________________
વર્ષ : (૫૦) + ૮ ૦ અંક ઃ ૨ ૭
છે તા. ૧૬-૨-૯૭ ૦
© O O શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર છે છે છે
પ્રબુદ્ધ જીવ6
છે એ છે પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૭ ૭ ૭ વાર્ષિક લવાજમ રૂા. ૮૦ ૭
તંત્રી : રમણલાલ ચી. શાહ
ગન કંટ્રોલ
Licence to post without prepayment No. 37 Regd. No. MH / MBI-South / 54 / 97
થોડા સમય પહેલાં મુંબઇમાં સુપ્રસિદ્ધ મજૂર નેતા દત્તા સામંતની ધોળે દિવસે ગોળી ચલાવી હત્યા ક૨વામાં આવી. ભારતમાં વિશેષતઃ મુંબઇ અને બીજાં કેટલાંક શહેરોમાં વધતી જતી ગુનાખોરીમાં ગોળી ચલાવી હત્યા કરવાના બનાવો ઉત્તરોત્તર વધતા ચાલ્યા છે. ભારતમાં એકંદરે ઘાતક શસ્ત્ર ધરાવવા પર ઘણાં કડક નિયંત્રણો છે, તો પણ ગન વાપરનારા નાગરિકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ગેરકાયદે દાણચોરીથી શસ્ત્ર મેળવી તે છૂપી રીતે રાખનારા ગુંડાઓની ટોળકીની વાત તો વળી જુદી છે.
વેર લેવાનો એક અધમ માર્ગ તે માણસને જગતમાંથી કાયમની વિદાય આપવાનો છે. એક મુખ્ય વ્યક્તિનું અસ્તિત્વ મટતાં પરિસ્થિતિ નવાં પરિમાણ ધારણ કરે છે. રાજકારણમાં આવી હત્યાઓ વધવા માંડી છે. મુંબઇ જેવાં મોટાં શહેરોમાં રાજદ્વારી નેતાઓ, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, દાણચોરો, અપહરણકારો, ગુંડાઓ વગેરેની ગન ચલાવી હત્યા કરવાના બનાવો વધવા માંડ્યા છે. ભારતમાં દિન પ્રતિદિન કાયદેસર શસ્ત્ર ધરાવનાર માણસોની સંખ્યા મુખ્યત્વે મોટાં શહેરોમાં વધતી જાય છે. પંજાબ, કાશ્મીર, આસામ વગેરે પ્રદેશોમાં આતંકવાદીઓ માટે છૂપી રીતે, ગેરકાયદે પાકિસ્તાન અને અન્ય દેશો દ્વારા ભારતમાં ઘુસાડાતી ગનના બનાવો વધતા રહે છે. દુબઇ જેવાં મુક્ત બંદરોમાંથી પણ ગુજરાત, મહારાષ્ટ્રના સમુદ્ર કિનારે શસ્ત્રો ગુપ્ત રીતે ઠલવાય છે. ભારતમાં અતંત્રતા અને અંધાધુંધી ફેલાવવાના આશયથી પણ અન્ય દેશો દ્વારા આવી પ્રવૃત્તિ ઇરાદાપૂર્વક થાય છે.
...
પથ્થર, લાઠી, છરી, તલવાર, ભાલા વગેરેના પ્રહારથી માણસને ગંભીર રીતે ઘાયલ કરી શકાય છે. એથી કેટલીક વાર મૃત્યુ પણ થાય છે. બંદૂકની ગોળી માણસના પ્રાણ તત્ક્ષણ હણી નાખે છે. લાઠી, તલવાર વગેરેમાં સબળ પ્રતિકારની પૂરી શક્યતા રહે છે. બંદૂકનો પ્રતિકાર જો બચી જવાય અને પાસે બંદૂક હોય તો જ થઇ શકે છે. આમ બંદૂક એ નિશ્ચિત મૃત્યુ આણનાર ઘાતક શસ્ત્ર છે. લાઠી, તલવારમાં દુશ્મનની નજીક જવાની જેટલી જરૂર પડે છે તેટલી જરૂર બંદૂકમાં પડતી નથી. પોતે સુરક્ષિત રહીને બીજાને મારી નાખી શકાય છે. અલબત્ત, ટોળકીઓ વચ્ચે સામસામી ગોળીઓની રમઝટ થાય ત્યારે એટલી સુરક્ષિતતા રહેતી નથી. યોજનાબદ્ધ કાવત્રું ગોઠવીને ઓટોમેટિક ગનમાંથી ગોળીઓ છોડીને માણસને અવશ્ય મૃત્યુને ઘાટ ઉતારી શકાય છે. વર્તમાન જીવનનો આ એક ગંભીર પ્રશ્ન છે.
દુનિયાભરમાં વધતી જતી આ ઘાતક પ્રવૃત્તિ સામે એટલો ઉહાપોહ હવે થવા લાગ્યો છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા જેવા દેશો એ વિશે ગંભીરપણે વિચારતા થયા છે. ભારતમાં ગનનો પ્રશ્ન
જ
એટલો વ્યાપક નથી, તો પણ આ ચળવળમાંથી એણે ધડો લેવા જેવું
જરૂર છે.
રોનાલ્ડ રેગન જ્યારે અમેરિકાના પ્રમુખ હતા ત્યારે એમના ઉપર કોઇક પાગલ માણસે બંદૂકમાંથી ગોળી ચલાવી હતી. રેગનને નજીવી ઇજા થઇ. તેઓ બચી ગયા હતા. પરંતુ રેગન સાથેના સ્ટાફના વડા અધિકારી જીમ બ્રેડી સારી રીતે ઘાયલ થયા. તેઓ પણ બચી ગયા, પરંતુ કંઇક અપંગ જેવા થઇ ગયા. આ એક ઘટનાએ જીમ બ્રેડીના વિચારમાં ક્રાન્તિકારી પરિવર્તન આણ્યું. તેઓ ત્યાર સુધી એમ માનતા હતા કે દરેક નાગરિકને ગન ધરાવવાનો અધિકાર છે. પરંતુ આ ઘટના પછી તેમને લાગ્યું કે દરેક નાગરિકને એમ સરળતાથી ગન રાખવા દેવાથી ઘણા ભયંકર અનર્થો થાય છે. અસ્થિર મનના, ઉશ્કેરાટભર્યા ચિત્તવાળા ક્રૂર માણસો દ્વારા અચાનક કેટલાયે નિર્દોષના પ્રાણ જાય છે. એમણે પોતાના વિચારનો ચારે બાજુ પ્રચાર કર્યો. એમણે Gun Controlની હિમાયત માત્ર અમેરિકા જ નહિ, દુનિયાના બધા દેશો માટે કરી. એમના ભાવનાત્મક પ્રચારથી પ્રેરાઇને અમેરિકાની કોંગ્રેસમાં કેટલાક વખત પહેલાં ગન કંટ્રોલ માટે ખરડો રજૂ થયો છે અને એના ઉ૫૨ ચર્ચા-વિચારણા ચાલી રહી છે. ખરડો તો મંજૂર થશે ત્યારે થશે, પરંતુ શસ્ત્રસુલભતા પ૨ નિયંત્રણો લાદવા'માટેની હવા તો અમેરિકામાં પ્રસરવા માંડી છે. Gun Destroying ની હિલચાલ પણ ચાલી છે.
અમેરિકામાં આ ખરડો હજુ પસાર નથી થયો, કારણ કે ગન ધરાવવાના નાગરિક હકના રક્ષણ માટે ત્યાંના નેશનલ રાઇફલ એસોસિએશન તરફથી ઘણો પ્રચાર થાય છે અને કોંગ્રેસના સભ્યોને એ માટે ઘણાં નાણાં અપાય છે. વળી અમેરિકાના બંધારણમાં દરેક નાગરિકને શસ્ત્ર ધરાવવાનો મૂળભૂત હક-Right to bear fire arm આપવામાં આવ્યો છે. પરંતુ ત્યાંના શાણા વિચારકો કહે છે કે બે સૈકા પહેલાં અમેરિકાની જે સ્થિતિ હતી તે સંજોગોમાં શસ્ત્ર ધરાવવાનો હક નાગરિકોને અપાયો તે વ્યાજબી હતો, પરંતુ અત્યારે જે બદલાયેલી અને સુધરેલી પરિસ્થિતિ છે તેમાં બંધારણની એ કલમ કાલગ્રસ્ત અને અપ્રસ્તુત બની જાય છે. આમ, અમેરિકામાં નાગરિકોને છૂટથી અપાતાં શસ્ત્રોના વિષયમાં ઘણી જાગૃતિ આવી ગઇ છે. પ્રચાર માધ્યમોની વિપુલતાવાળા એ દેશમાં વિચારોનો પ્રચાર ઝડપથી થાય છે.
અણબનાવ થયો હોય, શિક્ષક કે શિક્ષિકાએ ઠપકો આપ્યો હોય, કોઇ પડોશી સાથે બોલાચાલી થઇ હોય, વર્ગમાં બીજા વિદ્યાર્થીઓ સાથે છોકરા કે છોકરીએ ચીડવણી કરી હોય, પ્રેમમાં નિષ્ફળતા મળી હોય, કંઇક લૂંટ ચલાવવી હોય, માત્ર મજાક જ કરવા ખાતર હત્યા કરવી હોય નોકરીમાંથી રૂખસદ મળી હોય, માતાપિતા સાથે ઝઘડો થયો હોય, એવાં એવાં અનેક નાનાં નાનાં નજીવા નિમિત્તો ઊભાં થતાં શાળાના વિદ્યાર્થીઓએ કે મોટા માણસોએ બીજાની ગન વડે તરન હત્યા કરી
નાખી હોય એવા સેંકડો કિસ્સાઓ અમેરિકામાં છેલ્લા ત્રણચાર દાયકામાં