________________
તા. ૧૬-૧૨-૯૮
ધ્વનિ, ઝાડપાનનો ફફડાટ, પક્ષીઓનો કલરવ, જીવજંતુના સંચારનો સળવળાટ, ધ્યાનાદિમાં સ્ક્રૂરતા અનાહતના નાદને, નાદબ્રહ્મને આદિને સાંભળવારૂપ સતત ચાલુ જ રહે છે. એજ પ્રમાણે ઊંઘમાં પણ સ્વપ્નાવસ્થામાં, બંધ આંખની દુનિયાના દશ્યો જોવાનું કાર્ય સતત આંખ દ્વારા થયા જ કરતું હોય છે. ધ્યાનમાં પણ બંધ આંખ સામે વિવિધ રંગો ઉભરાતા હોય છે અને વિવિધ દિવ્ય દર્શનો થતાં રહેતાં હોય છે.
પ્રબુદ્ધજીવન
રૂપી એવું પુદ્ગલ અરૂપી એવાં આત્માને ચોંટ્યું કેમ ? સંસારી જીવ અરૂપી હતો ક્યારે ? સંસારી જીવ તો અનાદિથી રૂપી જ છે પણ તે અનાદિથી પુદ્ગલ સંયોગે રૂપી છે જેમ કે સોનાની ખાણમાં રહેલ સોનું. મૂળમાં જીવની જાત અરૂપીની છે પણ અનાદિથી પુદ્ગલ સંયોગે તેની ઉપર ભાત રૂપીની છે. જાત્યાંતર થતું નથી તેથી જીવનું જીવપણું નિત્ય જળવાય રહે છે. આપણે કોણ ? આપણે વર્તમાનમાં પરમાત્મસ્વરૂપનું ખંડિયેર, અવશેષ ભંગાર છીએ !
દશ્ય જગત આંખથી દેખાય છે અને એના નામાદિ સાંભળવા
દ્વારા તેની વિશેષે ઓળખ થાય છે અથવા તો પ્રથમ નામથી જાણ્યા બાદ આગળ વસ્તુ અગર વ્યક્તિનો સંબંધ સ્થપાય છે. વર્તમાન સમયના યાંત્રિક વૈજ્ઞાનિક યુગમાં તો દશ્ય-શ્રાવ્ય (Audiovision) નું વિશેષે મહત્ત્વ છે. સિનેમા, નાટક, ટી.વી. સ્લાઇડ શો ઇત્યાદિ
દશ્ય-શ્રાવ્ય પ્રકારના પ્રચલિત લોકપ્રિય માધ્યમો છે.
જેમ દષ્ટિ, દશ્ય વિનાની નથી, પછી તે બંધ હોય કે ઉઘાડી, તેમ વસ્તુ કે વ્યક્તિ નામવિહોણી નથી. જગત આખાનો પ્રત્યેક જીવનવ્યવહાર, એ જ પ્રમાણેનો ગોઠવાયેલ છે. જે જીવનનો વ્યવહાર છે, તેમાંથી જ સાધ્ય પ્રાપ્તિ માટેના સાધનનું નિર્માણ થતું હોય છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર નિક્ષેપોથી ઉપાસ્ય વ્યક્તિની ઉપાસનાની સાધનાના સાધનનું નિર્માણ આપણા જીવનવ્યવહારની જે પ્રતિકૃતિ, પ્રતીક, પ્રતિનિધિ અર્થાત્ સ્થાપના નિક્ષેપો અને નામ, જીવનકથા-આત્મકથા, ગુણવૈભવાદિ જે છે તેમાંથી જ નિષ્પન્ન થયેલ છે. નામનિક્ષેપો એ નામસ્મરણ છે. સ્થાપના નિક્ષેપો એ દર્શનસ્મરણ છે. દ્રવ્ય નિક્ષેપો એ કથાશ્રવણ સ્મરણ છે અને ભાવનિક્ષેપો એ ગુણ સ્વરૂપ સ્મરણ છે યા તો પ્રત્યક્ષ સાક્ષાત યોગ છે. આમ ચાર નિક્ષેપો છે કે જેના વડે જીવનવ્યવહાર ચાલતો હોય છે અને ઉપાસક પણ ઉપાસ્યની ઉપાસના ચાર નિક્ષેપોના આલંબનથી કરતો હોય છે તે દશ્ય-શ્રાવ્યરૂપ હોવાથી ચતુરેન્દ્રિય અને શ્રવણેન્દ્રિય સાથે
જોડાયેલાં છે.
જીવ જે શિવસ્વરૂપ છે, તે જેમ અરૂપી છે એમ અનામી છે. નામ અને રૂપ જે છે તે પુદ્ગલના કે પંચભૂતનાં છે. જીવ જે શિવસ્વરૂપ છે તે તો અનાદિ નિષ્પન્ન સ્વરૂપસંપન્ન છે. જ્યારે પુદ્ગલ સાદિ ઉત્પન્ન અને રૂપરૂપાંતરિત થનાર દ્રવ્ય છે. એટલે જ અન્ય એક આર્યદર્શને જણાવેલ છે કે સત્તા બ્રહ્મની છે અને ક્રિયા માયાની છે. સત્તા બ્રહ્મની છે એટલે કે સત્તા પરમાત્મ સ્વરૂપ આત્માની છે. અને ક્રિયા માયાની છે એટલે કે ક્રિયા પુદ્ગલની છે, કેમકે પુદ્ગલ સાદિ ઉત્પન્ન, વિનાશી અને રૂપરૂપાંતરને પામનારું બહુરૂપી દ્રવ્ય છે તેથી માયાવી છે ને ક્રિયાશીલ એવું સક્રિય તત્ત્વ છે. માટે જ ક્રિયા દ્વૈત છે અને ક્રિયાના ભેદ અનંતા છે. પરમાત્મ સ્વરૂપ આત્મા જે પુદ્ગલ સંયોગે કર્મજનિત અવસ્થામાં છે તે જીવ છે. એણે પુદ્ગલથી સર્વદા અને સર્વથા મુક્ત થઇ, કર્મસંયુક્ત અવસ્થામાંથી કર્મમુક્ત થઈ પોતાના પરમાત્મ સ્વરૂપને પ્રગટાવી શિવ બનવાનું છે.
પરમાત્મસ્વરૂપ આત્મા જ પૂછતો ફરે છે કે આત્મા છે કે નહિ? પ્રકૃતિ તો મહાન છે, સત્તાધીશ છે. પ્રકૃતિ પોતામાંથી વિકૃતિ કાઢી નાંખીને, વિકૃતિનો નાશ કરીને પ્રકૃતિને એના મૂળ શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ ક૨વાને માટે સમર્થ છે. જીવની જાત અરૂપીની છે પણ પુદ્ગલ સંયોગે ભાત રૂપીની છે. પોત અરૂપીનું પણ ભાત રૂપીની છે. મૂળમાં કપડું હોય છે. કપડું હોય તો તેના મેલાઘેલા થવાનો પ્રશ્ન ઉદ્ભવે છે. મેલું થયેલું કપડું પણ મેલ કાઢી નાંખીને ઉજળું, સાફ, સ્વચ્છ, ધોળું દૂધ જેવું બનાવી શકાય છે. મૂળમાં પરમાત્મસ્વરૂપ આત્મા છે. અહીં આત્માને પરમાત્મસ્વરૂપ કહ્યો છે. કારણ કે જો મૂળમાં આત્મા પરમાત્મસ્વરૂપ હોય જ નહિ તો તે તેનું પરમાત્મસ્વરૂપ પ્રગટ કેમ કરી શકે ? પરમાત્મસ્વરૂપ કાંઇ બહારથી આવનારી સ્થિતિ તો છે નહિ. સંયોગ હોય તેનો તો વિયોગ થાય. પરમાત્મ સ્વરૂપ તો સ્વભાવ છે. સ્વભાવમાં વિભાવ આવે પણ તેનો વિયોગ કદિ ન થાય. મૂળમાં જો પ્રકૃતિ પરમાત્મસ્વરૂપ હોય નહિ તો વિકૃતિ થઇ ક્યાંથી ? ઘણાંને પ્રશ્ન થાય છે કે રૂપી તો રૂપીને જ ચોટે પછી
કે
પરમાત્મસ્વરૂપ આત્માએ જ પોતે પુદ્ગલ જે દુઃનિમિત્ત છે અને વિનાશી છે તેમાં સુખબુદ્ધિ કરી, વિનાશી એવાં પુદ્ગલમાંથી પુદ્ગલ દ્વારા અવિનાશીપણાની ઇચ્છા કરી જે વિપરીત બુદ્ધિથી-અર્થાત્ અવિઘા, અજ્ઞાન, મૂઢતા, મિથ્યાત્વતાએ કરીને સ્વાત્મ સ્વરૂપની પાંચે ય શક્તિઓ દર્શન, જ્ઞાન, ચારિત્ર તપ અને વીર્યને કાર્પણ વર્ગણા એટલે કે પુદ્ગલમાં સીંચીને-હોમીને કંર્મબંધ કર્યો છે. આમ કર્મબંધ થવામાં કારણભૂત આત્મા પોતે જ છે અને કર્મનિર્જરા કરી કર્મમુક્ત થવામાં પણ કારણભૂત પરમાત્મસ્વરૂપ આત્મા છે, જેમ આગળ ઉપર જણાવ્યા મુજબ વાદળાંની ઉત્પત્તિ સૂર્યના નિમિત્તે જ અને વાદળાના વિખેરાઈ જવામાં પણ સૂર્ય જ કારણભૂત છે. કર્મને જો શક્તિ આપી હોય તો તે આત્માએ પોતે જ પોતાના શુભાશુભ ભાવ અને શુભાશુભ કરણીથી શક્તિ આપી છે. આત્માએ પોતે જ પોતાને બાંધ્યો છે અને પોતે જ પોતાને છોડાવવાનો છે, મુક્ત કરવાનો છે. આ સંદર્ભમાં જ વિધાન થયેલ છે કે સત્તા બ્રહ્મની અને ક્રિયા માયાની.
એક માત્ર મનુષ્ય યોનિ જ એવી છે કે જે યોનિમાં આત્મા પોતાના મૂળ સ્વરૂપને પ્રગટ કરી પરમાત્મા બની શકે છે. માટે જ આપણે મનુષ્યયોનિને પ્રધાનતાએ લઇને તત્ત્વનો અને સત્યનો ઉકેલ કરવાનો છે. કોઇનો પણ એવો અનુભવ નથી કે કોઇ વસ્તુને જોઈ જ નથી કે તે વસ્તુ વિષે કશું સાંભળ્યું જ નથી તે વસ્તુ, તે વ્યક્તિ કે તે ચીજ ઉપર તે રાગ કે દ્વેષ કરતો હોય. કારણકે જેને કદિ જોયેલ જ નથી તેની કદિ સ્મૃતિ થતી જ નથી અને જેને વિષે કદિ કાંઇ સાંભળેલ નથી કે કદિ કાંઇ વાંચેલ નથી તેના સંબંધી પણ કદિ કોઈ વિચાર આવતો હોતો નથી. જ્યાં જેની કોઇ સ્મૃતિ જ નથી, જેના વિષે કોઈ વિચારતું જ નથી તેના વિષે રાગ કે દ્વેષ થાય કેમ કરીને? જેની કોઇ સ્મૃતિ નથી, જેનો કોઇ વિચાર કે વિકલ્પ નથી તેના પ્રતિ રાગદ્વેષ થતાં નથી. આજ સંદર્ભમાં તો આપણે ત્યાં કહેવત છે કે ‘જે ગામ જવું નહિ તેનો વિચાર શું કરવો ?' જે કાંઇ રાગદ્વેષ કરીએ છીએ તે જોયેલી અને સાંભળેલી વસ્તુ કે વ્યક્તિ પ્રત જ કરીએ છીએ ! જેને પરિણામે કર્મબંધ બાંધીએ છીએ અને બંધનમાં પડીએ છીએ. કર્મબંધ થવાના મૂળમાં આ જ કારણભૂત સિદ્ધાંત છે. ‘દેખવું ય નહિ અને દાઝવું ય નહિ' એ ઉક્તિ પણ આ જ સંદર્ભમાં છે. જે સાંભળતો જ નથી, જે બહેરો છે તેને ગાળ શું અને પ્રસંશા શું?
અનાદિકાળથી જીવને ‘દેહ હું છું !' એ ભાવે એ જે કાંઇ જુએ છે, જે કાંઇ સાંભળે, વાંચે, વિચારે છે તે બધું જ દેહ અને ઇન્દ્રિય સંબંધી પ્રધાન હોય છે અને રાગદ્વેષ કરી કર્મ બાંધે છે. હવે આ કર્મબંધમાંથી છૂટકારો કરવા માટે જેમ લોઢાથી લોઢું કપાય, કાંટાથી કાંટો કઢાય તેવી રીતે વિશ્વમાં કોઇ એવાં દૃશ્યનું અને કોઇ એવા શ્રવણનું નિર્માણ હોવું જ જોઇએ કે જેથી કરીને આજ દિ' સુધી દેહ સંબંધી જે દશ્ય અને શ્રાવ્યથી કર્મબંધ કર્યાં તે કોઇ એવાં અલૌકિક દશ્ય અને શ્રાવ્યથી એ એવો તો મુગ્ધ થઇ જાય, એ એવો તો ચકિત થઇ જાય, એ એવો તો પ્રભાવિત થઇ જાય કે દેહ અને ઇન્દ્રિયોના ભોગને ભૂલી જઇને એવો ભાનમાં આવી જાય, એનું ઘેન ઊતરી જાય અને ત્યાં જ તેને આત્માના અસ્તિત્વનું, આત્માના પરમાત્મસ્વરૂપનું ભાન થઇ જાય અને એ જાગૃત થઈ જાય.
જો આ જીવે પોતાના સ્વરૂપની વિકૃતિ કરીને આખો સંસાર ઊભો કર્યો છે તો તે વિકૃતિના મૂળમાં રહેલ પ્રકૃતિ જે મૂળાધાર છે અને સત્તારૂપ છે તેને પ્રગટ થવા માટે શું કોઇ વ્યવસ્થા, શું કોઇ આયોજન આ વિશ્વમાં ન હોય ? એવી કોઇ અલૌકિક વ્યવસ્થા