વખતે વિદ્યાર્થીને કંઇ માર્ગદર્શન જોઇતું હોય તો તેઓ પોતાને ઘરે બોલાવતા. ઓપેરા હાઉસ પાસે લક્ષ્મી બિલ્ડિંગમાં એમનું સંયુક્ત કુટુંબ રહે. એ વખતે ઉષાબહેનને મળવાનો પ્રસંગ પ્રાપ્ત થતો. ૧૯૭૦માં મુંબઇ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગની સ્થાપના થઈ. એ વિભાગના અધ્યક્ષ તરીકે યુનિવર્સિટીએ મારી નિમણુંક કરી હતી. એ વખતે મેં રજિસ્ટ્રાર શ્રી ચિદમ્બરને પૂછ્યું મારે કયા રૂમમાં બેસવાનું છે ? તો એમણે જણાવ્યું કે ‘તમારે ડૉ. ઉષાબહેન મહેતાના રૂમમાં બેસવાનું છે, કારણ કે ઉષાબહેનનો ડિપાર્ટમેન્ટ હવે સાંતાક્રુઝ ખાતે કાલિના કેમ્પસમાં ખસેડવામાં આવ્યો છે.’ આમ, મુંબઇ યુનિવર્સિટીમાં જોડાતાં જ ઉષાબહેનના રૂમમાં બેસવાનું મળ્યું એથી મને ઘણો આનંદ થયો. એને હું મારું સદ્ભાગ્ય માનું છું. પછી તો ઉષાબહેનને યુનિવર્સિટીની ઘણી મિટિંગોમાં મળવાનું થતું, સાથે કામ કરવાનું થતું. ઉષાબહેન સાથેનો પરિચય યુનિવર્સિટીને નિમિત્તે વધુ ગાઢ થયો. પછી તો અંગત રીતે પણ તેઓ અમારા કુટુંબના સર્વ સભ્યો સાથે વડીલ સ્વજન જેવાં બની રહ્યાં, · ઉષાબહેન મહેતાનો જન્મ ૧૯૨૦ના માર્ચમાં સુરત જિલ્લામાં સરસ નામના ગામમાં થયો હતો. એમના પિતા હરિપ્રસાદ મહેતા ન્યાયાધીશ એટલે સરકારી કર્મચારી. એમનાથી આઝાદીની લડતમાં ભાગ ન લેવાય. પણ કુટુંબના બધા સભ્યો લડતના રંગે રંગાયેલાં હતાં. સરસ એટલે દરિયાકિનારા તરફનું ગામ. જ્યારે અંગ્રેજ હકુમતે મીઠા પર કરવેરો નાખ્યો ત્યારે ગાંધીજીએ દાંડીયાત્રા કાઢેલી અને એ કાયદાનો ભંગ કરેલો. ઉષાબહેનનાં દાદીમાએ દરિયાનું પાણી હાંડામાં લાવી, ચૂલે ગરમ કરી એમાંથી મીઠું પકાવી, પોતે સરકારી કાળા કાયદાનો ભંગ કર્યો એ વાતે અનહદ આનંદ અનુભવેલો. આવું વાતાવરણ આ કુટુંબનું હતું. લોકજાગૃતિ માટે ગાંધીજીએ સુરત જિલ્લામાં એક ગામમાં એક શિબિર યોજેલી, ત્યારે કિશોરી ઉષાબહેન ગાંધીજીને મળવા ગયેલાં, સત્યાગ્રહમાં એમને ભાગ લેવો હતો પરંતુ ગાંધીજી એમની સાથે બોલ્યા નહિ, કારણ કે મૌનવાર હતો. પણ હાથના ઇશારાથી ગાંધીજીએ ના પાડી કારણ કે ઉષાબહેને ખાદી પહેરેલી નહિ. પછી બીજે દિવસે ખાદીનાં વસ્ત્રો ધારણ કરીને ઉષાબહેન ગયાં ત્યારે ગાંધીજીએ એમની સાથે સરસ વાત કરી હતી. સત્યાગ્રહમાં જોડાવું હોય તો ગાંધીજીએ શરત મૂકી કે આજીવન બ્રહ્મચર્ય પાળવું પડશે; અપરિણીત રહેવું પડશે. ઉષાબહેને એ શરત કબૂલ કરેલી. આ
SR No.525983
Book TitlePrabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy