SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ', સારાં સારાં વસ્ત્રો પરિધાન કરીને દેવળમાં પ્રાર્થના કરવા જશે અને તેમના બાળકોના માથે ‘હેટ' માં સોહામણાં નાના પીછા હશે, દેવળે જતાં માર્ગમાં એ સ્ત્રીપુરુષો રસ્તો વાળતા કોઇ ગરીબ બાળકને જોશે અને એ બાળકે પોતાને વધારે સારી ભીખ મળે એ ઉદ્દેશથી ચીંથરાં જેવાં વસ્ત્રો પહેર્યા હશે તો, રસ્કિન શ્રોતાઓમાં સુખી વર્ગનાં સ્ત્રીપુરુષોને પૂછે છે, એ ગરીબ બાળકના માથે ‘હેટ’માં સોહામણું એક નાનું પીછું કેમ ન હોવું જોઇએ, અને આંતરે રવિવારે (every other sunday) એ સ્ત્રીપુરુષો તેમના એક બાળકને રસ્તો વાળવાનું કામ સોંપીને પેલા ગરીબ બાળકને ‘હેટ' માં એક સોહામણા પીંછા સાથે તેમની સાથે દેવળમાં કેમ ન લઇ જાય. રસ્કિનના આ સૂચનનો સુખી વર્ગના એ સ્ત્રીપુરુષો જો એવો ઉત્તર આપે કે પોતે એમ નથી કરતાં કારણ કે પરમ કૃપાળુ પરમાત્માએ જેમને જે જે સ્થિતિમાં મૂક્યાં હોય તે સ્થિતિમાં તેમણે સંતુષ્ટ રહેવું જોઇએ, તો, ‘હા મિત્રો, એ જ વાત છે ને’, જરા આવેશપૂર્વક રસ્કિન કહે છે, ‘પરમ કૃપાળુ પરમાત્માએ તેમને એ સ્થિતિમાં મૂક્યાં છે કે આપે ?' એ પ્રશ્નનો ઉત્તર, રસ્કિન કહે છે, જ્યાં સુધી દ૨૨ોજ સવારે આપણને લાભદાયી થાય એવું શું કરીશું એમ નહિ પણ ન્યાયી હોય એવું શું કરીશું એમ પણ જાતને પૂછીએ નહિ અને ન્યાય કરવામાં ગાળેલા એક કલાકનું મૂલ્ય પ્રાર્થના કરવામાં ગાળેલા ૭૦ વર્ષો જેટલું છે. એ સમજવા જેટલા આપણે ખ્રિસ્તી નહિ થઇએ, ત્યાં સુધી આપણને નહિ મળે. પ્રબુદ્ધ જીવન શ્રોતાઓમાં સુખી વર્ગનાં સ્ત્રીપુરુષોને આમ ન્યાય કરવાનું મહત્ત્વ સમજાવીને રસ્કિન શ્રોતાઓમાં કામદારોને આશ્વાસન આપે છે કે એવો દિવસ અવશ્ય આવશે જ્યારે જેઓ પાર્લામેન્ટમાં ભાષણો કરે છે પણ પાર્લામેન્ટની બહાર લોકહિતનું કંઇ કામ કરતા નથી તેમને જ આપવામાં આવે છે તે કરતાં જેઓ પાર્લામેન્ટમાં ચૂપ રહે છે પણ પાર્લામેન્ટની બહાર લોકહિતનું કામ કામ કરે છે તેમને વધારે આપવામાં આવશે. ખેડૂતોને આજે જે આપવામાં આવે છે તે કરતાં તેમને વધારે આપવામાં આવશે, વકિલોને આજે જે આપવામાં આવે છે તે કરતાં તેમને ઓછું આપવામાં આવશે, શરીર શ્રમનું કામ કરનારાઓ સારું આરામનો પૂરતો સમય નિયત કરવામાં આવશે અને એ સમય દરમિયાન રમતો જેમાં કૃત્રિમ પુષ્પો અને કૃત્રિમ પ્રકાશ હોય અને જેમાં ગરીબીથી પરવશ બની યુવતીઓ નૃત્ય કરતી હોય એવા ઉદ્યાનમાં નહિ, પણ જેમાં સાચાં પુષ્પો હોય, જેમાં સૂર્યનો જ પ્રકાશ હોય અને જેમાં આનંદના ઉલાલસથી બાળકો નૃત્ય કરતાં હોય એવા ઉદ્યાનમાં સાત્ત્વિક આનંદ આપે એવી હશે. નેત્રયજ્ઞ સંઘના ઉપક્રમે શ્રી રવિશંકર મહારાજ આંખની હોસ્પિટલ, ચિખોદરા દ્વારા સ્વ. ધીરજબહેન દીપચંદ શાહના સ્મરણાર્થે પ્રો. તારાબહેન રમણલાલ શાહના આર્થિક સહયોગથી નેત્રયજ્ઞનું આયોજન શનિવા૨, તા. ૧૪મી ડિસેમ્બર ૧૯૯૬ના રોજ ચીખલી (જિ. વલસાડ) મુકામે ક૨વામાં આવ્યું છે. મંત્રીઓ તા. ૧૬-૧૧૯૬ સમજપૂર્વક અને મૂઢતાથી કરેલા કામ વચ્ચેના ભેદને લગતા મુદ્દા અંગે રસ્કિનનો અભિપ્રાય એ મતલબનો છે કે સમજપૂર્વક કરેલું કામ ઉપયોગી હોય એવું કામ કઠોર હોય તોપણ તેની સામે કોઇ વાંધો લેતું નથી, કોઇએ લેવો પણ ન જોઇએ, સર્વ પ્રકારના દુર્વ્યયોમાં શ્રમનો દુર્વ્યય વધારેમાં વધારે ખરાબ છે. વળી સમજપૂર્વક કરેલું કામ પ્રામાણિક હોય. અંગ્રેજ પ્રજા, રસ્કિન કહે છે, હળવામાં હળવી રમતોમાં ન્યાય વર્તનની અપેક્ષા રાખે છે, પણ એ ભારે આશ્ચર્યની વાત છેકે, વ્યાપારીઓ તેમના હરીફો ઉપર સરસાઇ મેળવવા અનુચિત વેચાણરીતિઓનો આશ્રય લે છે. તેનો કોઇ વિરોધ નથી કરતું. સમજપૂર્વક કરેલા કામનું ત્રીજું લક્ષણ રસ્કિન એ જણાવે છે કે એવું કામ ઉમંગથી કરેલું હોય. પોતાનો આ મત સ્પષ્ટ કરવા રસ્કિન ‘જે કોઇ નાના બાળક જેવા થઇને ઇશ્વરનું રાજ્ય નહિ સ્વીકારે તે તેમાં પ્રવેશ નહિ કરી શકે! અને ‘નાનાં બાળકોને મારી પાસે આવવા દો, તેમને મેરી પાસે આવતા રોકો નહિ, કારણ કે ઇશ્વરનું રાજ્ય તેમના જેવાનું છે' એ મતલબનાં ઇશુના વચનો ટાંકીને કહે છે, ‘ધ્યાનમાં રાખો, બાળકોનું નહિ, બાળકો જેવાનું, આપણે જે મેળવવાનું છે તે તી બાળકોના સ્વભાવના લક્ષણો' એવાં બાળકો નમ્ર હોય છે, બીજું એ કે એવાં બાળકો તેમના માતાપિતા સંસ્કારી બાળકોના ત્રણ લક્ષણો રસ્કિન ગણાવે છેઃ પહેલું એ કે ઉપર શ્રદ્ધા રાખે છે, અને ત્રીજું એ કે એવાં બાળકો પ્રેમાળ અને ઉદાર હોય અને તેથી ઉમંગમાં રહે છે. રસ્કિનના મત અનુસાર સંસ્કારી કામદારોમાં પણ એ ત્રણે લક્ષણો હોય છે, એવા કામદારો માને છે કે પોતે બહુ ઓછું જાણે છે, પોતાનાં ઘણા ઉપરીઓ પોતે છે તે કરતાં વધારે સમજુ હોય છે અને તેથી તેમની પર શ્રદ્ધા રાખે છે, તેમની સૂચનાઓનું પાલન કરે છે, ભવિષ્યમાં શું થશે તેની ચિંતા નથી કરતાં, પોતાનાં રોજબરોજના કર્તવ્યોનો જ વિચાર કરે છે અને રમણીય રમતો માટે સદા તૈયાર હોય છે, રમણીય રમત એટલે સૂર્યની રમત જેવી, તે પ્રભાતે નીચે ધુમ્મસ સાથે અને ઉપર વાદળ સાથે રમે છે તેવી.’ ‘એ સૂર્ય જ‘ વ્યાખ્યાનનો ઉપસંહાર કરતાં રસ્કિન કહે છે, સાચો કામદાર છે.’ એમ સૂર્યને જ સાચો કામદાર કહીને રસ્કિન શ્રોતાઓમાં કામદારોને સૂચવતા જણાય છે કે જેમ સૂર્ય જગતને પ્રકાશ આપવાનું પોતાનું કર્તવ્ય અવિરત આનંદપૂર્વક કરતો રહે છે તેમ તેમણે પણ સદા પ્રફુલ્લિત રહીને તેમના કર્તવ્યો કરતાં રહેવું જોઇએ . કસ્તુરબા ગાંધી સ્મારક ટ્રસ્ટ, કોબાની મુલાકાત આ વર્ષે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન કસ્તુરબા ગાંધી સ્મારક ટ્રસ્ટ, કોબા (જિ. ગાંધીનગર)ને આર્થિક સહાય કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. સંઘ દ્વારા એકત્ર થયેલ રકમનો ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ કસ્તુરબા ગાંધી સ્મારક ટ્રસ્ટ, કોબામાં ફેબ્રુઆરીના પહેલા કે બીજા અઠવાડિયામાં યોજવામાં આવશે. જેઓ આ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છતા હોય તેમણે પોતાના નામ અને ફોન નંબર સંઘના કાર્યાલયમાં ૨૫મી ડિસેમ્બર સુધીમાં નોંધાવી લેવા વિનંતી છે. 7 મંત્રીઓ માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ જ મુદ્રક, પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ C પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪, ફોનઃ ૩૮૧૦૨૯૬, મુદ્રણસ્પાન રિલાયન્સ ઓફસેટ પ્રિન્ટર્સ, ૬૯ ખોડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮. લેસરટાઇપસેટિંગ: મુનિ, મુંબઈ-૪૦૦ ૦૯૨.
SR No.525981
Book TitlePrabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1996
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy