SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૯૮ ગુરુ ભગવંતની આજ્ઞાનુસાર કેટલાયે શિષ્યો ત્યાંથી ઝડપથી વિહાર કરી ગયા. પ્રબુદ્ધજીવન - દુષ્કાળના દિવસોમાં વજ્રસ્વામી પોતાના બાકીના શિષ્યોને લઇને વિહાર કરતા હતા. પરંતુ તેમને ક્યાંયથી ગોચરી મળતી નહોતી. તેથી કેટલાક શિષ્યો વિદ્યાપિંડનો ઉપયોગ કરવા લાગ્યા હતા. વજ્રસ્વામીએ શિષ્યોને કહ્યું, ‘અપવાદરૂપ કોઇક દિવસ ધર્મના કારણે, શાસનના હિત માટે પોતાની વિદ્યાથી ઉત્પન્ન કરેલો પિંડ લેવો પડે તે જુદી વાત છે. પરંતુ સતત વિદ્યાપિંડનો ઉપયોગ કરવો પડે તો તે આપણા સંયમધર્મને બાધક ગણાય. માટે આવા વિષમ ભયંકર સંજોગોમાં જો તમને બધાને યોગ્ય લાગતું હોય તો આપણે આપણા શરીરનો અનશન કરીને સ્વેચ્છાએ ત્યાગ કરીએ,’ ધર્માનુરાગી જ્ઞાની સાધુઓ વજ્રસ્વામી સાથે અનશન કરી શરીરનો ત્યાગ કરવા સંમત થયા. નિર્ણય કર્યા પ્રમાણે અનશન ક૨વા માટે શુભ દિવસે શુભ મુહૂર્તે સૌને લઇને વજસ્વામી એક પર્વત ઉપર ચડવા લાગ્યા. તેમની સાથે એક બાળ સાધુ પણ ચાલ્યા. પોતાના ગુરુની સાથે જઇ અનશન કરવાની તેમની પણ તીવ્ર ભાવના હતી. એટલે તેઓ પાછળ રોકાયા નહિ. પરંતુ વજ્રસ્વામીએ જ્યારે જાણ્યું કે બાલમુનિ પણ અનશન કરવા સાથે જોડાઇ ગયા છે ત્યારે તેમણે એ બાલમુનિને પોતાની સાથે હવે ન આવવા માટે આજ્ઞા કરી. બાળમુનિ ગુરુ મહારાજના આશયને સમજી ગયા. પરંતુ તેમના મનમાં ધર્મસંકટ ઊભું થયું. એક તરફ સાથે ન આવવા માટે ગુરુમહારાજની આજ્ઞા હતી અને બીજી બાજુ અનશન લેવાની પોતાની ભાવના હતી. તેઓ પોતે ગુરુમહારાજની આજ્ઞા માન્ય રાખીને પર્વત ઉ૫૨ વધુ આગળ ન ગયા, પણ ત્યાં જ રોકાઇને એમણે આહારનો ત્યાગ કર્યો. અનશનવ્રત લઇ એક શિલા પર બેસીને તેઓ ધ્યાનસ્થ થઇ ગયા. બપોરના સૂર્યના પ્રખર તાપથી શિલા પર બેઠેલા બાળમુનિનો દેહ માખણના પિંડની જેમ ઓગળી ગયો. તેઓ કાળધર્મ પામ્યા. એ બાળમુનિનો જીવ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. એટલે દેવોએ હર્ષ પામી સ્વર્ગમાં તેમનો સત્કાર કર્યો. ત્યાર પછી દેવો પૃથ્વી પર તેમના શરીરત્યાગનો મહિમા કરવા આવ્યા. દેવોને નીચે આવતા જોઇ કોઇક સાધુઓએ વજ્રસ્વામીને તેનું કારણ પૂછ્યું. વજ્રસ્વામીએ કહ્યું કે ‘આપણી સાથે બાલમુનિ હતા અને એમને ઉપર ન આવવા મેં આજ્ઞા કરી હતી તેમણે ત્યાં જ અનશન કરીને દેહત્યાગ કર્યો છે. એટલે એમનો મહિમા કરવા દેવો આવી રહ્યા છે.' આ પ્રેરક વાત જાણીને અન્ય સાધુઓની અનશન લેવાની ભાવના વધુ દઢ થઇ. વજ્રસ્વામીની સાથે એમના શિષ્યોએ અનશન લેવાનો સંકલ્પ કર્યો હતો. તેઓ પર્વતના શિખર પર ચઢી રહ્યા હતા. તેઓ આગળ પાછળ ચાલતા હતા. તે વખતે કેટલાક સાધુઓની પરીક્ષા કરવા માટે એક મિથ્યાદષ્ટિ દેવ વણિકનું રૂપ ધારણ કરીને, હાથમાં લાડુ અને પાણી લઇને સાધુઓને લલચાવવા આવી પહોંચ્યો. પરંતુ સ્વાદિષ્ટ આહાર જોવા છતાં કોઈ પણ સાધુ જરા પણ ચલિત થયા નહિ. સાધુઓ ત્યાંથી બીજા પર્વત પર ગયા. વજ્રસ્વામી ત્યાં પહોંચી ગયા હતા. વજ્રસ્વામીની સાથે સર્વ સાધુઓએ ત્યાં બેસીને અનશનવ્રત ધારણ કર્યું. થોડા દિવસમાં વજ્રસ્વામી અને અન્ય સર્વ સાધુઓ કાળધર્મ પામતા ગયા અને દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થતા ગયા. તે વખતે ઈંદ્રરાજા રથમાં બેસી સાધુઓના શરીરનો મહિમા કરવા ત્યાં આવી પહોંચ્યા. પોતાનો પૂજ્ય ભાવ વ્યક્ત કરવા ઈંદ્રે રથમાં બેસી પર્વત ફરતી ચારે બાજુ પ્રદક્ષિણા કરી. એટલે એ પર્વતનું ‘રથાવર્ત’ એવું નામ પ્રસિદ્ધ થયું હતું. ઈંદ્રરાજાએ કાળધર્મ પામેલા સર્વ સાધુઓને ભક્તિભાવપૂર્વક વંદન કર્યા. એ વખતે પર્વત પરનાં વૃક્ષો પણ ભક્તિભાવથી નીચાં નમ્યાં. વજ્રસ્વામી છેલ્લા દસ પૂર્વધર હતા. તેમના કાળધર્મ થવાની સાથે દસમું પૂર્વ વિચ્છેદ પામ્યું. વળી ચોથું સંઘયણ પણ વિચ્છેદ પામ્યું. ૧૫ આ બાજુ દુકાળનાં વર્ષો પૂરાં થતાં હતાં. વજ્રસ્વામીએ સુકાળ વિશે જે આગાહી કરી હતી તે સાચી પડી. વજ્રસ્વામીના મુખ્ય શિષ્ય વજ્રસેનસ્વામી પોતાના શિષ્યો સાથે વિહાર કરી સોપારા નામની નગરીમાં પધાર્યા. નગરીના રાજાનું નામ જિતશત્રુ હતું અને રાણીનું નામ ધારિણી હતું. નગરમાં જિનદત્ત નામના અત્યંત ધનાઢ્ય શ્રેષ્ઠી રહેતા હતા. એમનાં પત્નીનું નામ ઇશ્વરી હતું. એ વખતે સોપારા નગરીમાં પણ ભીષણ દુષ્કાળની પરિસ્થિતિ પ્રવર્તતી હતી, અનાજ દિવસે દિવસે મોંઘું અને દુર્લભ બનતું જતું હતું. વધારે ધન આપવા છતાં શ્રીમંતો પણ અન્ન મેળવી શકતા નહોતા. આ દુઃખદ પરિસ્થિતિમાંથી છૂટકારો મેળવવા ઇશ્વરીએ પોતાના કુટુંબીજનોને કહ્યું, ‘આ ભયંકર દુકાળ હવે અસહ્ય બની ગયો છે. મને લાગે છે કે હવે કોઇ ઉપાય નથી માટે આપણે અન્નમાં વિષ ભેળવીને તે ખાઇ લઇએ અને એ રીતે આપણે બધાં જીવનનો અંત આણીએ.' ઇશ્વરીની વાત સર્વ સ્વજનોએ સ્વીકારી. તેઓએ અનાજ મેળવવા પ્રયત્ન કર્યો. એક લાખ દ્રવ્યનું એક હાંડલી જેટલું અનાજ ખરીદ્યું. તે રાંધીને ઇશ્વરી તેમાં વિષ નાંખવા જતી હતી ત્યાં જ વજ્રસેન આચાર્ય વહોરવા પધાર્યા. સાધુ મહારાજને પોતાના આંગણે આવેલા જોઇને ઇશ્વરીને અનહદ આનંદ થયો. તેણે વિચાર્યું કે ભવિષ્યમાં સાધુ જેવા સુપાત્રને વહોરાવવાનું સદ્ભાગ્ય મળે કે ન મળે. આવો લાભ જતો કેમ કરાય ? તેણે આચાર્ય મહારાજને અત્યંત ભાવપૂર્વક અન્ન વહોરાવ્યું. તેની સાથેની વાતચીત દરમિયાન વજ્રસેન સ્વામીને ત્યાંની વિકટ પરિસ્થિતિ વિશે જાણવા મળ્યું. એક લાખ દ્રવ્યનું મૂલ્ય ચૂકવીને તેઓ એક હાંડલી ચોખા લાવ્યા હતા. તેમાં વિષ ભેળવીને પરિવારના સહુ સભ્યો જીવનનો અંત આણવા ઇચ્છતા હતા. વજ્રસેન આચાર્યને ગુરુ મહારાજ વજ્રસ્વામીના શબ્દો યાદ આવ્યા. તેમણે ઇશ્વરીને હિંમત આપી અને કહ્યું, ‘બહેન, હવે ચિંતા ન કરશો. આવતી કાલે સવારે અનાજ આવી પહોંચશે અને ફરી સુકાળની સ્થિતિ પ્રવર્તશે.’ ઇશ્વરીએ પૂછ્યું, ‘ભગવંત, આપ એ કેવી રીતે એ કહી શકો?' આચાર્ય મહારાજે કહ્યું, ‘બહેન, અમારા ગુરુ મહારાજ પૂજ્ય વજસ્વામીએ અમને કહ્યું હતું કે જ્યારે તમને લક્ષમૂલ્યના ભાતની ગોચરી મળશે ત્યારે તેના બીજા દિવસે સવારે સુકાળ ચાલુ થશે. માટે એક દિવસ રાહ જુઓ.' . ધનધાન્યથી ભરેલાં વહાણોનો કાફલો સોપારા બંદરે આવી પહોંચ્યો. વજ્રસ્વામીની આગાહી સાચી પડી. બીજે દિવસે સુપ્રભાતે બની ગયાં. ચારે બાજુ આનંદ આનંદ ફેલાયો. દુકાળમાં બચી ગયેલા બંદરે અનાજ ઊતર્યું. એથી અન્નની બાબતમાં સૌ કોઇ હવે નિશ્ચિંત લોકોના જીવમાં જીવ આવ્યો. વિનંતી કરી. તેઓ ત્યાં રોકાયા. જિનેશ્વર ભગવંતની પૂજાનો જિનદત્ત શેઠે વજ્રસેનસ્વામીને સોપારામાં વધુ દિવસ રોકાવા મહોત્સવ કર્યો. દીન-દુ:ખીને અન્નનું દાન દેવામાં આવ્યું. વજ્રસેનસ્વામીએ સહુના કલ્યાણ માટે ઉપદેશ આપ્યો. એમની પ્રેરણાથી શેઠ-શેઠાણીએ વિચાર કર્યો કે ‘આમ તો આપણે વિષ ખાઇને જીવનનો અંત આણવાના હતાં. ગુરુ મહારાજના સુયોગથી અને ઉપદેશથી આપણે બચી ગયા છીએ, તો પછી બાકીનાં વર્ષો ધર્મમય જીવનમાં કેમ પસાર ન કરવાં ?' આમ વિચારી જિનદત્ત શેઠ અને ઇશ્વરી શેઠાણીએ વજ્રસેનસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. આમ, આર્ય વજ્રસ્વામીની સાચી ભવિષ્યવાણીના પ્રતાપે જ જિનદત્ત શેઠના પરિવારનું રક્ષણ થયું: એટલે જ શેઠ-શેઠાણીએ પંચમહાવ્રત ધારણ કરી પોતાનું જીવન ઉજ્જવળ બનાવ્યું . પણ કેવો હર્ષ-રોમાંચ અનુભવાય છે ! એવી મહાન વિભૂતિના આર્ય વજ્રસ્વામીના જીવનની થોડીક માહિતી જાણવા મળતાં કેટલો બધો હર્ષોલ્લાસ થાય ! આવા મહાન જ્ઞાની, તપસ્વી, દસ સાક્ષાત્ દર્શનથી કે એમના પ્રત્યક્ષ પરિચયમાં આવવાનું મળે તો પૂર્વઘર, સંયમના આરાધક, લબ્ધિધારી અને ધર્મોપદેશક આર્ય વજ્રસ્વામીને નત મસ્તકે કોટિશઃ વંદન ! ܀܀܀
SR No.525983
Book TitlePrabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy