SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૯૬ પ્રબુદ્ધ જીવન જોન રસ્કિનની સામાજિક ન્યાયની ભાવના I ચી. ના. પટેલ આપણાં સમાજમાં સવર્ણો અને અવર્ણો, અર્થાત્ કહેવાતી ઉજળિયાત અને કહેવાતી હલકી વર્ણો વચ્ચે ભેદ સદીઓથી ચાલતો આવ્યો હતો અને હજુય કંઇક અંશે પ્રવર્તે છે તેવો અંગ્રેજ સમાજમાં ઉપલા વર્ગો અને નીચલા વર્ગો વચ્ચે ચાલતો આવતો હતો અને ઓગણીસમી સદીમાં રસ્કિનના સમયે પણ પ્રવર્તતો હતો, અને જેમ આપણા સમાજમાં પ્રજાનો ધર્મચુસ્ત વર્ગ એવો ભેદ શાસ્ત્રવિહિત હોવાનું માનતો તેમ રસ્કિનના સમયમાં અંગ્રેજ પ્રજાનો ધર્મચુસ્ત વર્ગ સમાજના ઉપલા વર્ગો અને નીચલા વર્ગો વચ્ચેનો ભેદ પરમ કૃપાળુ ૫૨મેશ્વ૨ની (of Providence) યોજના હોવાનું માનતો. લંડનના કે પરામાં ચાલતી કામદારોની તાલીમ સંસ્થામાં આપેલા વ્યાખ્યાનમાં રસ્કિન એવો ભેદ કેમ અન્યાયી ગણાય તે સમજાવે છે. ઉપલા વર્ગો અને નીચલા વર્ગો વચ્ચે ખરેખર ભેદ છે ખરો એવો પ્રશ્ન પૂછીને રસ્કિન સભામાં ઉપસ્થિત સુખી વર્ગના સ્ત્રી- પુરુષોને સંબોધીને કહે છેઃ ‘સજ્જનો અને સન્નારીઓ, હું જે કહેવાનો છું તેમાં આપને દૂભવે એવું કંઇ જણાય તો મને ક્ષમા કરશો. તે હું કહેવા નથી ઇચ્છતો, તે તો કટુ સ્વરો સંભળાવે છે, જેને મૌન રહેવું હોય તે રહે, પણ જગતભરમાં દુર્ભિક્ષના અને યુદ્ધના સ્વરો તે સંભળાવે છે.’ સામાજિક ન્યાયને લગતા પોતાના વિચારો સ્પષ્ટ કરવા સ્કિન ચાર પ્રકારના વર્ગભેદો ગણાવે છે. (૧) જેઓ કામ કરે છે અને જેઓ રમે છે તેમની વચ્ચે, (૨) જેઓ ઉત્પાદન કરે છે અને જેઓ ઉપભોગ કરે છે તેમની વચ્ચે, અને (૩) જેઓ બૌદ્ધિક કામ કરે છે અને જેઓ શરીરસુખનું કામ કરે છે તેમની વચ્ચે, અને (૪) જેઓ સમજપૂર્વક કામ કરે છે અને જેઓ મૂઢતાથી કામ કરે છે તેમની વચ્ચે. આ ચારમાંથી પહેલાં વર્ગભેદની ચર્ચા કરતાં રસ્કિન અંગ્રેજોના ધનલોભ ઉપર કટાક્ષ કરતો હોય તેમ કહે છે કે અંગ્રેજોને સૌથી વધારે પ્રિય એવી ૨મત ધન કમાવાની છે અને એ રમતના ખેલાડીઓ તેમાં એવા તલ્લીન થઇ જાય છે કે ફુટબોલની રમતમાં ખેલાડીઓ પ્રતિસ્પર્ધી ખેલાડીઓને ધક્કા મારીને પાડી નાખે છે તે કરતાં વધારે વાર તેમના પ્રતિસ્પર્ધી ખેલાડીઓને ધક્કા મારીને પાડી નાખે છે. વળી, રસ્કિન કહે છે, ધન કમાવાની રમતનું કોઇ પ્રયોજન નથી. જેમ ક્રિકેટની રમતમાં ‘રન'નું કોઇ પ્રયોજન નથી. પણ હરીફ પક્ષ કરતાં વધારે ‘૨ન’ કરવા એ જ ક્રિકેટની રમત છે, તેમ ધન કમાવાની રમતમાં સૌ કરતાં વધારે ધન કમાવું એ જ ધન કમાવાની રમત છે. જો અંગ્રેજ પુરુષોની સૌથી પ્રિય રમત ઘન કમાવાની છે, તો અંગ્રેજ સ્ત્રીઓની સૌથી પ્રિય રમત, રસ્કિન કહે છે, સુંદર વસ્ત્રો પરિધાન ક૨વાની છે. એ રમત કેવી મોંઘી છે તેના ઉદાહરણ રૂપે પોતે કોઇ ઝવેરીની દુકાનમાં ૩૦૦૦ પાઉન્ડની કિંમતનું એક ઇંચ જેટલું ય પહોળું નહિ એવું ગળે વસ્ત્રમાં ભરાવવાનું ટાંકણી જેવું આભૂષણ (brooch) જોયું હતું તેનો ઉલ્લેખ કરીને રસ્કિન સભામાં ઉપસ્થિત સુખી વર્ગમાં સ્ત્રીઓને સૂચન કરે છે કે પોતે આકર્ષક વસ્ત્રો પરિધાન કરે છે તેવા વસ્ત્રો તેમના જેવી સુખી નહિ એવી સ્ત્રીઓ પણ પરિધાન કરી શકે એમ તેમણે કરવું જોઇએ અને ગરીબ વર્ગની સ્ત્રીઓ અનુસરી શકે એવી ‘ફેશનો' પ્રચલિત કરવી જોઇએ. અંગ્રેજ સ્ત્રીઓને અતિપ્રિય એવી યુદ્ધની ‘મહારમત' (The Great Game of War) રસ્કિન કહે છે ‘કલ્પનાને તો માહત કરી દે એવી છે, પણ તેની વાસ્તવિકતા એવી આકર્ષક નથી.' અંગ્રેજ સમાજમાં પ્રવર્તતા ઉપલા અને નીચલા વર્ગો વચ્ચેના ભેદને લગાવી ચર્ચાનો ઉપસંહાર કરતાં રસ્કિન કહે છે કે એ ભેદ જરાય આવશ્યક નથી અને કાળક્રમે તે પ્રામાણિક નાગરિકોની સંમતિથી નાબૂદ થવો જ જોઇએ, લોકોને સમજાવવામાં આવશે કે બીજાં પ્રાણીઓનું લોહી રેડતી રમત જીવજંતુઓને શોભે, માણસને નહિ, દરેક દિવસના આરંભે કરવાની પ્રાર્થના એ દિવસની એક ક્ષણનોય દુર્વ્યય ન કરવાનો સંકલ્પ કરવો એ છે અને ભોજનના આરંભે કરવાની સર્વોત્તમ પ્રાર્થના (grace) આપણે એ ભોજન ન્યાયપૂર્વક મેળવ્યું છે એવી અંતઃપ્રતીતિ હોવી એ છે. (ભોજનના આરંભે કરવાની સર્વોત્તમ પ્રાર્થનાના ઉલ્લેખમાં રસ્કિન મેથ્યની સુવાર્તાના ૬ઠ્ઠા પ્રકરણની ૧૧મી પંક્તિમાં ઇશુએ તેમના શિષ્યોને ‘give us this day our daily bread' એવી ઇશ્વરને પ્રાર્થના કરવાનો ઉપદેશ આપ્યો છે તે અનુસાર પ્રાર્થના કરવાનો શ્રદ્ધાવાન ખ્રિસ્તી કુટુંબોમાં શિષ્ટાચાર છે તેનો નિર્દેશ કરે છે.) ઉત્પાદન કરતા અને ઉપભોગ કરતા વર્ગો વચ્ચેના ભેદની ચર્ચા કરતાં રસ્કિન ઔદ્યોગિક ક્રાન્તિએ સર્જેલી આર્થિક સમૃદ્ધિની વચ્ચેય પ્રવર્તતી કારમી, હૃદયદ્રાવક ગરીબીના ઉદાહરણ રૂપે બે સમાચારપત્રોમાંથી એક એક ફકરો વાંચી સંભળાવે છે. એ બેમાંથી પહેલા ફકરાની મતલબ એ હતી કે ૧૮૬૪ના નવેમ્બરની ૨૪મી એ આખી રાત વરસાદ પડ્યો હતો અને ૨૫મીની સવારે એક ઉકરડા ઉપર ઠંડીથી થીજી જઇને મૃત્યુ પામેલો કોઇ ગરીબ પુરુષ બેઠેલી મુદ્રામાં હાડકાં વીણીને ચૂસતો હતો, અને બીજા ફકરાની મતલબ એ હતી કે જોવામાં આવ્યો હતો અને પોલીસ તપાસમાં જણાયું હતું કે એ માણસ ભૂખે મરતા ગરીબો કહોવાઇ ગયેલા માંસના ટુકડાઓ કરડી ખાતા હતા અને ઘોડાઓના હાડકાંના પોલાણમાંથી અસ્થિમજ્જા (bone marrow) ચૂસતા. ગરીબોની આવી કરુણ સ્થિતિના મૂળમાં, રસ્કિનના મતે, કેટલાક લોકોની યેનકેન પ્રકારેણ ધન કમાવાની વૃત્તિ છે, તે કહે છે ઃ ‘આપ એક વાત નિઃશંક જોઇ શકશો કે જ્યારે પણ કોઇ વ્યક્તિ કે રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય ધન કમાવાનું હોય છે ત્યારે ધન અન્યાયી રીતે મેળવાય છે અને અન્યાયી રીતે ખરચાય છે.’ કોઇ વ્યક્તિનું મુખ્ય ધ્યેય ઘન કમાવાનું છે કે નહિ તેનો નિર્ણય ક૨વાની રસ્કિન એ મતલબની કસોટી જણાવે છે કે જો તે વ્યક્તિ મધ્ય વયે પહોંચતાં પોતાની જાતને કહી શકે ‘મારી પાસે શેષ જીવન ગાળવા પૂરતું ધન છે, જેમ એ ધન હું ન્યાયી રીતે કમાયો છું તેમ તેને ન્યાયી રીતે ખરચીશ અને જગતમાં નિષ્કિંચન આવ્યો હતો તેમ જગતમાંથી નિષ્કિંચન જઇશ.' તો જાણવું કે એ વ્યક્તિનું મુખ્ય ધ્યેય ધન કમાવાનું નથી, પણ જે વ્યક્તિ પાસે સમાજમાં તેના સ્થાનને અને તેની સ્થિતિને છાજે એવી રીતે શેષ જીવન ગાળવા પૂરતું ધન હોય છતાં તે હજુ વધારે કમાવાની અને મૃત્યુ આવે ત્યારે પોતે ધનવાન હોય એવી ઇચ્છા રાખે તો જાણવું કે તે વ્યક્તિનું મુખ્ય ધ્યેય ધન કમાવાનું છે. બૌદ્ધિક કામ અને શરીરશ્રમના કામ વચ્ચેના ભેદને લગતા ત્રીજા . મુદ્દા અંગે રસ્કિનનો મત એ છે કે એ પ્રશ્નનો ન્યાયની દષ્ટિએ વિચાર કરવો જોઇએ. પોતાના એ મતના સમર્થનમાં રસ્કિન ઇશુના ન્યાય કરવાના આદેશનો ઉલ્લેખ કરે છે અને કહે છેઃ · ન્યાય કરવો એ જ ઇશ્વરની સાચી સેવા છે, નહિ કે પ્રાર્થનાઓ ગાવી તે, સંકલ્પપૂર્વક કરેલા દરેક કાર્ય દ્વારા કરેલી પ્રાર્થના એ જ સાચી પ્રાર્થના છે.’ ન્યાય કરવાનું મહત્વ સમજાવતાં રસ્કિન કહે છે કે સુખી વર્ગનાં સ્ત્રીપુરુષો રવિવારે
SR No.525981
Book TitlePrabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1996
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy