________________
પ્રબુદ્ધ જીવન
૮
પોતાના સૈનિકોનો પગાર ચૂકવવા સારુ સ્વીકારવા સામે વાંધો નથી. આમાં પણ તેની સૂક્ષ્મ આત્મપ્રતારણા કરવાની નિર્બળતા જણાઇ આવે છે.
હવે ભ્રૂટસ અને કેશિયસના બે મિત્રો તેમને મળવા આવે છે. બ્રૂટસ એ મિત્રોને જણાવે છે કે યુવાન અક્ટેવિયન અને એન્ટની એક મોટા સૈન્ય સાથે ફિલિપાઇની દિશામાં કૂચ કરે છે એ મતલબના સમાચાર આપતા પત્રો પોતાને મળ્યા છે. બ્રૂટસની ઇચ્છા પણ પોતાના સૈન્ય સાથે ફિલિપાઇની દિશામાં કૂચ કરવાની છે. કેશિયસ લિડિયમાં જ કોઇ રણક્ષેત્રમાં શત્રુનો સામનો કરવાના મતનો છે, પણ બ્રૂટસના આગ્રહને વશ થઇને તે કહે છે, ‘ તો ભલે, તમે ઇચ્છો તેમ.’
(નોંધ : ફિલિપાઇ ગ્રીસની ઉત્તરે જ્યાં મહાન અલેકઝાંડરનો પિતા ફિલિપ બીજો ઇ.સ.પૂર્વે ચોથી સદીમાં રાજ્ય કરતો હતો તે મેસિડન પ્રદેશનું એક પ્રાચીન નગર હતું.)
તે
કેશિયસ વિદાય થાય છે પછી બ્રૂટસ તેના તંબૂમાં કોઇ પુસ્તકનાં પાનાં ઉથલાવતો હોય છે ત્યારે સીઝરનું પ્રેત તંબૂમાં પ્રવેશ કરે છે. પ્રેતને જોઇને પહેલાં તો બ્રૂટસને લાગે છે કે પોતાની આંખોને ઝાંખપ વળી હશે તેથી પોતાને છાયા જેવી એ ભયજનક આકૃતિ દેખાય છે, પણ પછી પ્રેતને જ પૂછે છે : ‘તું કોઇ પ્રાણી છે કે દેવ છે, દેવદૂત છે કે પિશાચ, જેને જોઇને મારું રક્ત ઠંડું હીમ થઇ જાય છે અને મારાં રોમ ખડાં થઇ જાય છે !' ‘તારો દુષ્ટ વાસનાકોશ, બ્રૂટસ' (Thy evil spirit, Brutus), ખેત ઉત્તર આપે છે. બ્રૂટસ વળી પૂછે છે, ‘તું કેમ આવ્યું છે ?' તને કહેવા કે ફિલિપાઇમાં તું મને ફરી જોઇશ,’ પ્રેત કહે છે.
કે
‘તારો દુષ્ટ વાસનાકોશ’, પ્રેતના આ શબ્દો દ્વારા કવિ સૂચવે છે સીઝરના સ્વભાવમાં છૂટસે મહત્ત્વાકાંક્ષાની જે વાસનાનું આરોપણ કર્યું હતું તે વાસનાના સ્પર્શથી ધ્રૂટસનો સ્વભાવ પણ દૂષિત થયો છે.
ફિલિપાઇ પાસે એક રણક્ષેત્રમાં ઇ.સ.પૂર્વે ૪૨માં એક પક્ષે અક્ટેવિયન અને એન્ટનીના સૈન્ય, અને સામા પક્ષે બ્રૂટસ અને કેશિયસના સૈન્ય વચ્ચે યુદ્ધ ચાલતું હોય છે ત્યારે વળી બ્રૂટસને સીઝરનું પ્રેત દેખાય છે અને એ ઘટનામાં છૂટસ પોતાના મૃત્યુનો સંકેત જુએ છે. (I know that my hour is come)
તા. ૧૬-૧૨-૯૭
‘સર્વ રોમનોમાં એ સૌથી ઉમદા હતો. તેના સાથીએ સીઝરની હત્યા કરી હતી તે તેમની ઇર્ષ્યાથી જ, માત્ર એ જ લોકહિત અર્થે કાવતરામાં જોડાયો હતો, તેનું જીવન સૌમ્ય હતું અને તેના સ્વભાવમાં ભિન્ન ભિન્ન તત્ત્વોનું એવું સુભગ મિશ્રણ થયું હતું કે પ્રકૃતિ દેવી (Nature) ઉન્નત મસ્તકે જગતને કહી શકે- આ હતો ખરો માણસ ! ‘(This was a man !)’
એન્ટની જેવો શત્રુ પણ મુક્તકંઠે જેની આવી પ્રશંસા કરે છે તે બ્રૂટસના સ્વભાવમાં સૂક્ષ્મ અહમ્નો અંશ ભળ્યો હતો જેથી જ તે કપટી કેશિયસની ખુશામતિયા દલીલોથી ભોળવાઇ જઇને એકસાથે મિત્રદ્રોહ અને કૃતઘ્નતાના દોષો કરી બેઠો અને પરિણામે રોમમાં અપૂર્ણ તો અપૂર્ણ પણ જે પ્રજાસત્તાક રાજતંત્ર હતું તેનો અંત લાવવામાં પરોક્ષ રીતે નિમિત્ત બન્યો. આવાં છે શેક્સપિયરની કવિ પ્રતિભાએ જોયેલાં અપક્વ આદર્શવાદનાં કરુણ પરિણામો અને કર્મની અકળ ગતિ.
તે
અક્ટેવિયન અને એન્ટનીના સ્વાર્થી મૈત્રી-સંબંધનો પાછળનો ઇતિહાસ ટૂંકમાં આવો છે. એન્ટની ઇ.સ.પૂર્વે ૪૦માં વિધુર બનતાં અવિયને પોતાની બહેન અક્ટેવિય એન્ટનીની વેરે પરણાવી. પણ પછી એન્ટની આફ્રિકાના ઉત્તર કિનારે મહાન અલેક્ઝાંડરે ઇ. સ. પૂર્વે ૩૩૧માં વસાવેલા અલેક્ઝાંડ્રિયા બંદરમાં રાજ્ય કરતી પ્રાચીન મિસરની અતિ સૌંદર્યવતી રાણી ક્લિયપાટ્રના પ્રેમમાં પડ્યો અને ઇ.સ.પૂર્વે ૩૨માં અટેવિયને છૂટાછેડા આપ્યા. એ અપમાનનું વેર લેવા અક્ટેવિયને એન્ટની અને ક્લિયપાટ્ર સામે યુદ્ધ જાહેર કર્યું. એક પક્ષે અક્ટેવિયનના અને સામા પક્ષે ક્લિયપાટ્રના નૌકાકાફલાઓ વચ્ચે
ઇ.સ.પૂર્વ ૩૧માં યુદ્ધ થયું તેમાં ક્લિયપાટ્રના ૬૦ જહાજો એ જહાજોના સુકાનીઓ ક્લિયપાટ્રને લઇને હક હંકારી ગયા અને ક્લિયપાટ્રની
પાછળ એન્ટની પણ નાઠો. અક્ટેવિયને ઇ.સ. પૂર્વે ૩૦માં મિસ૨ ઉપ૨ ચડાઇ કરીને એન્ટનીને હરાવ્યો. પરાજિત એન્ટીએ આપઘાત કર્યો અને વિજયી અક્ઝેવિયનના હાથમાં પડતી પોતાને બચાવવા ક્લિયપાત્રે પોતાના સ્તન ઉપર એસ્પ (asp) નામના નાના ઝેરી સર્પને દબાવીને
આત્મહત્યા કરી.
મમતા
યુદ્ધની પહેલી લડાઇમાં બ્રૂટસનું સૈન્ય અક્ટેવિયનના સૈન્ય ઉપર વિજય મેળવે છે, પણ કેશિયસનો એક ગુલામ ગેરસમજથી કેશિયસને એ મતલબની માહિતી આપે છે કે તેના એક સૈનિકને એન્ટનીના સૈનિકોએ કેદ કર્યો છે, અને તેથી હવે પોતાનું સૈન્ય હારી જશે એમ માનીને હતાશ થયેલો કેશિયસ પેલા ગુલામને પોતાની તલવાર આપે છે અને તે તલવાર પોતાની પીઠમાં ભોંકી દેવાની તેને સૂચના આપે છે. ગુલામ એ સૂચનાનો અમલ કરે છે અને કેશિયસ ‘સીઝર, જેતલવારથી મેં તારી હત્યા કરી હતી તે જ તલવારથી તારું વેર લેવાયું છે' બોલતો ઢળી પડે છે અને મૃત્યુ પામે છે. જે મિત્રને લગતી કેશિયસના ગુલામે ગેરસમજથી તેને ખોટી માહિતી આપી હતી તે મિત્ર, કેશિયસનો મૃતદેહ પડ્યો છે ત્યાં આવી પહોંચે છે અને કેશિયસની જ તલવારથી આપઘાત કરે છે. એ બે મૃતદેહો પડ્યા છે તે સ્થળે હવે ધ્રૂટસ પણ આવી પહોંચે છે અને બોલી ઊઠે છે : ‘જ્યૂલિયસ સીઝર, તું હજુય મહાબળવાન છે, તારો વાસનાકોશ આ રણક્ષેત્રમાં ઘૂમે છે અને અમારી તલવારોને ખુદ અમારાં જ આંતરડામાં ઘુસાડી દે છે.’
|
યુદ્ધની બીજી લડાઇમાં અટેવિયન અને એન્ટનીનું સૈન્ય બ્રૂટસના સૈન્ય ઉપર વિજય મેળવે છે. નિરાશ થયેલો બ્રૂટસ પોતાના એક અનુચરના હાથમાં પોતાની તલવાર પકડાવી રાખીને તે તલવાર ઉપર ધસી જાય છે અને ‘સીઝર, હવે શાન્ત થા, આનાથી અર્ધીય તત્પરતાથી મેં તારી હત્યા નહોતી કરી' બોલતો ઢળી પડે છે અને મૃત્યુ પામે છે.
વિજયી એન્ટની બ્રૂટસનો મૃતદેહ પડ્યો છે ત્યાં આવી પહોંચે છે અને બ્રૂટસને અંજલિ આપતાં કહે છે :
સંઘ સમાચાર ચર્મયજ્ઞ
શ્રી મુંબઇ જૈન યુવક સંઘના આર્થિક સહયોગથી ડૉ. કુમુદ પ્રવીણ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવાર તા. ૩-૧-૧૯૯૮ના રોજ ડાંગ જિલ્લામાં આદિવાસીઓ માટે ચામડીના રોગોના ઉપચાર
માટે ચર્મયજ્ઞનું તથા રોગ નિદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
નેત્રયજ્ઞ
સંઘના ઉપક્રમે સ્વ. જ્યોત્સ્નાબહેન ભૂપેન્દ્ર ઝવેરીના સ્મરણાર્થે ચિખોદરાની આંખની હોસ્પિટલ દ્વારા રવિવાર, તા. ૧૧-૧-૧૯૯૮ના રોજ મહેસાણા જિલ્લામાં નેત્રયજ્ઞનું આયોજન ક૨વામાં આવ્યું છે.
સંઘના સભ્યોની યાદી
|
જુદી જુદી વ્યક્તિઓ, સંસ્થાઓ, વેપારી કંપનીઓ વખતોવખત સંઘના સભ્યોની યાદી મંગાવે છે. ક્યારેક એનો દુરુપયોગ પણ થાય છે. આથી કાર્યવાહક સમિતિએ ઠરાવ્યું છે કે સંઘના સભ્યોની યાદી હવેથી કોઈને આપવી નહિ, પણ જેઓને પોતાનાં પરિપત્ર-પત્રિકા મોકલવાં હોય તેઓ સંઘનો સંપર્ક કરે અને સંઘને જો યોગ્ય લાગશે તો જ સંઘ પોતે જ ટપાલખર્ચ અને વહીવટખર્ચ લઇને પોતાના સ્ટાફ દ્વારા તે રવાના કરશે.
[] મંત્રીઓ