________________
તા. ૧૬-૧૨-૯૭
હતો અને ત્રણે વાર તેમણે એ તાજનો અસ્વીકાર કર્યો હતો. આને શું મહત્ત્વાકાંક્ષા કહેવાય ? પણ બ્રૂટસ કહે છે કે સીઝર મહત્ત્વાકાંક્ષી હતા, અને બ્રૂટસ તો ન્યાયપ્રિય સર્જન છે. બધા ન્યાયપ્રિય સજ્જનો છે,’ પહેલો નાગરિક કહે છે : ‘મને લાગે છે કે તે કહે છે તેમાં કંઇક તથ્ય
પ્રબુદ્ધજીવન
છે.'
પોતાની જિંદગી ભયમાં આવી પડેલી જણાતાં બૂટસ અને કેશિયસ
ભારે અન્યાય કરવામાં આવ્યો છે.
બીજો નાગરિક કહે છે : ‘જો વિચાર કરીશું તો જણાશે કે સીઝરને ઇ. સ. પૂર્વે ૪૪ના માર્ચની ૨૦મીએ રોમ છોડીને જતા રહે છે અને તે પછી એપ્રિલમાં ૧૯ વર્ષનો યુવાન અક્ટેવિયન રોમમાં આવી પહોંચે છે.
ત્રીજો નાગરિક કહે છે : મને ભય રહે છે કે સીઝરના સ્થાને સીઝરથી ય બૂરો કોઇક આવશે.’
ચોથો નાગરિક કહે છે ઃ ‘તમે સાંભળ્યું ને ? સીઝર તાજનો સ્વીકાર કરવા નહોતા ઇચ્છતા. એટલે એ ચોક્કસ છે કે સીઝર મહત્ત્વાકાંક્ષી
નહોતા.’
એન્ટની ફરી બોલવાનું શરૂ કરે છે અને કહે છે ઃ
‘તમે આંસુ સારી શકતા હો તો સારવા તૈયાર થાઓ. તમે આ ડગલાને ઓળખો છો. જુઓ, અહીંથી કેશિયસનું ખંજર આરપાર પેસી ગયું, અને જુઓ પેલા અદેખા કેસ્કે અહીં પાડેલો આ ચીરો, અને સીઝરના પ્રેમપાત્ર બ્રૂટસે અહીં તેમનું ખંજર ભોંકી દીધું. સર્વ થામાં આ ઘા સૌથી વધારે ક્રૂર હતો. (This was the unkindest cut of all) સીઝરે તેમને ઘા કરતાં જોયા તે સાથે જ દ્રોહીઓનાં શસ્ત્રો કરતા
વધારે ઘાતક એવી કૃતઘ્નતાએ તેમને પરાસ્ત કર્યા, તેમનું વજ્ર જેવું હ્રદય ભાંગી પડ્યું અને તે પોમ્પિની પ્રતિમાની બેસણી પાસે ઢળી પડ્યા.'
ચારે નાગરિકો એકસાથે બોલી ઊઠે છે : ‘ચાલો, ચાલો, વેર • લઇએ. શોધી કાઢો, આગ લગાડો, બધાને મારી નાખો, એક પણ વિશ્વાસઘાતીને જીવતો ન જવા દો.’
એન્ટની એ બધાને શાન્ત પાડીને વળી કહે છે :
‘મારી પાસે તમને સ્પર્શી જાય અને ઉત્તેજિત કરે એવી વાણી નથી. જો હું બ્રૂટસ હોત, અને બ્રૂટસ એન્ટની હોત, તો એ એન્ટની તમને ઉત્તેજિત કરી મૂકત અને સીઝરને પડેલા ઘા પાસે એવા શબ્દો બોલાવત
કે રોમના પથ્થરો પણ ઉત્તેજિત થઇ જાત અને બળવો કરત.’
ચારે નાગરિકો એક સાથે પોકારે છે : ‘અમે બળવો કરીશું.’ ચતુર એન્ટની એ ચારની આવી મનોવૃત્તિનો લાભ લઇને સીઝરનું આ મતલબનું વસિયતનામું વાંચી સંભળાવે છે : ‘સીઝર એકેએક રોમનને ચાંદીની ૭૫ મુદ્રાઓ આપે છે, અને તેમનાં બાગ બગીચા, ફળઝાડની વાડીઓ, લતાકુંજો, સર્વમાં તમને અને તમારા વંશજોને આનંદપ્રમોદ કરવાની છૂટ આપે છે.’
પહેલો નાગરિક કહે છે : ‘ક્યારેય નહિ, ચાલો, આપણે વિશ્વાસઘાતીઓના આવાસો બાળીએ.'
૭
મનોમન બોલે છે : ‘ઉત્તેજના, તું જાગ્રત થઇ છે. તારે જે માર્ગ લેવો હોય તે લે !' (Mischief, thou art afoot. Take thou what course thou wilt !) એટલે કે ઉત્તેજિત થયેલાં ટોળાં બ્રૂટસ અને તેનાં સાથીઓ ઉપર યથેચ્છ વેર લે.
બીજો નાગરિક કહે છે : ‘ તો ચાલો, લાવો અગ્નિ.’ ત્રીજો નાગરિક કહે છે : ‘ચાલો, લઇ આવીએ લાકડાં.' ચોથો નાગરિક કહે છે : ‘હા ચાલો, લઇ આવીએ બારીઓ, બારસાખો જે મળે તે.'
આ નાગરિકોના આ પ્રતિભાવો દ્વારા કવિ ઉત્તેજિત થયેલાં ટોળાંઓની ચંચળ મનોવૃત્તિ સૂચવે છે, અને નાટકના આ દશ્યના આપણે વાચકો કે પ્રેક્ષકો એ પ્રતિભાવોમાં ભ્રૂટસની સદંતર નિષ્ફળતાનો
સંકેત જોઇએ છીએ.
ચારે નાગરિકો જે મળે તે લઇ બ્રૂટસ અને તેના સાથીઓના આવાસો બાળવા નગરચોકમાંથી વિદાય થાય છે તે પછી એન્ટની
રોમ છોડીને ગયા પછી બ્રૂટસ અને કેશિયસ આજના ઇરાનની વાયવ્ય દિશામાં પ્રાચીન કાળમાં લિડિય નામથી ઓળખાતા પ્રદેશમાં ઇ. સ. પૂર્વે ૪૩માં પહોંચી અક્ઝેવિયન અને એન્ટની સાથે યુદ્ધ કરવાની
તૈયારી કરે છે.
બ્રૂટસ લિડિયની રાજધાની સાર્ડિસ પાસે છાવણી નાખીને એ છાવણીમાં એક તંબૂની બહાર ભારે ઉદ્વેગમાં બેઠો છે. તેને એ મતલબના
સમાચાર મળ્યા છે કે તેની ગેરહાજરીથી તેની પત્ની પોર્શિયા અસ્વસ્થ થઈ ગઈ હતી અને એવી માનસિક સ્થિતિમાં તેને અવિયન અને એન્ટનીનું બળ વધી ગયું હોવાનું જાણવા મળતાં તે વિહ્વળ બની ગઇ અને પરિચારિકાઓની અનુપસ્થિતિમાં કોઇ સળગતો પદાર્થ ગળી ગઈ હતી અને મૃત્યુ પામી હતી.
‘આવા હતા સીઝર’, એન્ટની કહે છે, અને પૂછે છે, થશે એમના (Itching Palm) હોવા માટે નિંદા થાય છે.’ જેવા ક્યારેય કોઇ ? '
કે : ‘લાંચ લેવાની ચળ આવતી હથેળી !'
પહેલી- બીજી સદીના ગ્રીક નિબંધકાર અને ચરિત્રકાર પ્લૂટોકે (નોંધ : શેક્સપિયરના નાટકની વસ્તુના આધારભૂત ઇ.સ.ની
કોલસા ગળી જઇને.) આલેખેલા બૂટસના જીવનચરિત્રમાં જણાવ્યા અનુસાર સળગતા
બ્રૂટસની આવી મનઃસ્થિતિમાં તેનો બનેવી અને સાથી કેશિયસ તેને મળવા આવે છે અને એ બે વચ્ચે આ મતલબનો સંવાદ થાય છે કે : ‘મારા ઉમદા ભાઇ, તમે મને અન્યાય કર્યો છે.’
બ્રૂ : ‘દેવો મારો ન્યાય તોળે, શું હું મારા શત્રુઓનેય અન્યાય કરું છું ? તો પછી મારા ભાઇને તો હું અન્યાય કેમ જ કરી શકું ?'
કે : ‘તમે મને અન્યાય કર્યો છે તેની સાબિતી એ છે કે અહીંના વતનીઓ પાસેથી લાંચ લેવા માટે મારા એક મિત્રની તમે જાહેરમાં નિંદા કરી છે અને એ મિત્રનો પક્ષ લઇને મેં તમને પત્ર લખ્યો તેનીય તમે
તિરસ્કારપૂર્વક અવગણના કરી.’
બ્રૂ : ‘એ પત્ર લખવામાં તમે તમારી જાતને જ અન્યાય કર્યો હતો.’ કે : ‘નજીવા ગુનાની ટીકા કરવાનો આ સમય નથી.’ બ્રૂ : ‘કેશિયસ, તમારી પણ લાંચ લેવાની ચળ આવતી હથેળી
બ્રૂ : ‘કેશિયસનું નામ ભ્રષ્ટાચારનું રક્ષણ કરે છે.’
કેઃ “બ્રૂટસ, મને ઉશ્કેરો નહિ, સીઝર જીવતો હોત તો તે મને આમ ઉશ્કેરવાની હિંમત ન કરી શકત. મારા પ્રેમનો ગેરલાભ ન લો. નહિ તો હું એવું કંઇક કરી બેસીશ જે ક૨વા માટે મારે પસ્તાવું પડે.’
બ્રૂ : ‘હું તમારી ધમકીઓથી ડરી જવાનો નથી, મને તો પ્રામાણિકતાનું કવચ છે. મારા સૈનિકોને પગાર આપવા મારે માટે સુવર્ણ જોઇતું હતું તેથી મેં સુવર્ણની મુદ્રાઓ મને પહોંચાડવાનો તમને સંદેશો મોકલ્યો હતો તેની તમે અવગણના કરી હતી. મને તો તમારી જેમ ગરીબ ખેડૂતો પાસેથી બળજબરીથી નાણાં પડાવવાનું પસંદ નથી.
અહીં આપણે જોઇએ છીએ કે પોતાને પ્રામાણિકતાના કવચથી
રક્ષિત માનતા બૂટસને જેનું નામ ભ્રષ્ટાચારનું રક્ષણ કરતું હોવાનું પોતે માને છે તે કેશિયસે ગરીબ ખેડૂતો પાસેથી બળજબરીથી પડાવેલું સુવર્ણ