SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન એટલે કે સૂર્યના પ્રકાશથી જે જીવન ટકે છે તેની પ્રત્યે જ મેકબેથને નિર્વેદનો ભાવ થવો શરૂ થયો છે, અર્થાત્ તેની જીજિવિષા મંદ પડી ગઇ છે અને તે ઇચ્છે છે કે સમગ્ર જગત વ્યવસ્થાનો પણ અંત આવે. આમ મેકબેથ જીવનની નિ સારતા સમજીને તેની પ્રત્યે નિર્વેદનો ભાવ અનુભવાતો થયો છે છતાં તેની ક્ષત્રિય સ્વભાવની શ્રીમદ્ ભગવદગીતા કથિત ‘ અપલાયમ’ની વૃત્તિ મોળી નથી પડી. તે કહે છે, ‘ચેતવણીનો ઘટ વગાડો, ભલે વિનાશ વેરતો પવન વાય, બીજું કંઇ નહિ કરી સકીએ તોપણ (અમે પીઠ ઉપર ઘોડાના જેવા જોતર charness) સાથે જ મરીશું.' ગઢડની બહાર નીકળી ડન્સિનેઇન ટેકરી પાસેના એક મેદાનમાં આવીને મેકબેથ પોતાની સેના સાથે મેલ્કમની અંગ્રેજ સેના સાથે યુદ્ધ કરવા સ્વગત બોલે છેઃ ‘મારી સ્થિતિ થાંભલા સાથે બાંધેલા કોઇ માણસ જેવી છે અને હું નાસી નથી જઇ શકતો, થાંભલે બાંધેલા રીંછને જેમ તેને ફાડી ખાવા ધસી આવતા કૂતરા સામે લડવું પડે છે, તેમ મારે લડવું પડશે. કોણ છે એવો માણસ જેને કોઇ સ્ત્રીએ જન્મ ન આપ્યો હોય ? એવા માણસથી જ મને ભય છે, બીજા કોઇથી નહિ.' પોતાનાં પત્ની અને બાળકોના હત્યારા મેમ્બેથ ઉપર વેર લેવા આતુર મેકડફ મેદાનમાં તેને જ શોધતો હોય છે. મેદાનના બીજા ભાગમાં લડતો લડતો મેકબેથ જ્યાં મેકડફ તેની રાહ જોઇને ઊભો છે ત્યાં આવે છે અને તેને કહે છે : ‘જા જતો રહે અહીંથી. મારો જીવાત્મા (soul) તારાં સ્વજનોનાં લોહીથી ખરડાયેલો છે. તેમાં મારે વધારો નથી કરવો. પણ મેકડફને તો મેકબેથ સાથે દ્વંદ્વયુદ્ધ કરવું છે તેથી તે તેને કહે છે, “મારો ઉત્તર તો મારી તલવા૨માં થછે.’ હવે મેકડફ અને મેકબેત વચ્ચે દ્વંદ્વયુદ્ધ શરૂ થાય છે અને લડતાં લડતાં મેકબેથ મેકડેફને કહે છે, ‘તું વ્યર્થ શ્રમ કરે છે. મારું જીવન તો દૈવરક્ષિત છે. (I bear a charmed life) અને સ્ત્રીએ જન્મ આપ્યો હોય એવા કોઇથી એનો નાશ થવાનો નથી. તા. ૧૬-૧-૯૬ એ દૈવી રક્ષણની આશા છોડી દે,' મેકડફ ઉત્તર આપે છે. ‘તું જે ફિરસ્તાને પૂજે છે તે તને કહેશે કે મેકડફના જન્મનો સમય થયો તે પહેલાં તેને તેની માતાનું પેટ ચીરીને બહાર કાઢવામાં આવ્યો હતો.’ (આજની વૈદ્યકિય પરિભાષામાં caesarian શસ્ત્રક્રિયા કરીને). પવાડો એટલે વીરનું પ્રશસ્તિ કાવ્ય. તેમાં વીરોના પરાક્રમ, બુદ્ધિગમતા, ગુણો, કુશળતાનું પદ્યમાં નિરૂપણ કરવામાં આવે છે. પ્રાકૃત ભાષામાં પવાડક શબ્દ છે. તે ઉપરથી કોઇ વ્યક્તિની કીર્તિ ગુણગાન કે મહિમા ગાવામાં આવે તેવી રચના, તેથી પવાડઉ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં પ્રવાહ અથવા ભૂત કૃદંત પ્રબુદ્ધ અને પ્રાકૃતમાં ‘પવર્ડ્ઝ ઉપરથી પવાડ-પવાડો શબ્દ પ્રયોગ પ્રચલિત થયો છે.' વી૨૨સનું પ્રશસ્તિ કાવ્ય એટલે પવાડો. આ પ્રકારની કાવ્ય રચનામાં કટાક્ષનો આશ્રય લઇને નિંદાનું તત્ત્વ પણ જોવા મળે છે. ‘પવાડ’ની સાથે સામ્ય ધરાવતો પ્રબંધ કાવ્ય પ્રકાર પણ સંદર્ભ તરીકે ગણનાપાત્ર છે. પ્રબંધ ઐતિહાસિક વ્યક્તિના ચરિત્રનું નિરૂપણ કરતું વી૨૨સનું કાવ્ય છે. કાળાંતરે ઐતિહાસિક વ્યક્તિ ઉપરાંત કોઇ દાનવીર, ધર્મવીર, કર્મવીર જેવી વ્યક્તિઓના જીવનની પ્રશસ્તિ ક૨વામાં આવી હોય તેવી રચના ‘ પવાડા’ તરીકે જાણીતી છે. વિક્રમની ૧૦મીથી ૧૬મી સદીમાં પ્રબંધ, રાસ, ચરિત જેવી કૃતિઓ મોટી સંખ્યામાં રચાઇ છે. તેમાં સૂક્ષ્મ દષ્ટિએ જોતાં ભેદ નથી લાગતો. એક વ્યક્તિના જીવન નિરૂપણ કરતી રચનાઓ કુમારપાળ રાસ સં. ૧૭૪૨ જિનહર્ષમુનિએ રચ્યો હતો. કુમાર પ્રબંધ સં. ૧૪૭૫માં આશાત કવિએ રચ્યો હતો. એટલે એકબીજાના પર્યાય રૂપે આ શબ્દો પ્રચલિત હતા. કાન્હડ દે પ્રબંધની હસ્તપ્રત પર રાસ, પવાડુ, ચઉપઇ નામનો ઉલ્લેખ થયેલો છે. શ્રી કેશવ હર્ષદ ધ્રુવે રણમલ્લછંદને ‘ પવાડા’ નામથી ઓળખાણ આપી છે. તેમાં મલ્લની વીરતા અને યુદ્ધનું ઓજસ શૈલીમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. પવાડો એક ગેય કાવ્ય છે. ગેયતાને અનુકૂળ પ્રાસ, અનુપ્રાસ, વર્ણાનુપ્રાસ, વર્ણનોની જટિલતા, કથન રીતિની વિવિધતા, વીરરસ આ સાંભળીને મેકબેથ હિંમત હારી જાય છે અને કહે છેઃ ‘શાપ લાગો મને એમ કહેતી જીભને એણે મને નાહિંમત કર્યો છે. કર્ણને સાર્યા લાગે પણ આશાને છેતરે એવાં દ્વિઅર્થી વચનો કહેતા દુષ્ટ આસુરી સત્ત્વોનો કોઈએ વિશ્વાસ કરવો નહિ. મારે નથી લડવું.' પણ મેકડફ અને એમ એ બેની વચ્ચે દ્વંદ્વયુદ્ધ થતાં મેકડફ તલવારથી મેકબેથનું માથું તેને બાયણે કહીને મહેણું મારે છે. એટલે મેકબેથ લડવા તૈયાર થાય છે કાપી નાખે છે અને પછી એ માથું ડંકનના જ્યેષ્ઠ પુત્ર મેલ્કમને ભેટ ધરે છે. શેક્સપિયરના ‘હેન્રી પાંચમા' નાટકનું એક પાત્ર કહે છે, There is some soul of goodness in things evil. એટલે કે દુષ્ટ સ્ત્રી-પુરુષોમાં પણ સદને કંઇક