________________
તા. ૧૬-૮-૯૭
પ્રબુદ્ધ જીવન
કેવળજ્ઞાન--સ્વરૂપ ઐશ્વર્ય
[] પંડિત પનાલાલ જગજીવનદાસ ગાંધી
// ૩ ત્રા જ્ઞાનત્વ ॥
બ્રહ્મ એટલે વ્યાપક, વ્યાપક તત્ત્વ કોઇ હોય તો તે આકાશ છે અને બીજું વ્યાપક તત્ત્વ જ્ઞાન-કેવળજ્ઞાન છે. જ્ઞાન એ આત્માનું લક્ષણ છે, આત્માનો વિશેષ ગુણ છે. બ્રહ્મનો એક અર્થ આત્મા પણ થાય છે. આત્મા જ્યોતિ સ્વરૂપ અર્થાત્ પ્રકાશ સ્વરૂપ છે. પ્રકાશ એટલે જ્ઞાન અને જ્ઞાન એટલે પ્રકાશ !
બ્રહ્માંડ અર્થાત્ વિશ્વ પાંચ અસ્તિકાય (જીવાસ્તિકાય, પુદ્ગલા સ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય) તરીકે ઓળખાય છે. આ પાંચ અસ્તિકાયના પાંચ દ્રવ્યો સહિત છઠ્ઠા કાળને દ્રવ્ય તરીકે લેતાં વિશ્વ છ દ્રવ્યોનું બનેલું છે. એમાં જીવાસ્તિકાય (અર્થાત્
જીવ દ્રવ્ય) સિવાયનાં બાકીના પાંચ દ્રવ્યો જડ છે. એક માત્ર જીવ ચેતન છે કેમકે જીવમાં વેદન, સંવેદન, લાગણી છે, કારણ કે જીવ શાન સ્વરૂપ છે. જીવ સહિતના બધાં ય અસ્તિકાય અને દ્રવ્યોને ખ્યાતિ આપનાર,
ઓળખાવનાર, નામકરણ કરનાર, પ્રકાશમાં આણનાર જો કોઇ હોય તો તે જીવ છે એટલે કે આત્મા છે. આત્મામાં જ્ઞાન હોવાથી સર્વ દ્રવ્યોની અને અસ્તિકાયની જાણ એને પોતાને થાય છે. ખ્યાતિ સર્વ અસ્તિકાય
અને દ્રવ્યોની છે અને ખ્યાતા આત્મા છે-જ્ઞાન છે.
જીવના-અર્થાત્ આત્માના કેટલાક ગુણો સામાન્ય છે અને કેટલાક ગુણો વિશેષ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ આત્માના પાંચ વિશેષગુણો છે. સંસારી જીવોના વિશેષ ગુણો વિકારી બન્યા તેથી અપૂર્ણ છે. કર્મથી આવૃત્ત થયા છે માટે આવરણસહિત છે.
છે
આત્માના જે ગુ ણો આત્મા ઉપરાંત બીજાં દ્રવ્યોમાં પણ છે તે ગુણો સામાન્ય છે. અરૂપીત્વ, અક્ષયસ્થિતિ, અગુરુલઘુ અને અવ્યાબાધતા એ આત્મા ઉપરાંત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં પણ છે એ કારણે સામાન્ય ગુણો કહેવાય છે. આ સામાન્યગુણો પણ કર્મથી આવૃત્ત છે. આવરનારું તત્ત્વ કર્મ છે. કર્મના કારણે આત્માના, કર્મ સહિત સંસારી જીવ અર્થાત્ પુદ્ગલયુક્ત જીવ અને પુદ્ગલમુક્ત જીવ, તે સિદ્ધાત્મા, પરમાત્મા, મુક્તાત્મા એવાં બે ભેદ પડી ગયાં છે. સિદ્ધાત્મા-મુક્તાત્મા તે ૫રમાત્મા છે, કારણ કે તેઓ પોતે જ પોતાના વડે, પોતાના પરમભાવમાં છે. - અર્થાત્ સ્વરૂપભાવમાં-સ્વરૂપ ગુણમાં
છે.
એજ પ્રમાણે જીવના સંયોગે કરીને પુદ્ગલદ્રવ્યના પણ સચિત (જીવસહિત) પુદ્ગલ અને અચિત (જીવરહિત) પુદ્ગલ એવા બે ભેદ પડી ગયા છે.
પુદ્ગલમાં પૂરણ, ગલન, ગ્રહણ, ઉત્પાદ અને વ્યયના કારણે ખેંચવાનો ગુણ છે. અને જીવ પોતાની સરાગતા-રાગદશાના કારણે પુદ્ગલ પરમાણુને ખેંચી શકે છે. એમ કરીને તે બદ્ધ સંબંધમાં આવે છે. પરંતુ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં ખેંચવાની શક્તિ ન હોવાને કારણે જીવ સાથે સ્પર્શ સંબંધમાં આવવા છતાં પણ બદ્ધ સંબંધ થતો નથી, એમાં નિર્દોષ સ્પર્શ સંબંધ જ રહે છે.
બુદ્ધ સંબંધ માત્ર બે અસ્તિકાય (દ્રવ્યો) વચ્ચે જ ઘટે છે. માત્ર સંસારી જીવ અને પુદ્ગલદ્રવ્ય જ અરસપરસના બદ્ધ સંબંધમાં આવે એમાં પણ પુદ્ગલ તો નિયમમાં જ રહે છે. પોતાના સ્વભાવ મુજબ તે વર્તે છે-પરિણમે છે. પુદ્ગલદ્રવ્ય પોતાના પરમભાવ એવાં દ્રવ્યગુણ પ્રમાણેનું જ કાર્ય કરે છે. સ્વભાવથી વિરુદ્ધ અર્થાત્ વિભાવનું કાર્ય જો કોઇ કરતું હોય તો તે માત્ર જીવદ્રવ્ય- જીવાસ્તિકાય જ કરે છે.
જ
૫
જીવ પોતાના વીતરાગ ભાવને છોડી સરાગભાવમાં-વિભાવમાં આવે છે માટે જ આવ૨ણ થાય છે. અને તે આત્માને થાય છે. એટલા માટે વિભાવ શબ્દ જીવ વિષે વપરાય છે.
આત્મપ્રદેશ અને કાર્મણ વર્ગણા (પુદ્ગલ)નું સંયોજન એટલે જ કર્મ. કર્મ બે પ્રકારનાં છે. ઉપર જણાવ્યા મુજબ જે કર્મો આત્માના સામાન્ય ગુણોને આવૃત્ત કરે છે તે કર્મો અધાતિકર્મ તરીકે ઓળખાય છે. કર્મો ઘાતિકર્મ તરીકે ઓળખાય છે. સ્વરૂપના સ્વરૂપનો ઘાત (નાશ) આત્માના વિશિષ્ટ ગુણો અર્થાત્ સ્વરૂપગુણોને જે કર્મો આવૃત્ત કરે છે તે કરતાં હોવાથી તે ઘાતિકર્મ કહેવાય છે. વળી આ ઘાતિ અને અથાતિકર્મના દરેકના ચાર ચાર ભેદ પડે છે. એમ બધાં મળી કુલ આઠ
કર્મો છે.
પુદ્ગલના તેજને જ્યોતિ કહેવાય છે. જ્યારે આત્માના જ્ઞાનના તેજને પ્રકાશ કહેવાય છે, કારણ કે કેવળજ્ઞાન સ્વ-પર પ્રકાશક છે. વિશ્વ
સમગ્ર-બ્રહ્માંડ આખામાં-લોકાલોક આકાશમાં રહેલ સર્વ પદાર્થોને ખ્યાતિ આપનાર, ઓળખાવનાર, જણાવનાર, નામકરણ કરનાર,
પ્રકાશમાં લાવનાર જ્ઞાન છે. માટે જ ચૈતન્ય એટલે જ્ઞાન અને જ્ઞાન
એટલે ચૈતન્ય. આવાં ચૈતન્યનો જેમાં અભાવ છે તે જડ અર્થાત્ અજીવ
છે.
જીવના વિશેષ ગુણો તે જીવનો ઉપયોગ એટલે દર્શન અને જ્ઞાન.
દર્શન અને જ્ઞાન શું છે ? દર્શન એટલે જોવું અને જ્ઞાન એટલે જાણવું. દર્શનમાં પદાર્થ દેખાય જ્યારે જ્ઞાનમાં પદાર્થ કેવો છે ? પદાર્થનું સ્વરૂપ શું છે ? સ્વરૂપ કેવું છે ? તે જણાય. જેવું છે એવું જ આબેહૂબ પૂર્ણ જુએ અને જાણે તે કેવળજ્ઞાન છે. વીતરાગી છે તે કેવળજ્ઞાની છે. સરાગી છે તે છદ્મસ્થ જ્ઞાની છે. છદ્મસ્થ જ્ઞાનીનું જ્ઞાન આવરાયેલ હોવા છતાં એમાં કાંઇક ઉઘાડ છે. આ આંશિક ઉઘાડ છે માટે જીવ, જીવ મટી જઇ અજીવ થયો નથી. જોવા-જાણવાની ક્રિયા અધૂરી-અપૂર્ણ પણ ચાલુ રહી છે. ખગ્રાસ ગ્રહણ નથી થયું પણ ખંડગ્રાસ ગ્રહણ થયું છે. રાત્રિનો અંધકાર વ્યાપ્યો નથી. પરંતુ સંધ્યાના અજવાળા જેવું આછુંપાતળું અજવાળું, ગ્રહણ હોવા છતાં, મધ્યાહ્ને છે કેમકે ખંડગ્રાસ ગ્રહણ છે. કેવળજ્ઞાન ભલે આવૃત્ત થઇ ગયું પણ તેનો નાશ નથી થયો. કેવળજ્ઞાન હજુય સત્તામાં રહેલ છે. તેથી જ તે કેવળજ્ઞાન વિષયક જે પ્રકૃતિ છે તે જીવ વિષે વિકૃત સ્વરૂપે પણ દેખા દે છે. કારણ કે કેવળજ્ઞાન આવરાયેલ હોવાથી વિકારી થયેલ છે. મૂળ સત્તાગત સ્વરૂપને અનુલક્ષીને જ જીવની માગણી હોય છે.
જ્ઞાન પૂરેપૂરું આવરાયું નથી. તે અંશે ઉઘાડું છે, પરંતુ જીવની વીતરાગતા તો પૂરેપૂરી આવરાઇ ગઇ છે. માટે જ જીવ ‘પર દ્રવ્ય’ પ્રતિ રાગ-મોહ પૂરેપૂરો કરે છે. અધૂરા-અપૂર્ણ જ્ઞાનમાં પદાર્થ પ્રતિબિંબિત થઇ ઝળકતો નથી તેથી પદાર્થનું જ્ઞાનસંપાદન જીવે સામે જઇને કરવું પડે છે. પ્રયત્નપૂર્વકનું જ્ઞાન હોય છે. એમાં ક્રિયા હોય છે. એમાં ક્રમિકતા હોય છે. સંસારી છદ્મસ્થ જીવ જાણવા જાય છે. એમાં ઉપયોગ મૂકવો પડે છે, જ્યારે કેવળજ્ઞાન ઉપયોગવંત હોય છે. ત્યાં જાણવા જવાની ક્રિયા હોતી નથી. એમાં ક્રમિકતા પણ નથી હોતી. બધું જ એકી સાથે, એક જ સમયે જણાય છે, પ્રતિબિંબિત થાય છે. શેય, જ્ઞાનમાં ઝળહળે છે. સમ સમુચ્ચય છે. એક સમય માત્રમાં સમગ્ર સૃષ્ટિ એના સર્વ પર્યાય યુક્ત જણાય છે.
અરીસો (દર્પણ) પોતે, બિબ પાસે જઇ પોતાનામાં બિંબનું પ્રતિબિંબ ઉપસાવે નહિ. પરંતુ અરીસાની સન્મુખ રહેલ બિંબનું પ્રતિબિંબ અરીસો પોતામાં ઉપસાવે. જેવું બિંબ એવું જ આબેહૂબ