________________
પ્રબુદ્ધજીવન
તા. ૧૬-૧૨-૯૮
તો પણ જો વજ્રૠષભ નારાચ મળ્યું હોય તે તેવો જીવ કેવળજ્ઞાન પામી શકે છે. આ વજ્રૠષભ નારાચ સંઘયણ એક એવું અપેક્ષા કારણ છે કે જેને નિષેધાત્મક અભિગમ (Negative approach) કહેવાય. એનો અર્થ એ થાય કે જો વજ્રૠષભ નારાચ સંઘયણ હોય તો કેવળજ્ઞાન પ્રગટ કરી જ શકાય એવું નહિ, પરંતુ જો વજ્રૠષભ નારાચ સંઘયણ નહિ હોય તો સાધક જીવ પંચાચાર સંબંધી ગમે તેટલો પુરુષાર્થ કરે તો પણ કેવળજ્ઞાન પ્રગટ કરવા સુધીનો પુરુષાર્થ નહિ કરી શકે. એજ પ્રમાણે જો કાયા બે હાથથી ઓછી હોય કે પાંચસો ધનુષ્યથી વધુ હોય તો કેવળજ્ઞાન પામી નહિ શકાય. ભૂંગા, બહેરા, તોતડા અને જન્માંધને પણ કેવળજ્ઞાન થઇ શકવાની સંભાવના છે કારણ કે આ બધામાં બાહ્ય સાધન (ઉપકરણ) એટલે કે કરણ (શરીર) ભલે દૂષિત હોય તો પણ આંતરિક ક્ષયોપશમ તસ્થ હોવાથી કેવળજ્ઞાન પ્રાપ્તિમાં કોઈ બાધા જણાતી નથી. બાકી તો ચરમ શરીરી જીવને સામાન્યથી આવાં દૂષણો હોવાની સંભાવના પ્રાયઃ ઓછી હોય છે. સિવાય કે નિકાચિત કર્મના છેડે આવેલા હોય.
ક્ષેય વિષયક અપેક્ષા કારણ :
નામસ્મરણ કરીને, જાપ જપીને સ્મૃતિ કરવાથી પ્રીતિ થાય છે. માટે જ પરમાત્માનું સ્મરણ એ પરમાત્માની એવી સ્મૃતિ છે, કે જે સ્મૃતિની દઢતાથી પરમાત્મા પ્રત્યેની પ્રીતિ નિષ્પન્ન થાય છે. આ સ્મૃતિથી નિષ્પન્ન થતી પરમાત્મપ્રીતિ જ આપણી જાતને, આપણા આત્માને પરમાત્મા સાથે એકમેક કરવા, લીન કરવા, તદાકાર કરવા સમર્થ છે અને એજ ‘સાધ્ય' છે. આપણને આશ્ચર્ય પમાડનારી વાત તો એ છે, કે વિકૃતિ એટલે કે ‘રાગ' અને ‘મોહ'માં એટલી તાકાત છે કે પુદ્ગલ દ્રવ્યમાં, પૌદ્ગલિક દુન્યવી પદાર્થોમાં વગર સ્મૃતિએ પ્રીતિ થઇ ગઇ છે, જ્યારે પ્રકૃતિ, સ્વભાવ કે જે પોતાના ઘરની ચીજ છે એટલું જ નહિ, પણ સ્વયં પોતે જ છે એને સંભારી સંભારીને, જાપ જપી જપીને, પ્રયત્ન કરી કરીને સ્મૃતિથી પ્રીતિ કવી પડે છે. કાન્તા (પત્ની)ને કંથ (પતિ)ની સહજ જ પ્રાકૃતિક પ્રીતિ હોય અને એથી એ પ્રીતિને કારણે રમાનું (પત્નીનું) મન ઊઠતાં-બેસતાં, હરતાં ફરતાં, સૂતા-જાગતાં, ઘરના કામ કરતાં કરતાં સદાય એના રામ (પતિ)માં રમતું હોય-રમણ કરતું હોય એવી એ પત્ની પતિ પ્રતિની પ્રાકૃતિક પ્રીતિ ભૂલી જઇને તેની જગાએ પારકા મરદને ગેરમરદને પ્રીતિ કરવા માંડે કે પ્રીતિ કરી બેસે તો તે ‘સતી' નહિ કહેવાતાં ‘કુલટા’-‘પતિતા’-‘વ્યભિચારિણી' કહેવાય છે. એવી જ આપણાં આત્માની વર્તમાન વિપરીત પતિતદશા છે કે, સ્વયંને-આત્માના પરમાત્મતત્ત્વને અને ૫રમાત્માને ભૂલી જઇને પૌદ્ગલિક, ભૌતિક, દુન્યવી સાધન સામગ્રી જે પર છે-પારકી છે, એંઠવાડ છે તેનો રાગી થઇ એની સાથે પ્રીતડી બાંધી બેઠો છે તે શું આશ્ચર્યની વાત નથી? આત્માની આ અવળી ચાલ છે. એ અવળી ચાલ પછી આત્માને રોવડાવે, વડાવે, રઝળાવે નહિ તો શું અજવાળે ? યોગદષ્ટિની કાન્તાદષ્ટિ એટલે કે કાન્તાભાવ અથવા ઐણભાવમાં એ ભાવવર્ણન કરતાં મહિલાના કાન્તાભાવ-પત્નીધર્મ-પત્નીભાવ સાથે તુલના કરતાં ગાયું છે કે...
મન મહિલાનું વહાલા ઉપરે ઘરના કામ કરતું, પણ શ્રુતધર્મે રે એમાં મન ઠરે જ્ઞાના ક્ષેપકવંત. અનાદિની એ અવળી ચાલને સવળી કરવા તારક તીર્થંકર વીતરાગ પરમાત્માની સ્મૃતિથી પરમાત્માની પ્રીતિ કરવી જ પડશે! પ્રીતલડીથી બંધાવું જ પડશે ! કાન્તાભાવ ધારણ કરી કાન્તા બની, પરમાત્માને કંથ બનાવી ત્રૈણભાવથી પ્રેમલક્ષણા ભક્તિ કરવી જ પડશે અને તેમ કરીશું ત્યારે સંસારથી વિભક્ત થઈ સ્વરૂપથી, પરમાત્મતત્ત્વથી અને પરમાત્માથી યુક્ત થઇશું-અભેદ બનીશું. એટલે જ આપણા તીર્થંકર ભગવંતોને આપણે ‘નાથ' અને ‘સ્વામી' થી જ સંબોધીએ છીએ.
કેવળજ્ઞાન અને અપેક્ષાકારણઃ
દ્રવ્ય વિષયક અપેક્ષા કારણ :
ચાર ગતિમાં મનુષ્યયોનિમાં જ કેવળજ્ઞાન થઇ શકે છે. એમાં પણ ત્રસકાયપણુ અને સંજ્ઞિ પંચેન્દ્રિય પર્યાપ્તતાની અપેક્ષા રહે છે. એમાં પણ પહેલું કાયબળ હોય છે. શરીરબળમાં વજ્રૠષભ નારાચ સંઘયણ અપેક્ષિત છે. આ વજ્રૠષભ નારાચ સંઘયણબળ મનોયોગનું મહાન સહકારી કારણ છે. ઘોર પરિષહ અને ઉપસર્ગો વચ્ચે પણ આ કાયબળને કારણે મનોબળ એટલું ટકી રહે છે કે સર્વથા દેહભાન ભૂલીને મુમુક્ષુ જીવ ક્ષપકશ્રેણિ માંડીને કેવળજ્ઞાન પામી શકતો હોય છે. સંઘયણ દેહાશ્રિત હોવા છતાં ધ્યાનની તાકાતમાં દેહભાન ભૂલવા માટે આ સંઘયણ-બળની અપેક્ષા રહે છે. અહીં એ ખાસ યાદ રહે કે સંઘયણ અને સંસ્થાનમાં તફાવત છે. સંઘયણ એ શરીરનું બળાબળ છે. જ્યારે સંસ્થાન એ શરીરની સુડોળ કે બેડોળ આકૃતિનો ભેદ બતાડે છે. શરીરની સુડોળ કે બેડોળ આકૃતિના ભેદોને કેવળજ્ઞાન પ્રાપ્તિ સાથે કોઇ સંબંધ નથી. સંસ્થાનના ભેદમાં બેડોળમાં બેડોળ આકૃતિવાળું સંસ્થાન હુંડક સંસ્થાન કહેવાય છે. જીવને કર્મના વિપાકોદયે આવું બેડોળ સંસ્થાન અર્થાત્ હુંડક સંસ્થાન મળ્યું હોય
ક્ષેત્રની અપેક્ષાએ વિચારીએ તો માત્ર પંદર કર્મભૂમિ અર્થાત્ જૈન દર્શનની ભૂગોળ પ્રમાણેના પાંચ ભરતક્ષેત્રમાં, પાંચ ઐરાવત ક્ષેત્રમાં અને પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. આ પંદર કર્મભૂમિની બહાર કેવળજ્ઞાન પ્રાપ્ત થઇ શકતું નથી. તેજ પ્રમાણે પૂર્વ ભવના અમુક ક્ષેત્રેથી ઉપરોક્ત પંદર કર્મભૂમિમાં સંજ્ઞિ પંચેન્દ્રિય મનુષ્યપણે જન્મેલ હોય અર્થાત્ પાંચમી, છઠ્ઠી અને સાતમી નરકમાંથી આપ્નેલ હોય, વિકલત્રિક, સૂક્ષ્મત્રિક અને તેઉકાય, વાઉકાયમાંથી આવેલ હોય તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ શક્ય નથી. કાળ વિષયક અપેક્ષા કારણ :
આઠ વર્ષથી ઓછી ઉંમર હોય અને પૂર્વ ક્રોડ વર્ષથી વધુનું આયુષ્ય હોય તો. પણ કેવળજ્ઞાન પ્રાપ્તિ શક્ય નથી. અવસર્પિણીમાં ત્રીજા આરામાં અંતે અને એને ચોથા આરામાં જન્મેલ સંક્ષિ પંચેન્દ્રિય
મનુષ્ય જીવને તેમજ ઉત્સર્પિણી કાળમાં ત્રીજા આરામાં અને ચોથા આરાની શરૂઆતમાં જન્મેલ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થઇ શકે છે. અર્થાત્ ટૂંકમાં દુઃખમ, સુખમ અને સુષમ દુઃખમના આરામાં કેવળજ્ઞાન પ્રાપ્ત થઇ શકે છે. ભાવવિષયક અપેક્ષા કારણ :
ભવિ જીવ હોય, કાળ પરિપાક થયેલ હોય અથવા તો ભવિતવ્યતાનો પરિપાક થયેલ હોય, ચરમ શરીર હોય, સહજમલનો ાસ થયેલ હોય તો કેવળજ્ઞાન પ્રાપ્ત થઇ શકે છે. ચરમશરીરી હોય તેને તો નિયમા (નિશ્ચિત) કેવળજ્ઞાન થાય જ.
સ્વરૂપ ઐશ્વર્ય અર્થાત્ તીર્થંકરનામ કર્મ, તીર્થંકરપુણ્ય તત્ત્વ અને તીર્થંકર વ્યક્તિ ઃ આખું ય જગત જેમ નામ રૂપાત્મક છે અને દ્રવ્ય ભાવાત્મક છે તેમ આખું ય જગત શબ્દાનુરક્ત અને દશ્યાનુરક્ત છે. નામનો સંબંધ શબ્દ સાથે છે અને રૂપનો સંબંધ દશ્ય સાથે અર્થાત્ વર્ણ (રંગ) અને સંસ્થાન (પિંડાકૃતિ-આકાર) સાથે છે. વળી નામ-શબ્દનો સંબંધ શ્રવણેન્દ્રિય (કાન) સાથે છે, જ્યારે રૂપનો, દશ્યનો સંબંધ ચક્ષુરેન્દ્રિય (આંખ) સાથે છે. બે જ્ઞાનેન્દ્રિયો છે. એ બે મહત્ત્વની ઇન્દ્રિયોની પ્રાપ્તિ જ સંજ્ઞિ પંચેન્દ્રિ મનુષ્યપણાની પૂર્ણતા છે. ઇન્દ્રિય પ્રાપ્તિના ક્રમમાં શ્રવણેન્દ્રિયની પ્રાપ્તિ જ પૂર્ણ પંચેન્દ્રિયપણાની પ્રાપ્તિ છે. બાકીની ત્રણે ઇન્દ્રિયો જે ઘ્રાણેન્દ્રિય (નાક), રસનેન્દ્રિય (જીભ) ને સ્પર્શેન્દ્રિય (ત્વચા) છે તે ત્રણે ભોગેન્દ્રિયો છે. એ ભોગેન્દ્રિયો ભોગના સંબંધે કાર્યાન્વિત છે અને તેથી તે ઇન્દ્રિયોનું કાર્ય મર્યાદિત સમય પૂરતું છે. જ્યારે શ્રવણેન્દ્રિય અને ચક્ષુરેન્દ્રિય એ બે જ્ઞાનેન્દ્રિયો તો ચોવીસે કલાક કાર્યાન્વિત છે. જંગલના એકાન્તમાં પણ શ્રવણેન્દ્રિયનું કાર્ય, હવા આદિના સૂસવાટા, નદીના નીરનો ખળખળ