________________
પ્રબુદ્ધ જીવન
વંશજો હોવાનુ જણાવે છે. (એટલે કે ભવિષ્યમાં બેંકવોના વંશજો જ રાજા થશે.) મેકબેથને કાચના ગોળામાં દેખાયેલું દ્રશ્ય જોઇને એવો ઘાત લાગે છે કે પેલી ત્રણ ગેબી બહેનો સંગીત સાથે નૃત્ય કરતી અદશ્ય થઇ ગઇ પછી તે આવેશમાં આવી જઇને બોલી ઊઠ્યો ‘આ દુષ્ટ ઘડી કાળના અંત સુધી શાપિત બની રહો.’
તા. ૧૬-૧-૯૬
પહેલી છાયા જેવી આકૃતિએ મેકબેથને મેકર્ડફથી ચેતતા રહેવાનું કહ્યું હતું તે યાદ રાખીને મેકબેથે ભાડુતી મારાઓને મોકલી તેની પત્ની, તેનાં બાળકો અનેતેના નોકરો સર્વની હત્યા કરાવી. મેકડફ બચી ગયો. કારણ કે આ પહેલાં તે ડંકનનો જ્યેષ્ઠ પુત્ર મેલ્કમ ઇંગ્લેંડ જતો રહ્યો હતો.
ત્યાં તેને મળવા ગયો હતો.
મેકબેથના આ ઘાતકી કૃત્ય સાથે આપણી કહેવત અનુસાર તેના પાપનો ઘડો ભરાઇ ગયો.
મેલ્કમ ઇંગ્લેન્ડના રાજા એડવર્ડે તેની સહાય અર્થે આપેલી તેનાને લઇને મેકડફ અને તેના પક્ષે રહેલા બીજા ઉમરાવો સાથે સ્કોટલેંડની દિશામાં કૂચ કરે છે. અને એ જાણીને મેકબેથ પણ તેમનો સામનો કરવા જાય છે.
આપણે હવે એકલી પડેલી લેડી મેકબેથને તેણે કરેલા પાપકર્મની શિક્ષા ભોગવતી જોઇએ છીએ. તેના મન ઉપર એ પાપકર્મનો એવો ભાર રહે છે કે તેને અંધકારનો ભારે ભય લાગે છે, અને તે પોતાની પાસે સતત ક સળગતી પાતળી મીણબત્તી રાખે છે. અને રાત્રે પથારીમાં ઊંઘતી હોય છે ત્યારે ક્યારેક નિદ્રાવશ અવસ્થામાં જ પથારીમાંથી બેઠી થઇને એક હાથમાં સળગતી પાતળી મીણબત્તી રાખીને ઉઘાડી આંખો સાથે ચાલવા માંડે છે. એક રાત્રે તે પથારીમાંથી ઊઠીને એવી રીતે ચાલવા માંડે છે ત્યારે તેની એક પરિચારિકા અને તેનો દાક્તર તે શું કરે છે તે જુએ છે. લેડી મેકબેથ મીણબત્તી બાજુએ મૂકીને બે હાથ એકબીજા સાથે ઘસીને સ્વગત બબડે છેઃ ‘દુષ્ટ ડાઘ, અદ્રશ્ય થઇ જા, હું કહું છું ને, અદ્રશ્ય થઇ જા. એક, બે, ત્રણ, તો હવે તે કરવાનો સમય થયો (એટલે કે ડંકનની હત્યા કરવાનો.) નરકમાં તો ઘોર અંધકાર છે, શરમ છે તમને નામદાર, સૈનિક છો તોય ભય પામો છો ? આપણને કોઇ પૂછનાર નથી, તો આપણે જે કરવું હોય તે કરતાં શા માટે ભય પામીએ, અને છતાં કોણે ધાર્યું હતું કે એ ડોસામાં (એટલે કે વૃદ્ધ ડંકનમાં) આટલું બધું લોહી હશે ? મેકડફને પત્ની હતી, ક્યાં છે તે હવે ? અરે, ખરેખર આ હાથ સ્વચ્છ નહિ થાય ? બસ નામદાર, હવે બંધ કરો, આમ ચકળવકળ થઇને તમે બધું બગાડી મૂકો છો (એટલે કે ભોજન સમારંભના પ્રસંગે), હજુ અહીં લોહીનો ડાઘ છે, અરબસ્તાનમાં મળતાં સર્વ સુગંધી દ્રવ્યો (all the perfumers of arabia) પણ મારા આ નાનાસરખા હાથને સુવાસિત નહિ કરી શકે. ‘ઓ ! ઓ ! ઓ !' આ ‘ઓ ! ઓ! ઓ !' સાંભળીને દાક્તર કહે છે, ‘કેટલો ઊંડો નિશ્વાસ,’
·
ન
લેડી મેકબેથ નિદ્રવશ અવસ્થામાં વળી બબડે છેઃ ‘તમારા હાથ ધોઇ નાખો, રાતનો ડગલો પહેરી લો, આમ ફિક્કા જેવા ન દેખાવ, હું તમને ફરી કહું છું, બેંકવોને તો કબરમાં દાટી દીધો છે, ત્યાંથી તે પાછો આવી સંકે, ચાલો સૂઇ જઇએ, દરવાજે ટકોરા સંભળાય છે. ચાલો, ચાલો, ચાલો, તમારો હાથ પકડવા દો, જે કર્યું છે તે ન કર્યું થનાર નથી. (what is done cannot be undone). ચાલો, ચાલો, પથારીમાં,'
આપણે જોઇએ છીએ કે લેડી મેકબેથના આવા અસંબંધ ઉદગારો તેની સ્મૃતિમાં સળવળતા તેના પોતાના જ જાગ્રત અવસ્થાના ઉદગારો છે . અને તે ઉદગારોમાં તેણે પોતાના જે અંતરાત્માનો વિદ્રોહ કર્યો હતો તે જ અંતરાત્મા તેને શિક્ષા કરતો જણાય છે.
હવે આપણે મેકબેથનો અંતરાત્મા તેને કેવી શિક્ષા કરે છે તે જોઇએ. તે મેલ્કમની અંગ્રેજ સેના સામે યુદ્ધની તૈયારી કરીને લેડી મેકબેથ સાથે ડેન્સિઇનની ટેકરી પાસેના તેના ગઢમાં આવ્યો છે. પોતાના કેટલાંક ઉમરાવો અને સૈનિકો મેલ્કમની સેનામાં ભળી જવા જાય છે એ જાણીને તે કહે છે; ‘જવા દો, બધાને જવા દો, બનમ વન ડન્સિનેઇન પાસે આવે
'
નહિ ત્યાં સુધી હું ભય પામવાનો નથી . કોણ છે એ છોકરો મેલ્કમ ? તેને સ્ત્રીએ જન્મ નહોતો આપ્યો ? ભવિષ્ય જાણતાં સત્ત્વોએ આગાહી કરી જ હતી ને કે સ્ત્રીએ જન્મ આપ્યો હોય એવો કોઇ મને વશ નહિ કરી શકે ?'
હવે તેનો એક પરિચારક આવીને મેકબેથને જણાવે છે કે દશ હજારની અંગ્રેજ સેના આવે છે. તે સાંભળીને મેકબેથ સ્વગત બોલે છેઃ ‘આ લડાઇ મને કાં તો ઉત્સાહિત કરશે, કાં તો પદભ્રષ્ટ કરશે એ વિચારે મારું હૃદય નિર્વેદથી ભરાઇ ગયું છે. (I am sick at heart). હું હવે બહુ જીવ્યો. મારા જીવનની પાનખર શરૂ થઇ છે, અને વૃદ્ધાવસ્થામાં માણસને જે માન અને આદર, પ્રેમ, અને સંખ્યાબંધ મિત્રો મળવા જોઇએ તેની હું આશા નથી રાખી શકતો. મને મળે છે તે તો સંભળાય એવા મોટા સ્વરે બોલેલા નહિ પણ ઊંડા શાપ (curser not loud but deep) અને હૃદયના સાચા ભાવ વિનાના જીભે માત્ર ભયથી ઉચ્ચારેલાં માનવચનો.'
શેક્સપિય૨ની દૃષ્ટિએ આવું છે પાપકર્મ આચરવા પ્રેરતી મહત્ત્વાકાંક્ષાનું ફળ મેકબેથની સ્વગતોક્તિ પૂરી થાય છે ત્યાં તે અંતઃપુરમાં રડતી સ્ત્રીઓનો અવાજ સાંભળે છે અને એ સાંભળીને તે તેના એક પરિચારકને કહે છેઃ ‘હું ભયનો સ્વાદ ભૂલી ગયો છું. પહેલાં તો રાતે કોઇની ચીસ સાંભળીને મારી ઇન્દ્રિયો ઠંડીગાર થઇ જતી, પણ હવે હું મહાત્રાસનું ભારે ભોજન જમ્યો છું. (I have supp'd full with horrers), ભયાનકતા મારા હત્યારા (slaughterous) વચારીને પરિચિત છે અને પળવાર પણ મને ચમકાવી નહિ સકે.' આમ બોલતી વેળા મેકબેથ નહોતો જાણતો કે અંતરાત્માના ડંખ સહન ન થવાથી લેડી મેકબેથે આત્મહત્યા કરી હતી. અને તેથી અંતઃપુરમાં સ્ત્રીઓ રડતી હતી. તેણે એક પરિચારકને પૂછ્યું ‘સ્ત્રીઓ કેમ રડે છે.
*
તેના ઉત્તરમાં પરિચારકે કહ્યું ‘નામદાર રાણી મૃત્યુ પામ્યાં છે (પરિચારકે ન કહ્યું કે રાણીએ આત્મહત્યા કરી છે. ) ત્યારે મેકબેથે જે ઉત્તર આપ્યો છે તે નાટકની સૌથી વધુ કાવ્યાત્મક અને જાણીતી પંક્તિઓ છે, તે કહે છેઃ ‘તેણે હવે પછી મરી જવું જોઇતું હતું. (she should have died hereafter), ત્યારે એવો શબ્દ સાંભળવાનો યોગ્ય સમય હશે, એક પછી એક એમ દિવસો ઇહલૌકિક કાળની અંતિમ શ્રુતિસુધી (to the last syllable of recorded time) કીડીના વેગે પસાર થાય છે મને એમ એક પછી એક પસાર થતા આપણાં સર્વ દિવસો મૂર્ખાઓ માટે માટીમાં મેળવી દેતા મૃત્યુને પહોંચવાનો માર્ગ અજમાવ્યો છે. ક્ષણજીવી જીવનજ્યોત, બુઝાઇ જા, બુઝાઇ જા, જીવન તો માત્ર સરકતી છાયા (walking shadow) છે. રંગભૂમિ ઉપર એકાદ કલાક આમ તેમ કૂદીને અને બરાડા પાડીને કાયમ માટે ચૂપ થઇ જતા અકુશળ નટ જેવું, બકવાદ અને બડાશોથી ભરેલી કોઇ બુદ્ધિહીનને કહેલી અર્થહીન વાર્તા જેવું છે. (it is a tale/told by an idiot full of sound and fury/signifying notihing).
કેટલાક ઉમરાવો અને અંગ્રેજ સેના સાથે બનમ વનમાં આવીને મેલ્કમ સેનાના દરેક સૈનિકને વનમાં ઊગેલાં વૃક્ષોની એક એક ડાળ કાપીને તેમના હાથમાં રાખવાની સૂચના આપે છે અને એમ એ સૈનિકો પોતપોતાના હાથમાં એક એક ડાળ રાખીને ડાન્સિનેઇનની ટેકરીની દિશામાં કૂચ કરે છે. મેકબેથનો એક જાસૂસ એ જોઇને ગેરસમજથી મેકબેથને કહે છે કે પોતે ડેન્સિનેઇન ટેકરી ઉ૫૨થી બનમ દિશામાં જોયું તો વન ચાલતું દેખાયું. એ સાંભળીને મેકબેથ કહે છેઃ ‘મારું નિશ્ચયબળ ઢીલું પડી જાય છે અને મને શંકા જાય છે કે સત્યનો આભાસ આપતું શયતાનનું દ્વિઅર્થી વચનમ સાચું હતું કે નહિ. તેણે મને કહ્યું હતું કે બનમ વન ડેન્સિનેઈનની દિશામાં આવે નહિ ત્યાં સુધી મારે ભય રાખવો નહિ અને હવે એક વન ડેન્સિનેઇનની દિશામાં આવે છે. આ માણસ કહે છે તે સાચું હોય તો હું અહીંથી નાસી છૂટું એમ નથી, અને અહીં રહી શકું એમ પણ નથી. મને હવે સૂર્ય પ્રત્યે નિર્દોષતા ભાવ થતો જાય છે અને સમગ્ર જગતવ્યવસ્થા અસ્તવ્યસ્ત થઇ જાય તો સારું એમ થાય છે.'