SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પ્રબુદ્ધવન આપણા આગમગ્રંથો માટે આવું ન થઇ શકે ? I ૫. પૂ. શ્રી વિજયશીલચંદ્રસૂરિજી મ. સા. મારા હાથમાં આ લખું છું તે પળે બૌદ્ધ ધર્મના પાલિ ભાષામાં રચાયેલા ‘તિપિટકો’નો એક અદ્યતન-પ્રકાશિત ગ્રંથ છે. તેનું નામ છે : જીનિાયે બુદ્ધવંત-બદ્ઘ થા । ધમ્મગિરિ-પાલિગ્રંથમાળા, વિપસ્સના વિશોધન વિન્યાસ, ઇગતપુરી (નાસિક) દ્વારા પ્રકાશિત થઇ રહેલ બૌદ્ધ આગમો (તિપિટકો)ની એક વિરાટ ગ્રંથશ્રેણિ, આશરે ૧૪૦ આસપાસ ગ્રંથોમાં પથરાયેલી જણાય છે. અત્યંત સુઘડ, શુદ્ધ છપાઈ; ઉત્કૃષ્ટ કાગળ તેમજ બાંધણીને કારણે આ ગ્રંથો આદર્શ પ્રકાશન બન્યા છે, તે નિઃસંદેહ છે. આથી પણ વધુ મહત્ત્વપૂર્ણ તો એ છે કે આ ગ્રંથો ત્રણ લિપિઓમાં (જુદા જુદા) છાપવામાં આવ્યા છેઃ રોમન, દેવનાગિરી અને બર્મી લિપિમાં. અને આ ગ્રંથો વેચાતા તો મળે જ છે; પરંતુ જો કોઈ ગ્રંથાગાર, જ્ઞાનભંડાર, શોધસંસ્થા, શિક્ષણસંસ્થા વગેરે પ્રકારની સંસ્થાઓના સંચાલકો આ ગ્રંથોના સદુપયોગની ખાતરી આપે તો તેમને આ આખી ગ્રંથશ્રેણિ વિના મૂલ્યે ભેટ પણ અર્પણ કરવામાં આવે છે, જેને જે લિપિમાં અપેક્ષિત હોય તેને તે રીતે મળે, પાર્સલોનો ખરચ પણ ધમ્મગિરી જ ભોગવે. સમજી શકાય છે કે બૌદ્ધ ધર્મના વિશ્વભરમાં પથરાયેલા ઉપાસકગણ તરફથી મળતાં અનુદાનને કારણે જ આવી ભેટ આપી શકાય; પરંતુ તેમ છતાં, બજારના ધોરણે આમાંનો એકેક ગ્રંથ, નાખી દેતાં પણ ૪૦૦ થી ૫૦૦ રૂપિયાનો પડે, અને એવા ૧૪૦ ગ્રંથો ! એ આમ સેંકડો સંસ્થાઓને ભેટ આપી દેવા કે તેમ કરવા માટે માતબર અનુદાન પ્રાપ્ત કરવું, એ કોઇ નાની સૂની ઘટના અને સિદ્ધિ તો નથી જ. ધર્મ પ્રત્યેની નિષ્ઠા, ધર્મગ્રંથો જ ધર્મના સાચા પ્રકાશક તથા પ્રચારક છે તેવી પાકી સમજ, ધર્મને દિદિગંત સુધી ફેલાવવાની ઊંડી તમન્ના તથા દૂરંદેશી ભરેલી સૂઝ, આ બધાં તત્ત્વો જ આ સાહસ પાછળનાં ચાલકબળ હોવા વિશે, મને તો, સહેજ પણ શંકા નથી. પ્રત્યેક ગ્રંથના પ્રારંભમાં એક નેત્રદીપક અવતરણ મૂકવામાં આવ્યું છે, જેનો અનુવાદ પણ ત્યાં જ છાપ્યો છે. એ વાંચતાં જ આ પ્રકાશન પાછળની વિભાવના આપોઆપ સ્પષ્ટ થાય તેમ છે : મિક્ષુઓ, તો વારેં હૈં નો િસદ્ધર્મ છે વાયમ રહને ા, ૩સ विकृत न होने का, उसके अंतर्धान न होने का कारण बनती हैं. વૌન સી રો વાતે ? ધર્મવાળી સુવ્યવસ્થિત, સુરક્ષિત રહી ખાય ઔર ૩સ સહી, સ્વામાવિ, મૌષ્ટિ અર્થ વાયમ રહે ગાયું. મિક્ષુઓં, सुव्यवस्थित, सुरक्षित वाणी से अर्थ भी स्पष्ट, सही कायम रहते આપણે ત્યાં જેમ વાચના-પદ્ધતિ હતી, તેમ બૌદ્ધોમાં ‘સંગીતિ'ની પ્રથા હતી. આ સંસ્કરણને ‘છઠ્ઠા સંગાયન’ તરીકે ઓળખવામાં આવેલ હોવાનું સમજાયું છે. (ભૂલ ક્ષમ્ય). પ્રત્યેક પૃષ્ઠની નીચે આ સંસ્કરણના આધારરૂપ ‘પાલી-ટેક્સ્ટસોસાયટી'ના સંસ્કરણનો પત્રાંક છાપવામાં આવેલ છે, જે ખાસ ધ્યાનાર્હ બીના છે. ઘણી જૈન સંસ્થાઓએ આની ભેટ-યોજનાનો લાભ લીધાનું જાણવા મળે છે. તો જેમને આ યોજનાની જાણ નથી તેમણે વેચાણ દ્વારા પણ આ ગ્રંથો મેળવ્યા હોય તેવી સંભાવના છે. તા. ૧૬-૧૧-૯૮ હવે મારે જે વાત કરવી છે તે આ છે : આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ જેની સાથે સર્વભાવે સંકળાયેલ હતા તે બે સંસ્થાઓ-મહાવીર જૈન વિદ્યાલયની આગમ ગ્રંથમાળા તથા પ્રાકૃત-ટેક્સ્ટ-સોસાયટીની પ્રાકૃત ગ્રંથમાળા; આ બન્ને સંસ્થાઓ/ગ્રંથમાળાઓ દ્વારા, ઘણાં વર્ષોના તથા ઘણા ઘણા વિદ્વનોના અથાગ શ્રમપૂર્વક, પ્રકાશિત થયેલાં આગમો તથા આગમેતર પણ બહુમૂલ્ય પ્રાકૃત ગ્રંથોની આજે શી સ્થિતિ છે ? એ ગ્રંથમાળાઓનાં કાર્યો હજીયે બાકી પડ્યાં છે, તેની શી દશા છે ? આ ગ્રંથમાળાઓ દ્વારા પ્રગટ થયેલા ગ્રંથોના સંપુટો ખરીદી લઇને વિવિધ સંસ્થાઓમાં આ પ્રકારે ભેટ આપવાની ભાવના જૈન સમાજમાં ક્યારેય કોઇનેય થાય/થઇ ખરી ? એકલદોકલ સામાન્ય અપવાદની વાત જવા દેવી પડે, બૌદ્ધ ગ્રંથોની જે યોજના ઉપર વર્ણવી તેવી કોઇ નક્કર, માતબર યોજના થઇ છે ખરી ? કોઇને સૂઝે કે રુચે ખરી ? ઉપર બૌદ્ધ ગ્રંથનું જે અવતરણ ટાંક્યું છે, તે શું જૈન ધર્મ માટે લાગુ પડે તેમ નથી ? માત્ર મંદિરો તથા તીર્થો જ જૈન શાસનને ચિરકાળ ટકાવશે અને વૃદ્ધિ પમાડશે ? મોક્ષમાર્ગમાં જિનબિંબની સાથે જિનાગમનું પણ આલંબન તરીકે એટલું જ મહત્ત્વ મનાયું છે, પણ વર્તમાનકાળમાં તેની ઉપેક્ષા થતી હોય એમ નથી લાગતું ? ને થાય છે, વેરવિખેર અને જેના મનમાં જેમ આવ્યું તેમ પ્રયાસો પ્રકાશનો અઢળક થાય છે. પણ તે આધુનિક સંદર્ભો સાથે તથા દૃષ્ટિકોણ સાથે તાલમેલ ધરાવતા હોવા વિશે શંકા જ રહે. ધર્મનો પ્રભાવક પ્રચાર વ્યાપક બનાવવાનો હોય ત્યારે આવા બાલિશ કે સામાન્ય પ્રયાસો માત્ર ઘરગથ્થુ ઉપચારો જ બની રહેવાના, આજે તો શી સ્થિતિ છે ? ઉપર વર્ણવી તેવી બે ગ્રંથમાળા પણ લગભગ શાંત-સુષુપ્ત દશામાં પડી રહી છે. વહીવટકર્તાઓને જે તે સંસ્થાઓમાં વહીવટ કરવાનાં કાર્યો અને ચૂંટણી જીતવાનાં કાર્યો એટલાં બધાં વધી પડ્યાં હોય છે કે એ બાપડાઓને આવાં કાર્યો માટે વિચારવાનો અવકાશ જ નથી હોતો ! કદીક, એકાએક કોઈક સમારંભ ઊભો થઇ જશે તો આ વહીવટકર્તાઓ માઇક પરથી ભાષણ ગુજા૨વા માંડશે કે સાધુઓને પડી નથી; આગમનું કામ કોઇ કરતું નથી ઇત્યાદિ. આનો શો મતલબ ? મારી જાણમાં આવ્યું છે કે બૌદ્ધ સંસ્થાનો હજી આટલે જ અટકવાનાં નથી. તે તો તિપિટક ગ્રંથોના અનુવાદો પણ કરાવીને પ્રકાશિત કરનાર છે. આપણે ત્યાં આગમો તથા જૈન ગ્રંથોના અનુવાદો માટે અપેક્ષાઓ વ્યક્ત થાય છે, પણ દેશ-વિદેશના જૈન બંધુઓની નજર આ મ કોઇ નક્કર આયોજન ભણી, કોણ જાણે કેમ, પણ પડતી જ નથી. ક્યારેક નાનું મોટું ભંડોળ કરીને કોઇ સંસ્થાને સોંપાય, પણ તે પછી બેંકમાં ડિપોઝીટ થઇને પડી રહે ને વ્યાજવૃદ્ધિ થતી રહે: જ્ઞાનવૃદ્ધિની શી જરૂર ? મહાવીર વિદ્યાલયની આગમ ગ્રંથમાળાને તથા પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીને પુનર્જીવિત કરવી અથવા એવી કોઇ નવી પ્રાણવાન સંસ્થાની સ્થાપના કરવી એ આ સમયની માંગ છે, એ જેટલું વેળાસર સમજાશે તેટલું જૈન શાસનનું વધુ શ્રેય હશે. વા માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ – મુદ્રક, પ્રકાશકઃ નિરુબહેન સુબોધભાઈ શાહ ૭ પ્રકાશન સ્થળઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪, ફોન :૩૮૨૦૨૯૬, મુદ્રણસ્થાનઃ ફખરી પ્રિન્ટિંગ વર્ક્સ, ૩૧ ૨/A, ભાયખલા સર્વિસ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, દાદાજી કોંડદેવ ક્રીસ રોડ, ભાયખલા મુંબઈ-૪૦૦૦૨૭.
SR No.525983
Book TitlePrabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy