________________
'+
તા. ૧૬-૧૨-૯૮
પ્રબુદ્ધજીવન
મને સાંભરે રે
En ડૉ. રણજિત પટેલ (અનામી)
મારા સરલ સ્વભાવના દાદા અને સંસાર-ડાહ્યા પિતાજીના ઇષ્ટદેવ કોણ હશે તેની મને મારી સાતઆઠ વર્ષની વયે કશી જાણ નહીં; પણ એ બંનેય દંતધાવનક્રિયા પતાવ્યા બાદ, ભક્તિભાવપૂર્વક બે હાથ જોડી, આંખો બંધ કરી સૂર્યદેવતા તરફ મસ્તક ઊંચું રાખી, મને ન સમજાય એવી ભાષામાં કૈંક ગણગણે ! સ્નાનવિધિ કર્યા બાદ પણ પણિયારે રાખેલા ગોખલામાંના દેવને પ્રાર્થના-સ્તુતિ કરે. મને કશું જ સમજાય નહિ, પણ કુતૂહલવશાત્ ને કૈંક અનુકરણવૃત્તિથી હું ય એમની પાછળ બે હાથ જોડી આંખો બંધ કરી હોઠ ફફડાવું ‘સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ ! સૌનું કરો કલ્યાણ' એ ભાવની
|
તો કલ્પના પણ ક્યાંથી ?
સાત વર્ષની વયે મને અમારા ગામ (ડભોડા-જિલ્લો ગાંધીનગર) ની કુમારશાળામાં (૧૯૨૩) પ્રવેશ મળ્યો ત્યારે જીવનમાં પ્રથમવાર સમૂહ-પ્રાર્થનાનો અનુભવ થયો. શ્રી રામજીભાઇ દેસાઇ નામના એક શિક્ષક ગવડાવે ને શિષ્યગણ ઝીલે :‘પ્રિયતમ પ્રભુ ! નમીએ આપને, જપીએ તું જ શુભ સુંદર નામને ; પ્રિયતમ પ્રભુ ! નમીએ આપને.
અથવા ગાઈએ કે ‘નિંદ્રા મહીં નહીં હતું તન ભાન જ્યારે’ત્યારે કે દયાળુ દેવ | હેં અમારી રક્ષા કરી એવા ભાવનું એ સરલ પ્રાર્થના-ગીત હતું. મોટા થતાં ‘પ્રભો ! અન્તર્યામી' અને ‘ઊંડા અંધારેથી' એ ગંભીર-ઘોષી સ્તુતિ-ગીતો આવ્યાં. ઇ.સ. ૧૯૨૯માં અંગ્રેજી ધોરણ બીજામાં આવ્યો ત્યારે ઉત્તર ગુજરાતની કડીની આદર્શ શાળા ‘સર્વ વિદ્યાલય'માં દાખલ થયો. આ આશ્રમિકશાળામાં એક મઝાનો તંદુરસ્ત નિયમ હતો. સવાર-સાંજ જમતી વખતે પીરસાય તે દરમિયાન ગીતાના સંસ્કૃત શ્લોક બોલવાનો ફરજિયાત નિયમ આશ્રમની પ્રભાતની તથા સાયંકાળની અને વિદ્યાલયની પ્રાર્થનાઓ તો જુદી, સવાર-સાંજના સમયને અનુકૂળ કેટલાક શ્લોકોની વરણી કરી, એને ઠીકઠીક જાડા, મોટા કાગળની બંને બાજુએ છાપવામાં આવતા. પીરસન્ન પહેલાં આ કાગળિયાં પ્રત્યેક વિદ્યાર્થીને વહેંચાતાં. પીરસન્ન ચાલુ થાય એટલે નક્કી કરેલા બે વિદ્યાર્થીઓ ક્રમમાં અક્કેક શ્લોકની પ્રથમ પંક્તિ ઉચ્ચ સ્વરે ઉચ્ચારે, એટલે તરત જ બાકીના બીજા બધા એને ચીવટપૂર્વક અને શુદ્ધિપૂર્વક ઝીલે. એ દશ્ય ખરેખર હૃદયંગમ અને મનોહારી હતું.
