SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ : (૫૦) + ૭ અંકઃ૧૨ તા. ૧૬-૧૨-૯ O O O શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર પ્રભુટ્ટુ જીવન પ્રબુદ્દે જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ તંત્રી : રમણલાલ ચી. શાહ ગલત નમૂના લશ્કરમાં સૈનિકોને તાલીમ આપતી વખતે કેટલીક બાબતમાં જલદી સમજાય એ માટે એક ખોટી રીત કે પદ્ધતિ બતાવવામાં આવે છે. એને ‘ગલત નમૂના’ કહેવામાં આવે છે. ત્યાર પછી સાચી રીત કે પદ્ધતિ બતાવવામાં આવે છે અને એને ‘સહી નમૂના' કહેવામાં આવે. બેય જાતના નમૂના બતાવવાથી સાચું શું અને ખોટું શું અને એની વચ્ચેનો તફાવત શો છે તે સૈનિક તરત પારખી શકે છે. સાચાં અને ખોટાં ઉદાહરણ એમ બે બાજુબાજુમાં રાખવાથી બંને વચ્ચે ક્યાં અને કેટલું અંતર છે એ તરત ઊડીને આંખે વળગે છે. ભારતે આઝાદીની લડત દરમિયાન ઘણા સહી નમૂના બતાવ્યા. આઝાદી પછી સત્તાસ્થાને આવનાર પ્રતિષ્ઠિત એવી ઘણી વ્યક્તિઓએ ભારતની લોકશાહી માટે શરમરૂપ ગણાય એવા ગલત નમૂના બતાવ્યા છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિંહરાવનું નામ કેટલાંક કૌભાંડોમાં સંડોવાયેલું હોવાથી એમને કોર્ટમાં આરોપીના પીંજરામાં ઊભા રાખવામાં આવ્યા હતા. નરસિંહરાવ નિર્દોષ છૂટશે કે એમને સજા થશે એ તો ભવિષ્યના હાથમાં છે, પરંતુ સમગ્ર દેશના એક સર્વોચ્ચ સત્તાસ્થાન પરની વડા પ્રધાન જેવી વ્યક્તિને આરોપી તરીકે કોર્ટમાં હાજર થવું પડે એથી વધુ નામોશીભરી સ્થિતિ કઈ હોઈ શકે ? તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી જયલલિતાને, ભ્રષ્ટાચારના કેટલાક કિસ્સામાં સંડોવાયા હોવાને કારણે જેલમાં પૂરવામાં આવ્યાં છે. મુંબઇના એક ભૂતપૂર્વ શેરીફને પગરખાનાં કૌભાંડમાં સંડોવાયા હોવાને કારણે કેદમાં પૂરવામાં આવ્યા છે. સુખરામ, ભજનલાલ વગેરેની સામે કાર્યવાહી ચાલી રહી છે. થોડા વખત પહેલાં જૈન બંધુઓની ડાયરીમાંથી કેટલા બધા કહેવાતા મોટા માણસોનાં નામ નીકળ્યાં હતાં ! જે દેશમાં વડા પ્રધાન, રાજ્યના મુખ્ય મંત્રીઓ, મેયો, શે૨ીફો, જેવી ઉચ્ચ પ્રતિષ્ઠિત સત્તાધારી વ્યક્તિઓ જ ‘વાડ ચીભડાં ગળે’ જેવી રીતે વર્તતી હોય એ દેશની પ્રજાના માનસ ઉપર કેવી ઘેરી નિરાશાની છાપ અંકિત થઇ જાય એ સમજાય એવું છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ બધા ગલત નમૂનાને ‘સહી નમૂના’ તરીકે સમજીને, એમનો આદર્શ પોતાની સામે રાખીને બીજા ઊગતા નવા રાજકારણીઓ પણ એ જ દિશામાં ગતિ કરતા હોય છે. તેઓ બોલે છે ‘અરે, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી કે નરસિંહરાવ જેવાને કંઇ થયું નથી તો આપણને શું થવાનું છે ? જે નાણાં મળશે એમાંથી સારામાં સારા વકીલોને રોકીને વાતને પાંચપંદ૨ વરસ ખોરંભે પાડી દેતાં ક્યાં નથી આવડતું?' આવી મનોદશા રાજદ્વારી અને અન્ય ક્ષેત્રના યુવાનોમાં જ્યારે જોવા મળે છે ત્યારે આપણો ખેદ વધી જાય છે. Licence to post without prepayment No. 37 Regd. No. MH / MBI-South / 54 / 97 ભારતમાં ભ્રષ્ટાચારની શરૂઆત તો આઝાદી મળ્યા પછી તરત જવાહરલાલ નહેરુના શાસનકાળ દરમિયાન જ ચાલુ થઇ ગઇ હતી. નહેરુના પહેલા પ્રધાન મંડળના પ્રધાન કૃષ્ણમેનને, કોંગ્રેસે તે વખતે વાર્ષિક લવાજમ રૂા. ૫૦ બ્રિટનમાં જમા કરાવેલા બે લાખ રૂપિયા પોતાના અંગત ઉપયોગ માટે વાપરી લીધા હતા. એની ફરિયાદ સરદાર પટેલ અને મૌલાના આઝાદે મહાત્મા ગાંઘીજી આગળ કરી હતી, પરંતુ જવાહરલાલે ગાંધીજી આગળ કૃષ્ણમેનનનો લૂલો બચાવ કરી વાતને દાબી દીધી હતી. આ ઘટનાની વિગતો મૌલાના આઝાદે પોતાની અંગત ડાયરીમાં લખી છે. ત્યાર પછી કૃષ્ણમેનન જ્યારે સંરક્ષણ પ્રધાન હતા ત્યારે જીપના સોદામાં પણ એમણે આચરેલી ગેરરીતિઓની વિગતો બહાર આવી હતી. ૧૯૫૨માં તામિલનાડુ (ત્યારે મદ્રાસ) માંથી પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઇ આવેલા કોંગ્રેસ સંસદસભ્ય મુદાલિયારે સંસદમાં એક પ્રશ્ન પૂછવા માટે એક ઉદ્યોગપતિ પાસેથી મોટી લાંચ લીધી હતી. એ પુરવાર થતાં મુદાલિયારને સંસદમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. ત્યારપછી હરિદાસ મુંદડાની કંપનીની ઘટના બહાર આવી હતી. તે વખતના નાણાપ્રધાન ટી. ટી. કૃષ્ણમાચારી અને એચ. એમ. પટેલનું નામ એમાં સંકળાયેલું હતું. જવાહરલાલના જમાઇ ફિરોજ ગાંધીએ આ પોલ બહાર પાડી હતી. હરિદાસ મુંદડાએ તપાસ સમિતિ સમક્ષ કબૂલ કર્યું હતું કે આ સોદાથી પોતાને થયેલા લાભમાંથી એમણે કોંગ્રેસને બધું મળીને અઢી લાખ રૂપિયા ખાનગીમાં આપ્યા હતા. ઉદ્યોગપતિને વીસ કરોડ રૂપિયાની લોન ગેરરીતિથી આપી હતી. ધર્મા નહેરુની સ૨કારે ત્યાર પછી ધર્મ તેજા નામના જહાજ કંપનીના તેજાએ કરોડો રૂપિયાની આવક-સંપત્તિ છૂપાવ્યાં હતાં. રામમનોહર લોહિયાએ વિગતો એકત્ર કરી આ કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું. ધર્મા તેજા પાસેથી કોંગ્રેસી નેતાઓએ કેટલી રકમ મેળવી હતી એની બધી વિગતો બહાર આવી શકી નિહ. જવાહરલાલ નહેરુના વખતમાં જુદાં જુદાં રાજ્યોના પ્રધાનોએ આચરેલા ભ્રષ્ટાચારની વાતો બહાર આવતી, પરંતુ તે સામે તેઓ પગલાં લેતા નહિ. એમની પ્રતિભા એટલી મોટી અને કડક હતી કે કોઇ બોલી શકતું નહિ. ભ્રષ્ટ પ્રધાનો પોતાની સામે વિરોધ કરે ત્યારે એમને બોલતા બંધ કરવા માટે તેઓ તેમને પોતાની પાસે બોલાવીને એ બધી વિગતો બહાર પાડવાની ધમકી આપતા. અપનાવી હતી. એમણે દિલ્હીની સ્ટેટ બેંકની શાખામાંથી સાઠ લાખ જવાહરલાલની નીતિરીતિને જ ઇન્દિરાએ વધુ વ્યાપક રીતે રૂપિયા નગરવાલા પાસે મંગાવ્યા એ ઘટના ઉપરથી અને નગરવાલાના ભેદી મૃત્યુની વાત ઉપરથી પડદો હટ્યો નહિ. આ ગાળા દરમિયાન પેટ્રોલિયમ ખાતાના પ્રધાન પ્રકાશચંદ્ર સેટી, સંજય ગાંધી, કમલનાથ, હરીશ જૈન વગેરેનાં નામ કરોડો રૂપિયાના ડીઝલ કૌભાંડમાં બહાર આવ્યાં હતાં. ઇન્દિરા ગાંધીની મહેરબાની મેળવનાર મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી અબ્દુલ રહેમાન અંતુલેએ ‘ઇંદિરા ગાંધી પ્રતિભા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ’ એથી અંતુલેને ગાદી છોડવી પડી હતી. ઇન્દિરા એમને બચાવી શક્યાં દ્વારા આચરેલા સીમેન્ટ કૌભાંડમાં ન્યાયમૂર્તિ લેન્ટિને જે ચુકાદો આપ્યો નહિ.
SR No.525981
Book TitlePrabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1996
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy