SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ८ એટલે કે આવરણ હઠાવી તેનું વેદન કરવું. આત્માના જે જે સ્વરૂપગુણો આપણામાં સત્તાગત પડ્યા છે, તેનું વેદન થવું, તે પ્રાપ્તની પ્રાપ્તિ છે. જ્યારે જેટલી જેટલી કર્મજનિત અવસ્થાઓ-ભોગાદિ છે તે અપ્રાપ્તની પ્રાપ્તિ છે. મોહનીકર્મ એ મળ છે. દર્શનાવરણીય અને જ્ઞાનાવરણીય કર્મ વિક્ષેપ છે અને અંતરાયકર્મ આવરણ છે. મળ સાફ કરીને વીતરાગ થઇ, વિક્ષેપ દૂર કરીને તથા આવરણ હઠાવીને સ્વરૂપનો ભોગ કરવાનો છે. નિજાનંદ, સહજાનંદ, જ્ઞાનાનંદ, સ્વરૂપાનંદ, ચિદાનંદ, આત્માનંદને જાણવાનો છે-વેદવાનો છે. પ્રબુદ્ધજીવન તા. ૧૬-૪-૯૮ ગુણ દ્રવ્ય ભેદક છે. અર્થાત્ ઓળખ એના ગુણથી છે. સાકર અને ફટકડી એ બે પદાર્થોમાંથી, જે સાકર છે તે સાકર જ છે, એવી ઓળખ તે સાકરની મીઠાશને કારણે છે. અને ફટકડી જે છે તે તેની તુરાશથી છે. આમ ગુણ એ દ્રવ્ય ભેદક છે તો પર્યાય એ ગુણ ભેદક છે. જીવાસ્તિકાયમાં, આત્મપ્રદેશ-જીવાસ્તિકાય એ દ્રવ્ય છે. જ્ઞાનત્વ એ ગુણ છે અને જ્ઞાનાંતર એ પર્યાય છે. અથવા તો ગુણના જેટલાં ભેદ છે તે ગુણના પર્યાય છે અને ગુણકાર્ય છે તે પણ પર્યાય છે. પુદ્ગલાસ્તિકાયમાં પુદ્ગલાસ્તિકાય એ દ્રવ્ય છે. વર્ણત્વ, ગંધત્વ, રસત્વ, સ્પર્શત્વ એ ગુણ છે અને વર્ષાંતર કાળો, ધોળો, લાલ, પીળો એ પર્યાય છે. વર્ણગુણના તે તે વર્ણ પર્યાય છે. દ્રવ્ય-ગુણપર્યાય સંબંધી આટલી પૂર્વભૂમિકાને આધારે હવે કેવળજ્ઞાન એ ગુણ છે કે પર્યાય તે સંબંધી વિચારણા કરીશું. એ કેવળજ્ઞાની ભગવંતનો આત્મા એ દ્રવ્ય છે. જ્ઞાન એ આત્માનો, કેવળી ભગવંતનો તેમ સર્વ જીવનો ગુણ છે. જ્ઞાનત્વ એ ગુણ છે. જ્ઞાન કેવું છે ? મતિજ્ઞાન છે, શ્રુતજ્ઞાન છે, અવધિજ્ઞાન છે, મન:પર્યવજ્ઞાન છે કે કેવળજ્ઞાન છે તે આત્માના જ્ઞાનત્વ ગુણના પર્યાય છે. આમ કેવળજ્ઞાન જે આપણે કહીએ છીએ તે કેવળજ્ઞાન એ આત્માના જ્ઞાનગુણનો પર્યાય છે અર્થાત્ કેવળજ્ઞાની ભગવંતના જ્ઞાનગુણનો પર્યાય કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાન અનાદિ અનુત્પન્ન, અવિનાશી, નિત્યપ્રાપ્ત, સ્વયંભૂ છે. આપણી સાથે જ સર્વદા આપણા આત્મપ્રદેશો રહેલ છે. એ તો પ્રાપ્ત જ છે. એની ઉપર ચઢી ગયેલ જ્ઞાનાવરણીયકર્મને હઠાવી તેને નિરાવરણ કરી, અનાવૃત કરવાનું છે. ઉદ્ઘાટન-પ્રગટીકરણ કરીને સસંવેદ્ય બનાવવાનું છે અર્થાત્ વેદનમાં લાવવાનું છે. જે આમ કેવળજ્ઞાનની કાંઇ ઉત્પત્તિ નથી, તેની પ્રાપ્તિ પણ નથી, કેમકે એ કાંઇ અપ્રાપ્ત નથી. પ્રાપ્ત જ છે. એટલે પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિ નથી પરંતુ તેની ઉપરના આવરણ હઠાવવા પૂરતી પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ પાછી નિવૃત્ત થવાની, જેટલી જેટલી ભેદરૂપ અવસ્થાઓ છે તેથી દૂર થઈને અભેદમાં જવાની-અક્રિય થવાની સમિતિ-ગુપ્તિની જ પ્રવૃત્તિ છે. ધ્યાન સમાધિમાં જવાની, સ્વાવલંબી-નિરાવલંબી થવાની, નિર્વિકલ્પ થવાની-વીતરાગ બનવાની જ પ્રવૃત્તિ છે, કે જે સક્રિયતા-સિદ્ધાવસ્થાની સક્રિયતા તરફ લઇ જનારી પ્રવૃત્તિથી અતીત એવી શાનાવસ્થા-ચિદાનંદાવસ્થામાં-આનંદઘનદશામાં, ચિન તરફ દોરી જનાર છે. હવે જ્યાં પ્રકૃતિ, વિકૃત થઇ છે ત્યાં જ તે વિકૃત થયેલ પ્રકૃતિને સુસંસ્કૃત કરીને વિકૃતિને દૂ૨ ક૨વાની હોય છે. જ્ઞાન જે જ્ઞાનાવરણીય કર્મથી આવૃત્ત થયેલ છે-આવરાયેલ-ઢંકાયેલ છે-ખરડાયેલ છે અર્થાત્ જ્ઞાન જે વિકારી થઇ ગયું છે તે જ્ઞાનમાંથી વિકાર દૂર કરીને અવિકારી જ્ઞાન બનાવવા માટે સુધારાની–સંસ્કરણની, સંસ્કૃતિની જરૂર છે અને તે સંસ્કરણની, શુદ્ધિકરણ-સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન વિકૃતિથી બચવાની આવશ્યકતા છે. પરંતુ એક વખત વિકાર પૂર્ણપણે સર્વથા હઠી ગયા પછી. અર્થાત્ વિકારી જ્ઞાન, અવિકારી જ્ઞાનવીતરાગ જ્ઞાન-કેવળજ્ઞાન થયા બાદ સંસ્કૃતિ કે વિકૃતિનો પ્રશ્ન રહેતો નથી. શિખરે પહોંચી ગયા બાદ ચડવા કે પડવાનો સવાલ રહેતો નથી. કારણ કે કેવળજ્ઞાન પ્રગટીકરણ એ એકાંતિકતા, આત્યંતિકતા, કૃતકૃત્યતા, પારમાર્થિકતા, એવૅભૂત નય છે, જે થયાં પછી આગળ કાંઇ થવાપણું, કરવાપણું, બનવાપણું કે બગડવાપણું રહેતું નથી. કેવળજ્ઞાન પ્રગટીકરણની સાથે જ સહજાનંદાવસ્થા, જ્ઞાનાનંદાવસ્થા, સ્વરૂપાનંદાવસ્થાનું પ્રગટીકરણ છે, કે જેની સ્થિતિ સાદિ-અનંત છે. અનંતકાળ સુધી-શાશ્વત એની એ, એવી ને એવી સ્વરૂપાવસ્થા રહે છે. પછી ન તો બનવાપણું છે કે ન તો બગડવાપણું છે. માટે જ પછી નથી તો સંસ્કૃતિ કે નથી તો વિકૃતિ. એ તો પ્રકૃતિ-સ્વભાવદશા શુદ્ધાવસ્થા છે. એ સ્થિતિનું જ્ઞાનીએ વર્ણન કર્યું છે... एगम्, अद्वितीयम् शुद्धम्, नित्यम्, सत्यम्, पूर्णम्; નિર્દુળ, નિષ્ક્રિય, શાંતમ, નિવદ્યું, નિષ્નનમ્ ।' કેવળજ્ઞાનને ગુણ કહેવો કે પર્યાય તેની વિચારણા : દ્રવ્ય-ગુણ અને પર્યાયમાં, દ્રવ્ય એ મૂળાધાર છે. અને ગુણ એ આધેય છે. દ્રવ્ય વિનાનો સ્વતંત્ર ગુણ હોઈ શકે નહિ તેમ દ્રવ્યનો પોતાનો આગવો વિશિષ્ટ ગુણ-પરમભાવ હોય નહિ તેવું સંભવે નહિ. સાકરની મીઠાશ સાકરના આધારે છે. અર્થાત્ સાકરમાં છે. મીઠાશ સાકર વિના સ્વતંત્ર હોય નહિ અને સાકર મીઠાશ વિનાની હોય નહિ. આત્મપ્રદેશ એ દ્રવ્ય તત્ત્વ છે. જ્યારે ઉપયોગ એ ભાવ તત્ત્વ છે. આત્મપ્રદેશ એ આધાર છે જ્યારે ઉપયોગ-કેવળજ્ઞાન એ આધેય છે. સાધનાની પ્રક્રિયામાં પહેલાં ઉપયોગ (ભાવ) શુદ્ધિ છે. અર્થાત્ ઉપયોગ મુક્તિ એટલે કે કેવળજ્ઞાન પ્રગટીકરણ છે અને તે ચાર ઘાતિકર્મોના ક્ષયથી તેરમા ગુણસ્થાનકે પ્રગટે છે. પછી આત્મપ્રદેશ શુદ્ધિ છે અર્થાત્ દ્રવ્યશુદ્ધિ છે એટલે કે આત્મપ્રદેશ મુક્તિ છે, જે ચાર અઘાતિકર્મોના ક્ષયથી ચૌદમા ગુણસ્થાનકના અંતે પ્રાપ્ત થતી સિદ્ધિ, સિદ્ધદશા-સિદ્ધાવસ્થા છે-સિદ્ધત્વ છે. જ્યાં જ્યાં આત્મપ્રદેશ ત્યાં ત્યાં વેદન એટલે કે જ્ઞાન, સુખ, આનંદ, ચેતના ! અને આત્મપ્રદેશ ! જ્યાં જ્યાં જ્ઞાન, સુખ, આનંદ, ચેતના, વેદન ત્યાં ત્યાં કેવળજ્ઞાનને સાધ્ય કહેવાય કે લક્ષ્ય કહેવાય તે સંબંધી વિચારણા : જ્ઞાન જીવનો ગુણ કહેવાય કારણ કે જ્ઞાન લક્ષણ છે. અર્થાત્ જીવના જીવપણાનું જીવજાતિનું ચિહ્ન છે. જ્ઞાનગુણના ભેદો પર્યાય કહેવાય છે. જ્ઞાનગુણની પરાકાષ્ટા-ચરમ સીમા એટલે કેવળજ્ઞાન. એ ગુણપર્યાય જ્ઞાનગુણનો નિત્યપર્યાય છે. કેવળજ્ઞાન સિવાયના બાકીના ચાર જ્ઞાન સાદિસાન્ત સ્થિતિવાળા હોવાથી, એ જ્ઞાનગુણના અનિત્ય પર્યાય છે. છતાંય તે અનિત્યપર્યાયવાળા જ્ઞાન, કેવળજ્ઞાન પ્રાપ્તિના સાધનરૂપ છે. આત્માના લક્ષણરૂપ એવું જ્ઞાન બીજાઓને આપવામાં આવે તો તે કળારૂપ છે. પરંતુ એ જ્ઞાન જો સ્વરૂપને સમજે અને સ્વરૂપને પ્રાપ્ત કરી આપે તો તે ગુણરૂપ બની જાય છે. સમ્યજ્ઞાન એ અત્યંતર સાધનગુણ છે. મિથ્યાજ્ઞાનને ટાળવાનું સાધન છે. એ જ સમ્યજ્ઞાન ક્ષાયિક બની જતાં પ્રગટ થતું જ્ઞાન-કેવળજ્ઞાન-પૂર્ણજ્ઞાનસર્વજ્ઞતા, એ આત્માનો સાધ્યગુણ અર્થાત્ સ્વરૂપગુણ છે, જે આત્માનું લક્ષ્ય Target છે. આત્માનો સ્વભાવ તો શેઠાઇનો છે, માલિક હોવાનો છે. મજૂરીનો કે નોકર, દાસ, મજૂર થવાનો સ્વભાવ નથી. અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન કે પછી ભણી ગણીને શ્રુતકેવળી થવું એ પ્રયત્નપૂર્વકનું જ્ઞાન છે, કારણ કે એ જ્ઞાન વિષે આત્માએ ઉપયોગ
SR No.525983
Book TitlePrabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy