________________
તા. ૧૬-૪-૯૮
પરમાત્માને દેહ સંબંધ જતાં અદેહી બનવાને કારણે અને નિષ્કમાં બન્યા તે અપેક્ષાએ તેઓ દ્રવ્યાતીત છે. આપણી છદ્મસ્થ દશા પુદ્ગલદ્રવ્યના બનેલા દેહ સહિતની સદેહી-સયોગી-સકર્મા અવસ્થા છે, દ્રવ્યાતીત નહિ, પરમાત્માના આત્મપ્રદેશો સ્થિર છે અને પર્યાયઉપયોગ-અવિનાશી છે અર્થાત્ પર્યાય અવિનાશીતા અને પ્રદેશ સ્થિરતાને કારણે પરમાત્મા ક્ષેત્રાતીત અને કાળાતીત છે. આપણા છદ્મસ્થના આત્મપ્રદેશો દેહના બંધનથી બંધાયેલ અસ્થિર છે જેથી ક્ષેત્ર-ક્ષેત્રાંતરતા-પરિભ્રમણ ચાલુ ને ચાલુ જ છે. વળી તેમાં સમયે સમયે રૂપાંતર થયા જ કરે છે. હાલત, અવસ્થા, સ્થિતિ બદલાતી જ રહે છે. પળે પળે ઉપયોગમાં ફેરફારી થતી જ રહે છે. અર્થાત્ પર્યાયની ફેરફારી-રૂપરૂપાંતરતા-પરિવર્તન ચાલુ ને ચાલુ જ છે. ઉપરાંત પરમાત્મા સંસારના સર્વ મિથ્યા અજ્ઞાન મોહભાવથી અતીત છે અને માત્ર શુદ્ધ-વિશુદ્ધ સ્વરૂપભાવ-સ્વભાવનું વેદન છે, તે
અપેક્ષાએ ભાવાતીત છે.
પ્રબુદ્ધજીવન
સ્થિરાવસ્થાની પ્રાપ્તિ થયા બાદ તેમને રૂપરૂપાંતરતા અર્થાત્ પરિવર્તનશીલતા એટલે કે કાળ નથી રહેતો અને ક્ષેત્રક્ષેત્રાંતરતા અર્થાત્ પરિભ્રમણશીલતા એટલે કે ક્ષેત્રના ભેદ રહેતાં નથી. જીવદળ, આત્મદ્રવ્ય, આત્મપ્રદેશો પરમ સ્થિરાવસ્થામાં એવાં ને એવાં જ સ્થિર રહે છે અને ગુણ-પર્યાય ભાવ પણ એવો ને એવો અવિનાશીનિત્ય રહે છે. માત્ર દ્રવ્ય, ભાવાત્મક ચિદાનંદ-ધનરૂપ સહજ સ્વાભાવિક નિત્યાવસ્થા-સ્વરૂપાવસ્થા હોય છે.
ته
સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ રૂપ કેવળજ્ઞાન ઃ
સ્વ દ્રવ્ય એટલે જીવના આત્મપ્રદેશો; સ્વક્ષેત્ર એટલે જીવના આત્મપ્રદેશોનો ઘેરાવો-કદ-હદ અર્થાત્ જીવના આત્મપ્રદેશોએ અવગાહેલ-રોકેલ-Occupy કરેલ આકાશક્ષેત્ર. સ્વકાળ એટલે
જીવનો પર્યાય-હાલત-અવસ્થા-દશા અને સ્વ ભાવ એટલે જીવના ગુણ.
ભાવ નિત્ય હોઈ શકે કે અનિત્ય હોઈ શકે. નિત્યતા હોય ત્યાં કાળ-રૂપરૂપાંતરતા-પરિવર્તનશીલતા-ક્રમિકતા-સક્રિયતા હોય નહિ. જ્યાં ક્રમિકતા-સક્રિયતા-પરિવર્તનશીલતા-રૂપરૂપાંતરતા હોય ત્યાં કાળ હોય છે અને અનિત્યતા હોય છે. વિનાશીતા હોય છે.
આકાશક્ષેત્રના એક વિભાગ દેશાકાશમાં જીવના આત્મપ્રદેશો રહેલાં હોય છે. પરંતુ જીવના ભાવ એટલેકે ગુણ-પર્યાય તો જીવના આત્મપ્રદેશમાં રહેલાં હોય છે. માટે ગુણપર્યાયનું સ્વક્ષેત્ર અર્થાત્ ગુણપર્યાયનું સ્થાન (આક્રાશ)-ક્ષેત્ર જીવના પોતાના આત્મપ્રદેશો છે. આકાશ એ ક્ષેત્રાકાશ છે જ્યારે સ્વક્ષેત્ર-સ્વઆકાશ એ જીવના ગુણપર્યાયના અભેદ આધારરૂપ આત્મપ્રદેશ છે, જેને ચિદાકાશ કહી શકાય. સાકર બરણીમાં રહેલ છે. પણ સાકરની મીઠાશ તો સાકરમાં જ રહેલ છે અને નહિ કે બરણીમાં. બરણી ચાખવાથી મીઠાશ નહિ મળે. એ તો સાકરને ચાખવાથી, સાકરમાંથી જ મીઠાશ મળે, તેના
જેવું આકાશ, તેમાં રહેલાં દ્રવ્ય (આત્મપ્રદેશ) અને દ્રવ્યમાં રહેલા ભાવ (ગુણ-પર્યાય)નું છે.
કેવળજ્ઞાની ભગવંતો શૈલેશીકરણ કરીને આયુષ્યના અંતે ચારે ય અઘાતિકર્મો ખપાવીને સિદ્ધ ભગવંત થાય છે. નિર્વાણ સમયની દેહાકૃતિની કદના આત્મપ્રદેશો બે તૃતીયાંશ ભાગના ઘનસ્વરૂપ થઇ જઇ, એ ચિન લોકાગ્ર શિખરે સિદ્ધિશિલા ઉપર આરૂઢ થઈ જતાં, તે આત્મપ્રદેશો ત્યાં સ્થિર થઈ જતાં, ક્ષેત્રાંતર ટળી જાય છે. અર્થાત્ ક્ષેત્ર અને દ્રવ્ય (ચિન-આત્મપ્રદેશો) અનંતકાળ સુધી સાદિ-અનંત ભાંગે એક થઇને રહે છે એટલે કે માત્ર દ્રવ્ય રહે છે.
એજ પ્રમાણે કેવળજ્ઞાનના પ્રગટીકરણ સાથે જ કેવળજ્ઞાની ભગવંતોનો ઉપયોગ નિત્ય બને છે. અર્થાત્ ભાવ (ગુણ-પર્યાય) બને છે. જ્યાં નિત્યતા છે ત્યાં કાળ નથી. આમ માત્ર ભાવ જ ૨હે
છે.
કેવળી ભગવંતો-સિદ્ધ ભગવંતો ક્ષેતાતીત અને કાળાતીત છે. કેવળજ્ઞાની ભગવંતનું કેવળજ્ઞાન-ઉપયોગ નિત્ય, અવિનાશી, અક્રિય અને અક્રમિક છે અને શૈલેશીકરણની પ્રક્રિયાથી સિદ્ધશિલા સ્થિત થયા બાદ અરૂપી, અદેહી, અશરીરી, અનામી, અમૂર્ત, અક્ષય, અવિનાશી, અગુરુલઘુ, અવ્યાબાધ, અક્રિય, અક્રમિક, પરમ
આત્મા એની શુદ્ધ-સિદ્ધ-સ્વરૂપ અવસ્થામાં સ્વયંભૂસ્વાનુભૂતિરૂપ-સર્વાનુભૂતિરૂપ અને સ્વસંવેદ્યરૂપ છે. આત્મા અનાદિઅનંત, અનુત્પન્ન અને અવિનાશી છે તેથી સ્વયંભૂ છે. આત્મા સ્વયં સ્વક્ષેત્રે સ્વાત્મસુખની અનુભૂતિ કરે છે અર્થાત્ આત્મા પોતે પોતાનું
જ
સુખ વેદે છે. નથી તો એના સુખને કોઇ બીજા વેદી શકે છે, કે નથી તો કોઇ બીજાં એના સુખને વેદી શકે છે, માટે આત્મા સ્વ સંવેદ્યરૂપ છે અને સ્વાનુભૂતિરૂપ છે. વળી આત્મા સ્વયંની સર્વજ્ઞતાને કા૨ણે સર્વ શેયપદાર્થોને તેના સર્વ ક્ષેત્ર-કાળ-ભાવ સહિત જાણે છે, માટે આત્મા સર્વાનુભૂતિ છે. વળી તે સર્વદા એકરૂપ હોવાથી એકાંકાર છે, સર્વદર્શી-સર્વજ્ઞ હોવાથી સર્વાકાર છે અને દશ્યરૂપ-શેયરૂપ થતાં અર્થાત્ કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં સર્વ શેયથી એના કેવળજ્ઞાનને કોઇ બાધા (અસ૨) પહોંચતી નથી તેમ પ્રતિબિંબિત થતાં શેયને પણ કોઇ અસર થતી નથી માટે શૂન્યાકાર છે.