અંશ હોય છે. મેકબેથ અને લેડી મેકબેથના સ્વભાવમાં પણ એવો સદંશ હતો, અને તેમણે એ સદંશને રૂંધી નાંખીને સ્કોટલેંડનું રાજ્ય મેળવ્યું હતું. એમ છતાં પાત્રાલેખનની શક્સપ્પરની કળાનો જાદુ એવો છે કે આપણને મેકબેથ અને લેડી મેકબેથની દુષ્ટતા માટે તેમની પ્રત્યે તિરસ્કારનો ભાવ થાય છે તે કરતાં વધારે તેમના સ્વભાવમાં ઊંડે ઊંડે રહેલા જે સદંશનું દર્શન થતાં તેમની પ્રત્યે કરુણાનો ભાવ થાય છે. અંગ્રેજીમાં એક ઉક્તિ છેઃ ‘ There, but for the grace of god, go I’ એટલે કે આપણને ઇશ્વરની કૃપા ન મળી હોત તો આપણે પણ પેલા દુષ્ટના જેવા જ થયા હોત. આ જ છે ગીતામાં ઉપદેશેલી પ્રાણીમાત્રને આભૌવન્ચેન જોવાની દૃષ્ટિ. ✰✰✰ પવાડો E ડૉ. કવિન શાહ ઉપરાંત શ્રૃંગાર, કરૂણ અને અદ્ભૂત રસની યોજના અને પરંપરાગત ઇષ્ટદેવની સ્તુતિ પ્રારંભમાં મંગળાચરણ સમકાલીન સમાજના રીતી-રિવાજનું નિરૂપણ વગેરે નોંધપાત્ર લક્ષણ તરીકે ગણાય છે. મરાઠીમાં ‘જ્ઞાનેશ્વરી'માં ‘પવાડા’ શબ્દ પ્રયોગ થયો છે. હે મારિલે તે વર થોડે આશીક હી સાઘીન ગાઢે મમ નાથેન પવાડ યે કલ્યાચિ મો! ઉપરાંત તુકારામ ગાથામાં ‘અનંત છે થોરી, ગર્જતાતી પવાડે તથા કૃષ્ણે પવાડા હી કેલા !' હિંદુ બાદશાહના સમયમાં મહારાષ્ટ્રની પ્રજામાં જે શૌર્ય અને પરાક્રમ પ્રગટ્યું હતું તેને ઐતિહાસિક વ્યક્તિઓ અને પ્રસંગોના સંદર્ભમાં ‘પવાડા’ દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં આજે પણ ‘પોવાડા માચન' દ્વારા અત્યંત હર્ષોલ્લાસ વ્યક્ત કરવામાં આવે છે. શ્રી કેલકરે મરાઠીમાં ‘ઐતિહાસિક પવાડા' બે ભાગમાં પ્રસિદ્ધ કર્યાં છે. ૧૫માં શતકમાં રચાયેલી કૃતિ ત્રિભુવન દીપક પ્રબંધ અને પ્રબોધ ચિંતામણીમાં ‘પાવાડા'નો નીચે મુજબ ઉલ્લેખ થયલો છે. ૧. પુત્ર પવાડા સકભલી આણન્દિઉ નરનાહ ૨. મઝ દિગ્વિજય કરનાં ત્રિભુવન ફિટ્ટીથાઇ તિણિકાડા, આપણ કહીં કેહ ઉ કેતલા તુઝ આગલિ પવાડા ? ૩. ભુયદંડ પયંડિ સુઘડ ભડ ભંજઇ ચડિય પવાડઇ પંચસર સાંયાજી નામના ઇડરના ચારણ કવિએ ‘રુકિમણી હરણ’ અને નાગદમન કાવ્યો ડિંગળ ભાષામાં ભુજંગી છંદમાં મસ્ત શૈલીમાં રચ્યાં છે. તેના મંગલાચરણના દુહામાં કાલિય દમનનો પ્રસંગ નિરૂપણ કરતાં ‘પવાડા’નો ઉલ્લેખ કર્યો છે.
SR No.525981
Book TitlePrabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1996
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy