________________
તા. ૧૬-૧૨-૯૬
પ્રબુદ્ધ જીવન
પ્રચારમાં આવેલા તેમના સમકાલીન અર્થશાસ્ત્રીઓના સિદ્ધાન્તમાં હતું. (રસ્કિન અહીં જેનો ઉલ્લેખ કરે છે તે સિદ્ધાન્ત સૌપ્રથમ એડમ સ્મિથ નામના સ્કોટિશ વિદ્વાને ૧૭૭૬માં પ્રસિદ્ધ કરેલા ‘રાષ્ટ્રોની સંપત્તિ' (The Wealth of Nations) એ નામના પુસ્તકમાં પ્રતિપાદન કર્યો હતો. એડમ સ્મિથના મતે જો સમાજમાં સર્વ વ્યક્તિઓ પોતપોતાના આર્થિક હિત અર્થે પ્રવૃત્તિઓ કરે તો કોઇ અદશ્ય હસ્ત (an invisible hand) એવી પ્રવૃત્તિઓનું પરિણામ સમગ્ર સમાજના હિતમાં આવે એમ કરે છે.) રસ્કિન આ સિદ્ધાન્તને દુષ્ટ માનતા. તેમના મતે તો બીજાંઓને વધારેમાં વધારે લાભ કરવામાં જ લાભ રહેલો છે. (to do the best for others is to do the best for ourselves) (રસ્કિનની આ માન્યતા આપણી સમાજઋણની ભાવના સાથે મળતી આવતી જણાય છે.)
જો વ્યાપારીઓ બીજાંઓને લાભ ક૨વામાં જ પોતાનો લાભ રહેલો છે એ વાત નહિ સમજે તો, રસ્કિન તેમને ચેતવણી આપે છે, તેમની કળાઓ અને વિજ્ઞાનશાસ્ત્રો, તેમના જીવનમાંથી આનંદ, એ સર્વ
સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહ-પત્રકાર તરીકે
D રમણલાલ ચી. શાહ
સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહ વ્યવસાયે પત્રકાર નહોતા, પણ પત્રકારત્વ એમના જીવનમાં ઘણી સારી રીતે વણાઈ ગયેલું હતું. જીવનના અંતસમયે, કેન્સરની બીમારી પછી મરણ પથારીએથી, અવસાનના થોડા દિવસ પહેલાં એમણે ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રીલેખો લખ્યા હતા. એમાં એમણે મૃત્યુ સમયની પોતાની સંવેદનાઓને પ્રેરક શબ્દદેહ આપ્યો હતો. તંત્રી તરીકેની એમની સંનિષ્ઠા જીવનના અંતિમ દિવસ સુધી રહેલી હતી.
ચીમનભાઇનો જન્મ ઇ.સ. ૧૯૦૨માં માર્ચની ૧૧મી તારીખે સૌરાષ્ટ્રમાં લીંબડી ગામે થયો હતો. તેમણે શાળા અને કોલેજનો અભ્યાસ મુંબઇમાં બાબુ પનાલાલ હાઇસ્કુલમાં તથા એલ્ફિન્સ્ટન કોલેજમાં કર્યો હતો. બી.એ. અને એમ.એ.માં એમણે ફિલસૂફીનો વિષય લીધો હતો. ત્યારપછી એમણે કાયદાનો અભ્યાસ કરી એલ.એલ.બી.ની પરીક્ષા પાસ કરી હતી, આથી તેમને તર્કસંગત રીતે વિચારવાની, બોલવાની અને લખવાની ઘણી સારી ફાવટ આવી ગઇ હતી. વળી કાયદાના અભ્યાસને લીધે એમની ભાષામાં શબ્દેશબ્દની ચોકસાઇની ચીવટ પણ આવી ગઇ હતી.
યુવાન વયે વ્યવસાય ક૨વા સાથે જાહેર જીવનમાં એમણે ઝંપલાવ્યું હતું. પોતાની જ્ઞાતિમાં અને સ્થાનકવાસી સંપ્રદાયમાં મહત્ત્વની જવાબદારી સ્વીકારી હતી, પરંતુ તે ઉપરાંત કોંગ્રેસની આઝાદી માટેની લડતમાં પણ એમણે ભાગ લેવો શરૂ કર્યો હતો. એ દિવસોમાં એમના વતન લીંબડીમાં જે આંદોલન ચાલ્યું અને લોકો હિજરત કરી ગયા તે વખતે એમણે ‘Lawless Limbdi' નામની પુસ્તિકા લખી હતી. એ પુસ્તિકાએ ભારતના તે સમયના ઘણા કોંગ્રેસી નેતાઓનું ધ્યાન ખેંચ્યું હતું. તદુપરાંત એમણે Socialism in India નામની પુસ્તિકા લખી. એ વાંચીને શ્રી જયપ્રકાશ નારાયણ આ પુસ્તિકાના લેખક તે કોણ છે એ જાણવા માટે શોધતા શોધતા મુંબઈમાં એમની ઓફિસે આવી પહોંચ્યા હતા. એ પુસ્તિકાની પ્રશંસા શ્રી જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ વગેરેએ પણ કરી. એથી ચીમનભાઇને પોતાની લેખનશક્તિમાં વિશ્વાસ આવ્યો હતો. પરંતુ ત્યારે તેઓ ફક્ત અંગ્રેજીમાં જ લખતા હતા.
વકીલાતના વ્યવસાયને નિમિત્તે ચીમનભાઇ મુંબઇમાં એ જ વ્યવસાયના એક અગ્રેસર તે શ્રી કનૈયાલાલ મુનશીના સંપર્કમાં આવ્યા. ચીમનભાઇને મુનશી પાસેથી ઘણી પ્રેરણા મળી. મુનશીએ પણ ચીમનભાઇની લેખક તરીકેની શક્તિ પારખી લીધી અને એમને
૭
અદશ્ય થઈ જશે, પણ તે સાથે રસ્કિન તેમને એ મતલબની શ્રદ્ધા ય આપે છે કે જો તેઓ, જેનો લાભ પોતાને તેમ અન્ય સર્વ કોઇને મળે એવો પ્રયત્ન કરી શકાય એવી માનવ જીવનની સ્થિતિની કલ્પના કરી શકે, અને જો તેઓ પ્રામાણિક અને સાદા જીવનક્રમનું (of honest and simple order of existence) સ્પષ્ટ ચિત્ર તેમના મનમાં આંકી શકે તો, તેમની સર્વ કળાઓ, સર્વ સાહિત્યિક પ્રવૃત્તિઓ, તેમનાં દૈનિક પરિશ્રમ, કૌટુંબિક સ્નેહ અને નાગરિક કર્તવ્યો, એ બધાંનો સંગમ થઇને કોઇ ભવ્ય સંવાદિતામાં પરિણમશે. અને તો, વ્યાખ્યાનનો ઉપસંહાર કરતાં રસ્કિન કહે છે, આપ આપનું આ વિનિમય ભવન પથ્થરથી તો સારું રચી શકશો જ, પણ લોહીની સગાઇ જેવા કૌટુંબિક સંબંધોની ભાવનાઓથી (with flesh) વધારે સારું રચી શકશો, અને એ વિનિમય ભવન હાથથી બાંધેલા નહિ પણ હૃદયના સ્નેહભાવો રૂપી ગ્રંથિત મંદિરો જેવું હશે. (Temple not made with hands, but riveted of hearts).
ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી બનાવ્યા. ચીમનભાઇ બારેક વર્ષ મંત્રી તરીકે રહ્યા. સાહિત્ય પરિષદનાં અધિવેશનોનું આયોજન તેઓ કરતા રહ્યા અને ગુજરાતીમાં લેખો પણ લખવા લાગ્યા. આ રીતે ગુજરાતી ભાષામાં એમનું લેખનકાર્ય ચાલુ થયું. એમની શૈલી ઉપ૨ મહાત્મા ગાંધીજીની શૈલીનો ઘણો મોટો પ્રભાવ પડ્યો. સાદા, સરળ, ટૂંકાં વાક્યોમાં પોતાના વિચારોને સચોટ રીતે વ્યક્ત કરવાની એમની શક્તિ ખીલી, ચીમનભાઇની પત્રકાર તરીકેની શક્તિ આ અરસામાં વિકાસ પામી. વર્તમાન સમયની રાજદ્વારી કે સાહિત્યિક ઘટના વિશે પોતાના લેખો લખવા, નિવેદનો લખવાં કે પ્રતિભાવો આપવાના અવસર તેમને માટે વખતોવખત આવવા લાગ્યા.
સાહિત્ય કરતાં પણ રાજકીય અને સામાજિક વિષયોમાં એમને રસ વધુ હતો. એટલે વર્તમાન રાજકીય પ્રવાહો ઉપર તેઓ વખતોવખત વ્યાખ્યાનો આપતા અને દૈનિકોમાં લેખો પણ લખતા. આઝાદી પછી અંગ્રેજી કરતાં ગુજરાતી ભાષામાં તેમનું લેખન વધ્યું.
ચીમનભાઇ આઝાદી પછી સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા વગેરેમાં મહત્ત્વનો હોદ્દો ધારણ કરવા લાગ્યા અને એથી દૈનિક પત્રકારત્વ સાથે તેઓ વધુ સંકળાવવા લાગ્યા. પત્રકારોના પ્રશ્નો વિશે પણ એમનો અભ્યાસ વધ્યો. વખતોવખત તેઓ તે અંગે માર્ગદર્શન આપવા લાગ્યા. આ રીતે દૈનિક પત્રકારત્વ સાથેનો તેમનો સંપર્ક ઉત્તરોત્તર ઘનિષ્ઠ થયો.
દૈનિક વર્તમાનપત્રો અને ઇતર સામયિકોનું એમનું વાંચન વધતું ચાલ્યું. રોજેરોજની બનતી ઘટનાઓના સતત સંપર્કમાં રહી શકાય એ માટે ટી.વી.ના એ દિવસો નહોતા, રેડિયો તેઓ સાંભળતા, પણ રોજ સવારે ત્રણ ચાર કલાકમાં તેઓ અંગ્રેજી અને ગુજરાતી અખબારો બહુ ઝીણવટપૂર્વક વાંચી જતા. વર્તમાન રાજકીય પ્રવાહની કોઇ ઘટના એવી
ન હોય કે જે વિશે તેઓ વિગતે જાણતા ન હોય. વળી પોતે અનેક રાજપુરુષોના સંપર્કમાં હોવાને લીધે, અખબારોમાં ન આવી હોય એવી ઘટનાઓ કે એવા પ્રવાહો કે અભિપ્રાયોથી તેઓ માહિતગાર રહેતા. રાજદ્વારી ક્ષેત્રના નેતાઓ સાથેના તેમના સંપર્ક માત્ર મુંબઇ કે ગુજરાત પૂરતા મર્યાદિત ન હતા. બંધારણ સભાના સભ્ય તરીકે અને ત્યાર પછી પાર્લામેન્ટના સભ્ય તરીકે અને યુનાઈટેડ નેશન્સ માટેના પ્રતિનિધિ મંડળના સભ્ય થવાને કારણે તેમના સંબંધો અને સંપર્કોઅખિલ ભારતીય ધોરણે સ્થપાયા હતા.