જો આવી અપૂર્ણાવસ્થામાં પણ કાળ સંબંધી કોઇ નિશ્ચિત માપ
ટુ
પ્રમાણ નથી કે જે જ્યાં નથી તે કાળથી વ્યવહા૨ થાય છે અને તેની અકળામણ થાય છે તો પછી જ્યાં આવો વ્યવહાર જે ભ્રમભ્રાંતિરૂપ છે ત્યાં કાળનો શું વિચાર કરવો ? વાસ્તવિક તો આપણું અપૂર્ણજ્ઞાન, અલ્પજ્ઞાન, ક્રમિકશાન, ભ્રામિકજ્ઞાન, માયિકજ્ઞાન છે તે કાળ છે. અજ્ઞાન-અલ્પજ્ઞાન તો એક સમયને અનાદિ અનંત ભૂત ભવિષ્યકાળ રૂપ બનાવે છે. જ્યારે કેવળજ્ઞાન અનાદિ અનંત કાળને એક સમયરૂપ બનાવે છે. (કાળ વિષયમાં વધુ જાણવાની ઇચ્છા ધરાવનાર જિજ્ઞાસુએ ‘ત્રૈકાલિક આત્મ વિજ્ઞાન' પુસ્તકમાંનો ‘કાળનો નિકાલ' લેખ અવશ્ય જોઇ જોવો એવી ભલામણ છે.)
ઉત્પત્તિ, પ્રાપ્તિ, પ્રવૃત્તિ, સંસ્કૃતિ, વિકૃતિ
એ પાંચથી અતીત કેવળજ્ઞાન :
જ્યાં ઉત્પાદન છે ત્યાં ઉત્પત્તિ અર્થાત્ ઉત્પાદન કરીને તેને પ્રાપ્ત
કરવાની પ્રવૃત્તિ કરવાનો પ્રશ્ન ઊભો રહે છે. પરંતુ જેની ઉત્પત્તિ જ
નથી, જે અનાદિ-અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ હોય છે, તેની પ્રાપ્તિ કે પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ કરવાનો પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. એ તો નિત્ય પ્રાપ્ત જ હોય છે, કેમકે સ્વયંભૂ છે. જે સ્વયંભૂ હોય તેને મેળવવાનું ન હોય, પરંતુ તે પ્રાપ્યનું પ્રગટીકરણ કરવાનું હોય છે. એની ઉપરનું આવરણ હઠાવી તેને અનાવૃત્ત કરવાનું હોય છેનિરાવરણ કરવાનું હોય છે. એ તો પ્રાપ્તની જ પ્રાપ્તિ છે. જો પ્રાપ્ત જ છે તો પછી પ્રાપ્તિ શેની કરવાની ? આ પ્રશ્નનું સમાધાન એ છે કે જે પ્રાપ્ત છે તે સત્તાગત છે. એ તારું તારામાં ધરબાયેલું પડેલું છે. એ તારું તારામાંથી તારે બહાર લાવીને વેદન ક૨વાનું છે-અનુભવવાનું છે. એક કપડું છે તે મેલું થયું છે. કપડું અને કપડાંની સફેદાઇ, શુભતા તો પ્રાપ્ત જ છે. કપડાં ઉપરનો મેલ દૂર કરીને તે કપડાંની શુભ્રતાને બહાર લાવવાની છે. અજ્ઞાન અને મોહની ભૂલથી આત્મવેદન ઉપર જે કર્મમેલ જામી ગયો છે તે કર્મમલ દૂર કરીને એટલે કે જ્ઞાની બની, વીતરાગ થઇને, કર્મમલ-કર્માવરણ હઠાવી, આત્મવેદન કરવાનું છે, એજ પ્રાપ્તની પ્રાપ્તિ છે.
જોતો હોય તે જોનારો દશ્ય પદાર્થથી ભિન્ન હોય. તમારું જે તમારામાં હોય તે તમારાથી અભેદ હોય. તેની તમારે પ્રાપ્તિ કરવી,