________________
*
પ્રબુદ્ધ જીવન
પ્રતિબિંબ તત્ક્ષણ એકીસાથે (યુગપદ) ઉપસે. જ્યારે ચિત્રકારે તે બિંબનું ચિત્ર અર્થાત્ પ્રતિકૃતિ બનાવવી હોય તો ક્રમે ક્રમે રેખાંકન કરી રંગો પૂરીને બનાવવી પડે. અને તો ય આબેહૂબ પ્રતિબિંબ બને કે ન બને.
આમ કેવળજ્ઞાન વીતરાગ શાન છે. કેવળજ્ઞાન સર્વનું જ્ઞાન છે . તે પૂર્ણ શાન છે. કેવળજ્ઞાની સર્વજ્ઞ છે. કેવળજ્ઞાન નિર્વિકલ્પ (અક્રમિક) જ્ઞાન છે. ટૂંકમાં કેવળજ્ઞાન, નિષ્પ્રયોજન, નિર્વિકલ્પ, પૂર્ણ જ્ઞાન છે. આ ત્રણે હોય તો જ કેવળજ્ઞાન હોય. એક હોય તો બીજાં બે હોય જ. અવિનાભાવિ સંબંધ છે. સમભુજ ત્રિકોણના ત્રણ ખૂન્ના સરખા હોય તો ત્રણ બાજુ સરખી હોય જ એવો જે ભૂમિતિનો સિદ્ધાંત છે. તેના જેવું કેવળજ્ઞાનના આ ત્રણ વિશેષણનું છે. આવા આ કેવળજ્ઞાનની સામે છદ્મસ્થજ્ઞાન તે સરાગજ્ઞાન છે, સવિકલ્પજ્ઞાન છે અને અપૂર્ણજ્ઞાન છે.
.
જ્ઞાનને આવ૨નારું જે કર્મ છે તે શાનાવ૨ણીયકર્મ છે. જ્ઞાનાવરણીયકર્મ જીવનું જ્ઞાનકાર્ય પૂર્ણ થવા દેતું નથી. પરંતુ પૂર્ણના અનંતમાં ભાગે કાર્ય થવા દે છે. અંશ પૂર્ણની બરાબરી કરી શકે નહિ. અને યત્કિંચિત્ જ્ઞાન છે એટલે જીવ, પોતે જીવ છે અને જીવ, ઉપર જણાવ્યા મુજબ, અજીવ અથવા જડ નથી થઇ જતો માટે
જ
જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જણાવેલ છે અને નહિ કે ઉદય.
જો જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા ઉદય હોત તો જીવ જડ થઇ ગયો હોત. જ્યારે વીતરાગતા ઉપર તો પૂરેપૂરું આવરણ છે. માટે જ મોહનીયકર્મનો ઉદય જણાવેલ છે.
આ પરથી રૂપી પદાર્થની એવી સ્પષ્ટ વ્યાખ્યા બાંધી શકાય કે જે પદાર્થમાં ગુરુલઘુતા, ક્ષય-હાનિ-વૃદ્ધિ, વિનાશીપણું અને બાધ્ય બાધકતા છે, તે પદાર્થ રૂપી છે, અને જેમાં આ ચાર ભાવ નથી તે પદાર્થ અરૂપી છે. વળી જેને રૂપ હોય તેને નામ હોય. રૂપ ન હોય તેને નામ ન હોય. માટે જ અરૂપી છે તે અનામી છે. અર્થાત્ તેઓના એક જ નામ
છે અથવા તો સઘળાં નામનો ભાવ-લક્ષ્ય એક જ છે. તેથી જ તો જ્યાં રૂપ રૂપાંતરતા છે ત્યાં નામ નામાંતરતા છે. ઘઉંનો લોટ થાય એટલે રૂપ ફરે. અને રૂપ કર્યું તેથી ઘઉંનું નામ ‘લોટ' થયું. લોટના લાડુ બનતાં, રોટલી બનતાં વળી રૂપ ફર્યું અને પાછું રૂપ ફરતાં લોટમાંથી નામ બન્યું લાડું, રોટલી. એટલું જ નહિ રૂપ ફરતાં નામ તો ફરે પણ કાર્ય સુદ્ધાં ફરે. લોટમાંથી પૂરી-પરોઠા-લાડુ બનાવાય પણ ખેતરમાં ન વવાય. ઘઉંના જ દાણા ખેતરમાં વાવી નવા બીજા ઘઉં મેળવી શકાય.
ધાતિકર્મ મનોદ્યોગ-પ્રધાન છે, કારણ કે ઘાતિકર્મના ક્ષયે ઉત્પન્ન થતાં વિશેષણો ઉપયોગનાં વિશેષણો બને છે. જ્યારે અઘાતિકર્મ
કાયયોગપ્રધાન છે, કારણકે અઘાતિકર્મના ક્ષયે ઉત્પન્ન થતાં વિશેષણો આત્મપ્રદેશ સાથે સંબંધ રાખે છે. ઘાતિકર્મના નાશે ઉપયોગ સ્થિર (અવિનાશી) બને છે. અને અઘાતિકર્મના નાશે આત્મપ્રદેશ સ્થિર (અરૂપી) બને છે.
અવિનાશી ઉપયોગ એટલે કે કેવળજ્ઞાન. છદ્મસ્થજ્ઞાન જે મતિ શ્રુત, અવધિ અને મનઃપર્યવ જ્ઞાન છે તેના વડે કરીને જ જ્ઞાન ઉપરના
આવરણ હઠાવીને, વિકારીજ્ઞાનને અવિકારી બનાવીને જ પાંચમા પરમ વિશુદ્ધ એવાં સત્તામાં રહેલ-પ્રછન્ન રહેલ એવાં કેવળજ્ઞાનનું ઉદ્ઘાટન-પ્રગટીકરણ કરવાનું છે. કહો કે પ્રામની પ્રાપ્તિ કરવાની છે. આપણામાં રહેલ એ કેવળજ્ઞાનને આપણે જ અવિકારી બનાવીને, આવરણ હઠાવીને અનાવૃત્ત કરવાનું છે, બહાર લાવવાનું છે.
આપણા સહુ આત્માનું વિશુદ્ધ સ્વરૂપ છે અને આપણામાં રહેલ આપણા સ્વરૂપનું જે પ્રગટીકરણ કરવાનું છે તે કેવળજ્ઞાન શું છે ? કેવું છે? ક્યાં છે ? કેવી રીતે પ્રગટીકરણ કરવાનું છે ? એ સમજવાની જરૂર છે.
સામાન્ય
જેસ્વયં વિશેષ છે તે પોતે જ્યારે અપૂર્ણ બની જાય છે ત્યારે બની અધૂરું જાણીને પછી વિશેષ બને છે–પૂર્ણ થાય છે. જ્ઞાન વિશેષ છે. દર્શન સામાન્ય છે. શાનનો અંશ પૂર્ણજ્ઞાનમાં ભળી જતાં પૂર્ણ બની જઇ અભેદ થાય છે. પૂર્ણ, અપૂર્ણ બને તો ભેદ પડે. પરંતુ અપૂર્ણ, પૂર્ણ બની જતાં ભેદ ન રહેતાં અભેદ થાય. ચારે ય ઘાતિકર્મોના ક્ષયે ઊભા થતા ગુણો કેવળજ્ઞાનના (ઉપયોગના) વિશેષણો બની જાય છે. પુદ્ગલના જે ચાર ગુણધર્મો, ગુરુલઘુપણુ, હાનિ-વૃદ્ધિ (ક્ષય), ઉત્પાદ-વ્યય અર્થાત્ વિનાશીપણું અને બાધ્ય બાધકતા છે તે ચારેયની આગળ જો નિષેધાત્મક(૪)
‘અ' પ્રત્યય ઉમેરી દેવામાં આવે તો તે અગુરુલઘુતા, અક્ષયતા,
અવિનાશીપણું અને અવ્યાબાધતા એ ચારે અરૂપી એવાં જડ ધર્માસ્તિ કાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયમાં પણ છે. માટે જ તે સર્વ સામાન્ય ગુણ છે.
કેવળજ્ઞાનની વાતો અને કેવળજ્ઞાનની પ્રાપ્તિની અગત્યતા અને મહાત્મ્ય ઘણું બધું, ઘણે બધે ઠેકાણે, ઘણી રીતે વર્ણવાય છે છતાં કેવળજ્ઞાનના વિષયમાં આપણે ઘણા જ અંધારામાં છીએ. જ્ઞાનનું સાચું શાન હજુ થયું નથી તો એ કેવળજ્ઞાનનું હસ્તામલાવત્ જ્ઞાન કરવાને એને જુદા જુદા દષ્ટિકોણથી વિચારીએ કે જેથી જ્ઞાનનું સાચું જ્ઞાન થતાં, કેવળજ્ઞાન પામવાની ભાવના જાગે, કેવળજ્ઞાન પ્રગટીકરણની સાધના કરીએ અને કેવળજ્ઞાનનું પ્રગટીકરણ કરી, પ્રામની પ્રાપ્તિ કરીને કૃતકૃત્ય
થઇએ.
જ્ઞાનનું જ્ઞાન મેળવતાં પહેલાં સર્વપ્રથમ જીવનું અજ્ઞાન શું છે તે સમજી લઈએ જેથી જ્ઞાનને સમજવું સહેલું થઇ પડે.
અજ્ઞાનીને જ્ઞાન કોને કહેવાય અને અજ્ઞાન કોને કહેવાય તે ખબર નથી હોતી. જ્યારે જ્ઞાનીને જ્ઞાન શું અને જ્ઞાન કોને કહેવાય, તેમ અજ્ઞાન શું અને અજ્ઞાન કોને કહેવાય તેની સ્પષ્ટ સમજણ હોય છે, કેમકે (૧) અજ્ઞાની જગતને સત્ય માને છે, જ્ઞાની મિથ્યા કહે છે, અજ્ઞાન એક સમયને અનાદિ-અનંત ભૂત ભવિષ્યકાળ રૂપ બનાવે છે. જ્ઞાન અનાદિ-અનંત કાળને એક સમયરૂપ બનાવે છે.
(૨)
(૩)
(૫)
(૬)
તા. ૧૬-૮-૯૭
(૭)
(૮)
(૯)
(૧૧)
જે
પરિણાને ન જુએ, જે મૂળને ન જુએ તે અજ્ઞાની છે. પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપને જે ન સમજે તે અજ્ઞાની છે. સ્વરૂપનું ભાન થવા દે નહિ તે અજ્ઞાન.
પોતાને ભૂલવા રૂપ જગત આખાને એ સંભારે છે તે આત્માનું અજ્ઞાન છે.
જૈન દર્શન દરેક જીવને એનામાં રહેલ અજ્ઞાનનું ભાન કરાવે છે.
‘સ્વ'ને ય ન જાણે અને ‘પર'ને પણ પૂરેપૂરું બરોબર ન જાણે એનું નામ અજ્ઞાન. પોતે જાતે અનુભવે છતાં જાત અનુભવનું ય જ્ઞાન નહિ તેનું નામ અજ્ઞાનરૂપી અપરાધ. (૧૦) સ્વરૂપને ન જાણવું તે પણ અજ્ઞાનરૂપી
જે પોતાને નથી સમજતો તે આખી દુનિયાને નથી સમજતો. ‘હું', ‘મેં' અને ‘મારું’ પ૨વસ્તુ અને પર વ્યક્તિઓ સાથે જોડવું જે પોતાને બરોબર સમજે છે તે આખી દુનિયાને સમજે છે.
અને ફરવું તે અજ્ઞાન.
અપરાધ અને સ્વરૂપને જાણ્યા પછી તે પ્રમાણે ન વર્તવું અને સ્વરૂપને ન પામવું તે પણ અજ્ઞાનરૂપી અપરાધ.
આત્મા સ્વયં સ્વરૂપમાં કેવો છે એ ન જાણતો હોય અને વિશ્વના જ્ઞેય પદાર્થોને માત્ર જાણવા એ સર્વ અજ્ઞાન છે. જ્યારે આત્માના શુદ્ધ સ્વરૂપને જાણવું તે શાન છે.
(૧૨) આનંદ આત્માનું સ્વરૂપ છે. એ આત્માની અંદર છે. પરંતુ આનંદ બહાર પર પદાર્થમાં છે અને તે સુખનો આધાર છે, એવી જે દૃષ્ટિ છે તે આત્માનું અજ્ઞાન છે. એ પરિણામે દુઃખરૂપ છે,