________________
પ્રબુદ્ધ જીવન
વેદવાક્ય પરથી સ્પષ્ટ જણાઇ આવે છે. અમાણુવિ પિગો સવા સતી समानादा त्वामिये भगम् ।
તા. ૧૬-૭-૯૭
પશ્ચાત્ કાળમાં આવી સ્ત્રીઓ સ્વપ્રવત્ થઇ ગઇ. સ્ત્રીઓનો પ્રભાવ લુપ્ત થતો ગયો. તેનું સ્વતંત્ર વ્યક્તિત્વ અને અસ્તિત્વ ધીમે ધીમે લેપાતું ગયું. બ્રાહ્મણવાદના વિરોધમાં બૌદ્ધ અને જૈનધર્મનો પ્રસાર અને પ્રચાર થયો તે કાળ દરમિયાન સ્ત્રી-શિક્ષણને ફરી વેગ મળ્યો. મહાપ્રજાપતિ કિસા ગૌતમી જેવી બૌદ્ધ ભિક્ષુણીઓ અને ચંદનબાળા જેવી અનેક જૈન શ્રમણીઓએ ઉચ્ચત્તમ બૌદ્ધિક અને દાર્શનિક પ્રતિભાનો પરિચય કરાવ્યો. મહાકાવ્યોના યુગમાં સ્ત્રીઓના ઉદ્ધારક તરીકે બે વ્યક્તિ આગવી તરી આવે છે. યુગદષ્ટા વાલ્મીકિ અને યુગપ્રવર્તક શ્રીકૃષ્ણ.
રામાયણના રચયિતા, રામના અનન્ય ઉપાસક અને રામ પ્રત્યે સવિશેષ આદર છતાં રામે ત્યજેલી નિર્દોષ સીતાને - બ્રહ્મનિષ્ઠ વિદેહરાજ જનકની આ વિદુષી પુત્રી વૈદેહીને કેવળ આશ્રય જ નહીં, સ્ત્રીત્વની પુનઃ પ્રતિષ્ઠા અર્પીને મહર્ષિ વાલ્મિકિએ રામના આ પગલાંનો મૂક વિરોધ કર્યો છે એવું નથી લાગતું ?
31
પ્રાચીન ભારતના ઇતિહાસમાં સ્ત્રી-શક્તિ જગાવનાર, સ્ત્રીને સમાજમાં પ્રતિષ્ઠા આપનાર બીજી વિભૂતિ છે - ગોપીજનવલ્લભ, દ્રૌપદીસખા શ્રીકૃષ્ણ. કુરૂપ કુબ્જાને પણ એમણે ચાહી છે અને બાણાસુરના કારાગારની બંદિનીઓને મુક્ત કરનાર પણ કૃષ્ણ જ છે. ગીતામાં સ્ત્રીઓની સાત શક્તિઓ શ્રીકૃષ્ણે વર્ણવી છે. કીર્તિ, શ્રી, વા, સ્મૃતિ, મેઘા, ધૃતિ અને ક્ષમા - આ સાતેય શક્તિઓની યુતિની પ્રાણવતી મૂર્તિમતી પ્રતિભાસંપન્ન ના૨ી તે જાજ્વલ્યમાન, દીપ્તિમતી દ્રૌપદી.
રાજકન્યા સીતા અને સામ્રાજ્ઞી દ્રૌપદીની સાથે સાથે સૌવીર દેશની વીરાંગના રાજમાતા વિદુલા યાદ આવે છે. યુદ્ધમાંથી ભાગીને પાછા આવેલા ભીરુ પુત્ર સંજયને પોરસ ચઢાવી, બોધ આપી, અર્જુનની જેમ ફરી યુદ્ધ માટે તૈયાર કરનાર વિદુષી વિદુલાની સ્વદેશપ્રીતિ, શૌર્ય અને મહત્તાનો વિચાર બાંધવો મુશ્કેલ નથી. વિદુલાની જેમ પાંડવોને પોતાની અસ્મિતાનો પલે પલે પરિચય આપનાર કુન્તા કેવળ માતા જ નહીં, કર્તવ્યપરાયણ વી૨ ક્ષત્રિયાણી પણ છે. દ્વં શુદ્ધબુદ્ધમુત્તોસ જેવું હાલરડું ગાઇને પુત્ર અલકને પારણામાં જ સંસ્કારોનું સિંચન કરતી મદાલસા પણ આદર્શ માતા જ નહીં, મહાપંડિતા પણ છે.
પ્રાચીન કાળમાં જેમ પુરુષોએ સ્ત્રીનો સર્વાંગીણ વિકાસ રુંધ્યો નથી તો સામે પક્ષે સ્ત્રીઓએ પણ પુરુષની પ્રગતિમાં અવરોધ ઊભા કર્યા નથી તેનું સર્વોત્તમ દષ્ટાંત તે અરુંધતી. અરુંધતી શબ્દનો અર્થ છે ક્યારેય વિકાસ ન રુંધતી. સપ્તર્ષિના તારાગણમાં વસિષ્ઠની બાજુમાં સ્થાન મેળવનાર અરુંધતી પણ વિદુષી નારી છે. સાંખ્યશાસ્ત્રના પ્રણેતા કપિલમુનિની બહેન અને અત્રિ ઋષિની પત્ની અનસૂયા પણ યોગબલશાલિની તપસ્વિની છે. યોગબળથી સૂર્યોદયને રોકનાર અને સીતાને ધર્મોપદેશ દેનાર અનસૂયા પણ એક વિદુષી સન્નારી છે.
એક તરફ આદર્શ દામ્પત્ય વ્યતીત કરતી છતાં આધ્યાત્મિક તેજસ્વિતાથી ઓપતી અનસૂયા અને અરુંધતી જેવી વિદુષીઓ છે તો બીજી બાજુ બાળવયથી જ અધ્યાત્મવિદ્યા સંપાદન કરનાર, યોગ્ય પતિ ન મળતાં અવિવાહિત રહેવાનું ઉચિત માનનાર, વિદેહરાજ જેવા બ્રહ્મનિષ્ઠ જીવન્મુક્ત યોગી સાથે શાસ્ત્રસંવાદ કરનાર શુદ્ધ શીલવતી
સુલભા પણ છે.
આ વિદુષી સન્નારીઓમાં મંડનમમિશ્રની વિદ્યાપંડિત અર્ધાંગિની સાક્ષાત્ સરસ્વતીના અવતાર સમી ઉભયભારતી કેમ ભૂલાય ? કાશીના વિદ્વાન બ્રાહ્મણ વિષ્ણુમિત્રની આ પુત્રી નાનપણથી જ વેદવેદાંગ, કળા, વ્યવહાર અને સર્વશાસ્ત્રોમાં પારંગત હતી. મંડનમિશ્રની પત્ની હોવા
છતાં શંકરાચાર્ય જેવા પ્રકાંડ વિદ્વાને એને શાસ્ત્રાર્થમાં મધ્યસ્થ નીમી તેના પરથી જ તે કેટલી મહાસમર્થ વિદુષી હતી તે સિદ્ધ થાય છે.
આવી જ એક બીજી વિદુષી તે નાચી, તૈલંગણ પ્રાંતના પંડિત ઇલેશ્વરોપાધ્યાયની આ પુત્રી, પદાર્થ વિજ્ઞાન, કળા કૌશલ્ય, શાસ્ત્રપુરાણોમાં નિપુણ હતી. કવિયત્રી પણ હતી. તેણે નાચી નામનું વી૨૨સપ્રધાન નાટક પણ રચ્યું છે. દેશાટન કરી છેક દિલ્હી અને જયપુરના વિદ્વાનોનો વાદમાં એણે પરાજય કરેલો. વિજ્ઞાન્ સર્વત્ર પૂષ્પતે એ વિધાનને સાર્થક કરતી નાચી પોતાની વિદ્વતાથી સર્વત્ર પૂજાતી.
સદ્વિદ્યા સંપાદન ક૨વાની અને પરમાર્થ સાધવાની સાથે સાથે લોકસંગ્રહના કાર્ય કરવા પણ સ્ત્રીઓ પ્રવૃત્ત અને સ્વતંત્ર હતી. તે ગૃહધર્મ સાથે સમાજસેવા અને વ્યવહા૨ સાથે પરમાર્થ સાધના૨ પરોપકારિણી અંશુમતીના ઉદાત્ત જીવન પરથી સ્પષ્ટ જણાઇ આવે છે. ગૃહકાર્યથી પરવારી, ભૂખ્યાને અન્ન, તરસ્યાને જળ, વસ્ત્રહીનને વસ્ત્ર, રોગીને ઔષધ અને અજ્ઞાનીને જ્ઞાનામૃત આપતી અંશુમતીના જીવન પરથી તત્કાલીન સ્ત્રીઓના ગૌરવ અને ઉચ્ચપદનો અસ્વીકાર થઇ શકે તેમ નથી.
અપરિપક્વ વિચારાવસ્થાને લઇને એકાએક સંસાર ત્યાગી વનમાં પ્રસ્થાન કરનાર શિખિધ્વજ રાજાની મહાવિદુષી રાણી ચૂડાલાએ અઢાર વર્ષ ઉત્તમ રીતે રાજય ચલાવ્યું એટલું જ નહીં, શિખિધ્વજને ખોળી કાઢીને કર્તવ્ય અને અધ્યાત્મનો બોધ એના હૃદય સોંસ૨વો ઉતારનાર રાજકર્તી અને વિદુષી ચૂડાલાનું જીવન પણ અભ્યાસ કરવા યોગ્ય છે.
પુત્ર થકી જ પિતાનું અને પેઢીનું નામ કાયમ રહે છે. એ આજે પણ પુરુષ પ્રધાન સમાજમાં સહજ સ્વીકાર્ય છે. એની સામે વિદ્વાન પુત્રીના જન્મ માટે ઉત્સુક પિતાનો હ્રદયભાવ બૃહદારણ્યક ઉપનિષદમાં (૬-૪-૧૭) વ્યક્ત થાય છે. અથ ય ફચ્છેદુહિતા મે પષ્ડિતા ગાયત સર્વમાથુરિયાવિતિ તિÎૌવન પાવયિત્વા સર્વિઘ્નન્તમનીયાતામ્ । આ વિધાનને સાર્થક કરતું જ્વલંત દષ્ટાંત છે ‘લીલાવતી ગણિત'ના રચયિતા ખગોળવેત્તા ભાસ્કરાચાર્યનું. ‘લીલાવતી ગણિત'નું ફારસીમાં ભાષાંતર કરનાર ફૈજી નામના વિદ્વાને નોંધ્યું છે – ભાસ્કરાચાર્યને સંતાનમાં એક માત્ર પુત્રી. લીલાવતી વિધવા થઇ ત્યારે તેમણે વિચાર્યું-મારી પુત્રીને એવી વિદ્વાન બનાવું કે એના થકી મારું નામ કાયમ રહે. લીલાવતીને એમણે ગણિત, ખગોળ ને જ્યોતિષ શીખવ્યું અને ભાસ્કરાચાર્યે ગણિતનું જે પુસ્તક તૈયાર કર્યું તે ‘લીલાવતી ગણિત'ના નામે અમર થઇ ગયું. સ્ત્રી થકી અમર થઇ જનારો બીજો સંસ્કૃત ગ્રંથ તે વાચસ્પતિ મિશ્નરચિત ‘ભામતી'. કલ્પતરુ પર વ્યાખ્યા કરનાર ભામતી સ્વયં પણ એક વિદુષી હતી.
આધુનિક કાળમાં કન્યાઓ કે સ્ત્રીઓ ઇચ્છે તો સર્વોચ્ચ શિક્ષમ મેળવી શકે છે. સ્ત્રીમુક્તિનો આ જમાનો વિધવિધ ક્ષેત્રોમાં સ્ત્રી કેળવણી અને નારીના ઉત્કર્ષ માટે સર્વથા અનુકૂળ છે. પ્રાચીનકાળ અધ્યાત્મવિદ્યાનો કાળ હતો. આ અધ્યાત્મે સ્ત્રી જાતિ માટે માર્ગ મોકળો કર્યો હતો. અધ્યાત્મવિદ્યાના આધારે સ્વતંત્રચેતા છતાં સંસ્કારશાલિની તેજસ્વિની વિદુષીઓએ આમૂલાગ્ર સામાજિક ક્રાન્તિ શક્ય બનાવી હતી. શિક્ષણની સાથે સાથે સંસ્કારો પણ પ્રાચીનકાળની વિદુષીઓએ ખીલવ્યાં અને પોષ્યાં હતાં તેથી તે સ્વતંત્ર હોવા છતાં સ્વચ્છંદ કે વૈરાચારી નહોતી. તે કેવળ સુશિક્ષિત જ નહીં, સુસંસ્કૃત પણ હતી. પણ હતી. સ્ત્રીઉદ્ધારક, સ્વતંત્રાપોષક, શીલસંવર્ધક, સંસ્કાર સંગોપક આજની પરિભાષામાં કહું તો કેવળ qualified જ નહીં, educated અને જીવનદર્શક આધ્યાત્મિક સંસ્કૃતિ આજે પણ નારીની દશા અને દિશા બદલવામાં સહાયરૂપ થઇ શકે.
વામ
i