________________
.
પ્રબુદ્ધ જીવન
તમિળના ક્રાન્તિકારી કવિ સુબ્રહ્મણ્ય ભારતી
C નેમચંદ એમ. ગાલા
‘ભય ત્યજી દો, વિજય આપણો જ છે.' ઉદ્ઘોષનાં કાવ્ય-ગીત પર મુગ્ધ થઇ નેતાજી સુભાષચંદ્રે એ ગીત ગાવા માટે સંગીત-સૂરમાં બદ્ધ કરાવ્યું હતું.
એ ગીતનાં રચયિતા હતા તમિળનાં મેઘાવી ક્રાંતિકાર કવિ રાષ્ટ્રવાદી પત્રકાર સુબ્રહ્મણ્ય ભારતી.
રાષ્ટ્રનાં ઉત્થાન યુગના લોકપ્રિય રાષ્ટ્રવાદી કવિઓમાં બંગાળીમાં ટાગોર, ગુજરાતીમાં મેઘાણી, ઉર્દુમાં જોશ મલિહાબાદી, મલયાલમમાં વલ્લા થોલ, તેમ તમિળમાં સુબ્રહ્મણ્ય ભારતી. ટાગોરનાં ગીતો માછીમારોનાં કંઠે પણ વહેતાં થઇ ગયાં, મેઘાણીનાં લોકગીતો ગુજરાતના જનજીવનમાં ઓતપ્રોત થઇ ગયાં, તેમ જ સુબ્રહ્મણ્ય ભારતીનાં ગીતો તમિળ દેશનાં ગામડે ગામડે ગવાતાં રહ્યાં છે. સંત ત્યાગરાજ પછી દક્ષિણ ભારતને ગીતોનો મોટામાં મોટો વારસો સુબ્રહ્મણ્ય ભારતીએ જ આપ્યો. શ્રીમતિ એમ. એસ. શુભલક્ષ્મીથી માંડીને બધા જ ગાયકો એમનાં ગીતો મુક્તકંઠે ગાતાં રહ્યાં છે.
૧૯૧૯માં મહાત્મા ગાંધીએ મદ્રાસની મુલાકાત લીધી. રાજાજીનાં ઘેર એમની મુલાકાત સુબ્રહ્મણ્ય ભારતી સાથે થઈ. કવિ ભારતીની પ્રખર રાષ્ટ્રીયતાથી ગાંધીજી મુગ્ધ થઇ ગયા. ગાંધીજીએ રાજાજીને કહ્યું, ‘તમારે સહુએ એમનું રક્ષણ કરવું જોઇએ.' ‘ગાંધી-પંચકમ્'ની પાંચ કવિતાઓમાં ભારતીએ ગાંધીજી પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કર્યો છે.
ઉપરાંત ભારતીએ પોતાનાં કાવ્યોમાં શિવાજી, ગુરુ ગોવિંદસિંહ, લાલા લજપતરાય, લોકમાન્ય ટિળક વગેરેને યાદ કરીને એમને વિશે ચરિત્રાત્મક કવિતાઓ રચી છે.
ગાંધીજીનાં નેતૃત્વથી અને અહિંસાની રાજનૈતિક ફિસસૂફીથી ભારતી આકર્ષાયા હતા. ભારતીની ઉત્કૃષ્ટ સ્વદેશભક્તિથી અને અદમ્ય આત્મવિશ્વાસથી ગાંધીજી પ્રભાવિત થયા હતા.
૧૯૦૭માં સૂરતમાં યોજાયેલ કોંગ્રેસ અધિવેશનમાં સંઘર્ષની પળો આવી ત્યારે લોકમાન્યની છાવણીમાં બે દક્ષિણનાં મહારથીઓમાં એક
.
હતા સુબ્રહ્મણ્ય ભારતી અને બીજા હતા વી. ઓ. ચિદમ્બરમ્ પિલ્લે રાષ્ટ્રવાદથી રંગાયેલા છતાં સુબ્રહ્મણ્યનું ખરું ક્ષેત્ર હતું કાવ્યસર્જન, હંસ વર્ષની નાની વયથી એમની કાવ્યરચનાનો પ્રારંભ થયો,
કવિ, તત્ત્વજ્ઞાની, સમાજસુધારક, પત્રકાર, સ્વાતંત્ર્યસેનાની, પ્રખર રાષ્ટ્રવાદી અને અર્વાચીન તમિળ સાહિત્યના વરિષ્ઠ, વીર્યવંત અને યશસ્વી અગ્રણી સુબ્રહ્મણ્ય ભારતીનો જન્મ તમિળ દેશના છેક દક્ષિણ હિસ્સામાં આવેલ તરુનેલ્વલિ જીલ્લામાં એટ્ટયપુરમ એટલે કે એહ્માપુરમાં ૧૮૮૨ના ડિસેમ્બરની ૧૧મી તારીખે થયો. પિતા ચિન્નસ્વામી અય્યર વ્યવહારદક્ષ વેપારી હતા, તેમજ સ્વપ્ના હતા. માતા લક્ષ્મી ધર્મપરાયણ હતાં. સુબ્રહ્મણ્ય પ્રથમ સંતાન. લાડનું નામ ‘સુખૈયા’.
.
પાંચ વર્ષના હતા ત્યારે માતા લક્ષ્મી અમ્માલનો દેહાંત થયો. ૧૮૯૭માં પંદર વર્ષની વયે સાત વર્ષની કન્યા ચેન્નમ અય્યર સાથે તેમનાં લગ્ન થયાં. એલમ્મા કડયમ ગામનાં હતાં, બીજે જ વર્ષે પિતા ચિન્નાસ્વામીનું અવસાન થયું. એમણે પત્નીનાં અવસાન બાદ એકાદ વર્ષ પછી પુનઃ લગ્ન કર્યું. અપ૨માતાએ સુખૈયા પર મન મૂકી વહાલ વરસાવ્યું, પરંતુ સગી માનો વિરહ હંમેશાં સતાવતો રહ્યો. સુખૈયા ઝૂરતો રહ્યો. પુત્રની આવી મનઃસ્થિતિ અને શિક્ષણ પ્રાપ્તિ પ્રત્યેની ઉદાસીનતા પિતાને સતાવ્યા કરતી. સુખૈયાને તિરુનેલ્વલિમાં કાકાને ત્યાં અભ્યાસ
તા. ૧૬-૭-૯૭
માટે મોકલ્યો. મેટ્રિક સુધી પહોંચ્યો...પરંતુ એની પ્રાવેશિક પરીક્ષામાં જ સફળતા નહિ મળી. ત્યાંથી એટ્ટયમપુર પહોંચ્યો. ત્યારબાદ એની કાવ્યરુચિ, તર્કશક્તિ, સિસ્મા ખીલતા ગયા. પિતાએ તમિળનાપ્રશિષ્ટ સંત કવિઓ તિરુવલ્લુવર, કમ્બન, તાયુમાનવર આદિનો કરાવેલો પરિચય રંગ લાવવા માંડ્યો. એમની સર્ગશક્તિ અને તર્કશક્તિ અદ્ભુત હતી. રાજદરબારમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા.
પિતાએ મિલ નાખેલી, પણ સરિયામ નિષ્ફળતા મળી. તે સમય રાજાશાહી, સામંતશાહીનો હતો. એટ્ટયપુરમાં જમીનદારીનો અમલ હતો. જમીનદારો ‘રાજા’ તરીકે ઓળખાતા.
સંભવત ૧૮૯૭માં એયપુરમના દરબારમાં કોઇએ મમરો મૂક્યો કે સુબ્રહ્મણ્ય મેટ્રિકની પ્રાવેશિક પરીક્ષામાં પણ નાપાસ થયો છે. ( સુબ્રહ્મણ્યને હાડોહાડ લાગી ગઇ. એણે વાદવિવાદ માટે જાહેરમાં પડકાર ફેંક્યો. વિષય નક્કી થયો ‘કેળવણી’. દરબારમાં આ વિષય ૫૨ સુબ્રહ્મણ્ય છટાયુક્ત શૈલીમાં વાદવિવાદ કર્યો, એની વક્તૃત્વશક્તિથી દરબાર પ્રભાવિત થયો. કોઇ વયોવૃદ્ધ પંડિતે ‘ભારતી'નો ઇલ્કાબ આપ્યો. ત્યારથી સુબ્રહ્મણ્ય ‘ભારતી’ તરીકે ઓળખાવા લાગ્યા. ૧૧ વર્ષની નાની વયે Anglo-Vernaular શાળામાં પોતાની કાવ્ય પ્રતિભાથી સ્વીકૃતિ મેળવનાર સુખૈયા માટે આ યથાર્થ ગૌરવ હતું.
પિતા કોઇ સંપત્તિ મૂકી નહોતા ગયા. ભારતી માટે પ્રથમ પ્રશ્ન જીવનનિર્વાહનો હતો. ઉપરાંત અભ્યાસ પણ પૂરો નહોતો થયો. તે પૂરો કરવા કાશી તરફ મીટ માંડી. ભારતીનાં ફોઇ દુપ્પમાલ અને ફુઆ કૃષ્ણશિવમ્ વર્ષોથી કાશીમાં વસવાટ કરતા હતા. નિઃસંતાન હતાં. કૃષ્ણશિવમ્ હનુમાનઘાટ પર આવેલા એક શૈવ મઠનો વહીવટ કરતા.
ફોઇના આમંત્રણથી ભારતી કાશી પહોંચ્યા. પત્ની ચેલામ્માને પિયર મોકલી આપી, અપર માતા અને એમનાં બે સંતાનોને પણ પિયર મોકલી આપ્યા.
ફોઇ-ફુઆ ધર્મપરાયણ જીવન ગાળતાં. ભારતી પર ખૂબ વહાલ વરસાવતાં. ભારતીએ સનાતની પ્રાર્થના કરવી માંડી વાળી. અંગ્રેજી ઢબના વાળ કપાવ્યા. દાઢી-મૂછ વધાર્યા. જેથી સમાજસુધારક તરીકેનું વ્યક્તિત્વ તો વિકસ્યું, પણ સનાતની ફૂઆ આથી નારાજ થયા. એમણે સુબ્રહ્મણ્ય સાથે બેસી ભોજન લેવાનું બંધ કર્યું. ફોઇએ મામલો સાચવી લીધો. સ્વચ્છંદી અને સ્વતંત્ર બનતા જતા સુબ્રહ્મણ્ય અધાર્મિક કે અનાચારી નહોતા. તેમનો વિરોધ પરંપરાજડ કર્મકાંડ સામે હતો.
કાશીનું વાતાવરણ ભારતીની કાવ્યપ્રતિભાને અનુકૂળ નીવડ્યું. ગંગા એના કાવ્યસ્વપ્નોમાં વહેતી જ રહી, શાળા બાદ ફૂરસદનો સમય ભારતી ગંગા કિનારે ગંગાના સાન્નિધ્યમાં જ ગાળતા. ગંગાના અવનવા
રંગો નિરખતાં.
ભારતી પરમ આસ્થાવાન હતા. ધર્માંધ ન હતા. કાશીની આબોહવાએ એમને સાચી આધ્યાત્મિકતા તરફ દોર્યાં.
એકવાર ફૂઇ-ફૂઆ શિવપૂજામાં બેઠાં હતાં. નિયમાનુસાર ‘તિરુવાચકમ’માંથી ગાથાઓનું પઠન કરવા જે પૂજારી આવતા, તે આવ્યા નહિ, જો પદગાન ન થાય તો શિવપૂજા અધૂરી રહે, અને દંપતીને ઉપવાસી રહેવું પડે. ફોઇ કુમ્માલે ભારતીને બોલાવ્યા, ભારતીએ શુદ્ધ સ્વર-ઉચ્ચારથી પદગાન કર્યું. ફૂઆ પ્રસન્ન થયા. એમને પ્રતીતિ થઇ કે છોકરો નાસ્તિક નથી.
૧૮૯૮થી ૧૯૦૨ સુધીના કાશી વસવાટ દરમ્યાન ભારતીએ અલ્લાહબાદ વિશ્વ વિદ્યાલય સંલગ્ન સેન્ટ્રલ હિંદુ કોલેજમાં પ્રવેશ મેળવી