એનાથી એક પ્રકારનું આશ્રમિક વાતાવરણ જામતું. પીરસનારને ચાનક ચઢતી, શ્લોક બોલાવનારનું ગૌરવ થતું અને ઝીલનાર, ગણગણાટ કે ઘોંઘાટ કરવામાંથી કે કરનારથી બચી જતા | આ તો એની ગૌણ બાજુ થઇ, પણ એનાથી શિસ્ત જાળવવામાં પણ સુગમતાં થતી. શાસ્ત્રીય સંગીત નહીં તો ય રાગના ઘરમાં રહીને પણ સંસ્કૃત શ્લોકો લલકારવાની લિજ્જત આવતી અને વાક્યશુદ્ધિની કેળવણી સહજ રીતે મળતી. સંસ્કૃત ભાષાના શુદ્ધ અને શાસ્ત્રીય પઠનની કેળવણી સાથે આપણા હજ્જારો વર્ષોના સાંસ્કૃતિક વારસાનું કલ્યાણકારી અને બલપ્રદ ધાવણ લીલયા મળતું. એ કાળે, સામાન્ય રીતે વધુ ભાર ઝીલવાની ક્ષમતા ધરાવનાર સ્મૃતિ અત્યંત સતેજ અને ધારદાર બનતી. ગીતાના બીજા અધ્યાયમાંથી ‘સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા, સમાધિસ્થસ્ય કેશવ'થી ‘એષા બ્રાહ્મી સ્થિતિઃ પાર્થ, નૈનાં પ્રાપ્ય વિમુદ્ઘતિ' – સુધીના શ્લોકોનું પઠન-પારાયણ મારા જેવા અનેક વિદ્યાર્થીઓને આજેય તે યાદ હશે. એ સમયે તો ‘અમો સ્થિત-પ્રજ્ઞ'નો અને ‘બ્રાહ્મી સ્થિતિ'નો બ્રહ્માક્ષરેય જાણતા નહોતા (અને આજે ય !) છતાંયે એ દેવ ભાષાને લલકારવામાં એક પ્રકારનો
-
સૂક્ષ્મ ને સાત્ત્વિક આનંદ આવતો. એમાંના બે શ્લોક મને અત્યંત પ્રિય હતા-આજે ય તે એટલા જ અને વિશેષ પ્રિય છે. તે છે ઃધ્યાયતો વિષયાન્કુસઃ સંગસ્તે ગ્રૂપજાયતે । સંગાત્સંજાયતે કામઃ કામાત્ક્રોધોઽભિજાયતે ॥ ક્રોધાભવતિ સંમોહઃ સંમોહાસ્મૃતિવિભ્રમઃ | સ્મૃતિભ્રંશાત્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્મણશ્યતિ ॥
અદ્યતનમાં અદ્યતન માનસશાસ્ત્ર, ગૂઢમાં ગૂઢ યોગશાસ્ત્ર, ગહનમાં ગહન જીવશાસ્ત્ર અને સર્વકાલીન તથા સર્વજનીન ઊંચી કવિતાની દષ્ટિએ પણ એ શ્લોકોનું મહત્ત્વ મારે મન ઘણું જ મોટું
છે.
ન-જાણે કેમ પણ અમારા સમયની આશ્રમિક-પ્રાર્થનાઓએ મારું મન ભરી દીધું હતું. પ્રાતઃકાળની અને સાયંકાલની એમ બંનેય સમયની પ્રાર્થનાઓ નિયમિત રીતે અચૂક થતી. વય, રિચ અને અધિકાર પ્રમાણે એના પ્રતિભાવની માત્રા વધતી-ઘટતી હશે પણ, એકંદરે, હૃદયની સાચી કેળવણી આપવામાં એ તંદુરસ્ત ચુસ્ત નિયમે ઘણો જ મોટો ભાગ ભજવ્યો છે.
સ્વામીશ્રી વિવેકાનંદ અને પૂ. ગાંધીજીની અસરને પરિણામે આપણે ત્યાં વ્યક્તિગત મોક્ષના પુરુષાર્થની ભાવના સ્હેજ મોળી પડી અને આધ્યાત્મિક સાધના કાજે સામૂહિક પુરુષાર્થની દિશા જડી. સામૂહિક પ્રાર્થનાની પ્રણાલીને વિશાળ ફલક સાંપડ્યું. કડી-સર્વ વિદ્યાલયની જેમ ગુજરાતભરની અનેક આશ્રમિક-શાળાઓની સમૂહગત પ્રાર્થનાઓ પાછળ સંભવ છે કે, પૂ. ગાંધીજીના આશ્રમની પ્રાર્થનાઓ અને ‘આશ્રમ ભજનાવલિ'નું પ્રેરક-પોષક બળ હોય ! આ પ્રણાલીએ નીતિ અને ધર્મની અને સરવાળે હૃદયની જે સાચી કેળવણી આપી છે તેનો યોગ્ય ખ્યાલ તો પાકટ વયે જ આવે આવી શકે. હવા, પાણી ને અન્ન વિના આપણને ચાલતું નથી. આ બધી દેહની જરૂરિયાતો છે. ધર્મ એ જીવનનો પ્રાણ છે, અને પ્રાર્થના એ આત્માનો આહાર છે. વ્યવહાર-જીવનને નીતિમય કરવા ' અને આત્માને પોષક આનંદનો આહાર આપવા પ્રાર્થનામય જીવન અનિવાર્ય છે.
દુન્યવી પ્રેમ-સંવનનમાં ત્રીજી વ્યક્તિની ઉપસ્થિતિ કે દખલગીરી ડખલરૂપ કે દુઃખદ હોય છે—અનિચ્છનીય પણ. કિન્તુ પ્રાર્થના એ તો આત્માનું ૫૨માત્મા સાથેનું પ્રેમ-સંવનન છે. નિર્વેદ, પ્રમાદ, ઉપેક્ષા, ટાઢાશ, મોળાશ, નિદ્રા એમાં ન ખપે, ન નભે.
તુ
‘યહ પ્રીત કરન કી રીત નહીં, સબ જાગત હૈ તુ સોવત હૈ' એકવાર વડોદરાની એક વિરાટ સભામાં (મારા અંદાજ મુજબ પણ સમૂહ-પ્રાર્થનાની ય તે બલિહારી છે ! પૂ. વિનોબાએ લાખેકની સંખ્યા તો હશે) જે પ્રાર્થના કરાવેલી એને હું મારા જીવનનો વિરલ-૫૨મ લ્હાવો સમજું છું. ‘કામયે દુઃખતપ્તાનામ્ પ્રાણિનામ્ આર્તિ-નાશનમ્ ' સાર્વજનીન દુઃખ વિમોચનની ભાવનાઓનો પરિપાક આવી સાંધિક પ્રાર્થનાનું શ્રેય હોય.
અમારી એ પ્રાર્થનાઓએ ત્યારે તો અમને કેવળ શુક-પાઠી બનાવ્યા, પણ ઉત્તર જીવનમાં અંતર્મુખ થવા પ્રેર્યા. પરમતત્ત્વની સાધનામાં આપણે બધા જ સાથે છીએ એ ભાવના જીવનમાં કેવી તો ઉષ્મા આપે છે ! અને પ્રાપ્તવ્યનો વિવેક પ્રાપ્ત થયો તે ! ગભરુહૃદયોને પ્રાર્થના-જીવન પ્રત્યે અભિમુખ કરતાં ઉદાત્ત ગુરુ-હૃદયોની આત્મ-સમૃદ્ધિનો ખ્યાલ કેવો તો સુખદ છે ! એ ‘વાયી ઉપાસના' દ્વારા આપણી સંસ્કૃતિની સાત્ત્વિકમાં સાત્ત્વિક શ્રી-સમૃદ્ધિ પામ્યાનો અંદાઝ તો કોણ કાઢી શકે તેમ છે ?