________________
તા. ૧૬-૧૨-૯૭
પ્રબુદ્ધજીવન
કેવળજ્ઞાન--સ્વરૂપ ઐશ્વર્ય
D પંડિત પનાલાલ જગજીવનદાસ ગાંધી
(ગતાંકથી ચાલુ-૫) ચિદાદિત્યાદિ ચાર સ્વરૂપ ઉપમા વિશેષણથી કેવળજ્ઞાનની સમજ :
છદ્મસ્થ સંસારી આત્મા પણ સ્વયં પ્રકાશરૂપ છે. અંદર આત્માનું અજવાળું છે એથી જ આત્મા આંખ દ્વારા બહારના સૂર્યપ્રકાશને જોઇ શકે છે. શબ-મડદું જે આત્મારહિત એવી આંખ સહિતની કાયા છે છતાં તે જોઇ શકતું નથી. માટે જ એને શરીર-કાયયોગ નહિ કહેતાં શબ-મડદું-લાશ કહેવાય છે. એજ મડદાંની આંખનું જીવંત અંધમાં આરોપણ કરાતાં તે જ આંખ વડે તે અંધ જોઇ શકે છે કેમકે તે જીવંત
છે-આત્મા સહિતની કાયા છે. વાસ્તવિક તો આપણે આત્માના
આત્માના-કેવળજ્ઞાનના-સ્વરૂપના ઉપમા વિશેષણો ચાર છે ઃ (૧) ચિદાદિત્ય (૨) ચિદાદર્શ (૩) ચિદાકાશ (૪) ચિદાનંદ, ચેતન કદી જડ થાય નહિ. ચિત્ કદી અચિત્ થાય નહિ, કેમકે ચિદ્ જીવનો સહભાવી ગુણ છે. એટલે કે તે નિત્ય છે. માટે જ ‘સચ્ચિદાનંદ’જ્ઞાન-દર્શન ઉપયોગથી જોઇએ છીએ અને જાણીએ છીએ. ભલે આંખ શબ્દમાં ચિદ્ પહેલાં ચિની એકબાજુ પ્રથમ નિત્યતા-અવિનાશિતા અને બુદ્ધિ દ્વારા આત્માથી જોઇએ છીએ પરંતુ આંખ અને બુદ્ધિ સ્વતંત્ર સૂચક ‘સત્’ શબ્દ મૂકેલ છે અને બીજી બાજુ કાર્યરૂપ આનંદ મૂકેલ છે. રીતે જોવા-જાણવા શક્તિમાન નથી, જો તેની પાછળ સંચાલક એવાં સત્ (નિત્ય) + ચિદ્ (ચૈતન્ય-સ્ફૂર્તિ-પ્રકાશ-જ્ઞાન) + આનંદ = આત્માનું બળ ન હોય તો. જ્ઞાનપ્રકાશ આત્મા છે. સચ્ચિદાનંદ.
આત્મા સત્ અથવા સદ્, ચિદ્ અને આનંદરૂપ છે. આત્મા એના
શુદ્ધ સ્વરૂપમાં ‘સદ્’ કહેતાં સત્ એટલે કે નિત્ય-અવિનાશી-અક્ષર અક્ષય-અજરામર છે. ‘ચિદ્’ કહેતાં ચૈતન્ય-સ્ફૂર્તિ-પ્રકાશ-જ્ઞાન સ્વરૂપ છે અને ‘આનંદ’ કહેતાં સવર્થા દુઃખરહિત, શાશ્વત, નિતાંત, નિર્ભેળ,
નિર્મળ આત્મસુખનો-નિજાનંદનો ભોક્તા છે.
‘ચિદ્’ એટલે જ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન જેના પણ સ્વરૂપ ઉપમા વિશેષણો જે આત્માનાં છે તે જ છે, કારણ કે ચિદ્-જ્ઞાન પણ સૂર્ય સમ પ્રકાશ સ્વરૂપ છે; આકાશ સમ સહુને સમાવિષ્ટ કરનાર વ્યાપક છે; - આદર્શ-અરીસો-દર્પણ સમ ચકચકિત, શ્વેત, ઉજ્જવળ, સરળ, સપાટ, લીચું છે અને તેથી પ્રતિબિંબ પાડનાર છે; તેમજ જ્ઞાનના આનંદને જ્ઞાનાનંદને વેદનાર છે. તેથી કેવળજ્ઞાન ચિદાદિત્ય, ચિદાદર્શ, ચિદકાશ, ચિદાનંદ છે.
ચિદાદિત્ય
=
ચિદ્ (ચૈતન્ય-સ્ફૂર્તિ-પ્રકાશ-જ્ઞાન) + આદિત્ય (સૂર્ય) ચિદાદિત્ય. જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે. જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. જ્ઞાન પ્રકાશ નિરુપમ છે એટલે કે સરખામણી કરી શકાય, ઉપમા આપી શકાય તેમ નથી. છતાં જ્ઞાનપ્રકાશ કેવો છે તેની કલ્પના આવે માટે સમજવા સારું એને સૂર્યની ઉપમા આપીને સમજાવેલ છે કે જ્ઞાન (ચિ) પ્રકાશ સૂર્યના પ્રકાશ જેવો છે. તેથી જ જ્ઞાનને (કેવળજ્ઞાન)-ચિત્ને-આદિત્ય (સૂર્ય)ની ઉપમા આપી ચિદાદિત્યના ઉપમા વિશેષણથી નવાજેલ છે.
?
એક ઓરડો અંધારિયો છે. અંધકારમાં શું કામ થઇ શકે અંધકારને દૂર કરવો રહ્યો. બારીબારણા ખોલી નાંખી સૂર્યપ્રકાશને ઓરડામાં આવવા દઈને અંઘકાર દૂર કરવો રહ્યો. અથવા તો દીવો પ્રગટાવી એ અંધારીયા ઓરડામાં દીપપ્રકાશ ફેલાવી અજવાળું પાથરવું. પડે. જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર નથી. તુલસીજીએ ગાયું છે કે...
‘જહાં કામ, તહાં રામ નહિ, જહાં રામ તહાં નહિ કામ; તુલસી કબહુક રહ શકે, રવિ-૨જની એક ઠામ ?' અંધકા૨માં કાંઇ દેખાતું નથી. સૂર્યપ્રકાશમાં સર્વ કાંઇ દેખાય છે. સર્વ પદાર્થ સાફ સ્વચ્છ દષ્ટિગોચર થાય છે. સૂર્યનું તેજ એ તો પુદ્ગલના શ્વેતવર્ણનું પૌદ્ગલિક તેજ છે. એવો રત્નપ્રકાશ હોય છે. જ્યારે આત્મા તો વર્તાતીત છે. અરૂપી છે અને છતાંય આત્મા પરમ ઉજ્જવળ અને તેજસ્વી છે. આત્મા-ચિદ્ર-જ્ઞાન જ સ્વયં પ્રકાશ છે-૫૨મજ્યોત છે. ચિ કહેતાં કેવળજ્ઞાનના પ્રકાશમાં કેવળજ્ઞાની ભગવંતને સર્વક્ષેત્રના, સર્વકાળના, સર્વ પદાર્થો, તેના સર્વ ભાવ (ગુણ-પર્યાય) સહિત સમય માત્રમાં જણાય છે.
સંસારી જીવ એટલે જીવ હોવાને લઇને જ્ઞાનયુક્ત જ હોય. જીવ ભાવવાળું, મોહભાવવાળું હોય છે અને તેથી જ અશુદ્ધ અને અધૂરું હોય જ્ઞાન વગરનો હોય નહિ. પરંતુ સંસારીજીવનું જ્ઞાન કર્તા-ભોક્તા છે. સંસારીજીવનો કર્તા-ભોક્તા ભાવ જ એને આવરણરૂપે પરિણમે છે. દૂધપાકમાં ખાંડ નહિ હોય કે કાકડી કડવી હોય તો સંસારીજીવને તે *
પદાર્થ ખાય કે ચાખે ત્યારે જ જાણે છે-જાણ થાય છે. જ્યારે કેવળી ભગવંતને તો વગર ખાધે અને વગર ચાખે જાણ થઇ જાય છે. અશુદ્ધ અપૂર્ણ અને શુદ્ધ પૂર્ણ જ્ઞાન વચ્ચેનો આજ તો મોટો તફાવત છે. કેવળી ભગવંતને દૂધ, દહીં, માખણ, ઘી બધું સમકાલ દેખાય છે. જીવની નિગોદ-અવ્યવહાર રાશિથી લઇ મુક્તિ-સિદ્ધપદ સુધીની યાત્રા સમકાલ દેખાય છે. તેમને માત્ર જ્ઞાતાપણું છે. કાંઇ કર્તા કે ભોક્તાપણું નથી. ભોક્તાને ભોગવવું હોય છે તેથી તેને દૂધ, દૂધ તરીકે ભોગવાય છે, પરંતુ તેનો દહીં તરીકે ભોગવટો નથી થતો.
આત્માનો પ્રકાશ જ બહારના પ્રકાશ અને અંધકાર બંનેને જોઇ શકે છે. જ્યારે સૂર્યપ્રકાશ કાંઇ અંધકારને જોઇ શકવા શક્તિમાન નથી. સૂર્યને શું અંધકાર દેખાડી શકાશે ? સૂર્યપ્રકાશ સૂર્યનો ન ખમી શકાય એવો પ્રકાશ છે કેમકે સૂર્ય સન્મુખ દષ્ટિપાત કરી શકાતો નથી. વળી સૂર્ય પ્રકાશ ફેલાવે છે પણ પ્રકાશરૂપ બનાવતો નથી. જ્યારે આત્માનોજ્ઞાનનો પ્રકાશ સૌમ્ય છે-સહ્ય છે. કેવળજ્ઞાની સન્મુખ થઇ શકાય છે. કેવળજ્ઞાનીનું સાન્નિધ્ય, સામીપ્ય મેળવી શકાય છે. કેવળજ્ઞાન સ્વયં પ્રકાશ સ્વરૂપ છે અને એના આશ્રયે આવનારને, નિશ્રા સ્વીકારનારને
પોતાના જ્ઞાન પ્રકાશ વડે દેશનાથી, ઉપદેશથી એના જેવો જ કેવળજ્ઞાની બનાવે છે. અંધકારમાંથી પ્રકાશમાં લાવે છે. અજ્ઞાની આત્માને જ્ઞાની બનાવે છે અંતે સ્વયં કેવળી બનીને પ્રકાશરૂપ બની જાય છે. સૂર્યપ્રકાશ કરતાં આત્મપ્રકાશ-જ્ઞાન પ્રકાશ આ દૃષ્ટિએ મહાન છે. સૂર્યપ્રકાશ અને જ્ઞાનપ્રકાશની જાત જ જૂદી છે. છતાંય છદ્મસ્થને જ્ઞાનપ્રકાશ શું છે ? એની ઝાંખી થાય તેટલા માટે ‘ચિદાદિત્ય' ઉપમા વિશેષણથી નવાજેલ છે. બાકી તો જ્ઞાનપ્રકાશ, સૂર્યપ્રકાશથી અનંતગુણ ચઢિયાતો છે. ચિદાદર્શ:
ચિ ્+આદર્શ (દર્પણ)=ચિદાદર્શ. ચિત્ એટલે જ્ઞાન-કેવળજ્ઞાન અને આદર્શ એટલે અરીસો-આયનો-દર્પણ. જે કાંઇ સરળ, સપાટ, લીસું, સ્વચ્છ, ચકચકિત, ઉજ્જવલ, શુભ છે એનો અરીસા-દર્પણ તરીકે ઉપયોગ થાય છે, કેમકે એમાં એની સન્મુખ રહેલ પદાર્થનું પ્રતિબિંબ પડે છે. જેમ અરીસામાં ઉજ્જવળતા, શુભ્રતા, શ્વેતતા, સ્વચ્છતા, સરળતા, સમસપાટી, તેજ-ચળકાટ છે તેમ આત્માના કેવળજ્ઞાન ગુણમાં પણ તેજ-ચળકાટ (જ્ઞાનપ્રકાશ), સ્વચ્છતા, શુભ્રતા, નિર્મળતા, ઉજ્જવળતા એટલે કે આવિકારિતા-શુદ્ધતા છે અને સરળતા, સમસપાટી